________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાનજીનો જન્મ
૨૨૧ “મામા, આ પરમકૃપાળુ પરમાત્માના જ અચિંત્ય પ્રભાવથી આજે તમે અહીં આવી ચડ્યા અને અમારા અરણ્યવાસનો અંત આવી ગયો. ખરેખર! જિનેશ્વર ભગવંતની કૃપાના તાગ પામી શકાય એવો નથી...”
અંજનાના હૃદયમાં ગુંજી રહેલી પરમાત્મ-ભક્તિની સૂરાવલી બહાર રેલાઈ ગઈ. માનસવેગ અંજનાના ભક્તહૃદય પર પ્રસન્ન થઈ ગયો.
આપણે આ પ્રતિમાજી સાથે લઈ લેવાના છે, હાં...' અંજનાએ વસંતતિલકાને સૂચન કર્યું. વસંતતિલકાએ બહુમાનપૂર્વક પ્રતિમાજીને બે હાથમાં લઈ વિમાનમાં પધરાવ્યાં. પછી અંજના પુત્રને લઈને વિમાનમાં પ્રવેશી, એની પાછળ વસંતતિલકાએ વિમાનમાં પગ મૂક્યા, માનસવેગે વિમાનમાં જ્યાં અંજના બેઠી હતી, તેના ઉપરના ભાગમાં રત્નના ઘૂઘરા લટકાવ્યા. અંજનાનો પુત્ર તો ઘૂઘરાનો રણકાર સાંભળીને નાચી ઊઠ્યો. એની આંખો ઘૂઘરા પર મંડાઈ ગઈ. બે હાથ ધુધરા લેવા માટે ઊંચા થવા લાગ્યા.
વિમાન આકાશમાં ઊંચે ચઢયું. હનપુરનગર તરફ ઝડપથી ઊડવા લાગ્યું. અંજનાની દૃષ્ટિ ભૂમિ પરની રમણીયતા જોવામાં લીન હતી, બીજી બાજુ અંજનાપુત્ર પેલા ઘુઘરામાં લીન બન્યો હતો અને એ પકડવા માટે ઊછળી રહ્યો હતો.
અંજનાપત્ર એકદમ અંજનાના ખોળામાંથી ઊછળ્યો. હજુ એ ઘૂઘરાને પકડે એ પહેલાં તો વિમાન સરકી ગયું અને અંજનાપુત્ર ભૂમિ પર પટકાઈ ગયો.
એટલી ઝડપથી આ બની ગયું કે અંજનાને કે વસંતતિલકાને કંઈ ગમ ન પડી. પરંતુ બીજી જ ક્ષણે અંજનાએ કારમી ચીસ પાડી. બે હાથે તે છાતી કૂટવા લાગી.
મામા... પુત્ર પડી ગયો.” અંજનાએ માનસવેગનું ધ્યાન દોર્યું. માનસરંગે વિમાન થંભાવી દીધું. અંજનાને હૈયે ધારણ આપી પોતે નીચે આવ્યા. અંજનાપુત્ર જ્યાં પડયો હતો ત્યાં તો એક મહા ચમત્કાર સર્જાઈ ગયો હતો!
પુત્ર એક પર્વત પર પડ્યો હતો, પરંતુ ઇન્દ્રના વજથી જેમ પર્વત ભેદાઈ જાય તેમ આ પુત્રના પછડાટથી પર્વતના ચૂરેચૂરા થઈ ગયા હતા અને પુત્ર તો ક્ષેમકુશળ એક બાજુ વનરાઇ પર પડ્યા હતો! માનસવંગ તો આંખ ફાડીને જોઈ જ રહ્યો. અંજનાના સપૂતે કરેલું પરાક્રમ તેને હેરત પમાડી ગયું. રાજાએ પુત્રને આલિંગન આપી તરત જ લઈ લીધો. પુત્ર તો મરક મરક હસી રહ્યો હતો!
અંજનાએ તો એવું રાદન કરી મૂક્યું કે સહુ કંપી ઊઠ્યાં. જ્યાં મામા પુત્રને હેમખેમ લઈને આવી પહોંચ્યા, કે અંજના કૂદીને ઊભી થઈ, મામાના હાથમાંથી પુત્રને લઈ છાતી સરો ચાંપી દીધો.
For Private And Personal Use Only