________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ૨૬. સતીની શોધમાં
પવનંજયે પોતાની સ્વપ્નસૃષ્ટિના સ્વર્ગને વેરાન બનતું જોયું. પ્રેમની એ કરણકથાની સ્મૃતિ કરતાં એની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. તે અંજનાને ખંડેર જેવા મહેલમાં ફર્યો, તેના દિલમાં તોફાન ઊડ્યું અને આંસુ સરી પડયાં. સ્મૃતિઓનું વાવાઝોડું આવ્યું અને મગજ બેહોશ બની ગયું.
હૃદયની વેદનાને એ ભૂલી શકતો ન હતો, એમનું એ અસ્થાયી મિલન, ગણ્યાગાંઠ્યા કલાકોની એ સુખદ પળો અને એમનો એ ચિરવિયોગ! પરસ્પરને ઝંખતા ને ઝૂરતા એ આત્માઓ પોતાની છાતી પર પથ્થર મૂકીને, શાંત બનવાની મિથ્યા ચેષ્ટા કરી રહ્યા હતા.
માનવીનું જીવન સુખદુઃખના સંમિશ્રણથી કેવું કઢંગું બનેલું છે! ઉલ્લાસ અને નિશ્વાસ, ઐશ્વર્ય અને દારિદ્રય, ઉન્નતિ અને અવનતિ, સુખદુઃખના આ સંમિશ્રણથી મનુષ્ય કાબરચીતરા રંગોથી પોતાના મુખને રંગનારા બહુરૂપીથી ય અધિક કદરૂપો ભાસે છે. કેટકેટલીક આશાઓ અને ઉમંગો સાથે પવનંજય પાછા આવ્યો. એની એ અખૂટ આશાઓ અને ઊભરાતા ઉમંગો પર પાણી ફરી વળ્યું.
તે લથડતા પગે અંજનાના મહેલમાંથી બહાર આવ્યો અને સીધા જ કેતુમતીના આવાસે પહોંચ્યો. થોડાક કલાક પહેલાં જ આવી ગયેલા પવનંજયને પાછો આવેલો જોઈ કેતુમતીએ પૂછ્યું :
કેમ બેટા, ફરી આવવાનું થયું?”
મા, તું મારી સાથે મહાન અન્યાય કરી મારા જીવનમાં આગ ચાંપી દીધી,” વેદના અને રોપથી પવનંજય ધ્રુજી રહ્યો હતો. ‘પણ શું થયું એ તો કહે..”
શું કહ્યું? તે કહેવા જેવું શું બાકી રાખ્યું છે? નિર્દોષ અને નિષ્પાપ અંજનાને તે કલંકિત કરી. એ મહાસતીને તે દુ:ખના દાવાનળમાં હોમી દીધી.'
પણ... તારી ગેરહાજરીમાં એ...”
ખોટું, તદ્દન ખોટું, એ મારાથી જ ગર્ભવતી બની હતી. શું એણે ખુલાસો નહોતો કર્યો? શું એણે મુદ્રિકા નહોતી બતાવી?”
એણે મુદ્રિકા બતાવી હતી, પણ મને વિશ્વાસ...' બાવીસ... બાવીસ વર્ષ સુધી તે એનું જીવન નહોતું જોયું? મારી આગળ તેં
For Private And Personal Use Only