________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४
જૈન રામાયણ મંત્રીશ્વર! તમારાથી શું છુપાવવાનું હોય? પુત્રી મંદોદરીનો વિચાર મને અકળાવી રહ્યો છે. સારા ય વૈતાઢ્ય પર મંદોદરીને અનુરૂપ ભર્તા મને દેખાતો નથી.” મંત્રીની સામે જતાં મયરાજે કહ્યું.
રાજાની વાત સાંભળી મંત્રીના મુખ પર ચિંતા કે વ્યથા ન પથરાઈ, બલકે આનંદ અને ઉલ્લાસ ઊછળ્યો.
મહારાજ! ભલેને વૈતાઢયગિરિ પર કોઈ યોગ્ય રાજકુમાર ન રહ્યો! પૃથ્વી બહુરત્નોથી ભરેલી છે.'
તમારા ખ્યાલમાં છે કઈ?' “જી હા!' ‘ કોણ?' રત્નથવાનો પુત્ર. સુમાલીનો પત્ર દશમુખ.”
એમ?' “હા જી. તેણે એક હજાર વિદ્યાઓ સિદ્ધ કરી છે. અગણિત વિદ્યાધરો અને દેવો તેના પરાક્રમ પર આફરીન બન્યા છે. મંદોદરી માટે દશમુખ જ સુયોગ્ય ભર્તા મને લાગે છે.”
વૃદ્ધ મંત્રીશ્વરની વાત સાંભળી મયરાજ ચિંતાના સાગરની બહાર નીકળ્યો. તેના મુખ પર હર્ષની રેખાઓ અંકિત થઇ.
“તો પછી સ્વયંપ્રભનગરે જવાની તૈયારી કરો. હું મહારાણીનો અભિપ્રાય જાણી લઉં.'
જેવી મહારાજની આજ્ઞા’ કહી મંત્રીશ્વર પ્રયાણની તૈયારી માટે ઊપડી ગયા. રાજા ઝડપભેર અંતઃપુર તરફ દોડયા.
ઝડપથી મયરાજાને આવતા જોઈ હેમવતી પણ ત્વરાથી સામે ગઈ.
કેમ? ઉતાવળા ઉતાવળા શા માટે?” હર્ષ-વિષાદની મિશ્ર લાગણીઓને અનુભવતી હેમવતીએ પૃચ્છા કરી.
મહાદેવી! મંદોદરીને યોગ્ય કુમાર મળી ગયો!' એમ? કોણ?'
સુમાલીનો પરાક્રમી પૌત્ર દશમુખ. એક હજાર વિદ્યાઓ સિદ્ધ કરનાર, વિદ્યાધરોની દુનિયામાં હેરત પમાડનાર, તે રાજપુત્રની કીર્તિ ચોમેર પ્રસરી રહી છે.'
For Private And Personal Use Only