________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાવણની શીલરક્ષા
૧૩૫
‘બસ કર, હવે તારી મજાક, અત્યારે આપણે ગંભીર બનીને આ પ્રશ્નને હલ કરવો જોઈએ. નલકુબેરની આ લીલા ન સમજાય તેવી છે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સાચી વાત છે. આપણે હવે વિલંબ કર્યા વિના એક સુભટને આકાશમાર્ગે સુવર્ણાચલ પર મોકલવો જોઈએ અને મોટાભાઈને અહીંની પરિસ્થિતિથી વાકેફ કરવા જોઇએ.'
‘હું તો સાવ અક્કલહીન વાત કરે છે...'
‘કમ?’
‘આપણે અહીં શા માટે આવ્યા છીએ? મોટાભાઈને બોલાવવા હતા તો પછી તેમની સાથે જ આવવું હતું ને? બેઆબરૂ નથી થવું.’
‘એમાં બેઆબરૂ શાની? મોટાભાઈની સમક્ષ નાના ભાઈઓનો પરાજય થાય, એમાં બેઆબરૂ શાની? બલકે મોટાભાઈનો પ્રેમ વધશે એમ મને વિચારતાં લાગે છે.’
બિભીપણે કુંભકર્ણને સમજાવ્યો અને તરત એક સુભટને મેરુપર્વત પર ૨વાના કર્યો. સુભટ વાયુવંર્ગ મેરુપર્વતે ઉપર પહોંચ્યો. રાવણ તો પાડુંકવનમાં પોતાના પરિવારની સાથે પરમાત્મા શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિમાં મસ્ત બનીને પોતાના દિવસો પસાર કરી રહ્યો હતો.
‘સુભટ આવી, રાવણને પ્રણામ કર્યા અને મૌન ઊભો રહ્યો.
‘કેમ, શું સમાચાર છે?' પરિચિત સુભટને આમ અચાનક આવેલો જોઈ રાવણે પૂછ્યું.
‘મહારાજા, નલકુબેરે ગજબ લીલા કરી છે.’
‘શું?'
નગરમાં કોઈ જ પ્રવેશી ન શકે તે માટે નગરની આસપાસ ભયંકર ગ્નની મોટી ખાઈ ખોદી છે અને એમાંથી એવી વિકરાળ અને દારુણ જ્વાળાઓ નીકળી રહી છે કે એ દ્રશ્ય જોતાં જ હાંજા ગગડી જાય.’
‘બંધ કર, કાયર, બોલીશ નહિ, હું હમણાં જ આવું છું.'
રાવણનો આ સ્વભાવ હતો કે કોઈ બીજાના મહત્ત્વને વધારનારી વાત બોલતું કે તે તરત જ ગાજી ઊઠતો! એમાંય શત્રુનાં ગુણગાન તો એના માટે તમતમતાં તીર સમાન હતાં.
For Private And Personal Use Only