________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ હા! કેવા મહાતપસ્વી જેવા ત્રણેય જુવાનો લાગે છે!” આશ્ચર્યભરી આંખે એકીટસે ત્રણેય કમારો સામે જોતી દેવાંગનાઓ બોલી.
અરે ઘેલી થાઓ મા. તેમના ધ્યાનની પરીક્ષા કરવાની છે, માટે તમારી સર્વ કળાઓ અજમાવી જુઓ.'
ઓહો! ભલભલા દેવોને પણ પાણી પાણી કરી નાંખનારી અમે, અમારી આગળ આ નાનકડા મનુષ્યો શી વિસાતમાં છે? હમણાં જ એમના ધ્યાનની. રાખ એક ફૂંકમાં ઉડાડી દઈએ છીએ!
દેવાંગનાઓનું મંડળ રાજકુમારોની આગળ આવ્યું. રાવણ, કુંભકર્ણ અને બિભીષણનાં અસાધારણ અને અત્યુત્તમ સૌન્દર્ય નિહાળીને દેવાંગનાઓ ત્યાં જ સ્તબ્ધ બની ગઈ!
શું કરવા આવી હતી અને શું થઈ ગયું? કુમારોને ચલાયમાન કરવાને બદલે દેવાંગનાઓ જ ખુદ વિકારવશ બની ગઈ! નિર્વિકાર, નિશ્ચલ અને મૌની કુમારોને જોઈ સહજ આકર્ષણથી પ્રેમવશ થઈ ગયેલી દેવીઓએ કહ્યું.
“અરે... અરે... ભગતડાંઓ! આંખો તો ખોલો. આ અમારી સામે જુઓ, તમારા પુરુષાર્થથી અમે દેવાંગનાઓ તમને વશ થઈ ગઈ છીએ. હવે આનાથી વધીને કઈ સિદ્ધિ તમારે હાથ કરવી છે?'
મીઠાં ઠપકાભર્યા વચનોથી જંગલના પશુઓનો ઘોંઘાટ ઓછો થયો પણ રાજકુમારોના હૃદય સુધી એ વચનો પહોંચી શક્યાં નહિ, પછી મુખ પર તો અસર દેખાય જ ક્યાંથી? દેવીઓએ ફેરવીને બીજો પાસો નાંખ્યો.
આ ઘોર ક્લેશ અને કષ્ટ શા માટે સહન કરો છો? શા માટે તમારાં ગુલાબી સૌન્દર્યને વેડફી નાંખો છો? એ વિદ્યાઓથી તમે શું કરશો? અમે દેવીઓ તમારાં ચરણ ચૂમવાને અધીર બની છીએ. આવો અમારા હૃદયનું હરણ કરનારા પ્યારા કુમારો!ત્રણેય લોકના રમ્ય પ્રદેશોમાં આપણે જઈએ, મનમાન્યા ભોગવિલાસ કરીએ, દેવેન્દ્રને પણ ઈર્ષા ઊપજે તેવાં સુખોમાં મહાલીએ.”
વ્યર્થ! દેવીઓની બધી વિનવણી હવામાં ઊડી ગઈ! પાષાણની પ્રતિમા બોલે તો આ રાજકુમારો બોલે! દેવાંગનાઓની વિહ્વળતા ખૂબ વધી ગઈ. છેવટે તેમને મન વાળીને રહેવું પડ્યું.
તાળી એક હાથે ન પડે. દેવાંગનાઓએ હાથ ખંખેરી નાંખ્યા ત્યારે અનાદતદેવ પોતે આગળ આવ્યો. “અરે, અજ્ઞાન બાળકો! આ કષ્ટમય ક્રિયા તમે શા માટે આરંભી છે? મને
For Private And Personal Use Only