________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
જૈન રામાયણ ઠાવકા મોઢ જવાબ આપ્યો. શાંડિલ્યની દૈવી સહાયથી અલ્પકાળમાં જ પર્વત સગરરાજના સારા કે નગરને રોગમાંથી મુક્ત કર્યું. સગરરાજના આનંદની સીમા ન રહી. પર્વતનો એ અદનાં સેવક બની ગયો. પર્વતના દેવી પ્રભાવોમાં સગર અંજાઈ ગયો.
બિચારો સગરરાજ! એને ક્યાં સમજ છે, કે એનું જ કાસળ કાઢી નાંખવાની આ એક વ્યવસ્થિત જાળ બિછાવવામાં આવી છે. અજ્ઞાનતા એ કેટલો ભયંકર શત્રુ છે? અજ્ઞાનતા સગરરાજને પર્વતનો ભયંકર ભેદ પરખવા દેતી નથી, અજ્ઞાનતા મહાકાલ અસુરની મેલી રમતનો તાગ પામવા દેતી નથી. અજ્ઞાનતાએ સગરરાજને મોતના મુખમાં ધકેલી દીધો.
માટે જ પરમપિતા જિનેશ્વરદેવોએ કેવળજ્ઞાન માટેનો પુરુષાર્થ કરવા, અજ્ઞાનતાને નિર્મૂળ કરી દેવા ઉપદેશ કર્યો છે. અજ્ઞાનતામાં મનુષ્ય મિત્રને મિત્રરૂપે ઓળખી શકતો નથી, અને શત્રુરૂપે ઓળખી શકતો નથી. એટલું જ નહિ, પરંતુ મિત્રને શત્રુ સમજે છે... શત્રુને મિત્ર માને છે! અરે, અજ્ઞાનતામાં મનુષ્ય પોતાની જાતને.. પોતાના જ સ્વરૂપને ઓળખી શકતો નથી. આનાથી વધીને બીજી કઈ કરણતા હોઈ શકે? મનુષ્ય જ્યાં સુધી પોતાના યથાર્થ સ્વરૂપને ન સમજી શક્યો હોય ત્યાં સુધી એ અજ્ઞાનતામાં અટવાયેલો છે. એ સત્ય સ્વીકાર્યું જ છૂટકો.
સગરરાજે પર્વતનાં પડખાં સેવવાં શરૂ કર્યા.
યજ્ઞકર્મના બહાના નીચે પર્વત સગરને સુરાપાન કરતો કર્યો, વેશ્યાગામી બનાવ્યા તેમજ માંસાહારી બનાવ્યો. સગરરાજના ચિત્તમાં ઠસાવ્યું કે : “યજ્ઞમાં દારૂ પીવો એ પાપ નથી! યજ્ઞના નિમિત્તે પરસ્ત્રીને ભોગવવી તે પાપ નથી! યજ્ઞના પ્રસાદરૂપે માંસાહાર કરવો તે પાપ નથી! એટલું જ નહિ, પરંતુ જ્યાં સગરરાજ પાકો સુરાપાની, માંસાહારી અને પરસ્ત્રીગામી બન્યાં એટલે મહાકાલની સૂચનાનુસાર પર્વત સગરરાજને માતૃયજ્ઞ, પિતૃયજ્ઞ વગેરે યજ્ઞોનો મહિમા સમજાવવા માંડ્યા. તેણે સમજાવ્યું :
“માતાને સ્વર્ગ મોકલવી હોય તો યજ્ઞમાં માતાને હોમવી જોઈએ, પિતાને સ્વર્ગમાં મોકલવા પિતાને યજ્ઞના અગ્નિમાં હોમી દેવા જોઈએ.' સાથે સાથે મહાકાલ (શાંડિલ્ય) પોતાની આસુરી શક્તિથી એવી માયા રચી : તેણે આકાશમાં વિમાનો બતાવ્યાં, વિમાનોમાં દેવ બતાવ્યા, તેણે દેવોના મોઢે એવી વાણી બોલાવી, “અમે આ પવિત્ર યજ્ઞથી સ્વર્ગમાં આવ્યા છીએ!”
For Private And Personal Use Only