________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
- -
-
દુઃખ પછી સુખ
૧૭૯ નાજુક મૃણાલનો ચારો હોવા છતાં ચારો ચરતી નથી. સરોવરના જલતરંગોમાંથી ઊઠતું સંગીત તેના ચિત્તને રંજી શકતું નથી, ક્ષિતિજ પરના સુંદર રંગો તેના મનને આનંદિત બનાવી શકતા નથી. એ તો ચક્રવાકના વિરહથી વ્યાકુળ બની, કરુણ કંદન કરી રહી છે.
આ દશ્ય જોઈને પવનંજયનું પથ્થર દિલ પીગળી જવા લાગ્યું. તે વિચારે છે : “આખો દિવસ ચક્રવાકી ચક્રવાકના સહવાસમાં રમણ કરે છે, છતાં રાત પડતાં જ્યાં ચક્રવાક ચાલ્યા જાય છે ત્યાં ચક્રવાકી તરફડી રહે છે, તો અંજનાનું શું થયું હશે?”
બાવીસ વર્ષે આજે પવનંજયના અંતઃકરણમાં અંજના માટે સહાનુભૂતિ પ્રગટે છે! બાવીસ વર્ષે આજે અંજનાના કોઈ અતિદુષ્ટ કર્મનો અંત આવે છે!
“અરેરે, આ જ માનસરોવરના તટે તેની સાથે લગ્ન કર્યો, લગ્ન કર્યા એટલું જ, હાથમાં હાથ મિલાવ્યા એટલું જ! મેં એનો ત્યાગ કર્યો, સ્પર્શના જ ત્યાગ કર્યો નહિ, એનું મો જોવાનો પણ મેં ત્યાગ કર્યો, એની સાથે એક શબ્દની પણ વાત નથી કરી, અને એ પણ બાવીસ વર્ષ સુધી લગાતાર.. એના હૈયાની શું સ્થિતિ થઈ હશે? એ કેવો કરુણ કલ્પાંત કરતી હશે? વળી અધૂરામાં પૂરું; આજે યુદ્ધાયાત્રાએ નીકળતાં એ બિચારી મારા ચરણોમાં પડી. મારું મંગલ ઇચ્છવા આવી, મેં નિષ્ફર હેયે એને તિરસ્કારી કાઢી.
એની દેહલતા ચીમળાઈ ગઈ છે. એના મુખ પર ગાઢ નિરાશા. વેદનાપૂર્ણ વિવશતા અને ભાંગ્યા હૈયાની ફાજળશ્યામ છાયા કેવી પથરાઈ ગઈ છે? વળી મને પ્રહસિતે કહ્યું હતું કે મારા વિયોગમાં રાત-દિવસ, ઝૂરી ઝૂરીને તે કોમલાંગી કરમાઈ ગયેલા પુષ્પ જેવી થઈ ગઈ છે. એણે નથી કંઈ સારું ખાધું, નથી સારું પીધું, નથી કંઈ સારું પહેર્યું.”
પવનંજયનું હૃદય ધબકી ઊઠ્ય, દ્રવી ઊર્યું. એની આંખ સામે અંજનાનો નિર્દોષ ચહેરો તરવરી રહ્યાં. એની સામે પોતાનો નિષ્ફરતાભર્યો, અન્યાયયોં ચહેરો દેખાવા માંડ્યો.
તે પલંગમાંથી નીચે ઊતર્યો. તેનું અંગેઅંગ ધ્રૂજી ઊઠ્યું. તે ઝડપથી મહેલમાં ગયો અને પલંગમાં આડા પડેલા પ્રહસિતની પાસે બેસી ગયો. પ્રહસિત બેઠો થઈ ગયો. તેણે પવનંજયના મુખ પર ગભરાટની રેખાઓ જોઈ પૂછ્યું. “કેમ શું થયું?' પાછા જવું છે.'
For Private And Personal Use Only