________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર વાલી
૭૫
માતા-પિતાને યમના ત્રાસમાંથી મુક્ત કર્યા તેથી શું લંકાપતિ અમારો પણ રાજા બની ગયો? અમે તેના સેવકો બની ગયા? હરગિજ નિહ.'
‘હે પ્રિયવાદી દુત! આ વાલી વીતરાગ સર્વજ્ઞદેવનાં ચરણોમાં અને સદ્દગુરુ સાધુનાં ચરણોમાં જ નમે છે. તેમને જ પોતાના સ્વામી, નાથ માને છે. તારા લંકાપતિને વળી આવો કોડ ક્યાંથી જાગ્યો? ખરેખર, લંકાપતિએ આજે ગંગાજળ જેવા પવિત્ર સંબંધને મલિન કરી દીધો. અસંખ્ય કાળથી ચાલ્યા આવતા સ્નેહને ભાંગી નાખ્યો છે.
બાકી, એ દશમુખ મિત્રકુલમાં ઉત્પન્ન થયેલો છે, તેમ જ પોતાની શક્તિનું તેને ભાન નથી, તેથી હું એવું પગલું નહિ ભરું કે જેથી વાનરવંશના ઉજ્વળ યશને કલંક લાગે. હા, તે જો અમારું અહિત કરવાની બાલિશ ચેષ્ટા કરશે તો, અમે જરૂર તેનો વળતો જવાબ અમારા પ્રચંડ સામર્થ્યથી વાળીશું. વિગ્રહની શરૂઆત અમે નહિ કરીએ, કે જે શરૂઆત સ્નેહના લીલાછમ વૃક્ષનો ઉચ્છેદ કરનાર છે. માટે, તારા સ્વામીને કહેજે કે એની શક્તિ પહોંચે તેટલું કરી લે!' કિષ્કિંન્ધિ પર્વતનાં શિખરા ધણધણી ઊઠ્યાં. કિષ્મિન્ધિનગરીની શેરીઓ ખળભળી ઊઠી.
સુગ્રીવ, નલ, નીલ વગેરે સેંકડો અગ્રગણ્ય સેનાનીઓનાં કાળજાં કંપી ઊઠ્યાં. અસંખ્ય અસંખ્યકાળથી ચાલી આવતી બે પ્રદેશોની મૈત્રીના ચૂરા થઈ ગયા. શાથી? પરના ઉત્કર્ષને નહિ સહી શકવાની તુચ્છ વૃત્તિથી! મિત્રરાજ્યના રાજવીની પ્રશંસા સાંભળવા માટે રાવણ અસમર્થ બન્યો. કહો કે, તેના દુષ્ટ ભવિષ્યની આ એક સૂચક ઘટના હતી. રાજદૂત અલ્પ સમયમાં જ લંકા પાછો ફર્યો. લંકાપતિ દશમુખની સમક્ષ ઉપસ્થિત થયો અને વાલીના પ્રતિસંદેશને અક્ષરશઃ કહી સંભળાવ્યો.
બસ, એની ધારણા સાચી પડી. તેણે યુદ્ધનાં નિશાન વગડાવ્યાં. લાખો સૈનિકો રાવણની પાછળ ખડા થઈ ગયા. વા૨ કેટલી! જોતજોતામાં તો કિષ્કિન્ધિ પર્વત પર રાક્ષસ સૈનિકોનાં ટોળેટોળાં ઊતરી આવ્યાં. વાલી તો દૂતના જતાં જ સમજી ચૂક્યો હતો કે હમણાં રાવણ આવ્યો સમજો!
કિષ્કિન્ધાના એક એક સ્ત્રીપુરુષને વાલીના અજોડ પરાક્રમમાં પૂર્ણ વિશ્વાસ હતો. વાલીનો વિજય જ થાય, વાલી કદીય હારે નહિ તેવી અવિચલ શ્રદ્ધાથી પ્રજાજનો નિર્ભય હતા.
સુગ્રીવ, નલ અને નીલ, ત્રણેયની સાથે પોતાના જુસ્સાભર્યા સૈનિકોની સાથે
For Private And Personal Use Only