________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૨
www.kobatirth.org
રાવણની કેવી અનુમોદનીય ગુણદૃષ્ટિ!
રાવણની કેવી પ્રશંસનીય ગુણસૃષ્ટિ!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
સહસિકરણના ગુનાને સહસ્રકિરણના વીરતાગુણને જોઈ, જાણે રાવણ સાવ ભૂલી ગયો! એટલું જ નહિ પણ સહસ્રકિરણ પ્રત્યે, એક વીરને છાજે તેવું વર્તન રાખ્યું.
બીજા સમયે, અનેક વીરોથી વીંટળાઈ રાવણ રાજસભામાં બેઠો હતો ત્યાં તો આકાશમાર્ગેથી એક તપોમૂર્તિ મહર્ષિ સભામાં પ્રવેશ્યા.
રાવણ ઝડપથી હર્ષ અને ઉમંગ અનુભવો સિંહાસન પરથી ઊભો થઈ ગયો. પગમાંથી મણિમય પાદુકાને કાઢી નાંખી, મસ્તકે અંજલિ જોડી, તે મહામુનિની સન્મુખ ગયો. ચરણકમલમાં મસ્તકનો સ્પર્શ ક૨ી, ખૂબ ખૂબ ખુશી અનુભવતો મહામુનિને સાક્ષાત્ જાણે ગણધર ભગવંત સમજવા લાગ્યો.
મહામુનિને એક સ્વચ્છ કાષ્ટાસન પર બિરાજમાન કરી, પોતે પૃથ્વી પર હાથ જોડીને વિનયપૂર્વક બેઠો.
મહામુનિ તો જાણે સમસ્ત વિશ્વના હિતની સાક્ષાત્ મૂર્તિ જ જોઈ લ્યો! તેઓશ્રીના મુખ પર સંસારના ભાવો પ્રત્યેની ઉદાસીનતા, જ્ઞાનતેજનો પ્રકાશ, સંયમ સાધનાની શૂરતા, વિશ્વહિતની પરમ કરુણા સ્પષ્ટ તરવરી રહેલાં હતાં.
રાવણને તેઓશ્રીએ ‘ધર્મલાભ’ની આશિષ સમર્પણ કરી.
‘ધર્મલાભ’ની આશિષ એટલે કલ્યાણમાતા! જેને ‘ધર્મલાભ'ની આશિષ પ્રાપ્ત થઈ, તેને કલ્યાણની જનેતા પ્રાપ્ત થઈ! બસ, એ માતા પાસેથી કલ્યાણ, કલ્યાણ અને કલ્યાણ જ મળ્યા કરવાનું! જેની પાસે આ કલ્યાણજનેતા ‘ધર્મલાભ’ની આશિષ છે તેને જગતનાં અનિષ્ટો અને દુઃખો સતાવી ના શકે. ‘ધર્મલાભ’ની આશિષ જેને પ્રાપ્ત થાય છે, તેને જગતની સર્વશ્રેષ્ઠ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે.
રાવણે પ્રેમ અને ભક્તિભર્યા વિનમ્ર શબ્દોમાં પૂછ્યું
‘પ્રભુ! આપને જોઈને મને નિરવધિ આનંદ થયો છે. હે કરુણાનિધિ! અત્રે પધારવાનું કારણ કહી સેવકને પ્રસન્ન કરશો?’
For Private And Personal Use Only
શેરડીના રસ જેવી મીઠી મધુરી વાણીમાં મહર્ષિ બોલ્યા :
‘રાજન! માહિષ્મતી નગરીમાં હુ રાજા હતો. મારું નામ શતબાહુ હતું. ભવની ભીષણતાનું એક દિવસ ભાન થયું. ભવનાં દુઃખો કરતાં ય ભવનાં સુખોની દારુણતા સમજાઈ. રાજ્ય અને સારા ય સંસાર ૫૨થી મારું મન ઊઠી ગયું. રાજ્યસિંહાસન મને કાંટાનું બિછાનું લાગ્યું. માદક રસપ્રચુર ખાદ્યપદાર્થો