________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
જૈન રામાયણ લંકા ગયા પછી અંજના ગર્ભવતી થઈ છે, ત્યારે અમારી તો ઇજ્જતના કાંકરા થાય કે બીજું કાંઈ?”
‘લોકોને આપણે સાચી વાતથી વાકેફ કરી શકીએ, પછી ઇજ્જતનો પ્રશ્ન નથી રહેતો.”
મહામંત્રીજી, તમે એનો બચાવ ન કરો. મને પહેલાં પણ લાગતું હતું કે પવનંજય અંજના પ્રત્યે આવો તીવ્ર અણગમો, કોઈ ગંભીર કારણ વિના ધરાવે નહિ. તેણે ભલે અંજનાનાં દુરાચરણો આપણને કહ્યાં નથી, પરંતુ તેણે ગુપ્તપણે એની ચાલચલગત જાણેલી હોવી જ જોઈએ; અને તેથી જ એના પ્રત્યે ભારે રોષ ધારણ કરી રહ્યો છે. છેલ્લે છેલ્લે જ્યારે લંકા જવા નીકળ્યો ત્યારે પણ એની અવગણના કરીને ગયો છે અને એ પાછો આવીને, રાત રહીને ચાલ્યો જાય? બિલકુલ આ અશક્ય વાત છે.' કેતુમતી દબાણપૂર્વક પોતાની વાતને વળગી રહી.
એટલે શું એને ગર્ભિણી અવસ્થામાં અહીંથી કાઢી મૂકવી, તેમાં આપની બેઇજ્જતી નહિ થાય? પવનંજય ન જ આવ્યો હોય તેવું આપણે ચોક્કસ ન કહી શકીએ. મનુષ્યનું મન કયા સમયે બદલાય, તે કહેવા માટે આપણે શક્તિમાન નથી. મેં જે તપાસ કરી છે તેના પરથી તો મને દઢ નિશ્ચય થયો છે કે પવનંજય પાછો આવીને, રાત રહીને ચાલ્યો ગયો છે. હવે જ્યારે તે પાછો આવશે ત્યારે આપણને એ વાતનો નિર્ણય થઈ શકે.”
અત્યાર સુધી પ્રસ્સાદ મૌન રહ્યા હતા. રાણીની અને મહામંત્રીની વાતો તેમણે સાંભળી, વિચારી અને બોલ્યા :
“અંજના દોષિત છે કે નિર્દોષ છે તેનો નિર્ણય આજે કરવામાં આપણે બહુ વહેલા છીએ. પવનંજયના આગમન પછી જ આપણે જે તે નિર્ણય કરી શકીએ. પરંતુ હાલના તબક્કે કેતુમતીના ચિત્તનું સમાધાન થાય અને અંજનાને કોઈ મોટો અન્યાય ન થાય તે માટે મને એક ઉપાય સૂઝે છે.' 'શું?' કેતુમતી બોલી ઊઠી.
આપણે અંજનાને એના પિયર મોકલી દેવી. ત્યાં એ સુખપૂર્વક દિવસો પસાર કરી શકશે અને તે અરસામાં પવનંજય પણ પાછો આવી જશે...'
કેતમતી સંમત થઈ; જ્યારે મહામંત્રી મન રહ્યા. તરત જ સેનાપતિને બોલાવી, રથમાં અંજનાને વસંતતિલકાની સાથે બેસાડી, મહેન્દ્રનગર મૂકી આવવાની રાજાએ આજ્ઞા કરી.
For Private And Personal Use Only