________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧. દૈવળી વિટંબણા અને
મિત્ર પ્રહસિતને સાથે લઈ પવનંજય આકાશમાર્ગે આદિત્યપુરના ઉદ્યાનમાં પહોંચ્યો. વિમાનને ત્યાં જ મૂકી, બંને મિત્રો અંજનાના મહેલે આવ્યા.
‘આપણે કોઈ ન જાણે એ રીતે અંજનાના ઓરડા પાસે પહોંચી જવાનું છે.” પ્રહસિતે ખૂબ જ ધીમા અવાજે પવનંજયના કાનમાં કહ્યું.
‘પણ હવે આપણે છૂપાઈ છુપાઈને જવાની શી જરૂર છે?” પવનંજયને પ્રહસિતની વાત ન ગમી.
મારે તને પ્રતીતિ કરાવવી છે કે અંજનાના હદયસિંહાસને તારા સિવાય કોઈ જ નથી, તારી ગેરહાજરીમાં એ સિંહાસન બાવીસ બાવીસ વર્ષ સુધી સૂનું જ રહ્યું છે. પવનંજયના ઉત્તરની અપેક્ષા રાખ્યા વિના, પ્રહસિત પવનંજયનો હાથ પકડી, આગળ વધવા માંડ્યું.
સાતમે મજલે, રાજમાર્ગ પર પડતા આગળના ભાગમાં ધીમા ધીમા દીપકો જલી રહ્યા હતા. એ પરથી બંનેએ અનુમાન કર્યું કે: અંજના ત્યાં જ હોવી જોઈએ.
બંને વિદ્યાધર કુમારો હતા! એ તો વિદ્યાશક્તિથી સીધા જ સાતમા માળે પહોંચી ગયા. ઓરડાના દરવાજા લગભગ બંધ જેવા હતા છતાંય અંદરથી બંધ કરેલા ન હતા. બલકે બારણાની તિરાડમાંથી જોઈ શકાય એમ હતું કે અંદર કોણ કોણ બેઠું છે. એટલું જ નહિ, પરંતુ અંદર ચાલી રહેલો વાર્તાલાપ પણ બહુ સ્પષ્ટ શબ્દોમાં સંભળાતો હતો.
તું આમ ક્યાં સુધી રડ્યા કરીશ, અંજના' પાણી વિના જેમ માછલી તરફડે તેમ પલંગમાં તરફડી રહેલી અને કરુણ કલ્પાંત કરી રહેલી, અંજનાનું માથું પોતાના ઉત્સંગમાં લઈને, સખી વસંતતિલકા આંસુભીની આંખે અંજનાને આશ્વાસન આપી રહી હતી.
મારું દુર્ભાગ્ય હદ વટાવી રહ્યું છે. મારાથી હવે સહન થઈ શકતું નથી, મારું હૃદય હવે મારા કાબૂ બહાર...' અંજના ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
તું ડર નહિ, ધૈર્યને ધારણ કર. શું દુઃખ પછી સુખ આવતું જ નથી? સુખ પછી દુઃખ આવ્યું છે તો દુઃખ પછી સુખ આવશે જ..' અંજનાના માથા પર હાથ પંપાળતી વસંતતિલકાએ પુન: આશ્વાસન આપતાં કહ્યું.
અંજનાનું રુદન અટકી ગયું. શૂન્યમનસ્ક બનીને. ભીંત સામે રુક્ષ દૃષ્ટિ માંડીને, તે પડી રહી.
For Private And Personal Use Only