________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવો છે સંસાર
૧૯૭ બહેન-બા, કેમ અચાનક? એકલાં?' અંજનાની દૃષ્ટિ તો ભૂમિ પર ચોંટી ગઈ. તે કોઈ જ જવાબ આપી શકે એમ ન હતી. પ્રતિહારીના પ્રશ્નોનો ઉત્તર વસંતતિલકાએ આપ્યો. અથથી ઇતિ સુધીની વાત સંભળાવી. પ્રતિહારી બંનેને દ્વાર આગળ જ પોતાની મઢુલીમાં બેસાડી, રાજા મહેન્દ્રની પાસે ગયો.
રાજાને પ્રણામ કરી, પ્રતિહારીએ અંજનાના આગમનની વાત કહી, જે પ્રમાણે વસંતતિલકાએ કહ્યું તે જ પ્રમાણે પ્રતિહારીએ રાજાને વાત કહી. રાજા વાત સાંભળીને સ્તબ્ધ બની ગયો, તેનું ચિત્ત ઉદ્વિગ્ન બની ગયું. તેના મનમાં અનેક અશુભ વિચારો ઊભરાવા લાગ્યા.
ખરેખર, સ્ત્રીઓનું ચરિત્ર ન સમજી શકાય તેવું ગહન હોય છે. આ મારી પુત્રીએ મારા કુળને કલંકિત કર્યું. અમે પણ જાણીએ છીએ કે બાવીસ બાવીસ વર્ષોથી પવનંજયે અંજનાનું મોં પણ જોયું નથી, પવનંજયની ગેરહાજરીમાં આ કુલટાએ કુટિલ કામ કર્યું.'
મહેન્દ્રની આંખોમાં કુળકલંકનો ભય તરવરવા લાગ્યો. મુખ પર ચિતાની રેખાઓ ઊપસી આવી. બાજુમાં જ બેઠેલો યુવરાજ પ્રસન્નકીર્તિ પિતાની મૂંઝવણને સમજી ગયો. પ્રતિહારીએ આવીને વાત કરી, તે બધી જ યુવરાજે સાંભળી હતી, તે બોલી ઊઠ્યો : “પિતાજી, એ કુલટાને હમણાં ને હમણાં કાઢી મૂકો.' પણ...'
શું આંગળીએ સર્પ ડેસ્યો હોય તો આંગળીને છેદી નાખવી પડતી નથી? પછી ભલેને એ આપણી પોતાની જ આંગળી કેમ ન હોય?”
પ્રસન્નકીર્તિ ન્યાયનિષ્ઠ કહેવાતો હતો. વિચક્ષણ અને બુદ્ધિશાળી હતો, પરંતુ અંજનાની બાબતમાં જે એણે તોડ કાઢ્યો, તે મહામંત્રીને જરાય ન રચ્યો. મહામંત્રીએ મહેન્દ્રને હાથ જોડીને કહ્યું :
‘મહારાજા! કન્યાને જ્યારે સાસરામાં દુ:ખ પડે ત્યારે તેના માટે શરણભૂત પિતા જ હોય છે.”
“મહામંત્રી, શરણ કોને અપાય? આવી પાપિણીને?' પ્રસન્નકીર્તિ સહેજ ઉગ્ર બન્યો.
યુવરાજ! તમે શાથી માની લીધું કે એ પાપિણી જ છે? શું અંજના નિર્દોષ ન હોઈ શકે? શું નથી સાંભળ્યું કે અંજનાની સાસુ કેતુમતીનો સ્વભાવ દૂર છે?
For Private And Personal Use Only