________________
Shri Mahavir Jain Aradhana Kendra
લંકાની રાજસભામાં
કોણ ફાટ્યો છે વાર?'
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
‘પેલા બનાવટી ઇન્દ્રનો બનાવટી દિક્પાલ ય’
દશમુખે બધો વૃત્તાંત કુંભકર્ણને કહ્યો. સૈન્ય તો તૈયાર જ હતું. પુષ્પક વિમાનમાં બેસી સૈન્ય સાથે રાવણ કિષ્કિન્ધાનગરીની નજીક આવી પહોંચ્યો. ત્યાં તેણે યમે બનાવેલ સાત નરકાગાર જોયાં.
પોતાના પ્રિય સેવક સૈનિકોની તેમાં થતી ભયંકર કદર્થના જોઈ દશમુખનું હૈયું ધ્રુજી ઊઠ્યું.
યમના સુભટો, યક્ષરજા અને સૂર્યરજા વગેરેને ધખધખતો સીસાનો રસ પાતા હતા. પથ્થરની શિલા પર પછાડતા હતા. તીક્ષ્ણ તલવારથી છંદનભેદન કરતા હતા. દશમુખ આ જોઈ શકે ખરો? ક્ષણ વારમાં તેણે નરકાવાસના રક્ષકોને મારી-મારીને ભગાડી મૂક્યા... નરકાવાસોને તોડીફોડી નષ્ટ કરી દીધા. સૂર્યરજા... યક્ષરજા વગેરે સેવકગણને મુક્ત કરી દીધો.
મહાન પુરુષોનું આગમન થાય અને કલેશ, વિષાદ ટકે એ તો દીવો આવે છતાં અંધકાર ટકે, તેના જેવી વાત કહેવાય!
નરકાવાસના રક્ષકો તો દોડવા યમની પાસે! બૂમ પાડતા, હાથ ઉછાળતા રક્ષકો યમની પાસે આવી પહોંચ્યા.
આમ અચાનક આવી પડેલી આફતમાં રક્ષકો બેબાકળા બની ગયા. યમ પણ ક્ષણ વાર વિચારમાં પડી ગયો; એ કંઈ પૂછે એ પહેલાં તો રક્ષકોએ થોથરાતી જીભે કહેવા માંડ્યું.
અરે... અમે તો મરી ગયા, મહારાજ...' ‘શું થયું પણ?’
‘દશમુખ અચાનક તેના ચુનંદા સૈનિકો સાથે આવી પહોંચ્યો છે. નરકાવાસોને નષ્ટ કરી દઇ દુશ્મનોનો કબજો લઈ લીધો છે. હવે...’
‘હવે? એ તોફાની દશાનનનો અંત આવ્યો સમજો...' યમનો ચહેરો લાલચોળ બની ગયો. નગરમાં યુદ્ધનાં નિશાન ગગડ્યાં. ગણ્યા ગણાય નહિ તેટલા સૈનિકોની ફોજ સાથે યમ નગરની બહાર નીકળ્યો.
For Private And Personal Use Only
દશમુખ તો તૈયાર જ હતો.
સૈન્યની સામે સૈન્ય અથડાયું. ક્ષણવારમાં તો કિષ્કિન્ધાની ધરતી રધિરથી રંગાઈ ગઈ.