________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
જૈન રામાયણ આજ્ઞા આપે ખરા? જરૂર, જરૂર એ કૃપાનિધિ ગુરુદેવે અમારા ત્રણેયની પ્રજ્ઞાની પરીક્ષા કરવાનો જ, આ એક પ્રસંગ પ્રયોજ્યો લાગે છે!”
ટગમગતા તારલાઓ અને ઝાંખો ઝાંખો ચન્દ્ર જાણે મારા વિચારમાં સંમતિ આપતા હસી રહ્યા હતા. મેં કૂકડાને માર્યો નહિ; હું આશ્રમ તરફ પાછો વળ્યો. હાથમાં કુકડો લઈને હું ગુરુદેવની સમક્ષ ઉપસ્થિત થયો. કૂકડાને માર્યા વિના મને આવેલો જોઈ સ્ટેજ ઉગ્ર અવાજે મને કહ્યું : ‘કેમ, તને શું આજ્ઞા નહોતી કરી?”
ગુરુદેવ! આપશ્રીની આજ્ઞા મુજબ જ મેં કર્યું છે.' સ્વાભાવિક રીતે જ પ્રત્યુત્તર વાળ્યો.
મેં તો તને કૂકડો મારીને લાવવાનું કહ્યું હતું.'
પણ આપશ્રીએ સાથે શરત મૂકી હતી ને! કે જ્યાં કોઈ જોતું ન હોય ત્યાં કૂકડાને મારવો.”
હા, તે શું તને એવી જગા ન મળી?” ના, ગુરુદેવ!” મેં અરણ્યમાં કરેલું ચિંતન, વિચારણા ગુરુદેવને કહી સંભળાવી. ગુરુદેવના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. વાસ્તવમાં એ કુકડો લોટનો હતો ને લાક્ષારસથી ભરેલો હતો. તેઓ બોલી ઊઠ્યા :
સરસ! સરસ!' અને મને છાતી સરસો ચાંપી, ગાઢ આલિંગન કર્યું. તેઓશ્રીને નિર્ણય થયો કે “જરૂર આ વિદ્યાર્થી મોક્ષગામી છે.”
ત્યાં તો પર્વત અને વસુ આવી પહોંચ્યા. ગુરુદેવને પ્રણામ કરી તેમણે કહ્યું: ‘આપની આજ્ઞા મુજબ અમે કુકડા મારીને પાછા આવ્યા છીએ.' “અરે મેં કઈ જગાએ મારવાનું કહ્યું હતું? ‘કોઈ ન જોતું હોય તેવી જગ્યાએ જ અમે કૂકડાને મારીને આવ્યા છીએ.'
“અરે પાપાત્માઓ, શું તમે જોતા હતા કે નહિ? અસંખ્ય તારાઓ અને લોકપાલો જોતા હતા કે નહિ?'
ક્ષીર કદંબ ઉપાધ્યાયને ખેદ, ચિંતા અને વ્યગ્રતાનો પાર ન રહ્યો. જ્યારે રાજપુત્ર અને સ્વપુત્ર પર્વત નરકગામી . આ વાત સમજાઈ ત્યારે તેમણે એક સખત આંચકો અનુભવ્યો. તેમણે વિચાર્યું :
For Private And Personal Use Only