________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ મંધવાહન રાયના, પુત્રના, પરિવારનો, સર્વસ્વનો ત્યાગ કયો. અજિતનાથ ભગવાનની પાસે જઈ રાજા “મહારાજ' બની ગયાં. મેઘવાહન મુનિવરે આકરાં તપ અને જબરાં ધ્યાન ધરવા માંડ્યાં! ભગવાનની આજ્ઞાને રજેરજ પાળવાની તેમણે ખૂબ તકેદારી રાખી.
મેઘવાહન મુનિવર કમાના લય કરી નાંખ્યો. અનંત કાળથી ચાલ્યું આવતું ભવભ્રમણ થંભાવી દીધું. મેઘવાહનનો આત્મા સિદ્ધ બની ગયો.
હવે નહિ જન્મ, નહિ મૃત્યુ. અનંત આનંદ અને અનંત જ્ઞાનમાં અનંતકાળ ઝીલવાનું. મહારક્ષે લાંબા કાળ સુધી લંકા પર રાજ્ય કર્યું.
એક દિવસ એનો પણ અંતરાત્મા જાગ્યો. તે સંસારની માયા ત્યજી દેવા કટિબદ્ધ બન્યો. તેણે રાજ્ય પર શાસ કરવા પોતાના પુત્ર દેવરાને બેસાડ્યાં .
સાધુ બની, સાધના કરી મહારક્ષે પણ આત્મસિદ્ધિ કરી.
પછી તો લંકાની ગાદી પર જે જે રાજા બેસે છે, તે તે પોતાના પુત્રને રાજ્ય સોપી, પોતે સાધુ બની સિદ્ધ બનતા જાય છે.
આવું અસંખ્યકાળ સુધી ચાલ્યું.
અજિતનાથ પછી સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભુસ્વામી, સુપાર્શનાથ, ચંદ્રપ્રભસ્વામી, સુવિધિનાથ અને શીતલનાથ, એમ આઠ તીર્થંકરદેવો થઈ ગયા,
અગિયારમાં શ્રેયાંસનાથ સ્વામી તીર્થપતિનો કાળ આવી લાગ્યો.
વૈતાઢચ પર્વતના શિખરો, ખીણો, એટલે વિદ્યાધરોની દુનિયા!
ત્યાં મેઘપુર નામનું એક નગર અને અતીન્દ્ર નામનો રાજા. ત્યાં રાજ્ય કરતો હતો. અતીન્દ્ર વિદ્યાધરોનો રાજા હતો. તેની કીર્તિ વૈતાઢચને શિખરે શિખરે અને કોતર કોતરે ગવાયેલી.
શ્રીમતી એની રાણી, તે શીલવંતી અને ગુણવંતી હતી. તે રાણીએ એક પુત્રને અને એક પુત્રીને જન્મ આપ્યો,
પુત્રનું નામ શ્રીકંઠ હતું. પુત્રીનું નામ દેવી હતું.
For Private And Personal Use Only