________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
જૈન રામાયણ | ગુફામાં હજુ બહુ ઊંડી ન ગઈ ત્યાં તો સામેજ એક મહામુનિને ધ્યાનસ્થ ઊભેલા જોઈ, બંને સખીઓ ત્યાં જ ઊભી રહી ગઈ. બંનેએ નતમસ્તકે અંજલિ જોડી મહામુનિને પ્રણામ કર્યા અને વિનય-મર્યાદાપૂર્વક ત્યાં બેસી ગઈ.
મહામુનિએ ધ્યાન પૂર્ણ કર્યું. જમણો હાથ ઊંચો કર્યો અને “ધર્મલાભ' ની આશિષ આપી.
પુનઃ બંને સખીઓએ ભકિતપૂર્ણ હૃદયે વંદના કરી. વસંતતિલકાએ વિનયપૂર્વક વાતનો પ્રારંભ કર્યો. એને લાગ્યું કે આ કોઈ મહાન જ્ઞાની સાધુપુરુષ છે. સખીના દુઃખની વાત કરું જરૂ૨ કૃપાના સાગર એવા આ મહાપુરુષ કોઈ સુંદર માર્ગ બતાવશે.
પાનિધિ! મારી સખી પર આટલી બધી આપત્તિઓ શાથી આવી? એના ગર્ભમાં કયો જીવ આવ્યો છે? કયા કર્મના ઉદયથી આવી સ્થિતિ સર્જાઈ છે?' લગ્નથી માંડીને બધી જ વાત વસંતતિલકાએ ટૂંકમાં કહી.
મહામુનિનું નામ અમિતગતિ હતું. તેઓ ચારણમુનિ હતા, કૃપાના સાગર હતા.
0
0
0
For Private And Personal Use Only