________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
જૈન રામાયણ ઉપલકિયા દૃષ્ટિથી આ વાત નહિ સમજાય. સ્થૂલ બુદ્ધિથી આ મર્મ નહીં પમાય, વૈશ્રવણે પરાજિત અવસ્થામાં સંયમ સ્વીકાર્યો. તે પણ સુયોગ્ય જ કર્યું હતું. આજે વાલી વિજયી અવસ્થામાં સંયમ સ્વીકારે છે, તે પણ તેટલું જ સુમેળવાળું છે. બંને યુદ્ધભૂમિ પર સંયમી બન્યા! બંને રાવણની સામે સંયમી બન્યા! વાલીની આંતરિક ભૂમિકાની ભવ્યતા સાથે એના અણધાર્યા નિર્ણયને સંબંધ છે. બાલ્યકાળથી તે જિનદેવની નિકટમાં આવેલો છે, કહો કે જન્મજન્માંતરથી તેનો વીતરાગીની સાથે પરિચય છે. તે પરિચયે તેને વીતરાગતાની દૃષ્ટિ આપેલી છે.
વિરાગીને વિજયી અવસ્થા પણ વૈરાગ્યની વૃદ્ધિ માટે જ બને! કારણ કે વૈરાગ્યની વેધક દ્રષ્ટિમાં સાંસારિક ભૂમિકા પરના વિજયોમાં પણ પરાજય જ દેખાય છે. એના મને આવા વિજય મૂલ્યહીન સમજાય છે. સાંસારિક વિજય કદીય રામ વિજય બની શકતો નથી. સાંસારિક વિજય પછી પરાજય આવે જ છે! સંસારની ભૂમિકા પર બધું ચંચળ છે!
પરાજય પણ ચંચળ છે. વિજય પણ ચંચળ!
વાલીની દૃષ્ટિમાં રાવણ પરનો આ વિજય પણ ચંચળ દેખાય છે! એટલું જ નહિ, પરંતુ આવા મેળવેલા વિજયો પાછળ એ અનેક પ્રકારની ચિંતાઓ, વ્યથાઓ અને વ્યગ્રતાઓની કલ્પના કરે છે, કલ્પનાના વિસ્તારમાં તેને સમગ્ર સંસાર, વિજયી સંસાર કે પરાજિત સંસાર અસાર ભાસે છે, ત્યાજ્ય ભાસે છે. તેની ચિનગારીવરૂપે રહેલી વૈરાગ્યભાવના એક વિરાટ દાવાનળરૂપે પ્રગટ થઈ અને એ દાવાનળમાં સમગ્ર સાંસારિક વાસનાઓ બળીને ભસ્મીભૂત થઈ ગઈ.
વાલીના રાવણ પરના વિજય કરતાં પણ વિજયીઅવસ્થામાં સંસારના એણે કરેલો સર્વત્યાગ, મનુષ્યજાતને એક માર્મિક બોધ આપી રહ્યો છે.
આજે વિજય મધ્યજાતને રાગ ભણી ખેંચી જાય છે, ત્યારે ‘વિજય વૈરાગ્ય ભણી પણ લઈ જઈ શકે છે.' આ દિવ્ય દૃષ્ટિ, વાલીનો આ જીવનપ્રસંગ આપી જાય છે. વિજય જ્યારે રાગ તરફ ખેંચી જાય ત્યારે સમજવું કે આપણે પુન: પરાજય તરફ ઢસડાઈ રહ્યા છીએ. વિજય વૈરાગ્ય તરફ ખેંચી જાય ત્યારે સમજવું કે હવે આપણો પરાજય સર્વદા અસ્ત પામી ગયો! આપણે સદા વિજયી જ બન્યા રહેવાના.
For Private And Personal Use Only