________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવની વિટંબણા
૧૮૫ ‘પણ માતાજી સાંભળો તો...'
શું સાંભળું, તારું કપાળ? તારાં કાળા કૃત્ય મારે નથી સાંભળવાં, બાવીસ બાવીસ વર્ષથી મારા પુત્રે તારી સામે પણ નથી જોયું અને તને આ ગર્ભ રહ્યો કોનાથી?' “માતાજી,” અંજનાનું હૈયું ભરાઈ આવ્યું...
કુલટા, આજે જાણ્યું કે તું જ આવી છે. અત્યાર લગી હું તને પવિત્ર ધારતી હતી અને મારા પુત્રનો દોષ જોતી હતી...”
હું નિર્દોષ છું. મારો જરાય દોષ નથી, તમારા પુત્ર જે દિવસે લંકા તરફ પ્રયાણ કરી ગયા, એ જ દિવસે રાત્રે પાછા આવ્યા હતા. અંજનાએ એકીશ્વાસે કહી નાંખ્યું.
હ, માતાજી હું પણ ત્યારે હાજર જ હતી. વસંતતિલકા પોતાની સ્વામિનીના વહારે ધાઈ.
“બસ બેસ, બહુ શાણી ના થઈશ. ચોરનો ભાઈ ઘંટી ચોર! તેં જોડે રહીને શા શા ધંધા કર્યા છે, તે હવે અજાણ્યું નથી, સમજી?' કેતુમતીએ વસંતતિલકાનો પણ ઊધડો લઈ નાખ્યો.
પણ હું તેમના આગમનની સાબિતી આપે તો?' ‘ઓ હો, જો ને મોટી સાબિતી આપવા નીકળી પડી છે. બતાવ, શું છે સાબિતી ?'
અંજનાએ પતિની આપેલી પતિના નામની અંકિત વીંટી કહુમતીને આપી.
કુલટા સ્ત્રીઓ બીજાને છેતરવામાં પણ પાવરધી હોય છે. મારો પુત્ર તને નજરે જોવા નહોતો ઇચ્છતો, તેનો વળી તારી સાથે સંગમ શાનો? તારી શાહુકારી મારે નથી સાંભળવી.” કેતુમતીનો મોટો અવાજ સાંભળી, મહેલની દાસીઓ ભેગી થઈ ગઈ.
અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જા. જા તારા બાપના ઘેર. તારા સ્વચ્છંદાચાર અહીં નહિ નભે, સ્વછંદાચારીઓના આશ્રય માટે મારું ઘર નથી.'
જાણે આભ તૂટી પડ્યું. કૂર પ્રહારો અને ધિક્કારોને અંજનાનું કમલ-કોમળ હૃદય ક્યાં સહી શકે? અંજના ભૂમિ પર ફસડાઈ પડી. પાછળ જ ઊભેલી વસંતતિલકાએ અંજનાને ઝીલી લીધી. શીતળ પાણીનો છંટકાવ કરી, પંખાથી
For Private And Personal Use Only