________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ શ્રી જેઠ વિકારને વશ બની ગયો. વિકારને વિકસવાની તક પણ મળી ગઈ. યુવતી શ્રીકંઠને ચાહવા લાગી! એ નીચે આવ્યો અને તેણે સુંદરીને ઉપાડી આકાશમાગે ઝડપી પ્રયાણ કર્યું.
પણ અચાનક રાજપુત્રીનું અપહરણ થયેલું જાણી દાસીઓ ગભરાઈ ગઈ. ‘પદ્મા હરાણી... ૫ધા રાણી... પદ્માને કોઈ ઉપાડી ગયું.” નગરમાં કોલાહલ મચી ગયો. વાત પહોંચી પુષ્પોત્તર રાજા પાસે. પુત્રી પબાના અપહરણના સમાચારે તે ક્રોધથી સમસમી ઊઠ્યો. પુત્રીને ઉપાડી જનાર દુષ્ટને દારુણ સજા કરવા તત્પર બની ગયો.
યુદ્ધની નોબતો ગગડી.
રાજા પુષ્પોત્તરે યુદ્ધનાં બખ્તર ધારણ કર્યો. અંગ પર શસ્ત્રો સજી, વિરાટ સૈન્ય સાથે તેણે શ્રીકંઠનો પીછો પકડ્યો. શ્રીકંઠ જાણતો જ હતો કે પાછળ પુષ્પોત્તર આવવાનો જ છે! તે તો પહોંચ્યો સીધો લંકામાં, અને પોતાના બનેવી કીર્તિધવલને શરણે થયો!
હૃદય ખોલીને શ્રીકંઠે પદ્મા સાથેનો પ્રેમકિસ્સો કીર્તિધવલને કહી દીધો. આ બાજુ પુષ્પોત્તર પાછળ જ આવી લાગ્યો.
શું વિશાળ સૈન્ય! જાણે યુગાન્તનો મહાસાગર! જ્યાં જુઓ ત્યાં સૈન્ય જ સૈન્ય! વિદ્યાધર રાજા પુષ્પોત્તર વેરનો બદલો લેવા તમતમી રહ્યો હતો. એક તો પોતાની દેવી માટેની માગણીને શ્રીકંઠના પિતાએ માન્ય નહોતી રાખી; અને એમાં શ્રીકંઠે પોતાની પુત્રીનું અપહરણ કર્યું, એટલે બળતામાં ઘી હોમાયું!
કીર્તિધવલ વિચારક રાજા હતો. તેણે પુષ્પોત્તરને યુદ્ધથી જવાબ આપવાનું પગલું ન ભર્યું, પરંતુ સમજૂતીથી પુષ્પોત્તરના રોષને નિચોવી નાંખવાનો નિર્ણય કર્યો.
યુદ્ધથી તો રોષના ભડકા થાય. રોષને પાણી પાણી કરી નાંખવા તો સમજૂતી જ થવી જોઈએ.
કીર્તિધવલે પોતાના એક વિચક્ષણ દૂતને પુષ્પોત્તર પાસે મોકલવા સજ્જ કર્યો. દૂત પુષ્પોત્તર નૃપતિની પાસે આવી પહોંચ્યો. પુર્ષોત્તરને પ્રણમીને તેણે કીર્તિધવલનો સંદેશો કહેવાનું શરૂ કર્યું :
રાજન! શું આપને એમ નથી લાગતું કે આ યુદ્ધ નિપ્રયોજન છે? પુત્રી અવશ્ય ક્યારેય કોઈને આપવાની જ હોય છે. હવે, જ્યારે તમારી ગુણવંતી પુત્રી સ્વયં જ શ્રીકંઠને પ્રેમથી વરી છે, ત્યારે આપ જેવા વિચક્ષણ પુરુષે શ્રીકંઠનો તેમાં અપરાધ ન ગણવો જોઈએ.
For Private And Personal Use Only