________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાનજીનો જન્મ
૨૨૩
‘પણ વસંતતિલકાનું મન માનવું જોઈએ ને?’ મામા વસંતતિલકાની સામે જોઈ હસ્યા.
‘ના ના, મને પણ આપનો વિચાર ગમ્યો છે. આપ કહો.’ વસંતતિલકાએ પોતાની સંમતિ આપી.
‘નગરનું નામ હનુપુર છે. પુત્રનું નામ ‘હનુમાન' પાડીએ!'
‘નામ સરસ છે.’ અંજના કબૂલ થઈ.
‘રાજાએ અંજનાપુત્રનું નામ હનુમાન પાડ્યું, પરંતુ ત્યાં પેલા પુરોહિતજી આવી ચઢ્યા. તેમણે વળી જુદો જ વિચાર કર્યો.
‘મહારાજા, આ તો તમે એવું નામ પાડ્યું કે એ આપણને ન ભૂલે. પરંતુ બીજું નામ એવું પાડવું જોઈએ કે આપણે એને ન ભૂલીએ!'
‘સાચી વાત, સાચી વાત. બીજું એવું નામ પાડો!' વસંતતિલકા બોલી ઊઠી. મહારાજા હસી પડ્યા. મહારાણી પણ હસી પડ્યાં. મહારાણી પુરોહિતજીના મંતવ્યમાં સંમત થયાં.
‘પાડો ત્યારે બીજું નામ પુરોહિતજી!' વસંતતિલકા બોલી. ‘શ્રીશૈલ...!’ પુરોહિતજીએ બીજું નામ પાડ્યું.
‘સુંદર નામ!’ વસંતતિલકા તો હનુમાનને લઈ નાચવા માંડી.
‘આખા નગરમાં મીઠાઈ વહેંચવામાં આવી. સૌના મુખે ‘હનુમાન...' ‘શ્રીશૈલ’ નામ બોલાવા માંડયું. દિવસોના દિવસો વીતવા લાગ્યા. અંજનાસુંદરી ક્ષેમકુશળ જીવન જીવવા લાગી. વસંતતિલકા અને અંતઃપુરની બીજી રાણીઓ સાથે તેણે આત્મકલ્યાણની કથાઓ કરવા માંડી.
હવે જેમ જેમ તેના દિવસો વીતતા ગયા તેમ તેમ પવનંજયની યાદ તેને વધુ સાલવા લાગી. પુત્રને જુએ છે ને પવનંજય યાદ આવે છે.
For Private And Personal Use Only