________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાનું પતન અને ઉત્થાન
૧૭ સહસારે ચિત્રસુંદરીની સરળતાનો ગેરલાભ ન ઉઠાવ્યો. અર્થાત્ ચિત્રસુંદરી પોતાને છોડી ઇ-પરપુરુષને ચાહે છે, તે જાણી રાણી પર દ્વેષ કે તિરસ્કાર ન કયાં, પરંતુ તેની તે કામના પૂર્ણ કરવાની યુક્તિબદ્ધ યોજના વિચારી.
કર્મની કેવી વિચિત્રતા છે! સહસાર પ્રત્યે પૂર્ણ પ્રેમને ધારણ કરનારી ચિત્રસુંદરી ગર્ભવાસમાં આવેલા જીવના પ્રભાવે તે ઇન્દ્ર પ્રત્યે અનુરાગવાળી બની! આગંતુક જીવનાં કર્મ ચિત્રસુંદરીના મન પર કેવી દુષ્ટ અસરો કરે છે? પટમાં જીવ આવ્યા પછી માતાને જે મનોરથ થાય છે, તે મનોરથ પેલા જીવના ભાવિનું સૂચન કરતો હોય છે.
સહસાર તો વિદ્યાધર રાજા હતો. વિદ્યાને બળે તેણે ઇન્દ્રનું રૂપ કર્યું અને ચિત્રસુંદરીના મનોરથને પૂર્ણ ક્યોં. કાળક્રમે ચિત્રસુંદરીએ પુત્રને જન્મ આપ્યો.
પુત્રનાં લક્ષણ પારણામાં! જન્મથી જ રાજપુત્રના અંગેઅંગમાંથી શૌર્ય નીતરતું હતું. મંગલમુહૂર્ત પુત્રનું નામ પાડ્યું ઇન્દ્ર. કલાચાર્યોની છાયામાં ઇન્દ્રની જીવનકલા ખીલવા માંડી. એક પછી એક વર્ષો વીતવા માંડ્યાં. ઇન્દ્ર યૌવનકાળમાં પ્રવેશ્યો. ઇન્દ્ર ચાલે અને વૈતાઢયનાં શિખરો ધ્રુજે! ઈન્દ્ર બોલે અને વૈતાઢચના રાજાઓ કંપે! પરાક્રમ તો ઇન્દ્રનું! વિદ્યાબળ તો ઇન્દ્રનું, તેજ પ્રતાપ પણ ઇન્દ્રનો! સહારે વિચાર્યું કે “ઇન્ડ હવે રથનૂપુરનું રાજ્ય સંભાળવા શક્તિશાળી છે. મારે આત્મહિતમાં જ લીન બનવું યોગ્ય છે.” રથનપુરનો રાજા ઈન્દ્ર બન્યો. સહસ્ત્રારે ધર્મસાધનામાં જીવ પરોવ્યો. ઇન્દ્ર રાજ્યને મહારાજ્ય બનાવવાનો દઢ સંકલ્પ કર્યો. પોતાના નામને સાર્થક બનાવવાનો તેને મનસૂબો જાગ્યો. તેણે ચાર પરાક્રમી વિદ્યાધર રાજાઓને ચાર દિપાલ બનાવ્યા. સાત સભ્યો અને સાત સેનાપતિઓ બનાવ્યા. ત્રણ પર્ષદાઓ રચી. ‘વજ' નામનું શસ્ત્ર બનાવ્યું. “ઐરાવત હાથી' બનાવ્યો. “રંભા, ઉર્વશી” વગેરે નામવાળી સ્ત્રીઓની સ્થાપના કરી.
For Private And Personal Use Only