________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ ૨૩. ભૂલનું પરિણામ કનકપુર નામનું નગર હતું. તે નગરમાં કનકરથ નામનો પરાક્રમી રાજા હતો. કનકરથને બે રાણીઓ હતી. એકનું નામ કનકોદરી અને બીજીનું નામ લક્ષ્મીવતી હતું.
લક્ષ્મીવતીને પરમાત્મા જિનેશ્વરદેવ પ્રત્યે અપૂર્વ ભક્તિરાગ હતો. તેણે પોતાના મહેલના એક રમણીય વિભાગમાં પરમાત્માનું નાનકડું મંદિર બનાવરાવ્યું ને મંદિરમાં ભગવંત ઋષભદેવની સ્ફટિક-રત્નમય પ્રતિમા બિરાજમાન કરી.
તેને પરમાત્મા પર અપૂર્વ શ્રદ્ધા હતી. તે માનતી હતી કે પરમાત્માના અચિજ્ય પ્રભાવથી આલોક-પરલોકનાં શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય છે. એ પરમ કૃપાળુની અગમ્ય કૃપાથી જ આત્મા મહાત્મા બની શકે છે અને અંતે વીતરાગ બની શકે છે. અર્થ પુરુષાર્થની કે ધર્મ પુરુષાર્થની સિદ્ધિ પણ પરમાત્માના ઇન્દ્રિય-અગોચર અનુગ્રહથી જ થઈ શકે છે.
આજે મનુષ્ય ત્રિલોકનાથ પરમાત્માને પૂજવા જાય છે, એ શ્રદ્ધા લઈને કે ‘આ પરમાત્મા કંઈ જ ન કરે. આપણે પુરૂષાર્થ કરીએ તો જ સુખી થઈએ!” આવું મિથ્યાભિમાન પરમાત્મા પ્રત્યે ભક્તિ જગવી શકતું નથી. આવો મિથ્યાભિમાની મનુષ્ય ધર્મપુરૂ પાર્થમાં પણ સિદ્ધિ હાંસલ કરી શકતો નથી.
લક્ષ્મીવતી માનતી હતી કે “મન આ મહાન રાજ્યનાં સુખો પ્રાપ્ત થયાં છે, તે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી જ. માટે આ રાજ્યનાં સુખાનો મારે ત્યાગ કરી, તેમનાં જ ચરણોમાં એ સુખો ધરી દેવા જોઈએ.' તેણે પોતાનું જીવન ત્યાગમય અને તપોમય બનાવ્યું. પરમાત્માની ભક્તિમાં તેણે પોતાનું ચિત્ત પરોવ્યું. રોજ સવાર-સાંજ તેણે ભગવંતની ભવ્ય પૂજા કરવા માંડી.
મોટા મોટા સંગીતકારોને બોલાવી, તેણે ભગવંતની સમક્ષ ભક્તિરસની રમઝટ મચાવવા માંડી, નગરવાસી સ્ત્રીઓ પણ ધીરે ધીરે લક્ષ્મીવતીની સાથે પ્રભુભક્તિમાં જોડાવા લાગી. રાજા કનકરથ પણ લક્ષ્મીવતીનું ભક્તહૃદય જોઈને પ્રસન્ન થતો હતો. તેણે રાણીને પ્રભુભક્તિમાં જરૂરી તમામ અનુકૂળતાઓ આપવા માંડી હતી.
લક્ષ્મીવતીનો મહેલ જાણે ભક્તનું ધામ બની ગયો! નગરમાં લક્ષ્મીવતીનું રાણી તરીકે નહિ, પરંતુ પરમ શ્રાવિકા તરીકે ખૂબ ખૂબ બહુમાન અને ગુણાનુવાદ થવા લાગ્યા.
For Private And Personal Use Only