________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રેવાના તટે
૯૩ ઝેરના કોળિયા દેખાવા લાગ્યા. રાજરમણીઓમાં મને ભયંકર અને ઝેરી સાપણોનું દર્શન થયું.
મેં મારો મનોરથ... સંસારત્યાગનો મનોરથ... મંત્રીવર્ગને કહ્યો. મારા પુત્ર સહસ્ત્રકિરણને રાજગાદી પર બેસાડી, મેં ચારિત્રજીવન સ્વીકાર્યું.'
હું? શું પરાક્રમી સહસ્ત્રકિરણ આપ પૂજ્યશ્રીનું પુત્રરત્ન છે?' આશ્ચર્ય અને આવેગમાં રાવણે વચ્ચે જ પ્રશ્ન કર્યો.
હા” મુનીન્દ્ર કહ્યું.
હું દિગ્વિજય માટે લંકાથી નીકળ્યો છું. આ રમણીય પ્રદેશ જોઈ અહીં પડાવ નાંખી પરમાત્મા જિનેશ્વરના પૂજનમાં તલ્લીન બનેલો ત્યાં સહસકિરણે જલક્રીડા કરી મલિન પાણીને છૂટું મૂક્યું, રેવાનાં પાણી ઊછળ્યાં. મારી જિનપૂજા ધોવાઈ ગઈ, હું આવેશમાં આવ્યો અને મારે સહસ્ત્રકિરણને પકડવો પડ્યો.
પરંતુ મને લાગે છે, કે એણે ખ્યાલ બહાર જ આ કાર્ય કર્યું છે. આપનો આ મહાન પુત્ર શું જિનેશ્વરદેવની આશાતના કરે ખરો?'
આમ કહીને રાવણ અંદરના વિભાગમાં જઈ સહસ્ત્રકિરણને નમન કરી પ્રેમપૂર્વક હાથ પકડી બહાર લઈ આવ્યો.
લજ્જા અને મર્યાદાથી નમ્ર બનેલા સહસકિરણે મુનિપિતાનાં ચરણોમાં મસ્તક નમાવ્યું. મહામુનિએ “ધર્મલાભ'ની આશિષ આપી.
રાવણ તો આવા ગણધરસમાં ગુરુદેવ અને મહાપરાક્રમી સહસ્ત્રકિરણ પિતા-પુત્રને જોઈને ગદ્ગદ્ બની ગયો. એની આંખો હર્ષનાં આંસુથી ઊભરાઈ ગઈ. સહસ્ત્રકિરણના હાથને પોતાના હાથમાં લઈ રાવણ બોલ્યો :
પરાક્રમી! તું આજથી મારો ભાઈ અને મહામુનિ જેમ તારા પિતા, તેમ મારા પણ પિતા, તમને બંનેને જઈ મારા હૈયામાં જે હર્ષ ઊભરાઈ રહ્યો છે, તેનું હું કેવી રીતે વર્ણન કરું? જાઓ, ખુશીથી રાજ્ય કરો અને આ ભાઈની ભેટ તરીકે બીજી પણ પૃથ્વીને સ્વીકારો. અમે ત્રણ ભાઈ છીએ, આજથી અમે ચાર ભાઈ થયા!”
સહસ્ત્રકિરણની દૃષ્ટિ ભૂત અને ભાવિના પડદા ચીરીને ખૂબ દૂર દૂર દોડી રહી છે. સંસારની આ બધી ગડમથલમાંથી તે જીવનનું પરમ સત્ય શોધી રહ્યો છે, પારમાર્થિક સુખમય આત્મતત્ત્વના ઉદ્ધારની કોઈ સર્વાગીણ વિચારણાનું ચિત્ર તે દોરી રહ્યો છે.
તેના મુખ પર પ્રૌઢ ગંભીરતા છવાઈ ગઈ. ‘દશમુખ! હવે મારે રાજ્યનું પ્રયોજન નથી.”
For Private And Personal Use Only