________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
જૈન રામાયણ પતિ પરથી પ્રેમ ઉઠાવી, કોઈ બીજી વ્યક્તિ પર પ્રેમ કરવાની વેશ્યાવૃત્તિને તેણે પોતાના મનોમંદિરમાં ન જ પ્રવેશવા દીધી. માટે તો અંજનાને આજે આપણે મહાસતી' તરીકે સ્મરીને પવિત્ર થઈએ છીએ.
વિજયયાત્રાની ભેરીઓ વાગી ઊઠી. સૈન્ય ગગનવ્યાપી જયધ્વનિ કર્યો. પવનંજય રથમાં આરૂઢ થયો. નગર વચ્ચેથી વિજયયાત્રા પસાર થવા લાગી.
પતિના મુખનું દર્શન કરવા અને પતિની વિજયયાત્રામાં મંગલ ઇચ્છવા, વસંતતિલકાની સાથે મહેલની નીચે એક સ્તંભને અઢેલીને અંજના ઊભી રહી.
તેનો દેહ કૃશ બની ગયો હતો. મુખ પરની લાલિમા નષ્ટ થઈ ગઈ હતી. આંસુઓથી તેણે તેના મુખને પ્રક્ષાલિત કરેલું હતું. ટગરટગર તે પતિની રાહ જોઈ રહી હતી.
ત્યાં દૂરથી પવનંજયે અંજનાને જોઈ. અંજનાને જોતાં જ અંતઃકરણમાં ભારે તિરસ્કાર જાગ્યો. અંજનાનું રૂપ, અંજનાના ગુણો, અંજનાનું જ્ઞાન, કોઈ પણ વસ્તુ પવનંજયના તિરસ્કારને શમાવી ન શક્યાં! જ્યાં સુધી પોતાના પાપકર્મોનો ઉદય વિતતો હોય ત્યાં સુધી ગુણો, શક્તિઓ કે રૂ૫ સામાના અંતરનું પરિવર્તન નથી કરી શકતા.
જ્યાં પવનંજય નજીક આવ્યો ત્યાં અંજનાસુંદરી ઝડપથી આગળ વધી અને પતિનાં ચરણમાં પડી. અંજલિ જેડી ગદ્ગદ્ શબ્દોમાં પ્રાર્થના કરી. '
“હે સ્વામીનાથ! અત્યાર સુધી આપે મને ક્ષણવાર પણ બોલાવી નથી, છતાં પણ મારી વિનંતી છે કે, આપ મને ભૂલી ન જતા, આપનો માર્ગ કુશળ બનો... पन्थानः सन्तु ते शिवाः ।
પવનંજયે પવિત્ર અંજનાને ધુતકારી કાઢી, ચરણે ઢળેલી ગુણિયલ પત્નીની અવગણના કરીને, પવનંજય આગળ વધ્યો.
કેટલી નિષ્ફરતા! કેવો ઘોર તિરસ્કાર! અંજનાના હૃદયને સખત આઘાત લાગ્યો. તે મહેલમાં જતાં જ ભૂમિ પર ફસડાઈ પડી, પતિએ કરેલી પોતાની અવગણના અને પતિના વિયોગથી તેનું હૃદય ભારે આક્રંદ કરી રહ્યું હતું.
પવનંજયને ક્યાં એની તમા જ હતી? એ તો સૈન્યની સાથે ત્યાંથી આકાશમાર્ગે આગળ વધ્યો. માનસરોવરના તીરે તેણે પડાવ નાંખ્યો . વિદ્યાશક્તિના બળથી તરત જ ત્યાં એણે ભવ્ય પ્રાસાદ, ખડો કરી દીધો.
સંધ્યાનો સમય હતો. પવનંજય મહેલના ઝરૂખામાં પલંગ પર ૫ડવો પડયો. સરોવરની મનોહર શોભા નિરખવામાં તલ્લીન હતો. ત્યાં તેણે પાણીના પટ પર આર્તનાદ કરતી ચક્રવાકીને જોઈ.
For Private And Personal Use Only