________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧
ભૂલનું પરિણામ ‘તારે શું દુ:ખ છે એ તો કહે ?' દુ:ખ નથી, પાપનો ડંખ છે...” પાપ? શાનું પાપ ?” ‘ચોરીનું, દ્રોહ, પરમાત્માની આશાતનાનું.' સુલેખા, એમાં તારો દોષ ન હતો.'
આપ ઉદાર છો. આપને મારો દોષ નહિ લાગે, પરંતુ મેં આપની સાથે ઠગાઈ કરી છે, દેવી.' સુલેખાની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં અને તે બોલી રહી હતી.
દેવી કનકોદરીને મેં સાથ ન આપ્યો હોત તો આવું કંઈ જ ન બનત.” ‘જે બનવાકાળ હોય છે તેને કોણ મિથ્યા કરી શકે છે સુલેખા? હવે શોક ન કર. મનુષ્યના જીવનમાં આવી ભૂલો થતી જ હોય છે. એ ભૂલોને દૂર કરવા માટે જ પરમાત્માની ભક્તિ કરવાની છે, પરમાત્માનું શરણ સ્વીકારવાનું છે.”
મને મારા પાપનું પ્રાયશ્ચિત્ત આપો.'
પ્રાયશ્ચિત્ત માટે આપવાનું ન હોય ગાંડી! આવતી કાલે સવારે આપણે બધા એક જ્ઞાની સાધ્વીજી મહારાજ પાસે જવાનું છે, તેમની પાસેથી પ્રાયશ્ચિત્ત લઈ લેજે, જા હવે અત્યારે ઘણું મોડું થયું છે. સૂઈ જા.”
દ્વારપાલે ત્રણના ટકોરા માર્યા.
સુલેખા ધીમે પગલે ત્યાંથી નીકળી અને પોતાને સ્થાને આવી. તેનું ચિત્ત ઉદ્વિગ્ન હતું તે શાંત બન્યું, પરંતુ તેની ઊંઘ તો હરામ થઈ ગઈ. લીમીવતીની કરુણાદૃષ્ટિ પર તે ઓવારી ગઈ.
થોડીક વાર લમીવતીના વિચારો, થોડીક વાર કનકોદરીના વિચારો, તો થોડીક વાર પરમાત્માના વિચારો કરતાં તેણે રાત પસાર કરી.
પ્રભાત થતાં કનકોદરી સુલેખાના ખંડ આગળ આવી. ‘સુલેખા...' કહેતી ફનકોદરીએ દ્વાર ખખડાવ્યું. આવી...' કહેતી જ સુલેખા દ્વાર ખોલ્યું. વસ્ત્ર બદલી લે. આપણે સાધ્વીજી મહારાજ પાસે જવાનું છે.' સુલેખી ઝડપથી વસ્ત્રપરિધાન કરી લઈ, કનકોદરીની સાથે લક્ષ્મીવતીના મહેલ પહોંચી.
For Private And Personal Use Only