________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવની વિટંબણા
૧૮૯ જયનાદ આવીને, પ્રણામ કરીને, મહામંત્રીની નિકટ બેસી ગયો. મહામંત્રીએ તેને આખા પ્રસંગની માહિતી આપી અને એ અંગેની અગત્યની માહિતી મેળવી લાવવા આજ્ઞા ફરમાવી, જયનાદે આજ્ઞાને મસ્તકે ચઢાવી અને ત્યાંથી ચાલ્યો ગયો.
બપોરના ચાર વાગ્યા, છતાં જયનાદ પાછો ન આવ્યો. પાંચ, છ, સાત વાગ્યા છતાં જયનાદ ન દેખાયો. મહામંત્રી ચિંતાતુર થઈ ગયા. કારણ કે જયનાદની માહિતી પર તો એમને વિચારવાનું હતું અને નિર્ણય લઈને કાલે સવારે મહારાજાને મળવાનું હતું.
રાત્રિનો પ્રારંભ થયો. લગભગ દસ વાગ્યા અને મહામંત્રીના ગુપ્ત મંત્રાલયના દ્વારે ટકોરા પડ્યા. મહામંત્રી ઝડપથી દ્વાર પાસે ગયા અને દ્વાર ખોલ્યું. જયનાદે અંદર પ્રવેશ કર્યો. દ્વાર બંધ કરીને બન્ને યોગ્ય સ્થાને બેઠા.
કેમ, બધી માહિતી એકત્ર થઈ?'
હા જી, સંપૂર્ણ માહિતી મેળવીને જ આવ્યો છું. અહીંથી હું સીધો જ અંજનાદેવીના મહેલે ગયો. મહેલનો દાસીગણ ઘણો જ ચિંતાતુર હતો. કોઈની આંખમાં તો આનું પણ દેખાતાં હતાં. એમના પરસ્પરને વાર્તાલાપ પરથી લાગ્યું કે તેઓ અંજના પ્રત્યે પૂર્ણ સહાનુભૂતિભર્યા છે. મહાદેવીએ અંજનાદેવીને કાઢી મૂકવા માટે જે આજ્ઞા કરી તેનાથી તેમનામાં ભારે કચવાટ છે.’ ‘તેમના વાર્તાલાપની કોઈ મુખ્ય વાતો...?
એક દાસી બોલી : “હું તો બાવીસ વરસથી આ મહેલમાં છું કોઈ પણ પુરુષને મેં આ મહેલના પગથિયે ચઢતો જોયો નથી.” ત્યાં બીજી દાસી બોલી
અને જો અંજનાદેવીએ એવું બૂરું કામ કરવું હોય તો આટલાં વર્ષ પછી શા માટે ? આવી વાસનાઓ મનમાં હોય તો તેના ચેનચાળા દેખાયા વગર રહે?' ત્રીજી દાસી બોલી. “અને પુરુષનું મન ક્યારે ફરી જાય તે કહેવાય છે? યુદ્ધયાત્રાએ ગયા, વચ્ચે નિમિત્ત મળ્યું હોય, મન ફરી જાય અને રાતોરાત આવીને પાછા ચાલ્યા ગયા હોય.'
ચોથી દાસી બોલી : “એ વખતે વસંતતિલકા સ્વામિનીની જોડે જ હતી. એણે પવનંજય અને પ્રહસિત બંનેને જોયા છે, એમ એ છાતી ઠોકીને કહે છે.”
જયનાદે દાસીઓ વચ્ચે થયેલા વાર્તાલાપની થોડીક રૂપરેખા આપી પછી કહ્યું કે હું પાછળના ભાગમાં ગયો. ત્યાં મહેલના પીઢ ચોકીદારો ભેગા થયેલા હતા. એમાં એક કે જે પહેલાં ખુદ મહારાજના મહેલનો ચોકીદાર હતો અને
For Private And Personal Use Only