________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
જૈન રામાયણ પ્રહસિતનું હૈયું દ્રવી ઊર્યું. તેણે દ્વાર ઉઘાડીને ઓરડામાં પ્રવેશ કયાં. તરત જ ભીંત પર એનો પડછાયો પડ્યો. પુરુષની આકૃતિ જોઈ અંજના ચોકી ઊઠી... “અચાનક ચોરની જેમ કોણ આવી ચડ્યું?' ભયની એક છૂપી કંપારી તેના શરીરમાંથી પસાર થઈ ગઈ, પરંતુ તરત જ બીજી ક્ષણે તેણે ધૈર્ય ધારણ કરી લીધું અને એ વીરાંગનાએ ત્રાડ પાડી :
કોણ છે તું? નીકળી જા બહાર; પરસ્ત્રીના આવાસમાં એક ક્ષણ વાર પણ ન ઊભો રહીશ. અરે વસંતા, આ દુષ્ટનાં બાવડાં પકડીને એને ફેંકી દે. એનું માં પણ જોવા હું રાજી નથી. તું શું જોઈ રહી છે? મારા મકાનમાં પવનંજય સિવાય કોઈને ય પ્રવેશવાનો અધિકાર નથી.' પ્રહસિતે એ મહાસતીને વંદના કરી, કહ્યું :
સ્વામિની! આપનું કુશળ હો, હું પવનંજયનો મિત્ર પ્રહસિત છું અને પવનંજયની સાથે અહીં આવ્યો છું. આપને પવનંજયના શુભ આગમનના સમાચાર આપું છું.”
ભીંત સામે જ દૃષ્ટિ રાખી, અનિમેષ નયને અને દુઃખિત સ્વરે અંજના બોલી :
પ્રહસિત, આ સમય શું મારી હાંસી કરવાનો છે? કમઅ તો મારી ક્રૂર હાંસી કરી છે. તે પણ શું મારી હાંસી કરવા આવ્યો છે? પરંતુ એમાં તારો ય દોપ નથી. મારા પૂર્વકર્મ જ એવાં નિર્દય અને કૂર છે, નહિતર ભલા કુલીન, ગુણવંત, એવા એ મારો ત્યાગ કરે ખરા? ...' - કોરી આંખોમાં ઊના ઊનાં આંસુ ઊભરાયાં.
“લગ્નના દિવસથી જ તેમણે મારો ત્યાગ કર્યો. આજે બાવીસ બાવીસ વરસનાં વહાણાં વાયાં, છતાં હું પાપિણી હજુ જીવી રહી છું.'
પ્રહસિત પોતાની આંખને વસ્ત્રના છેડાથી લુછી. દ્વાર આગળ ઊભેલા પવનંજયની આંખમાંથી ચોધાર આંસુ વરસવા લાગ્યાં. વસંતતિલકાએ ખોળામાં માથું દાબીને રડી લીધું. પવનંજયે ઝડપથી આવાસમાં પ્રવેશ કર્યો, પ્રહસિતની આગળ ઊભા રહી ગદ્ગદ્ સ્વર બોલ્યો :
દેવી, તું નિર્દોષ છે, નિષ્કલંક છે. મેં અભિમાનીએ, અજ્ઞાનીએ તારા પર આરોપ મૂકી, તારો ત્યાગ કર્યો. મારા પાપે તું આવી-મોતના મુખમાં ફેંકાઈ જવા જેવી ઘોર કર્થના પામી છે.”
For Private And Personal Use Only