________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨૦
જૈન રામાયણ
માનસવેગે અંજનાને આશ્વાસન આપ્યું.
‘પુત્રી! હવે રડવાની જરૂર નથી. તારા દુઃખના દહાડા વીતી ગયા છે.'
કર્મનાં ઘનઘોર વાદળો ક્યારે ચિરાય, તે કહેવું અજ્ઞાની મનુષ્ય માટે અશક્ય હોય છે. કોને ખબર હતી કે આવા અરણ્યમાં અંજનાને મામાનું મિલન થશે? કોને ખ્યાલ હતો કે હવે અરણ્યવાસનો અંત આવશે?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનસવેગ વિદ્યાધર રાજાએ પોતાની સાથે આવેલા નિમિત્તજ્ઞને પૂછ્યું. ‘હે દૈવજ્ઞ! આ નવજાત પુત્રનું ભાવિ કેવું છે તે કહો!' ‘નિમિત્તજ્ઞે અંજનાના પુત્રનું ભાવિ કહેવા માંડયું.
‘મહારાજા! શું કહું? અહીં આપણે આવ્યાં ત્યારથી હું તો એ બાળકના ભાવિનો વિચાર કરી રહ્યો છું અને મેં તેની જન્મકુંડલી પણ બનાવી દીધી છે!
‘આ બાળકનો જન્મ ચૈત્ર વદ આઠમને દિવસે થયાં છે. શ્રવણ નક્ષત્ર છે. દિવસનો સ્વામી સૂર્ય છે. મેષરાશિમાં ઉચ્ચ સ્થાને સૂર્યનું ભવન છે. મકરમાં ચંદ્રમા રહેલો છે. વૃષભની મધ્યમાં મંગળનું સ્થાન છે. મીન રાશિમાં શશીપુત્ર રહેલો છે. કર્ક રાશિની મધ્યમાં બૃહસ્પતિ ઉચ્ચ ભવન કરીને રહેલો છે. મીન રાશિમાં શનિ અને દૈત્યોનો ગુરુ શ્રેષ્ઠ સ્થાને રહેલા છે... રાજન્ મીન લગ્નનો ઉદય છે અને બ્રહ્મયોગ છે... એના ફલાદેશ એ છે કે બાળકનું બધું જ શુભ છે, કલ્યાણકર છે!’
‘પુરોહિતજી! એ બધું તો ઠીક, પરંતુ તમે કોઈ વાત ચોક્કસ કહી શકો?’ ‘હા જી, આ બાળક યૌવનમાં પ્રવેશતાં જ રાજા થશે, પરંતુ રાજ્ય પર એને મમત્વ નહિ હોય. આ તેનો છેલ્લો ભવ છે. અહીંથી એ સીધો સિદ્ધિગતિને પ્રાપ્ત કરનારો બનશે.' દૈવજ્ઞે બાળકના ભાવિને પ્રકાશ્યું.
અંજના તો આ બધું સાંભળીને રાજી રાજી થઈ ગઈ. ઉત્સંગમાં ક્રીડા કરતા બાળકને જુએ છે અને અવનવી લાગણીઓ અનુભવે છે.
અંજના, ચાલો, હવે તમે બંને પુત્રને લઈને વિમાનમાં બેસી જાઓ.' માનસવેગ ઊભો થયો અને ગુફાને જોવા માટે અંદર પ્રવેશ્યો. અંદરના ભાગે એક એકાંત ખૂણામાં તેણે શ્રી જિનેશ્વર ભગવંતની મૂર્તિ જોઇ.
‘અહીં આ પ્રતિમા ક્યાંથી લાવ્યાં તમે?' પાછળ ચાલતી વસંતતિલકાને રાજાએ પૂછ્યું.
‘આ પ્રતિમા તો અંજનાએ બનાવી છે. અમે બંને નિત્ય ત્રિકાળ પરમાત્માની પૂજા કરીએ છીએ.’ વસંતતિલકાએ કહ્યું.
For Private And Personal Use Only