________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાસિદ્ધિ માટે ભીમારણ્યમાં
૨૯ લંકાના કોડ કરતા મડદાની જેમ જીવી રહ્યા છે. મારું તો હૈયું કપાઈને ટુકડેટુકડા થઈ રહ્યું છે. નધણિયાતા ખેતરોમાં જેમ હરાયા સાંઢ ચરે તેમ અત્યારે લંકામાં શત્રુઓ મહાલી રહ્યા છે.'
કેકસીની આંખોમાંથી અંગારા વરસવા લાગ્યા. તેનું ગોરું ગોરું મુખ લાલચોળ બની ગયું. દાંત તડતડવા લાગ્યા.
“બેટા, લંકાના લૂંટારાઓને કારાવાસમાં સડતા હું ક્યારે જોઇશ? વિશ્વની સર્વે માતાઓમાં હું શિરોમણિ ક્યારે બનીશ? બસ, આવા આવા આકાશપુષ્પને મેળવવાના મનોરથોમાં મારાં લોહીમાંસ સુકાઈ ગયાં છે. આંસુ સારી સારીને મારી આંખે છારી વળવા માંડી છે.'
કફસીની વેદનાભરી વાણી સાંભળીને ત્રણેય ભાઈઓનાં કાળજાં કંપી ઊઠ્યાં. નાનો બિભીષણ માનો હાથ પકડી લઈ બોલી ઊઠ્યો :
માતા! હવે એ શોક-વિષાદ કરવાથી સર્યું. તું તારા પુત્રોના પરાક્રમને જાણતી નથી. અમે બધાં નહિ, એક વડીલબંધ આર્ય દશમુખ જ બસ છે. એના પરાક્રમ આગળ ઇન્દ્ર કોઈ વિસાતમાં નથી. વૈશ્રવણ કે બીજા વિદ્યાધરો તો રાંકડા છે રાંકડા! અરે, દશમુખ નહિ, આ આર્ય કુંભકર્ણ શત્રુઓનો સમૂળ ઉચ્છેદ કરી નાખવા સમર્થ છે.”
કુભકર્ષે દશમુખની સામે તીરછી નજરે જોઈ ખોંખારો ખાધો. બિભીષણે અંતે પોતાની પણ મહેચ્છા દર્શાવી દીધી :
મા! તું કહેતી હોય તો તારો નાનો બાળ પણ એ દુષ્ટ લૂંટારાઓને પલવારમાં નષ્ટભ્રષ્ટ કરી શકે એમ છે!”
કેકસીની છાતી ગજગજ ઊછળવા લાગી. બિભીષણને પોતાના ઉત્કંગમાં લઈ, કેકસીએ છાતીસરસો ચાંપ્યો અને એના કમલ જેવા મુખને ચુંબનોથી નવડાવી નાંખ્યું.
બેટા! તમારાં પરાક્રમી મુખડાં જોઈને જ હું જીવી રહી છું. નહિતર ક્યારનીય...'
ત્યાં તો દશમુખ દાંત કચકચાવતો, પગથી ધરતી ધ્રુજાવતો બોલી ઊઠ્યો: “અરે! મારી એક જ મુઠ્ઠીના જ એ ઘરાક છે. એ ઇન્દ્ર એના ઘરનો... એક લાત મારું તો પાતાળમાં પેસી જાય. મારે કોઈ શસ્ત્રની પણ જરૂર નથી.” પોતાના હૃષ્ટપુષ્ટ અને કસાયેલા બાહુઓ દેખાડતો દશમુખ કૈકસીને ઉત્સાહિત બનાવવા લાગ્યો.
For Private And Personal Use Only