________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ રાવણ તરત જ પરિવારની સાથે પુષ્પક વિમાનમાં દુર્લઘપુર આવી પહોંચ્યો. કુંભકર્ણ, બિભીષણ, સુગ્રીવ, ખરે વગેરે વીરાની સાથે બેસી પરિસ્થિતિથી સંપૂર્ણ વાકેફ થયો. પરંતુ રાવણની બુદ્ધિનું પણ અભિમાન ઓસરવા માંડયું. ઘણું વિચાર્યું છતાં ‘આશાલી વિદ્યાને પરાજિત કરે તેવી એક હજાર વિદ્યાઓમાંથી એકે ય વિદ્યા ન મળી.
મૌન પથરાયું. કોઈ કાંઈ બોલતું નથી! કોઈને કંઈ સૂઝતું નથી! આટલા વર્ષોમાં આવી પરિસ્થિતિ પહેલવહેલી જ સર્જાઈ હતી.
ત્યાં એક સ્ત્રી આવી. અનુપમ રૂપ અને લાવણ્યની મૂર્તિસમી એ સ્ત્રી તરફ સોની દૃષ્ટિ ખેંચાઈ. રાવણને નમન કર્યું અને મીઠી જબાને કહ્યું : | હે લંકાપતિ! મારી સ્વામિની ઉપરંભા” કે જે રાજા નલકુબેરની પટરાણી છે, તેણે આપને એક ગુપ્ત સંદેશો પાઠવ્યો છે.'
કહો, શું છે એ ગુપ્ત સંદેશો?” રાવણ આશ્ચર્ય અને શંકામાં પડી ગયો. આગંતુક સુંદરી બોલતાં ખમચાતી જઈ, રાવણે પુનઃ કહ્યું : જરાય સંકોચ રાખીશ નહિ. આ બધા મારા અંગત માણસો છે.”
આપના ગુણો, પરાક્રમો અને અનુપમ સૌન્દર્યની યશોગાથા સાંભળીને દેવી ઉપરંભા આપના પ્રત્યે અનુરાગ ધરનારી બની ગઈ છે.” “હં.. પછી?'
એ આપનું મિલન ચાહે છે...' સુંદરીએ સાહસ કરીને કહી દીધું. રાવણે કુંભકર્ણ વગેરેની સામે જોયું. શું પ્રત્યુત્તર આપ, તે વળી એક નવો કોયડો ઊભો થયો!
લંકાપતિ! બહુ વિચાર ન કરો. દુર્લવપુરના કિલ્લાનું રક્ષણ કરી રહેલી આશાલી વિદ્યાને અમારી પટરાણી તમને સ્વાધીન કરશે, તમારો વિજય થશે! નલકુબેરને જીવતો પકડી શકશે અને ‘સુદર્શનચક્ર” અહીં તમને સિદ્ધ થશે...' સુંદરીએ ઉપરંભા તરફથી આબાદ રીતે વાત રજૂ કરતાં કરતાં કહ્યું. રાવણ બિભીષણ સામે જોઈને કંઈક મલક્યો!
રાવણ મલક્યો કંઈક સમજીને, બિભીષણ સમજ્યો કંઈક જુદુ! એણે તો આગંતુક સુંદરીને આંખનો ઇશારો કરી કહી દીધું :
ભલે! તારી વાત કબુલ!' સુંદરી પ્રસન્નવદને ત્યાંથી રવાના થઈ ગઈ, પરંતુ બિભીષણનો આ વર્તાવ જોઈ રાવણ ક્રોધથી રાતપીળો થઈ ગયો.
For Private And Personal Use Only