________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. વિદ્યાસિદ્ધિ માટે ભીમાણ્યમાં
આકાશ-સાગરની સંગમભૂમિ પર સંધ્યારાણીએ રંગબેરંગી રંગોળી પૂરી હતી. પાતાલલંકા એ રંગોળીની રંગ-પ્રભામાં મનમોહક લાગતી હતી.
સંગેમરમરના સોહામણા મહેલની અગાસીમાં કૈકસી, એક ભવ્ય સિંહાસન પર આરામ કરી રહી હતી. બાજુમાં દશમુખ, કુંભકર્ણ અને બિભીષણ ખેલી રહ્યા હતા. પોતાનાં તેજસ્વી બાળકો તરફ કૈકસી એકીટસે જોઈ રહી હતી અને ભાવિની ભવ્ય શુભ મનોરથ-ઇમારત રચી રહી હતી.
આ ત્રણેય ભાઈઓની દૃષ્ટ આકાશ તરફ ખેંચાઈ. એક મનોરમ વિમાન આકાશમાર્ગે જઈ રહ્યું હતું.
‘મા! આ કોણ છે?’ દશમુખે કૈકસીને પ્રશ્ન કર્યો.
‘તારો ભાઈ!’ બીજા પ્રરત્નની આશા રાખતી સૈકસીએ કહ્યું.
મારો ભાઈ?’ અમે તો ત્રણ ભાઈ આ રહ્યા અહીં.'
તારી કૌશિકા માસીનો એ પુત્ર છે.' ત્રણેય ભાઈઓ કૈકસીની આગળ ગોઠવાઈ ગયા અને એ મસિયાઇ ભાઈ અંગે વધુ જાણવા તલપાપડ થઈ ગયા.
કૈકસીએ ગંભીર અવાજે વાત આગળ ચલાવી :
‘અમે બે બહેનો, કૌશિકા મારી મોટી બહેન છે. વિશ્રવા નામના વિદ્યાધરપતિ સાથે તેનું લગ્ન થયું છે. તેમને એક પુત્રનો જન્મ થયો. તેનું નામ પાડવામાં આવ્યું વૈશ્રવણ. વૈશ્રવણ બાલ્યકાલથી જ પરાક્રમી છે.' વૈતાઢચ પર્વત પરના સર્વ વિદ્યાધરોના રાજા ઇન્દ્રનો એ મુખ્ય સુભટ છે.’ ‘વૈશ્રવણને લંકાનું રાજ્ય કેવી રીતે મળ્યું?' દશમુખે વચ્ચે પ્રશ્ન કર્યો.
‘એ જ કહું છું બેટા, એ ઇન્દ્ર રાજાની સામે તમારા પિતામહના મોટાભાઈ માલી યુદ્ધ કરવા ગયેલા. તમારા પિતામહ સુમાલીએ અપશુકન થતા જોઈ, પ્રયાણ વખતે માલીને વારવા પ્રયત્ન કરેલો, પણ ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ!’ માલીએ ગણકાર્યું નહિ. ઇન્દ્ર અને માલી વચ્ચે ખૂનખાર જંગ ખેલાયો. તેમાં મહાન પરાક્રમી ઇન્દ્રે માલીના મસ્તકને કાપી નાંખ્યું. રાક્ષસો અને વાનરો હાર્યા.
‘ઇન્દ્રે લંકાનું રાજ્ય પોતાના પ્રિય સુભટ વૈશ્રવણને આપ્યું. તમારા પિતામહ સુમાલી, બચેલી સેના સાથે અહીં પાતાલલંકામાં આવી ભરાયા.
‘લંકા ગઈ, ‘રાક્ષસી' વિદ્યા હરાણી. હવે તમારા પિતામહ અને પિતા બંને
For Private And Personal Use Only