________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
જૈન રામાયણ જ્યારથી અંજનાદેવી આવ્યાં ત્યારથી અંજનાદેવીના મહેલની ચોરી કરે છે, તેણે પોતાનો અભિપ્રાય પોતાના સાથીદારોને કહ્યો : ભાઈઓ, અંજનાદેવી પર ખરેખર આ ખોટું આળ ચઢાવવામાં આવ્યું છે. આટલાં વરસ થયાં મેં કાંઈ દિવસ એ સતીને કોઈ પુરુષની સાથે હસતી અને બોલી કે બેસતી જોઈ નથી. મેં તેને શણગાર સજતી જોઈ નથી, ગાતી સાંભળી નથી. અને માથે મહારાણીએ જે આરોપ મૂક્યો છે... આપણને તો ખૂબ દુ:ખ થાય છે, પરંતુ સત્તા આગળ શાણપણ...' એમ કહી એ વયોવૃદ્ધ અને પીઢ ચોકીદારે વસ્ત્રથી પોતાની આંખો લૂછી..”
પછી હું સીધો જ સાતમે માળે પહોંચી ગયો.” ‘તને કોઈએ રોક્યો નહિ?' મહામંત્રીએ વચ્ચે જ પૂછયું.
ના, કારણ કે મહેલની પ્રત્યેક વ્યક્તિ ભારે શોકમાં ગરકાવ થઈ ગયેલી હોવાથી અને બીજી બાજુ અંજનાદેવી કાલે જવાનાં છે, એ વિચારથી કોઈનું મારા તરફ લક્ષ ખેંચાયું નહિ. હું ઉપર ગયો. ત્યાં તો ભારે કરુણ અને હૃદયદ્રાવક દૃશ્ય જોવા મળ્યું.'
દેવી અંજનાની આંખોમાંથી આંસુ સુકાતાં નથી. રડી રડીને તેમની આંખો સૂજી ગઈ છે. તેમની સખી વસંતતિલકા જ એકલી એમની પાસે બેસીને ભારે હયે આશ્વાસન આપે છે. તેના શબ્દો ઘણા જ મહત્ત્વના લાગ્યા : કારણ કે જે વ્યક્તિ શંકાસ્પદ લાગતી હોય, તેની ખાસ નિકટની વ્યક્તિ તે જ વ્યક્તિ પાસે ખાનગીમાં જે કહેતી હોય, બોલતી હોય, તેના ઉપર ઘણો મદાર બાંધી શકાય.”
જયનાદે ગુપ્ત તપાસની રીત બતાવી.
વસંતતિલકાના સ્વરમાં દર્દ હતું અને સાથે રોષ પણ હતો. એણે અંજનાને કહ્યું : “ખરેખર આ જગત ધિક્કારને પાત્ર છે. કેતુમતી એટલું પણ સમજી શકતી નથી કે તેં બાવીસ બાવીસ વર્ષ સુધી કેવું જીવન જીવ્યું છે. તારા સ્થાને જો એ હોત તો બતાવત કે કેવી રીતે ભરજોબનમાં પતિના વિરહમાં બાવીસ બાવીસ વર્ષ પસાર થાય છે. અને, ભલે આજે એણે તારા પર કલંક ઓઢાડ્યું, પરંતુ જ્યારે પવનંજય આવશે અને જાણશે કે “અંજનાને કલંકિત કરી કાઢી મૂકી છે ત્યારે એ શું કરશે એ ખબર તો ત્યારે જ પડશે. ખરેખર જો એ રાત્રે આવીને ગયા ત્યારે જો પિતાજીને, મહામંત્રીને કે માતાજી... કોઈને મળીને ગયા હોત તો આ પરિસ્થિતિ ન સર્જાત, પણ ખેર, અંતે સત્યનો જ વિજય થવાનો છે.
For Private And Personal Use Only