________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાનજીનો જન્મ
૨૧૯ હોત, પરંતુ દુર્ભાગ્યના પરચા કેવા કારમા છે કે જેનું ભાવિ મહાન છે, જે આત્માનો સંસારમાં આ અંતિમ ભવ છે એ આવા નિર્જન અરણ્યમાં જન્મે છે.'
અંજના પુત્રને લઈ ગુફાના દ્વાર આગળ બેઠી હતી. આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી. અંજનાનો દુઃખી સ્વર સાંભળીને જંગલનાં નિર્દોષ પશુઓ પણ ત્યાં ભેગાં થઈ ગયાં હતાં. જાણે અંજનાના દુઃખમાં સહાનુભૂતિ વ્યક્ત કરતાં હતાં.
ત્યાં આકાશમાર્ગે એક વિમાન પસાર થઈ રહ્યું હતું. વિમાનમાં બેઠેલા વિદ્યાધરે નીચેનું દૃશ્ય જોયું. તેણે વિમાન નીચે ઉતાર્યું. ઝડપથી તે ગુફાના દ્વારે આવ્યો.
બહેન, તું કોણ છે? અને શા માટે રુદન કરે છે?' આગંતુક વિદ્યાધરે મધુર વાણીથી અંજનાને પૂછુયું. અજાણ્યા પુરૂષોને ગુફાના દ્વારે આવેલા જોઈ, અંદર કામ કરતી વસંતતિલકા પણ અંજનાની પડખે આવીને ઊભી હતી. વિદ્યાધરના પ્રશ્નોના ઉત્તર આપવા માટે અંજના તો સમર્થ જ ક્યાં હતી? વસંતતિલકાએ આગંતુક પુરુષોને ઘાસના બનાવેલા આસન પર બેસવા કહ્યું અને અંજનાના લગ્નથી માંડીને પુત્રજન્મ સુધીના તમામ ઇતિહાસ ગદ્ગ કંઠે સંભળાવ્યો.
જેમ જેમ આગંતુક વિદ્યાધર સાંભળતાં ગયો તેમ તેમ તેની આંખો ભીંજાવા લાગી. તેના મુખ પર ગ્લાનિ પથરાવા માંડી. તે• શ્વાસોશ્વાસ ગરમ બનવા લાગ્યો. વાત જ્યાં પૂર્ણ થઈ ત્યાં તો તે મોટા અવાજે રડી પડયો.
રાજનું! અત્યારે તમારે રડવું ન જોઈએ. પરંતુ આ બન્નેનાં દુ:ખને દૂર કરવાનો ઉપાય યોજવો જોઈએ.' વિદ્યાધરની સાથે આવેલા બીજા વિદ્યાધર નિમિત્તશું કહ્યું.
‘હે પુત્રી, હું હજુપુરનગરનો રાજા છું. મારી માતાનું નામ સુંદરીમાલા અને પિતાનું નામ ચિત્રભાનુ. તે અંજના, નારી માતાનો હું સગા ભાઈ થાઉં. મારું નામ માનસવેગ.'
હું?' બંને સખીઓ આશ્ચર્યથી રાજા સામે જોઈ રહી. “હા, તને જીવતી જોઈને મારા આત્માને શાન્તિ મળી છે.” માનસ વેગ રાજાએ કહ્યું. અંજનાએ જાણ્યું કે, “આ મારા મામા છે...' ત્યારે તેનું રુદન ખૂબ વધી ગયું. હીબકી હીબકીને તે રડવા લાગી. સ્વજનને જોઈ પ્રાયઃ વિસારે પડેલું દુઃખ પાછું જાગી જાય છે.
For Private And Personal Use Only