________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રેવાના તટે
૧
રાવણની આજ્ઞા થતાં લાખો રાક્ષસ સુભટો રેવાના કિનારે દોડ્યા. માહિષ્મતીની નજીક આવ્યા. દૂરથી તેમણે સહસ્રકિરણના લાખો સૈનિકો શસ્ત્રોથી સજ્જ થઈને ઊભેલા જોયા.
રેવાનો ૨મણીય ક્રીડાતટ જોતજોતામાં યુદ્ધમેદાનમાં પલટાઈ ગયો. રાક્ષસવીરો અને સહકિરણના સુભટો વચ્ચે ખૂનખાર જંગ જામ્યો. રાક્ષસવીરોએ આકાશમાં રહીને તીરોનો મારો ચલાવ્યો અને વિદ્યાશક્તિથી અનેક સુભટાને મૂંઝવી દીધા. જલક્રીડા કરતા સહસિકરણે પોતાના સૈન્યની કદર્થના થતી જોઈ, જલક્રીડા ત્યજી દીધી. રાણીઓને છોડી, તે રણમેદાનમાં આવ્યો.
સુરસિન્ધુમાંથી જાણે કે ઐરાવત બહાર આવ્યો! હાથમાં લીધાં ધનુષ્ય અને બાણ. મધ્યાહ્નનો સૂર્ય જેમ અસંખ્ય તારાને ઢાંકી દે તેમ સહસ્રકિરણની સખત અને સતત તીરવૃષ્ટિમાં રાક્ષસ-સુભટો છવાઈ ગયા, ઢંકાઈ ગયા.
...સહસ્રકિરણનું પરાક્મ એટલે અજોડ સહસિકરણનું બાહુબળ એટલે અજેય. સહસિકરણની તીરવર્ષા એટલે અંગારવર્ષા!
પોતાના સુભટોને રાડ પાડતા અને ભાગતા જોઈ રાવણ મેદાને પડ્યો. ક્રોધથી ધમધમતા રાવણે સહસ્રકિરણ પર અસંખ્ય તીરોની વર્ષા વરસાવી, પરંતુ સહસ્રકરણે રાવણના એક-એક તીરોનો સામનો કરી રાવણને હંફાવવા માંડ્યો. રાવણે તીર મૂકીને મુગર ઉપાડયું. સહસિકરણે પણ મગર લીધું. રાવણ થાક્યો અને ગદા લીધી. સહસિકરણે ગદાથી સામનો કર્યો. રાવણને ગદા પણ મુકી દેવી પડી. એક પછી એક શસ્ત્રોમાં રાવણ નિષ્ફળ નીવડવા લાગ્યો. સહસ્રકિરણનું અપૂર્વ પૌરુષ જોઈ ૨ાવણ દંગ થઈ ગયો. એણે જોયું કે શસ્ત્રોથી આ પરાક્રમીને પરાજિત કરી શકાશે નહિ. તેણે વિદ્યાશક્તિનો આશરો લીધો.
વિદ્યાશક્તિના પ્રભાવથી સહસ્રકિરણ પરવશ બની ગયો. અને સહસ્ત્રકિરણ પકડાયો, પણ રાવણના મુખ પર વિજયનો આનંદ નહોતો. તેનું હૃદય કહી રહ્યું હતું
વિજય તો ખરેખર સહકિરણનો છે.'
તેણે સહસિકરણની પીઠ થાબડી.
‘હે પરાક્રમી! ખરેખર આજે વિજય તમારો છે... તમારું અદ્દભુત અને અજેય પરાક્રમ જોઈ મારો બળમદ ઓગળી ગયો છે...'
માનપૂર્વક સહસ્રકિરણને લઈને, રાવણ પોતાની છાવણીમાં આવ્યો. પોતાના સિંહાસન પર, પોતાની સાથે સહસ્રકિરણને બેસાડી, લાખો સુભટોની સમક્ષ રાવણે સહકિરણની વીરતાને ભાવભરી અંજલિ આપી.
For Private And Personal Use Only