________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૨૨૮
સૈનિકોએ ગગનભેદી ગર્જના કરી, “વરુણરાજનો જય હો.” પ્રહસિત સૈનિકોના અપાર શૌર્યન જઈને દંગ થઈ ગયો. તેણે દ્વારપાલને કહ્યું: ‘ભાઈ, હું લંકાપતિના સેનાપતિ પવનંજયનો દૂત છું, મારે તત્કાલ વરુણરાજને મળવું છે.'
દ્વારપાલ ક્ષણભર પ્રહસિતને જોઈ રહ્યો. તેને વિશ્વાસ પડ્યો કે “આ બનાવટી નથી, પરંતુ દૂત જ લાગે છે.” તેણે એક સૈનિકને ઇશારો કર્યો અને પોતે ચાલ્યો ગયો. પ્રહસિત પર પેલા સૈનિકે ચાંપતી નજર રાખવા માંડી.
દ્વારપાલ ગુપ્તમાર્ગે વરુણરાજના આવાસમાં જઈ પહોંચ્યો. “મહારાજાનો જય હો.” દ્વારપાલે નમન ક્યું. કેમ, જયમંગલ?'
મહારાજા, લંકાપતિ ના સેનાપતિ પવનંજયનો અંગત દૂત આપને તત્કાલ મળવા ચાહે છે.” જયમંગલે વરુણરાજના મુખ સામે જોયું. વરુણરાજં થોડીક ક્ષણો વિચાર કરીને કહ્યું.
ભલે, લઈ આવ એને.” દ્વારપાલ સડસડાટ ચાલ્યો ગયો. પ્રહસિતને લઈ પુનઃ તે વરુણરાજ પાસે આવ્યો; પ્રહસિતને ત્યાં મૂકી, પાછો તે પોતાની ફરજ પર પહોંચી ગયો. “કેમ અચાનક આવવું પડયું?' વરુણરાજે પૂછ્યું.
મહારાજ, આપ જાણતા જ હશો કે લંકાપતિએ પ્રલાદનંદન પવનંજયને પોતાના સૈન્યના સેનાપતિ બનાવ્યા છે.'
હા, સમાચાર મળ્યા છે.' ‘તેમનો હું અંગત મિત્ર છે. મારું નામ પ્રહસિત, મને તેમણે એક સંદેશો આપીને આપની પાસે મોકલ્યો છે.' ‘શો છે સંદેશો?' “એ આપ તત્કાલ મળવા ચાહે છે.'
વરણરાજ ચોંકી ઊઠ્યા. આવા ભયાનક યુદ્ધના તબક્કે રાવણનો મહાન સેનાપતિ શત્રુ રાજાને મળવા ચાહે, તેમાં તેમને ભેદ લાગ્યો. તેમણે પુંડરીક અને રાજીવને બોલાવ્યા. તેમની સાથે મસલત કરી પ્રહસિતને જવાબ આપ્યો,
ભલે સેનાપતિ પવનંજય આવે.' પ્રહસિત આકાશમાર્ગે ત્યાંથી પોતાની છાવણીમાં પહોંચી ગયો. પવનંજયની શિબિરમાં જઈ સમાચાર આપ્યા. પવનંજયને હર્ષ થયો.
For Private And Personal Use Only