________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
જૈન રામાયણ ગુપ્ત સ્થળમાં મંગાવી લીધી. શિકારીને પુષ્કળ ધન આપી રાજીરાજી કરી દીધો. શિલાનું સિંહાસન બનાવવાનો વસુને મનોરથ જાગ્યો, તાબડતોબ શિલ્પીઓને બોલાવી સિહાસન બનાવવાની આજ્ઞા કરી. શિલ્પીઓએ ખુબ જ કળા અને ખંતથી અલ્પ કાળમાં જ સિંહાસન તૈયાર કરી દીધું.
વસુરાજાને બોલાવી સિહાસન બતાવ્યું. વસુરાજાને સિંહાસન ખૂબ જ ગમી ગયું. પરંતુ સાથે સાથે વસુરાજાના ચિત્તમાં એક ભયંકર વિચાર સ્ફર્યો.
તેણે વિચાર્યું : “આ રહસ્યમય સિંહાસનનું રહસ્ય આ શિલ્પીઓ ગુપ્ત નહિ રાખે અને જે સિંહાસનનું રહસ્ય પ્રગટ થઈ જાય તો, તો પછી મારી બધી જ મુરાદ મનમાં રહી જાય, માટે આ શિલ્પીઓને જીવતા ન જ રહેવા દેવાય. તેમનો ગુપ્ત રીતે વધ જ કરાવી દઉં.”
વસુએ કેવી ભયાનક કૃતઘ્ન વિચારણા કરી? આ જ છે સંસારની દારુણતા. આ જ છે સંસાર! એના સાચા સ્વરૂપે, આ જ ઇન્દ્રિયોના વિષયોની સ્પૃહાનું વિનાશ-તાંડવ...!”
નારદજી લંકાપતિ રાવણને જરાય ખમચાયા વિના કહી દે છે :
રાવણ! રાજાઓ કોઈના પણ સગા થયા નથી. વસુએ ફરપીણ રીતે શિલ્પીઓને મારીને ભૂમિમાં ભંડારી દીધા. રાત્રિના સમયે રાજસભામાં તેણે
આ સ્ફટિકમય શિલાનું સિંહાસન બરાબર ગોઠવી દીધું. કોઈને સિંહાસન દેખાય નહિ અને કોઈ સિંહાસનને અડી શકે નહિ તેવી રીતે ખૂબ વ્યવસ્થિત બંદોબસ્ત કરી દીધો. બીજે દિવસે રાજસભા ભરાઈ. બધા જુએ છે તો રાજાનું સિંહાસન જ દેખાતું નથી. બધા તર્ક-વિતર્ક કરે છે, “મહારાજા આજે ક્યાં બિરાજમાન થશે?” સિંહાસન કેમ ઉઠાવી લીધું છે? આજે મહારાજા સભામાં નહિ પધારે ?...” ત્યાં તો પૂરા ઠાઠમાઠથી વસુ રાજ રાજસભામાં પ્રવેશ્યો અને
જ્યાં ખાલી જગા દેખાતી હતી ત્યાં જ આકાશમાં પગથિયાં ચઢવા લાગ્યો! સભા તો દંગ થઈ ગઈ
મહારાજા વસુ ખરેખરા સત્યવાદી! સત્યના પ્રભાવથી દેવોની અદશ્ય સહાયથી આજે આકાશમાં કોઈ જ આધાર વિના બેઠા!' ક્યાં કોઈને વસના કપટની ગંધ પણ હતી? વાતને તો વાયરો પોતાની પાંખે બેસાડી, સારી ય પૃથ્વી પર ફેરવી આવ્યો. કેટલાય રાજા, મહારાજાઓ વસુના આ દિવ્ય પ્રભાવને જાણી, સ્વયં જ આધીન થવા લાગ્યા.
સાચી કે ખોટી પ્રસિદ્ધિ મનુષ્યને વિજય અપાવે છે.
For Private And Personal Use Only