________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાનું પતન અને ઉત્થાન પીડાથી વાનર આકુળવ્યાકુળ બની ગયો. દોડ્યો પણ કેટલું દોડી શકે? થોડેક દૂર ગયો ને ધરતી પર ઢળી પડ્યો.
બાજુમાં જ એક મહામુનિ ધ્યાન-અવસ્થામાં ઊભા હતા. ચન્દ્ર જેવું સૌમ્ય એમનું મુખ! કમળ જેવાં નિર્મળ એમનાં લોચન વાનરની વેદનાભરી આંખો મુનિ તરફ મંડાણી, મુનિનું અંતઃકરણ અનુકંપન અનુભવવા માંડ્યું.
મુનિ તો વાનરના ઘાયલ દેહની પાસે બેસી ગયા. એના કાન પાસે પોતાનું મુખ લઈ જઈ, વાનરને પરમમંગલ મહામંત્ર નમસ્કાર સંભળાવ્યો. મહામંત્રી નવકાર એટલે પરભવનું અખૂટ ભાથું!
મુનિ તો દયાના સાગર. પરલોકની યાત્રાએ જતા જીવાત્મા પાસે તેમણે ભાથું ન જોયું. તરત જ સર્વોત્તમ ભાથાનો ડબ્બો છેડે બાંધી દીધો!
વાનરનું મૃત્યુ થયું. વાનરનું કલેવર પલટાયું.
મહામંત્રના પુણ્યપ્રભાવે વાનરનો જીવાત્મા દેવ બન્યો! અવધિજ્ઞાનથી દેવે પોતાનો પૂર્વભવ જોયો.
હજુ પોતાનો વાનરદેહ લોહિયાળ હાલતમાં પડ્યો છે. બાજુમાં મહામુનિ ઊભા છે. મુનિવરના મહાન ઉપકારથી તેનું હૈયું ગદ્ગદ્ બની ગયું. તરત જ તે મુનિ પાસે આવ્યો અને ભાવસહિત મુનિવરને વંદના કરી.
આમેય મુનિરાજ વંદનીય જ હોય, તેમાં ઉપકારી મુનિરાજ તો વિશેષ રીતે વંદનીય હોય. વંદના કરીને દેવ જ્યાં ઉદ્યાન તરફ દૃષ્ટિપાત કરે છે, ત્યાં તેનો રોષ ભભૂકી ઊઠ્યો. તડિકેશ રાજાના સુભટો એક પછી એક વાનરોને વીંધી રહ્યા હતા.
દેવે ત્યાં ને ત્યાં જ એક વિકરાળ વાનરનું રૂપ ધારણ કર્યું. સાથે બીજા સેંકડો વાનરોની ઇંદ્રજાળ ઊભી કરી દીધી અને રાક્ષસેશ્વરના સુભટ્ટ પર આખાં ને આખાં વૃક્ષો ઉખાડીને ફેંકવા માંડ્યાં, મોટી મોટી પથ્થરશિલાઓ નાખવા માંડી, રાક્ષસવીર ત્રાસી ઊઠ્યા અને ચારે દિશામાં ભાગવા માંડ્યા.
તડિકેશે વિચાર્યું કે “જરૂર આ દેવી ઉપદ્રવ છે.” તરત જ શરીર પરથી શસ્ત્રો ત્યજી દઈ પેલા વિકરાળ વાનરની સમક્ષ આવી તડિલેશે નમન-પૂજન કર્યું અને અંજલિ જોડી પૂછ્યું :
For Private And Personal Use Only