________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
જૈન રામાયણ “માતા, મારાથી અસત્ય કેમ જ બોલાય? પ્રાણ જાય તો ભલે, પરંતુ સત્યવાદી અસત્ય કદાપિ ન બોલે.'
પણ આ એક વાર..”
અરે, પાપભીરુ આત્મા બીજું કોઈ પણ અસત્ય ન બોલે, જ્યારે આ અસત્ય તો ગુરુદેવના વચનને મિથ્યા કરનાર છે. તેવું અસત્ય તો મારાથી ન જ બોલાય.'
જિદગીપર્યત સત્યનો જ સાક્ષી બનેલો વસુ અસત્ય અને ગુરુવચનનો અપલાપ કરનારું અસત્ય કેવી રીતે ઊચરી શકે? તેણે સ્પષ્ટ શબ્દોમાં અસત્ય નહિ બોલવાનો પોતાનો નિર્ણય કહી દીધો, પરંતુ પોતાના પુત્ર પ્રતિ અથાગ રાગને ધારણ કરનારી ગુરુપત્ની, પોતાના પતિ ક્ષીર કદંબ આચાર્યના વચનની, વસુની અવિચલ સત્યવાદિતાની કિંમત નથી આંકી શકતી.
પુત્રનો રાગ તેને સમજાવી રહ્યો છે. “પતિનું વચન કે વસ્તુનું સત્ય તારા પુત્રના રક્ષણની આગળ નગણ્ય છે. તુચ્છ છે!” - સત્યનો રાગ વસુને સમજાવી રહ્યો છે : ગુરુદેવનું વચન અને સત્યની રક્ષા સમક્ષ વિશ્વની કોઈ પણ વસ્તુ કિંમતી નથી!
જો ભાઈનું રક્ષણ કરવા ચાહતો હોય તો “અજનો અર્થ “મેષ' તારે કરવો જોઈએ. મહાન પુરુષો પ્રાણના જોખમે પણ બીજાનું રક્ષણ કરે છે, જ્યારે અહીં તો માત્ર સહેજ બોલવાનો જ પ્રશ્ન છે.' ગુરુપત્ની બોલી.
માતાજી, અહીં માત્ર બોલવાનો પ્રશ્ન નથી, પરંતુ સત્યધર્મના પાલનનો પ્રશ્ન છે. ગુરુદેવના વચનની તથ્યતા રક્ષવાનો પ્રશ્ન છે. મારી સત્યવાદી તરીકેની પ્રસિદ્ધિનો પ્રશ્ન છે.'
વસુને પોતાના મંતવ્યમાં દઢ જોઈ, ગુરુપત્ની રોપથી સળગી ઊઠી. ‘તને તારું સત્ય વહાલું હોય તો તેનું રક્ષણ કર. તને ગુરુપુત્ર વહાલો હોય તો તેનું જતન કર.”
રોપથી કહી, ગુરુપત્નીએ રાજસભામાંથી બહાર નીકળવા માંડ્યું. રાજા વસુ ધ્રુજી ઊઠ્યા. ‘શું કરવું? કોને પ્રાધાન્ય આપવું? ગુરુપુત્રની રક્ષા કરવા જતાં આદર્શનું મૃત્યુ થાય છે, આદર્શની રક્ષા કરવા જતાં ગુરુપુત્રનું મોત થાય છે અને ગુરુપત્નીનું દિલ દુભાય છે.” વસુનું ચિત્ત વ્યગ્ર બન્યું. તેની આંખ સામે ગુરુપત્નીનો રોષ અને ગુરુપુત્રનો જિવાછેદ તરવરવા લાગ્યાં. તે દોડ્યો. રાજ દ્વારમાંથી નીકળતી ગુરુપત્નીની સમક્ષ જઈને ઊભો રહ્યો. તેણે કહ્યું :
For Private And Personal Use Only