________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
જૈન રામાયણ અરણ્યનાં પશુઓ ઊભાં રહી ગયાં. આકાશનાં પંખીઓ થંભી ગયાં. અંજના || કરુણ આક્રંદથી એ પશુપંખીઓ પણ કકળી ઊઠ્યાં. વસંતતિલકા પણ રડી રહી હતી. આજે અંજનાને આશ્વાસન આપવા માટે તેની પાસે શબ્દ ન હતા, હૃદય ન હતું.
વળી ઊભા થઈને ચાલવા માંડ્યું. ઉઘાડા પગમાં અણીદાર કંટકો ખૂંપવા લાગ્યા. કોમળ ચરણતલમાંથી લોહીની ધારાઓ છૂટવા લાગી.
મધ્યાન્ન થયો. સૂર્ય વાદળમાંથી બહાર આવ્યા. બંને સખીઓ એક મોટા નગરના સીમાડે જઈ ચડી. એક ઘટાદાર વૃક્ષની છાયામાં જઈને બંનેએ વિશ્રામ કર્યો.
આપણે આ નગરમાં કોઈ ધર્મશાળામાં રોકાઈએ તો?' વસંતતિલકાએ કહ્યું. કારણ કે હજુ બંનેએ કંઈ ખાધું-પીધું ન હતું. ધર્મશાળામાં રોકાય તો કંઈક વ્યવસ્થા થઈ શકે. અંજનાએ સંમતિ આપી. એટલે બંને નગર તરફ વળ્યાં. નગરના દરવાજે જ બે ચોકીદારો ઊભા હતા. બંને સખીઓ જ્યાં દરવાજામાં પ્રવેશવા જાય છે, ત્યાં જ ચોકીદારે બન્નેને રોકી.
તમારે આ નગરમાં જવાનું નથી.' કેમ?' વસંતતિલકા જરા ઉગ્ર બની ગઈ.
રાજા મહેન્દ્રની આજ્ઞા છે કે તમને એમના રાજ્યના કોઈ ગામ કે નગરમાં પ્રવેશ ન આપવો.'
અંજનાને કાઢી મૂકીને, રાજા મહેન્દ્ર સેનાપતિને બોલાવી આજ્ઞા કરી હતી, કે પોતાના રાજ્યના કોઈ પણ નગર કે ગામડામાં અંજનાને પેસવા ન દેવી. તે મુજબ સેનાપતિએ ઠેર ઠેર પોતાના માણસોને ગોઠવી દીધા હતા.
અંજનાને કંઈ કહેવાનું હતું જ નહિ, તરત જ તે પાછી વળી ગઈ. પુનઃ જંગલમાર્ગે પ્રયાણ શરૂ થઈ ગયું. ભટકતાં ભટકતાં બંને એક મોટી અટવીમાં આવી પહોંચ્યાં. એક મોટા વૃક્ષની નીચે વિશ્રામ કર્યો
કેવી હું હીનભાગી, કે ગુરુજનોએ વિચાર્યા વગર પહેલાં દંડ કર્યો અને અપરાધનો નિર્ણય પછી કરશે? અરે કેતુમતી, તેં પણ સારું જ કર્યું, મને બદનામ કરીને તેં તારા કુળની રક્ષા કરી! પિતાજી, તમે પણ ઠીક જ તમારા સંબંધીઓનાં મન જાળવ્યાં! વળી મેં અભાગણે વિચાર્યું કે દુઃખી સ્ત્રીઓને માતા જ આશ્વાસનનું સ્થાન હોય છે. પરંતુ મા, તેં તારો પતિવ્રતા ધર્મ સારો બજાવ્યો. તારે તો પિતાજીના પગલે જ ચાલવું જોઈએ ને? પ્રસન્ન કીર્તિ, તું પણ
For Private And Personal Use Only