________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમુખનાં લગ્ન
‘બહુ સરસ! મારી મંદોદરી ભાગ્યશાળી તો ખરી!” હર્ષથી ધબકતા હૈયે હમવતી બોલી.
તો હવે સ્વયંપ્રભનગરે જવાની તૈયારી કરો... મહામંત્રીને મોકલીને નક્કી કરું છું. કયાં ગઈ મંદોદરી?” અંતઃપુરમાં દષ્ટિ નાંખતાં મયરાજે પૂછયું.
મંદોદરી તો ક્યારનીય બારણાની ઓથે માતાપિતાનો વાર્તાલાપ સાંભળી રહી હતી. ભાવિજીવનનાં મીઠાં સ્વપ્નોમાં તે મહાલી રહી હતી. જ્યાં મયરાજે હાક મારી ત્યાં તરત જ અજાણી થઈને પિતાની સમક્ષ આવી. ‘જા, તારી માતાને તને એક વાત કહેવી છે.” માતા-પુત્રીને મૂકી મયરાજ હસતા હસતા ત્યાંથી નીકળી ગયા. હેમવતીએ પૂર્ણ પ્રેમથી મંદોદરીને પોતાના ઉત્સંગમાં લઈ કહ્યું. બેટા! હવે તૈયારી કરવાની છે.' શાની બા?' જાણે કંઈ જાણતી નથી તેમ ઠાવકે મોંએ મંદોદરીએ કહ્યું. ‘સાસરે જવાની!” મંદોદરીનું મુખ લજ્જાથી લાલ થઈ ગયું. તે કંઈ જ બોલી શકી નહિ.
સમાલીના પૌત્ર દશમુખ સાથે તારો વિવાહ થાય તો કેમ? પુત્રીની અનુમતિ છે કે નહિ, તે જાણી લેવા, હેમવતીએ પૂછયું.
મા! એમાં મને શું પૂછવાનું? તને અને મારા પિતાજીને જે યોગ્ય લાગે તે જ કરવાનું. તમે બન્ને જે કરશો તે મારા હિત માટે જ કરશો.'
મહામંત્રીએ ખાસ ખાસ રાજપુરુષને લઈને સ્વયંપ્રભનગર તરફ પ્રયાણ કર્યું. અલ્પકાળમાં નગરને દ્વારે આવી પહોંચ્યા. ગગનગામી વિદ્યાધરોને પહોંચતાં કેટલી વાર લાગે !
અનાતિદેવે ભક્તિભાવથી રચેલા ભવ્ય નગરને નિહાળતા રાજપુરુષો સુમાલીની રાજડેલીએ આવી પહોંચ્યા. દ્વારપાલે જઈ, સુમાલીને સમાચાર આપ્યા.
મહારાજા! સુરસંગીતનગરના મહામંત્રી અંદર આવવાની અનુજ્ઞા માંગે છે.” ખુશીથી આવવા દો અંદર.' મયરાજના મહામંત્રી રાજપુરુષોના મંડળ સાથે સુમાલીના ખંડમાં પ્રવેશ્યા. સુમાલીએ યોગ્ય સ્વાગત કરી તેમને યોગ્ય આસનો આપ્યાં.
For Private And Personal Use Only