________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
જૈન રામાયણ ધ્યાનમાં પરોવી દીધું. નિરંતર પરમાત્માની ભક્તિમાં તે લીન થઈ ગઈ. એક, બે, ત્રણ, તેર કરતાં કરતાં બાવીસ વર્ષનાં વહાણાં વાઈ ગયાં.
બાવીસ વર્ષના દીર્ઘકાળ દરમિયાન અંજનાએ પોતાના સ્વભાવને દુઃખ સહિષ્ણુ બનાવી દીધો. કર્મોની સારીનરસી અસરો અંગે ઊંડું ચિંતન કરી, પોતાની સાચી સમજને ખૂબ ખૂબ વિસ્તારી.
એટલું જ નહિ, પરંતુ સખી વસંતતિલકાએ પણ બાવીસ વર્ષ દરમિયાન અંજનાના જીવનમાં ઊંડો રસ લઈ, સખીના દુઃખે દુઃખી અને સુખે સુખી બની એક આદર્શ પૂરો પાડ્યો.
બીજી બાજુ અલ્લાદરાજની સભામાં લંકાપતિ રાવણનો દૂત આવી ઊભો રહ્યો. અલ્લાદરાજને પ્રણામ કરી, તેણે લંકાપતિનો મહત્ત્વનો સંદેશો કહેવો શરૂ કર્યો.
“હે નરનાથ! તમે જાણતા હશો કે વરુણપુરીનો રાજા વરુણ લંકાપતિની આજ્ઞા માનવાનો ઇન્કાર કરે છે. અહંકારનો જાણે તે મૂર્તિમંત પર્વત છે.
લંકાપતિએ જ્યારે એને શરણે આવવા માટે કહેવરાવ્યું ત્યારે તેણે દૂતને તિરસ્કારી કાઢ્યો. પોતાની પ્રચંડ શક્તિનું તેને ભારે અભિમાન છે.”
પણ શું ઇન્દ્ર, નલકુબેર વગેરેની લંકાપતિએ શી દશા કરી છે, તેનું તેને ભાન નથી?” પ્રલાદરાજે રાવણની શૌર્યગાથાની સ્તુતિ કરી.
“મહારાજા! એ ઘમંડી વટાણા તો કહે છે : હું ઇન્દ્ર નથી, હું નલકુબેર નથી, હું સહસ્ત્રકિરણ નથી, મને મત ન સમજતા, હું વરુણ છું, વરુણ! વળી એણે લંકાપતિને કહેવરાવ્યું કે, લંકાપતિને દેવતાધિષ્ઠિત રત્નોથી અભિમાનનો આફરો ચડ્યો હોય તો ભલે તે અહીં આવે, હું એ દુષ્ટમતિનું અભિમાન ઉતારી નાંખીશ...
પછી આ સંદેશો લંકાપતિને પહોંચ્યો?' પ્રલ્લાદે કંઈક આતુરતાથી પૂછ્યું.
હા જી, દૂતે આવીને લંકાની રાજસભામાં વરુણનો વક્રતાભર્યો સંદેશો કહ્યો કે લંકાપતિ કોપાયમાન થઈ ગયા અને તરત જ ખર અને દૂષણ નામના પોતાના મહાન પરાક્રમી સેનાપતિઓને વિશાળ સૈન્ય સાથે વણાને જીવતો ને જીવતો પકડી લાવવા આજ્ઞા કરી.” પછી શું થયું?' પ્રલાદરાજે પ્રશ્ન કર્યો.
ખર અને દૂષણ વિશાળ રાક્ષસસૈન્યની સાથે વરુણપુરી તરફ ધસ્યા. વરુણને પણ પોતાના ગુપ્તચરો મારફત ખરદૂષણની ચઢાઈના સમાચાર મળતાં જ પોતાના પ્રબળ પરાક્રમી પુત્રો રાજીવ, પુંડરીક અને વિરાટ સૈન્ય સાથે વરુણ નગરની બહાર આવ્યો.
For Private And Personal Use Only