________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેરની વસૂલાત
૧૧૯ ખલાસ! પછી તો પૂછવું જ શું? લોકોએ આંખો મીંચીને હિંસક યજ્ઞો કરાવવા માંડ્યા. “યથા રાજા તથા પ્રજા.' સગરરાજે વારે ને તહવારે ઠેર ઠેર યજ્ઞો કરાવવા માંડ્યા, ત્યાં પ્રજા. શું બાકી રાખે? હજાર, લાખો અને કરોડા પશુઓનાં યજ્ઞની વેદિકા પર બલિદાન અપાવા લાગ્યાં. નારદજીએ રાવણને કહ્યું –
હે દશમુખ! મેં જ્યારે જાણ્યું કે પર્વતે મહાકાલના સહારે માઝા મૂકીને હિંસક યજ્ઞ આરંભ્યા છે ત્યારે મારા હૈયામાં અપાર દુઃખ થયું. નિર્દોષ પશુઓન મૃત્યુના મુખમાંથી ઉગારી લેવા મેં “દિવાકર' નામના મારા એક વિદ્યાધર મિત્રને વાત કરી. તેણે પણ મારી વાત સ્વીકારી અને તેણે જ્યાં યજ્ઞ માટે પશુઓ ભેગાં કર્યાં હતાં ત્યાં જઈ પશુઓનું અપહરણ કરવા માંડ્યું. શરૂઆતમાં તો અમારી આ યોજના ખૂબ કારગત નીવડી. પરંતુ ઠેર ઠેર જ્યારે પશઓનું અપહરણ થવા માંડ્યું ત્યારે પેલો સુરાધમ મહાકાલ ચોંક્યો! તેણે પોતાના વિસંગજ્ઞાનનો ઉપયોગ કર્યો. તેણે અમારી યોજના જોઈ. દિવાકર વિદ્યાધરને પશુઓનું અપહરણ કરતા જોયો. વિદ્યાધરની વિદ્યાનો પ્રતિકાર કરવાનો મહાકાલે એક પ્રબળ ઉપાય શોધી કાઢ્યો. તેણે પરમાત્મા છેષભદેવની પ્રતિમાની સ્થાપના કરવા માંડી, વિદ્યાધર પોતાની વિદ્યાનો ઉપયોગ ન કરી શક્યો. તેમની વિદ્યા પાછી પડવા લાગી. હું નિરપાય થઈ ગયો... હાથ ખંખેરીન અન્ય સ્થળે ચાલ્યો ગયો.
સગરરાજની પાસે અનેક પ્રકારના યજ્ઞો કરાવતાં કરાવતાં, હવે સુરાધમ મહાકાલે એનો ઘાટ ઘડી નાંખવાની તૈયારી કરી.
સગરના રાજમહેલે પિતૃમંધ અને માતુમેધ યજ્ઞ થવા માંડયા. સગરના પુત્રોને પર્વત સમજાવી દીધું : “હવે તમારું કર્તવ્ય માતાપિતાને સ્વર્ગમાં મોકલવાનું છે. આ પરમ યજ્ઞકાર્ય તમારે વિના વિલંબે કરવું જોઈએ. સગરના પુત્રો પણ પર્વતના પ્રભાવથી પ્રભાવિત થયેલા હતા. માતાપિતાને યજ્ઞમાં હોમી દેવાનું નક્કી થયું.
યજ્ઞના મંત્રોચ્ચારો થવા લાગ્યા. નિર્દોષ પશુઓનાં રવાદિષ્ટ માંસની મહેફિલ જામી. નશાદાર સુરાની પ્યાલીઓ ઊડવા લાગી, ભેદી પડદાની પાછળ સગરના અંતઃપુર સાથે, નશામાં ચકચૂર બની દંભી ધાર્મિકોએ પાપલીલાઓ આચરવા માંડી. આજે પર્વતે સગરરાજ અને સુલસાને ખૂબ ખૂબ માંસ ખવડાવ્યું. ખૂબ ખૂબ સુરાપાન કરાવ્યું. પર્વત ઊંચા સ્વરે પિતૃમધનો મંત્રાક્ષર ઉચ્ચાર્યો.
For Private And Personal Use Only