________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
જૈન રામાયણ કેકસીએ ત્રણેય પુત્રોનાં તેજસ્વી લલાટમાં કુમકુમનાં તિલક કર્યો, હાથમાં શ્રીફળ આપ્યાં.
રાજમહાલયને દ્વારે વૃદ્ધ સુમાલી અને રત્નશ્રવા આશીર્વાદ આપવા ઊભા હતા. ત્રણેય કુમારોને સ્નેહચુંબનથી નવડાવી દીધા. કુમારોએ પણ ખૂબ નમ્રતાથી પૂજ્યનાં ચરણોમાં પોતાનાં મસ્તક ઝુકાવ્યાં.
દ્વારની બહાર જ્યાં કુમારો આવ્યા ત્યાં તો નગરજનોએ ‘શાંતિનાથ ભગવાનની જય!' ના અવાજોથી આકાશને ગજવી દીધું.
બે રથો તૈયાર ઊભા હતા. એક રથમાં દશમુખ આરૂઢ થયો. બીજા રથમાં કુંભકર્ણ અને બિભીષણ, બન્ને ભાઈઓ આરૂઢ થયા.
પાતાળલંકાના રાજમાર્ગો પરથી સુશોભિત રથો પસાર થવા લાગ્યા. કોઈ ઊંચા હાથ કરીને, કોઈ અક્ષત ઉછાળીને, કોઇ જયધ્વનિ કરીને કુમારોને વિદાય આપવા લાગ્યા. કુમાર પણ મસ્તક નમાવીને, બે હાથ જોડીને જવાબ આપવા લાગ્યા.
નગર છોડીને રથો અરણ્યમાર્ગે દોડવા લાગ્યા. વૃદ્ધ સુમાલી અને રત્નશ્રવા પુનઃ લંકાના સ્વરાજ્યની મધુર કલ્પનામાં મહાલી રહ્યા.
જોતજોતામાં તો રથો ભીમારણ્યની સરહદે આવી પહોંચ્યા. ત્રણેય ભાઈઓ રથમાંથી ઊતરી ગયા. સારથિએ રથ પાછા વાળ્યા.
ઇષ્ટદેવનું એકાગ્રચિત્તે સ્મરણ કરી, ત્રણેયએ અટવીમાં પ્રવેશ કર્યો. આગળ દશમુખ, વચ્ચે બિભીષણ અને પાછળ પહાડકાય કુંભકર્ણ! ચારે કોર દૃષ્ટિપાત કરતા, સુયોગ્ય સ્થાનને શોધતા, મધ્ય અટવામાં આવી પહોંચ્યા. ત્યાં તો એક જાડો અજગર કુંભકર્ણના પગ આગળ થઈને પસાર થયો. કુંભક તો પૂછડું પકડીને ઉછાળ્યો! ત્યાં વળી કેસરી સિંહની ગર્જના સંભળાઈ, કુંભકર્ણ સામી સિંહ ગર્જના કરી!
“અલ્યા કુંભકર્ણ! જાપમાં બેઠા પછી જોજે, આવી ગર્જના કરતો!” દશમુખે હસતાં હસતાં કહ્યું.
મોટાભાઈ! એ તો ત્યાંય સીધા નહિ બેસે!' બિભીષણે તીરછી નજરે કુંભકર્ણ સામે જોતાં કહ્યું, ત્યાં તો કુંભકર્ણનો પોલાદી પંજો બિભીષણની પીઠ પર ધણધણી ઊઠયો! “ઓ બાપ રે... કરતો બિભીષણ કુંભકર્ણના પગમાં પેસી ગયો અને પગ
For Private And Personal Use Only