________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાસિદ્ધિ માટે ભીમારણ્યમાં
33
કર્યા પહોળા! કુંભકર્ણ ધબાંગ કરતો પડ્યો નીચે! દશમુખ બન્ને ભાઈઓની નિર્દોષ રમત જોઈ ખડખડ હસી પડ્યો.
‘ચાલો હવે જાપસ્થળની તપાસ કરો.' ત્રણેય કુમારોએ જગા શોધવા માંડી. લીલાંછમ વૃક્ષોની ઘટામાં જાપસ્થળ રાખવાનો નિર્ણય થયો.
ક્રમશઃ ત્રણેય ભાઈઓ ગોઠવાઈ ગયા.
શ્વેત વસ્ત્રો પહેરી તેમણે પદ્માસન લગાવ્યાં. હાથમાં લીધી જપમાળા, નાસિકાના અગ્રભાગે દષ્ટિને સ્થાપિત કરી અને પ્રબળ પ્રણિધાન કરી ‘અષ્ટાક્ષરી' વિદ્યાનો જાપ શરુ કર્યો.
રાત્રિની શરૂઆત તો ક્યારની થઈ ચૂકી હતી. જંગલી પશુઓની ચિચિયારીઓથી અરણ્યની ધરતી ધણધણી રહેલી હતી. ત્રણેય રાજકુમારો વિદ્યાસિદ્ધિના દઢ સંકલ્પથી, તીવ્ર ઇચ્છાપૂર્વક અષ્ટાક્ષરી મંત્રના જાપમાં તલ્લીન બનેલા હતા. રાત્રિના બે પ્રહર વીત્યા, ત્યાં તો ત્રણેય ભાઈઓને વિદ્યા સિદ્ધ થઈ.
તરત જ ‘ષોડશાક્ષરી' મંત્રનો જાપ શરૂ કરવામાં આવ્યો. આ જાપનું પ્રમાણ દસ કરોડ હજારનું હતું. ખૂબ જ નિશ્ચળતાથી અને સ્વસ્થતાથી જાપનું કાર્ય આગળ ધપાવ્યું.
દૃઢનિશ્ચયી અને દેવગુરુની કૃપાને પાત્ર બનેલા આત્માઓ કઈ સિદ્ધિ હાંસલ નથી કરતા? મોક્ષમાર્ગની સાધનામાં પણ આ બે જ શરતો આવશ્યક હોય છે. દોષોનો ક્ષય કરી નાંખવા કૃતનિશ્ચયી બનેલો આત્મા દેવ અને ગુરુની કૃપા દ્વારા અલ્પ કાળમાં કાર્યસિદ્ધિ કરી શકે છે. પરંતુ કપરી કસોટીમાંથી પસાર થયા વિના પ્રાયઃ મહાસિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકતી નથી!
ત્રણેય રાજપુત્રોનો કસોટીકાળ આવી લાગ્યો.
જંબુદ્રીપનો રાજા અનાર્દત નામનો દેવ, પોતાના અંતઃપુરની દેવાંગનાઓ સાથે આનંદ-પ્રમોદ માટે ઊતરી પડયો.
દેવકુમારો જેવા નયનરમ્ય ત્રણેય રાજકુમારોને ધ્યાનમગ્ન દશામાં તેણે જોયા. તેના ચિત્તમાં કુતૂહલ જાગ્યું. ધ્યાનસ્થ કુમારોના મનોબળને ચકાસી જોવાનો મનોરથ થયો.
તરત જ પોતાની અંગનાઓને આદેશ કર્યો:
‘આ ધ્યાનના ઢીંગલા જોયા?' ત્રણેય કુમારો સામે આંગળી ચીંધી અનાર્દતે પોતાની સ્ત્રીઓનું તે તરફ ધ્યાન દોર્યું.
For Private And Personal Use Only