Book Title: Jain Dharm
Author(s): Vidyavijay
Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba
Catalog link: https://jainqq.org/explore/004937/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ۲۵۵۵۵۵ લેખક : Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધમ સૂરિ જૈન ગ્રંથમાળા પુ. ૫૧ નું પુનર્મુદ્રણ જૈનધર્મ : લેખક : મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી .. પ્રકાશક : શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રંથમાળા સામા Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રંથમાળાની વતી શ્રી જગજીવનદાસ કસ્તુરચંદ શાહ સાઠંબા (સાબરકાંઠા) વાયા-ધનસુરા વીર સં૨૫૧૦ ધર્મ સં. ૬૧ વિ. સં. ૨૦૪૦ ઈ. સ. ૧૯૮૩ હિન્દી, પ્રથમવૃત્તિ ૧૦૦૦ દ્વિતીયાવૃત્તિ ૨૦૦૦ સિંધી, પ્રથમવૃત્તિ ૧૦૦૦ ગુજરાતી, પ્રથમવૃત્તિ ૨૦૦૦ દ્વિતીયાવૃત્તિ ૧૦૦૦ તૃતીયાવૃત્તિ ૧૦૦૦ કિમત: ૩ રૂાપયા મુક : શ્રી જશવંતલાલ ગિરધરલાલ શાહ શ્રી પાર્શ્વ પ્રિન્ટરી, તંબોળીને ખાંચે, અમદાવાદ–૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ જન્મકથા સિંધમાં ગયા પછી, જેમ જેમ સિધી ભાઈઓ, બહેનેાના પરિચય થતા ગયા, તેમ તેમ મને માલૂમ પડયું કે પ આ લેકેમાં માંસ અને દારૂના પ્રચાર ઘણા છે, છતાં સિંધની આ હિંદુ જાતિમાં શ્રદ્ધા, ભક્તિ અને સરલતાના ગુણુ પ્રશ'સનીય છે. એ ઉપરાન્ત જિજ્ઞાસાવૃત્તિ પણ છે. આવી પ્રા આગળ શુદ્ધ અને નિષ્પક્ષ એવાં સાચાં તત્ત્વ રજૂ કરવામાં આવે, તે આ પ્રજા એના આદર કરે અને ધીરે ધીરે આ અતિમાં જે કુરિવાજો છે, તેને દૂર કરે. આ વાતને ધ્યાનમાં રાખી વ્યાખ્યાના દ્વારા ઉપદેશ પ્રચાર કરવાની સાથે સિધી ભાષામાં થોડાં નાનાં નાનાં પુસ્તકા બહાર પાડવાની યોજના કરી. સિધીમાં અનુવાદ કરી આપવાનું કામ, હૈદરાબાદવાળાં અહેન પાવતી સી. એડવાની ખી, એ. એ લીધું. પરિણામે ‘સચ્ચા સાધુ ’, ‘સચ્ચા રાહભર્', ' અહિંસા' અને ‘ ફુલન મૂક” આ ચાર પુસ્તકા સિ ́ધીમાં પ્રગટ કરવામાં આવ્યાં. તે પછી જૈનધર્મના મુખ્ય મુખ્ય સિદ્ધાન્તાથી લેાકાને જાણીતા કરવા માટે : Page #5 -------------------------------------------------------------------------- ________________ એક પુસ્તકની આવશ્યક્તા મને માલૂમ પડી. આ આવશ્યક્તાની પૂર્તિને માટે “જૈનધર્મ? એ નામનું એક પુસ્તક હિંદીમાં લખ્યું. આ છે આ પુસ્તકની જન્મકથા, આ પુસ્તકની હિંદી ભાષાની પહેલી આવૃત્તિ બહુ જ જલદી ખતમ થઈ જતાં, તેની બીજી આવૃત્તિ રૂપે ૨૦૦૦ નકલે છપાઈ અને સિંધીમાં ૧૦૦૦ નકલે છપાઈ, જેનું નામ “ નઈ તિ” રાખવામાં આવ્યું હતું. ગુજરાતી જનતાને લાભ માટે તેને ગુજરાતી અનુવાદ પણ બહાર પડ્યો. અંગ્રેજી અનુવાદ પણ થઈ રહ્યો છે.' ભારતીય ધર્મોમાં “જૈનધર્મનું સ્થાન ઘણું ઊંચું છે. એની પ્રાચીનતા અને પવિત્રતામાં કોઈ પણ વિદ્વાનને શંકા નથી રહી. જ્યાં સુધી જૈનધર્મનું મૂળ સાહિત્ય સંસારની સામે નહોતું આવ્યું, ત્યાં સુધી લોકે જૈનધર્મ માટે કંઈ ને કંઈ કહેતા હતા. કોઈ એને બ્રાહ્મણધર્મની અન્તર્ગત બતાવતું, તો કઈ છે નાસ્તિક દર્શનેમાંનું એક દર્શન દર્શાવતું, કેઈ ‘બૌદ્ધ” અને “જૈન”ને એક સમજતું, તે કે ભગવાન મહાવીરને ચલાવેલ ધર્મ બતાવતું અને કોઈ પાર્શ્વનાથથી એની ઉત્પત્તિ બતાવતું. આમ અનેક કલ્પના લેકે કર્યા કરતા. પરંતુ જ્યારથી જૈનધર્મનું અદ્ભુત સાહિત્ય જગતની સામે ઉપસ્થિત થયું અને ઐતિહાસિક જોધખોળ કરનારાઓને આની અતિ પ્રાચીનતાનાં પ્રમાણે મળ્યાં, ત્યારથી સૌને એ સ્વીકારવું પડ્યું કે ખરેખરી Page #6 -------------------------------------------------------------------------- ________________ રીતે જૈનધમ અતિ પ્રાચીન, પવિત્ર, સ્વતંત્ર અને આસ્તિક ધર્મ છે. જેને એ માનેલા ચોવીસ તીર્થકરોમાંથી કેટલાયે તીર્થકરેનાં નામો વેદમાં પણ આવે છે, એથી સ્પષ્ટ છે કે જૈનધર્મ વેદકાળથી પણ પ્રાચીન છે. મહાભારતમાં ત્રકષભાવતારનું વર્ણન જ્યારે જોવાયું, ત્યારે તેને સ્વીકારવું પડયું કે જેનોના ૨૪ તીર્થકર પૈકી પહેલા તીર્થકર ષભદેવ હતા, જેમને લાખો-કરોડ વર્ષ થઈ ચૂક્યાં છે. આજ સુધીમાં જેટલા પ્રાચીન શીલાલેખો તથા અન્યાન્ય સામગ્રીઓ મળી છે, તે ઉપરથી પણ વિદ્વાનોને એ માન્ય રાખવું પડ્યું છે કે જૈનધર્મ અતિ પ્રાચીન ધર્મ છે. જૈનધર્મના મૂળ સિદ્ધાન્ત પ્રકાશમાં આવવાથી જ્યારે જગતને એ જાણ્યું કે બૌદ્ધોના સિદ્ધાન્તમાં અને જૈનધર્મના સિદ્ધાન્તમાં ઘણું અત્તર છેત્યારે એ માનવું પડયું કે જૈનધર્મ અને બૌદ્ધધર્મ ન એક છે અને ન જૈનધર્મ બૌદ્ધધર્મની શાખા છે. આવી રીતે જૈન ધર્મના સિદ્ધાન્તોમાં ઈશ્વર, પુષ્ય, પાપ, સ્વર્ગ, નરક, પુનર્જન્મ આદિની માન્યતાઓ જેવાથી માલૂમ પડયું કે જૈનધર્મ નાસ્તિક દશન નથી. અન્તમાં જૈનધર્મની પ્રાચીનતા અને પવિત્રતાના સંબંધમાં પાશ્ચાત્ય વિદ્વાને પણ વિચારે બદલવા પડ્યા છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ r જર્મનીના જગવિખ્યાત ડા. હુ`ન જેકામીએ લખ્યું છેઃ— my "In conclusion let me assert conviction that Jainism is an original system, quite distinct and independent from all others, and others, and that, therefore it is of great importance for the study of Philosofical thought and religious life in ancient India." (Read in the congress of the History of Religions.) અર્થાત્ અન્તમાં મને મારા નિશ્ચય જાહેર કરવા ઘો કે, જૈનધમ એ મૂળ ધ છે, બધા દનાથી સર્વથા ભિન્ન છે, અને સ્વત ંત્ર છે, પ્રાચીન ભારતવનાં તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસને માટે તે ઘણા મહત્વના છે. ’ 1 લાકમાન્ય સ્વ. તિલક મહાશયે સન ૧૯૦૪ના ડિસેમ્બરના ફેશરી” પત્રમાં લખ્યું છે કેઃ— r ગ્રંથા તથા સામાજિક વ્યાખ્યાન દ્વારા માલૂમ પડે છે કે જૈનમ અનાદિ છે. એ વાત નિર્વિવાદ તથા મતભેદતિ છે. આ વિષયમાં ઇતિહાસનાં પ્રબળ પ્રમાણે છે. અને નિદાન ઈ. સ.થી પર૬ વર્ષ પહેલાંના જૈનધર્મ સિદ્ધ જ છે. મહાવીરસ્વામી જૈનધમ ને પુનઃ પ્રકાશમાં લાવ્યા, Page #8 -------------------------------------------------------------------------- ________________ આ વાતને આજ ૨૪૦૦ વર્ષ વ્યતીત થઈ ચૂક્યાં છે. બૌદ્ધધર્મની સ્થાપનાની પહેલાં, જૈનધર્મ ફેલાઈ રહ્યો હતે, એ વાત બિલકુલ વિશ્વાસ કરવા ગ્ય છે. ચોવીસ તીર્થકરોમાં મહાવીર સ્વામી અન્તિમ તીર્થકર હતા. એથી પણ જૈનધર્મની પ્રાચીનતા માલૂમ પડે છે. બૌદ્ધધર્મ પાછળથી ઉત્પન્ન થયે, એ વાત નક્કી છે, આવી રીતે ઈટાલિયન વિદ્વાન છે. ટેસીદેરીએ એક સ્થળે કહ્યું છે કે – જૈનધર્મ ઊંચી પંક્તિને છે. એનાં મુખ્ય તો વિજ્ઞાનશાસ્ત્રના આધાર ઉપર રચાયેલાં છે, એવું મારું અનુમાન જ નહિ, પૂર્ણ અનુભવ છે. જેમ જેમ પદાર્થવિજ્ઞાન આગળ વધતું જાય છે, તેમ તેમ જૈનધર્મના સિદ્ધાન્ત સિદ્ધ કરે છે.” કહેવાનું તાત્પર્ય કે જેનધર્મ પ્રાચીન, પવિત્ર અને આસ્તિક છે, એમાં હવે વિદ્વાનમાં બે મત નથી રહ્યા. તે છતાં પણ, જૈનધર્મના સિદ્ધાન્તાથી ઘણા ઓછા લકો પરિચિત છે, ત્યાં સુધી કે ખુદ જૈનધર્મને માનવાવાળા જેમાં પણ, એના મૂળ તત્વોનું જ્ઞાન બહુ જ ઓછું છે. એનું એ જ કારણ છે કે સર્વસાધારણને ઉપયોગી થઈ શકે એવા પ્રકારનું સાહિત્યસજન બિલકુલ નહિ જેવું જ થયું છે. બાળકો અને યુવકોને પણ જૈનધર્મનું મૂળ જ્ઞાન થાય, એવા પ્રકારનાં પુસ્તકોનો અભાવ છે અને Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ખીજી તરફથી અજૈન વિદ્વાના અને સર્વસાધારણ લોકા પણ વગર મહેનતે જૈન સિદ્ધાન્તા સમજી શકે, એવાં જુદી જુદી ભાષાઓમાં લખેલાં પુસ્તકાના અભાવ છે. કહેવાની જરૂર નથી કે ઉપરના ઉદ્દેશા ધ્યાનમાં રાખીને આ પુસ્તક લખવામાં આવ્યું છે. આના પ્રારંભમાં સામાન્ય વિષયેા લીધા છે અને ધીરે ધીરે અન્તમાં સ્યાદ્વાદ, નય, સપ્તભંગી અને ગુણસ્થાન જેવા કંઈક કહેણુ વિષયેા લીધા છે. જૈન સિદ્ધાન્તાનેા ખાના એટલા બધા વિશાળ છે કે, તેના ઉપર ઘણું જ લખી શકાય તેમ છે. પરન્તુ જૈના અને અર્જુન, કે જે જૈનધમ થી સાવ અજ્ઞાત હાય તેવાઓને, તેમ જ જૈનસમાજની ધાર્મિક અને સામાજિક શાળાઓમાં ભણતા વિદ્યાથી ઓ અને વિદ્યાર્થિનીઆને જૈનધર્મનુ' આવશ્યક જ્ઞાન આપવાના ઇરાદાથી આ પુસ્તક લખાયેલુ હાઈ, પ્રારંભમાં સામાન્ય વિષય લઈ, પાછળના વિભાગમાં તાત્ત્વિક વિષયા લેવામાં આવ્યા છે, અને તે બની શકે તેટલા અંશે સરળતાપૂર્વક આલેખવાના પ્રયત્ન કર્યાં છે. ગુજરાતીની આ બીજી આવૃત્તિમાં યથાશકય ફેરફાર અને કેટલાક વિષયાના ઉમેરે પણ કરવામાં આવ્યા છે. જણાવતાં હુ થાય છે કે, જે ઉદ્દેશથી આ પુસ્તક લખવામાં આવ્યું હતું, તે ઉદ્દેશમાં ઘણુંખરે અંશે સફ ળતા મળી છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આ પુસ્તકની હિંદી, ઉર્દૂ અને સિંધી ભાષાની આવૃત્તિઓના જૈનેતામાં ખૂબ પ્રચાર થયા છે. તે ઉપરાન્ત પંજાબ, ગુજરાત, દક્ષિણ, મુ`બઈ અને મારવાડની જૈનસ'સ્થાઓ અને શાળાઓમાં આ પુસ્તક પાઠયપુસ્તક તરીકે દાખલ થયુ છે, એટલે આ પુસ્તકના લાભ હુન્નરી વિદ્યાથાઓ અને વિદ્યાર્થીનીઓ લઈ રહ્યાં છે, એ આત્મસ તાષના વિષય છે. આ બધુ... ગુરુદેવની કૃપાનું ફળ છે. શિવપુરી ( ગ્વાલિયર ) કાર્તિક સુ. ૧, ૨૪૭૫ ધર્મસ. ૨૭ —વિદ્યાવિજય Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી આવૃત્તિ પ્રસગે < મ પરમ પૂજ્ય ગુરુદેવ સ્વ॰ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના વરદ હસ્તે લખાયેલ અને શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા ’ના ૫૧ મા ગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયેલ “ જૈનધર્મ ' પુસ્તિકાની ત્રીજીઆવૃત્તિ પ્રસ`ગે, સરસ્વતીપુત્ર, શ્રીયુત્ રતિલાલ દીપચંદ દેસાઈ તરફથી, કંઈક નિવેદ્ન લખી આપવા માટેનું મળેલ આમ ત્રણ સહ સ્વીકારીને, કઈક લખીએ તે પહેલાં ૪૫-૪૬ વર્ષના ઇતિહાસ સ્મરણમાં આવ્યા વિના રહેતા નથી. કરાંચી શહેરમાં દીક્ષા સ્વીકાર્યા પછી પણ હું મારી સગી નજરે જોઈ શકશો હતા કે, કરાંચી તથા તેના સિધ કાલેાની જેવા એજ્યુકેટેડ પરાઓમાં, પૂજ્ય ગુરુદેવના પ્રતિદિવસના વ્યાખ્યાનામાં, વીશ કે પચ્ચીસ કુટુ એ એકી સાથે માંસ, મચ્છી અને શરાબપાનને ત્યાગ કરી પોતાની જાતને ધન્ય માનતા હતા. કરાંચી પ્રાપરના વ્યાખ્યાનામાં પણ વિશાળ સખ્યામાં જૈના, ગુજરાતી તથા સિંધી, વૈષ્ણુવે, પારસીએ, મુસલમાનેા અને રવિવાર આદિના દિવસેામાં Àારી સરકારના મેટા હેાદ્દેદારા પણ આવતા અને અહિંસા, સંયમ તથા તપપ્રધાન વ્યાખ્યાનાથી ગદ્ગદ્ થઈને જતાં હતાં. પૂજ્ય ગુરુદેવના મૂળ મંત્ર જ અહિ'સા અને જૈન સિદ્ધાન્તાના પ્રચારના હેાવાથી, કરાંચી મુકામે, પ્રસ્તુત પુસ્તક હિન્દી, ગુજરાતી અને સિંધી ભાષામાં લખાયેલુ અને પ્રકાશિત થયું હતું. પ ́ાખની જૈન પાઠશાળાઓ માટે Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પંજાબી ભાષામાં પણ પ્રકાશન પામેલું આ પુસ્તક ઘણું વર્ષો વીત્યા પછી પણ આજે ત્રીજી આવૃત્તિમાં પ્રકાશિત થઈ રહ્યું છે. અમદાવાદવાસી શ્રી રસિકલાલભાઈ એન્જનીયરના હાથે આ પુસ્તક આવ્યું ત્યારે તેમને લાગ્યું કે જૈન સમાજના બાળકે અને બાલિકાઓને જૈન સિદ્ધાન્ત સમજાવવા માટે, આ નાનકડું પુસ્તક જ અતિ ઉપચગી છે, તેમ સમજીને તેમના તથા તેમના મિત્રો તરફથી જ આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. તે માટે તેમને ધન્યવાદ. આ પુસ્તકનું મુદ્રણકાર્ય શ્રી પાર્શ્વ પ્રિન્ટરી એ કરી આપ્યું છે અને બાઈન્ડીંગ ‘સુપ્રીમ બાઈડીંગ વર્કસે કરી આપ્યું છે તે બદલ તેમને ધન્યવાદ આપીએ છીએ. જૈન સમાજની શિક્ષણ સંસ્થાઓની ઉન્નતિની વિચારધારાને રાખનારા લેખકેને, વાચકને, પાઠશાળાના સિંચાલકોને અને છેવટે ધાર્મિક પડિતને, માસ્તરને મારી ભલામણ છે કે, ધાર્મિક પાઠ્યક્રમમાં આવા પુસ્તકને પ્રવેશ આપ જોઈએ જેથી નિરસ બનેલે પાઠ્યક્રમ સરસ બનવા પામશે. ૨૦૩૦, શાશ્વતીએાળી –પં. પૂનન્દ્રવિજય (કુમારશ્રમણ) - C/o સંભવનાથ જૈન દેરાસર, બી, પંકજ મેન્શન, વરલી ૪૦૦,૦૧૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ - પૂર્વાર્ધ : ઇ. – 6 ૧૪ ૦ ૧. નવકાર મંત્ર ૨. ૐ એમ ૩. અનાનુપૂવી ૪. ચાર મંગલ આદિ ૫. જૈન ધર્મ . તીર્થકર ... ૭. શ્રી મહાવીરસ્વામી ૮. સંઘ : ૯. દેવ . ૧૦. ગુરુ ૧૧. ધર્મ ૧૨. સમ્યકત્વ અથવા સમ્યગ્દર્શન ૧૩, જ્ઞાન, ૧૪. ચારિત્ર–સંયમ ૧૫. ગૃહસ્થધર્મ ૧૬. બાર વ્રત ... ૧૭. ચૌદ નિયમ ... ૧૮. ગૃહસ્થનું દિનકૃત્ય ૧૯. દયા ૨૦, ધ્યાન ૨૧. લેહ્યા ૩૬ ૫૧ ૫૪ પs • ૬૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૬ – ઉત્તરાર્ધ : ૭૧ ૮ = રે ૨૨. જીવ ૨૩. અજીવ ૨૪. પુણ્ય ૨૫. પાપ ૨૬. આશ્રવ ૨૭. સંવર ૨૭.૩ નિજેરા ૨૮. બંધ ૨૯. આઠ કર્મ ... ૨૯. મોક્ષ ૩૦. ૧૪ ગુણશ્રેણિ–ગુણસ્થાનક ૩૧. પાંચ કારણ... ૩૨, સ્યાદ્વાદ ૩૩. નય : ૩૪. સપ્તભંગી : : : : : : : : : : : : : : : છે? ૧૭ ૧૪૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ [ પૂર્વાર્ધ Page #17 -------------------------------------------------------------------------- ________________ પુરિશ્તા ! સથમેવ સમમિનાનદ્ઘિ 1 सच्चस्स आणाए से उवट्टिए मेहावी मारं तरइ || (આચારાંગ સૂત્ર) સમભિજ્ઞાન-પરિનાન કરી, હે જીવ!, સત્યનું જ સત્યની આજ્ઞા ઉપર ઊભેલા બુદ્ધિશાળી નર માર-મૃત્યુને તરી જાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ (૧) નવકાર મંત્ર નમા અરિહંતાણ, નમેા સિદ્ધાણું, નમા આયરિયાણુ.. નમા ઉવજ્ઝાયાણુ, નમેા લેાએ સવ્વસાહૂણ એસા ૫ચ નમુક્કારા, સવ્વપાવ પણાસણા; મગલાણં ચ સન્થેસિ, પઢમ” હવઈ મંગલમ્ જૈન ધર્મના આ સહુથી મોટા મંત્ર છે. આમાં ધ્રુવ (ઈશ્વર) અને ગુરુને નમસ્કાર કરેલા છે. આ મંત્રને હંમેશાં જાપ કરવાથી દિવસ સારી જાય છે, કાની સિદ્ધિ થાય છે; રાગ, શાક, સંતાપ બધું દૂર થઈ જાય છે. શ્રદ્ધાપૂર્વક આને રાજ જાપ કરવા જોઈએ. આ મ્ત્રને નવકાર મત્ર કહે છે. સવારમાં ઊઠતાં અને રાતે સૂતાં ૨૧, ૭ અથવા ૩ વાર આ મંત્ર અવશ્ય ગણવા. માબાપાએ પેાતાનાં બાળકાને બાલ્યાવસ્થાથી આ મત્ર શીખવવા જોઈએ. n Page #19 -------------------------------------------------------------------------- ________________ (૨) ૐ એમ્ પહેલા પાઠમાં જે ‘નવકાર મંત્ર' આપ્યા છે, તે જૈન ધર્મના સૌથી મહત્ત્વના અને અનાદિસિદ્ધ મત્ર માનવામાં આવે છે, તેમાં પ્રથમનાં પાંચ પદ પરમેષ્ઠી કહેવાય છે. પરમેષ્ઠી=પરમ-ઇષ્ટ એવા પાંચ પદાર્થો, એને અર્થ આ છે : ૧. ના અરિહંતાણું—અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ. ૨. નમા સિદ્ધાણું”—સિદ્ધ ભગવાનને નમસ્કાર થાઓ. જૈન ધર્મ ૩. નમે આયરિયાણં——આચાર્ય મહારાજને નમસ્કાર થા. ૪. નમે। ઉવજ્ઝાયાણ —ઉપાધ્યાય મહારાજને નમસ્કાર થાએ. ૫. નમા લેાએ સવ્વસાહૂણં—સંપૂર્ણ જગતમાં જેટલા સાધુએ છે, તેમને નમસ્કાર થાઓ. ૧. અરિત તે છે, જેને સત્તતા-કેવળજ્ઞાન પ્રાપ્ત થયુ હોય, અને શરીરધારી અવસ્થામાં આ સૌંસારમાં વિચરતા હાય. અરિહંતના અર્થ છેઃ અરિહંત. અરિ-એટલે શત્રુ Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન ધ એને હુંત એટલે હણનાર; શત્રુને હણનાર-નાશ કરનાર. આત્માના શત્રુ ૮ કર્મા છે, જે આગળ બતાવવામાં આવશે. આમાંના ચાર શત્રુઓને દૂર કરવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે અરિહંતપદ પ્રાપ્ત થાય છે. સિદ્ધ તે છે, જે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને આ શરીરને પણ ાડી ચૂકયા છે; અર્થાત્ અશરીરી પદ્માક્ષપદ પ્રાપ્ત કર્યું" છે. આચાય તે છે, જે સાધુ–સમુદાયના નાયક હાય. ઉપાધ્યાય તે છે, જે સાધુઓને જ્ઞાન—ધ્યાન કરાવે ૫ -ભણા વે. સાધુ તે છે, જે પાંચ મહાત્રતાનું ( અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિર્લભતા-નિષ્પરિગ્રહનુ... ) સ થા પાલન કરતા હાય. જગપ્રસિદ્ધ ૩૪ ( એમ )માં આ પંચ પરમેષ્ઠીના સમાવેશ થાય છે. અર્થાત્ ના પમાં પાંચ નમસ્કાર આવી જાય છે. જુએ, આ પાંચ પ્રથમાક્ષરાને લા. પરમેષ્ઠીને પરમેષ્ઠીના અરિહંતના સિદ્ધ ( સિદ્ધનું ખીજું નામ અશરીરી છે, તેથી )–અશરીરીના આચાય ને અ. અ. આ. Page #21 -------------------------------------------------------------------------- ________________ દ ૬ ઉપાધ્યાયના સાધુ (સાધુનું ખીન્નુ' નામ મુનિ છે, તેથી ) મુનિને અને હવે આને વ્યાકરણના નિયમથી સધિ અ+અ=, આ+આ, આ+ઉ=એ મ્’મેળવવાથી ‘આમ’ થાય છે. આકૃતિ છે. જૈન ધર્મોમાંની આકૃતિ માનવામાં આવે છે. مي જૈન ધમ ઉ. નિ આ પ્રાચીન ૐ આ પ્રકારની , કરી. ૐકારના જાપ કરવાથી પણ દેવગુરુ બંનેને નમસ્કાર આવી જાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ (૩) અનાનુપૂવી જે પંચ-પરમેષ્ઠીનું નામ લેવામાં આવ્યું છે, તેનું ધ્યાન ચિત્તની એકાગ્રતાને માટે અત્યંત ઉપયોગી છે. આજે જ્યાં જાઓ ત્યાં લોકો એ જ પૂછે છે કે, માળા ફેરવતી વખતે કે ધ્યાન કરવાના સમયે ચિત્તની એકાગ્રતા નથી રહી શકતી. ચિત્ત જ્યાં ત્યાં ભટકે છે, તો તેને સ્થિર રાખવાને શું ઉપાય ? આ ઉપાયોમાં આ પંચ પરમેષ્ઠીને નમસ્કારની અનાનુપૂવી બહુ જ ઉપયોગી છે. અનાનુપૂવીને એ અર્થ છે કે ઉલટ સુલટ નંબરને ધ્યાનમાં રાખીને તે નંબરવાળા પદને નમસ્કાર કરે. જેમાં પાંચ પદ આ અનુક્રમે છે – ૧. નમો અરિહંતાણું. ૨. નમો સિદ્ધાણું. ૩. નમો આયરિયાણું. ૪. નમો ઉવઝાયાણું. પ. નમે એ સવ્વસાહૂણું. હવે આ અનુક્રમ નંબરને ઉલટસુલટ મૂકવામાં આવે અને જે નંબર જે જગ્યાએ હોય, તે જગ્યા પરથી તે નંબરવાળા પદને નમસ્કાર કરવામાં આવે. ઉદાહરણાર્થ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨:૩:૪૫ ૧૧૩૦૪૧૫ ૩,૨૦૪૦૫ ૧૨ ૩,૧૪૭૫ ૨૧ ૪૫ |~|~|~||~| જૈન ધર્મ ||||||e [es][ |||||જી|m =|-|-|| ૧૦૨૪ ૨૦૧૧૪૫૩૪૫ ૨૦૧ . જાપ કરનારે બરાબર ધ્યાનમાં રાખવું પડશે કે અનુક્રમથી એક એક ખાનામાં જે જે અંક છે, તે ખાનામાં તે અંકવાળા પદને નમસ્કાર કરવા. પહેલા ૩ અંક હાય ! નમા આયરિયાણં' પદ કહેવુ... જોઈએ. પછી ૨ હાય તા નમા સિદ્ધાણું' કહેવું જોઈએ, ૧ પછી ૪ હાય તા - નમા ઉવજઝાયાણં ? એમ કહેવુ જોઈએ. ૩૫ આ પ્રકારે એક-એ કાષ્ટક જ નહિ, અનેક ક્રાષ્ટક બનાવી શકાય છે. અને એ પ્રકારે ન ખરવાર નમસ્કાર કરવાથી ચિત્તની એકાગ્રતા સારી રહે છે. આ પાંચ પદાના નમસ્કાર પછી નવ પદના, અગિયાર પદન, એમ વધારતાં મનુષ્ય પોતાના ચિત્તને ખૂબ ખૂબ કાબૂમાં લાવી શકે છે, અને એ એકાગ્રતાથી ધ્યાન કરી શકે છે. * Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમ (૪) ચાર મંગલ આદિ જૈન ધર્મમાં ચાર મંગલ, ચાર લેાકેાત્તમ અને ચાર શરણ—એ ત્રણ વસ્તુએ મહત્ત્વની માનવામાં આવી છે. શુભ-અશુભ પ્રસ`ગમાં આત્મશાન્તિ માટે, આ ત્રણેનું સ્મરણુ, સ્વયં અથવા ગુરુમુખથી કરવામાં આવે છે જૈન ધર્મ ના અનુયાયી આ ત્રણ વસ્તુ અવશ્ય માને છે અને એ જ એની શ્રદ્ધા છે. તે ત્રણ વસ્તુએ આ છે ઃ— ચારે મગલ. ૧. ચત્તારી માઁગલમ્ ૧. અરિતા મોંગલમ્ . ૨. સિદ્દા મોંગલમ્. ચાર મગલ. અરિહંત એ મોંગલ છે. સિદ્ધ એ માઁગલ છે. ૩. સાદૃ મોંગલમ. સાધુ એ મૉંગલ છે. ૪. કૅવલિપન્નત્તો ધમ્મા મંગલમ્ . ધ્રુવલિપ્રકાશિત ધર્મ એ મોંગલ છે. ચાર લાકાત્તમ, ૧. અરિહંતા લેાગુત્તમા. ૨. સિદ્ધા લાગુત્તમા, ચાર લાફ઼ાત્તમ, અરિહંત લેાાત્તમ છે. સિદ્ધ લેાકેાત્તમ છે. સાધુ લેાકેાત્તમ છે. ૩. સાદૃ લેગુત્તમા. ૪. કેવલિપન્નત્તો ધમ્મા લાગુત્તમેા. કેવલિપ્રકાશિત ધર્મ લાહાત્તમ છે. ૨, ચત્તારી લાગુત્તમા, Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ચાર શરણુ. ૩. ચત્તારી સરણું પહજજામિ. ચાર શરણુ. ૧. અરિહંતે સરણું પવનજામિ. હું અરિહંતનું શરણ લઉં છું. ૨. સિદ્ધ સરણું પવજામિ. હું સિદ્ધનું શરણુ લઉં છું. ૩. સાહૂ સરણે પવન્સમિ. હું સાધુનું શરણ લઉં છું. ૪. કેવલિપન્નાં ધર્મ સરણું હું કેવલિપ્રકાશિત ધર્મનું પવનજામિ. શરણ લઉં છું. पगडं सच्चसि धित्ति कुव्वह – આચારાં ! સ્પષ્ટ રૂપે સત્ય પર સ્થિરતા કરે ! Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ (૫) જૈન ધ 6 જૈન ધ` ' એ કાઈ આજકાલ નવા ઉત્પન્ન થયેલે ધર્મ નથી : સભા કે સાસાયટી (Society) નથી, રિકા કે સંપ્રદાય નથી. “ જૈન ધર્મ ” એ આત્માને શાંતિ દેવાવાળા ધર્મ છે, દુઃખ-દાવાનળથી બચાવનારા ધર્મ છે, ચેારાશીના ફેરાથી છેડાવનારા ધર્મ છે. કાઈ પણ દેશના, કાઈ પણ વેશના, કાઈ પણ જતિના મનુષ્ય જૈન ધર્મનું પાલન કરી શકે છે. · જૈનધર્મી ' એ વિશ્વધર્મ (Universal ) છે. " જૈન ? એ શબ્દ ના અર્થ છે જિતવું. જિતે તે ન્ત્યિો છે, કને દૂર કર્યા છે; લેાભ, મેાહને મારી ભગાડયાં છે, ૧૧ 6 " જિ' ધાતુથી બનેલા છે. ‘ જિ જિન ’. જેણે સંસારને જેણે ક્રોધ, માન, માયા, તેમનું નામ છે જિન ’. * જિન કહે! કે ઈશ્વર કહેા, એકજ વાત છે. તે ઈશ્વરના જિનના બતાવેલ જે ધર્મો, તેનું નામ છે ‘જૈન ધર્મ’, અને જે જૈન ધર્મનું પાલન કરનાર છે તે ‘જૈન ’. • જિન ’ની આજ્ઞાનું પાલન કરનાર કોઈ પણ મનુષ્યને > ‘ જૈન ” કહી શકાય છે. જૈનધર્મના સિદ્ધાંતાનું પાલન કરવુ જોઈએ. Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ તીથકર સમય સમય પર જ્યારે લેકમાં ધર્મની શિથિલતા આવે છે, ત્યારે ધર્મની જાગૃતિ કરાવનાર, શુદ્ધ માર્ગને દેખાડનાર, જગતમાં શાંતિની સ્થાપના કરનાર, સમાજની વ્યવસ્થા કરનાર—એવા મહાપુરુષો ઉત્પન્ન થાય છે. આ મહાપુરુષે ઘેર તપસ્યા કરે છે, સંયમનું પાલન કરે છે, દુનિયાદારીથી વિરક્ત થઈ જાય છે. ભયંકર કષ્ટને સહન કરે છે, શત્રુ-મિત્રને સમાન ગણે છે, મેહ-મમત્વને ત્યાગ કરે છે. એમ કરીને કેવલજ્ઞાન–અતીન્દ્રિયજ્ઞાનસર્વજ્ઞતાને પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાન થવાથી, ત્રણે લોકના સમસ્ત પદાર્થોને પિતાના જ્ઞાનથી દેખી લે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનની બધી વાતે પિતાના જ્ઞાનથી પ્રત્યક્ષ કરી લે છે; પ્રત્યેક મનુષ્યના માનસિક વિચારોને પણ જાણી લે છે. એવી સંપૂર્ણતાને મેળવ્યા પછી જ સંસારના જીવોને ઉપદેશ આપે છે; કેમ કે જ્યાં સુધી કોઈ બાબતમાં અપૂર્ણતા રહે, અલ્પજ્ઞતા રહે, ત્યાં સુધી તેમના કથનમાં, તેમના ઉપદેશમાં, તેમને બતાવેલા માર્ગમાં ન્યૂનતા રહેવાની સંભાવના છે; અને જ્યારે સર્વજ્ઞ થઈ જાય છે, ત્યારે તેમનામાં કોઈ અંશમાં પણ અસત્યતા આવવાની સંભાવના જ નથી રહેતી. એ જ કારણ છે કે જૈન ધર્મના ઉદ્ધારક અન્તિમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામીએ, આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં જે સિદ્ધાંતો Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૩ પ્રકાશિત કર્યા, તે આજે પણ વિજ્ઞાન (Science) દ્વારા સિદ્ધ થઈ રહ્યા છે. તીર્થકર પિતાનું આયુષ્ય પૂરું કર્યા પછી, આ શરીરને છોડીને મુક્તિમાં જાય છે, કેમકે તેમનાં બધાં કર્મો ક્ષય–નાશ પામે છે. તે પછી તેમને પુનર્જન્મ થતું નથી, તેઓ સિદ્ધ થઈ જાય છે. લાખો, કરોડ, અબજો વર્ષોમાં એવા તીર્થકર ૨૪ થાય છે. ૨૪ થી વધારે-ઓછા થતા નથી. છેલ્લા કાળના. ૨૪ તીર્થકરોનાં નામ આ છે – ૧. ઋષભદેવ ૧૩. વિમલનાથ ૨. અજિતનાથ ૧૪. અનન્તનાથ ૩. સંભવનાથ ૧૫. ધર્મનાથ ૪. અભિનંદન ૧૬. શાંતિનાથ ૫. સુમતિનાથ ૧૭. કુંથુનાથ ૬. પદ્મપ્રભ ૧૮. અરનાથ ૭. સુપાર્શ્વનાથ ૧૯ મહિનાથ ૮. ચંદ્રપ્રભ ૨૦. મુનિસુવ્રતસ્વામી ૯. સુવિધિનાથ ૨૧. નમિનાથ ૧૦. શીતલનાથ ૨૨. નેમિનાથ ૧૧. શ્રેયાંસનાથ ૨૩. પાર્શ્વનાથ ૧૨. વાસુપૂજ્ય ૨૪. મહાવીરસ્વામી આમાં અન્તિમ તીર્થકર મહાવીરસ્વામી થયા છે. વર્તમાનમાં જે જૈનધર્મનું શાસન ચાલે છે, તે શ્રી મહાવીરસ્વામીએ પ્રકાર્યું છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ (૭) શ્રી મહાવીર સ્વામી જૈન ધર્મના અન્તિમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામી મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરના રાજા સિદ્ધાર્થના પુત્ર હતા. એમનું મૂળ નામ વર્ધમાન હતું. એમની માતાનું નામ ત્રિશલાદેવી હતું. એમને એક મોટા ભાઈ હતા, જેમનું નામ નંદિવર્ધન હતું અને એક બહેન હતી, જેનું નામ સુદના હતું. - વર્ધમાન, જ્યારે માતાની કુક્ષિમાં આવ્યા, ત્યારે માતાને ૧૪ ઉત્તમોત્તમ સ્વપ્ન આવ્યાં હતાં. તેનાથી જ માતા-પિતા જાણું શક્યાં હતાં કે, આ પુત્ર કોઈ મહાપ્રતાપી થશે, બલ્ક જે દિવસથી આ જીવ ગર્ભમાં આવ્યું તે દિવસથી મહારાજા સિદ્ધાર્થને ત્યાં ઋદ્ધિ, સમૃદ્ધિ, સત્તા, યશ, કીતિ આદિ બધી વાતે વૃદ્ધિ થવા લાગી, તેથી માતાપિતાએ સંકલ્પ કરે કે જ્યારે આ બાળકને જન્મ થશે, ત્યારે એનું નામ વર્ધમાન રાખીશું. ચૈત્ર સુદિ તેરસને દિવસે એને જન્મ થયે. દેવતાઓએ પણ મોટો ઉત્સવ મનાવ્યું. રાજાએ પણ અત્યંત હર્ષ અને અતિ ઉદારતાપૂર્વક જન્મેલ્સવાદિ વિધિ-વિધાન કર્યા, અને નામ વધમાન રાખ્યું. - બાલ્યાવસ્થાથી જ વર્ધમાનની શક્તિ અભુત હતી. મેટા મેટા દેવતાઓ પણ એમને ચલાયમાન કરી શક્તા Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૫ નહેતા, સાપ હોય કે સિંહ હોય, કોઈ પણ એમને ડરાવી શકતું નહીં. ગમે તેવી શક્તિઓની સામે થવું, એ એમના ડાબા હાથને ખેલ હતું. એ શક્તિથી તેઓ “વીર અથવા મહાવીરને નામે ઓળખાયા. વર્ધમાન કુમાર, જેવા જબરદસ્ત શકિતશાળી હતા, તેવા જ બાલ્યાવસ્થાથી જ અપૂર્વ જ્ઞાની હતા. કેઈ વિષય એમને શીખવાની જરૂર નહોતી. અને જેવા તે જ્ઞાની હતા, તેવા જ વૈરાગી પણ હતા. તેમને સાંસારિક સુખોમાં લિપ્તતા ન હતી. તોપણ માતા-પિતાની આજ્ઞાથી તેમણે લગ્ન કર્યું. તેમની પત્નીનું નામ યાદ હતું. યશોદાથી તેમને એક પુત્રી પણ થઈ, જેને જમાલીની સાથે વિવાહ કરવામાં આવ્યો. - વર્ધમાનને સાંસારિક કાર્યોમાં કંઈ પણ રસ નહોતે, બક્કે તેમણે તે પિતાનું ભવિષ્ય દેખી જ લીધું હતું. તેઓ સંસારના ઉદ્ધારક થવાના હતા. ત્યાગીઓમાં સર્વોત્કૃષ્ટ થનારા હતા. ૨૮ વર્ષની ઉંમરમાં માતા-પિતાને દેહાન્ત થયા પછી, તેમણે મોટા ભાઈ નંદિવર્ધન પાસે પિતાને સાધુ થવાની આજ્ઞા માગી. માતા-પિતાના વિરહના દુઃખમાં, લઘુ બંધુની સાધુ થવાની વાત “દાઝા ઉપર ડામ” જેવી લાગી. નંદિવર્ધન, વધમાનની ચર્યા–રહેણીકરણીથી સમજતા હતા કે, તેઓ આ સંસારમાં રહેશે નહિ; નકકી સાધુ થઈ જશે, તોપણ તેમણે બે વર્ષ વધારે રહેવાની સાગ્રહ વિનંતી કરી. વર્ધમાને સ્વીકાર કરી. જો કે વર્ધમાન, Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૬ ભાઈની સાથે જ રહ્યા, સાધુ ન થયા, પરંતુ સાંસારિક ક્રાઈ પણ કામાં ન પડયા. ગૃહસ્થ હેાવા છતાં ત્યાગી જ રહ્યા. પેાતાના નિમિત્તે કઈ પણ કાર્ય ન થવા દીધું; અને ન પાત પણ કંઈ આરંભિક—પાપવાળુ કાર્ય કર્યું.... ત્રીશ વર્ષની ઉંમરમાં વધુ માન-મહાવીર દીક્ષિત થયા. એક વર્ષ પહેલાથી જ દાન દેવાનું શરૂ કર્યું, લેાકેાની દરિદ્રતા દૂર કરી. મહારાન્તન"વિધ ને અને દેવતાઓએ એમના મેાટા સમારાહ–આડંબરપૂર્વક દીક્ષા-ઉત્સવ કર્યો. દીક્ષા લઈને મહાવીર હવે સાચા મહાવીર થઈને ભ્રમણ કરવા લાગ્યા. ઘેાર તપસ્યા કરવી અને કષ્ટાને સહન કરવાં—એ જ મહાવીરનું કાર્યં હતું. ધ્યાન, સમાધિ, યાગ એમાં મહાવીર દત્તચિત્ત-મગ્ન થયા. કાઈ ને કાઈ નિમિત્તથી લેાકેાએ કષ્ટ દેવામાં બાકી ન રાખી; પરંતુ મહાવીર સમજતા હતા આ કષ્ટાને સહન કરવાથી જ મારા આત્માના વિકાસ થશે, અને જ્યારે સમ્યગજ્ઞાન ’ની પ્રાપ્તિ થશે, ત્યારે જ મારા મેક્ષ થશે. કાઈએ એમના પગમાં આગ લગાડી ખીર પકાવી, તેા કાઇએ આવીને એમના કાનમાં ખીલા ઠોકવા. જેની મરજીમાં જે આવ્યું તે કર્યું. મહાવીર શાંત રહ્યા−ગભીર રહ્યા, ‘ચૂ’' પણ ન કર્યુ. ચડકૌશિક નાગ-સાપ, જે એવાર હતા કે તે જંગલમાં જે કાઈ જતું, તે તેની જવાળાથી જ મરી જતું. મહાવીરને લેાકેાએ ઘણી ના પાડવા છતાં તે જંગલમાં ગયા અને તે સાપના Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ દૂર ઉપર ઊભા રહીને ધ્યાન કરવા લાગ્યા. મહાવીરની આત્મશકિતના કેટલા પ્રભાવ ! સાપ મહાવીરના પગે સ દે છે, પરંતુ મહાવીરના શરીરમાંથી લેાહીના બદલામાં સફેદ દૂધની ધારા નીકળે છે. મહાવીર યા—બુદ્ધિથી તેને ઉપદેશ આપે છે. ચંડકૌશિકને આત્મજ્ઞાન થાય છે; અને તેને ઉદ્વાર થાય છે. ભગવાન મહાવીરે આ પ્રમાણે બાર વર્ષ સુધી તપસ્યા કરી અને કષ્ટાને પણ સહન કર્યાં.. વીરની તપસ્યાનું આ ઉપરથી અનુમાન કરી શકાય છે કે તેમણે બાર વર્ષમાં ફકત ૩૪૯ દિવસ જ ભોજન લીધુ* હતુ.... મહાવીરે જેટલી તપસ્યા કરી, તે બધી અન્ન અને જળ વિના જ કરી. તપસ્યાના દિવસેામાં પાણી સુધ્ધાં મુખમાં નહિ નાખવું—એ મહાવીરની તપસ્યાની વિશેષ ઉત્કૃષ્ટતા હતી. મહા આ તપસ્યાના અગ્નિની એવી પ્રજ્વલતા હતી કે જે પ્રજ્વલતાથી તેમનાં કર્મી ભસ્મીભૂત થઈ ગયાં, દિવ્યજ્ઞાન પ્રકટ થયુ, લેાકાલાનું જ્ઞાન થયું, આત્મસ્વરૂપ દેખી લીધુ, સંપૂર્ણતા પ્રાપ્ત થઈ. ૧૭ કૈવલ્ય પ્રાપ્ત થયા પછી, પ્રભુ મહાવીરે હવે સંસારના જીવાને સત્યમાર્ગ દેખાડવાનુ શરૂ કર્યું. જ્યાં સુધી ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત ન કર્યુ , ત્યાં સુધી ભગવાન મૌન રહ્યા. તેમણે ઉપદેશ ન દીધા, ત્રીશ વર્ષ સુધી ભિન્ન ભિન્ન સ્થાનેામાં ભ્રમણ કરતાં ભગવાન મહાવીર્ર, અનેક Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન ધર્મ પ્રકારના તત્ત્વાના પ્રકાશ કર્યો, તેમણે સંસારનું સ્વરૂપ પેાતાના ઉપદેશમાં તાદશ બતાવ્યું. ભગવાનના ઉપદેશમાં અહિંસા, સયમ અને ઉપદેશમાંથી આત્મિક તપનુ પ્રાધાન્ય છે. ભગવાનના વિકાસને પ્રકાશ મળી શકે છે. ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યા, તેમાં કાઈ પણ પ્રકારને આગ્રહ નહિ હતા. ભગવાનનું એક જ લક્ષ્ય હતું : જેની દ્વારા મે દિવ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે દ્વારા સૌંસારના સમસ્ત જવા દિવ્યજ્ઞાન કૈવલ્યને પ્રાપ્ત કરે, અને જેવે! હુ· મહાવીર બન્યા છું, તેવા જ સમસ્ત જીવે પણ મહાવીર અને’ મેટામેટા રાજા-મહારાજાઓ પણ મહાવીરના ઉપદેશ પર મુગ્ધ અન્યા. મેટામેટા ધુર્ધર વિદ્વાના તેમના ઉપદેશથી-તેમના દર્શનમાત્રથી જ મુગ્ધ થઈને શિષ્ય-સાધુ થયા. ભગવાન મહાવીરને ઉપદેશ સાજિનક હતા. જગતના પ્રાણીમાત્રને ઉપકારક હતા. કૈવલ્ય થયા પછી ૩૦ વર્લ્ડ અર્થાત પેાતાના છર વર્ષના આયુષ્ય સુધી ભગવાન સંસારને સાચે મા દેખાડતા જ રહ્યા, અને અંતમાં બિહાર—( પટના )ની પાસે પાવાપુરી નામના સ્થાનમાં તેમનું નિર્વાણ થયું, ભગવાનના નિર્વાણું થયાને આજે ૨૪૪ વર્ષ વીતી ચૂકયાં છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ (૮) સધ . આ પ્રકારનું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, તે મહા પુરુષા ધર્મની પ્રરૂપણા કરે છે; અને સંધ ”ની સ્થાપના કરે છે. સંધ'ની સ્થાપના તેને કહે છે કે જે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા—એ ચારના સમૂહને સંગઠિત કરે છે. ત્યારે જ તે ‘તીર્થંકર ” ( ‘ તીર્થં ’ એટલે ‘ સ*ધ ’ની ‘કર' એટલે સ્થાપના કરનાર) કહેવાય છે. > (૧) સાધુ તે છે કે જે પુરુષ ગૃહસ્થાશ્રમથી વિરક્ત થઈ સ થા ત્યાગી બની જાય છે. ૧૯ (૨) સાધ્વી તે છે કે જે સ્ત્રી ગૃહસ્થાશ્રમથી વિરક્ત થઈ સર્વથી ત્યરિંગની બની જાય છે. (૩) શ્રાવક તે છે કે જે પુરુષ ગૃહસ્થાશ્રમમાં રહીને જેટલા અંશે બની શકે, તેટલા ત્યાગ કરે છે; ને નિમિત રહે છે. શ્રદ્ધા, વિવેક અને ક્રિયાવાળા શ્રાવક હાય છે. (૪) શ્રાવિકા તે છે કે જે સ્ત્રીએ ગૃહસ્થાશ્રમમાં રહીને, જેટલા અંશે બની શકે તેટલે ત્યાગ કરે છે, અને નિયમિત રહે છે, જે શ્રદ્ધા, વિવેક અને ક્રિયાવાળી હાય છે. ⭑ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ (૯) દેવ જૈનધર્મમાં દેવ એ પ્રકારના માનવામાં આવ્યા છેઃ ૧. લૌકિક, ૨. લેાકેાત્તર, લૌકિક દેવના ચાર ભેદ છેઃ ૧. ભુવનપતિ, ૨. વ્યંતર, ૩. જયાતિષ્ક અને ૪. વૈમાનિક, સૌંસારના સમસ્ત જીવાને ચાર ગતિમાં વિભાગ કરવામાં આવ્યા છે ઃ ૧. દેવગતિ, ૨. મનુષ્યગતિ, ૩. તિય ચગતિ અને ૪. નરકતિ, દેવગતિમાં રહેનારા જીવ પણ સૌંસારના જ જીવે છે. ઋદ્ધિ-સમૃદ્ધિ અને ભાગ-વિલાસથી એમનું સ્થાન મનુષ્યગતિથી ઊંચું છે; પરંતુ તેમને પણ ચૌરાશીના ફેરામાં ભમવુ પડે છે. તેમને પણ રાગ-દ્વેષ, મેાહ-મમત્વ અને કર્મબન્ધન છે. એટલા માટે જ તે દેવાને લૌકિક દેવ કહેવામાં આવ્યા છે. જૈન ધ લેાકેાત્તર દેવ તે છે, કે જેમનુ' રાગદ્વેષ, માહ-મમત્વ અને સમસ્ત કર્માનું આવરણ દૂર થયું હેાય, જે સન છે, જે ત્રણ લેકને પૂજનીય છે, જેમણે પેાતાના નિર્મળ જ્ઞાનચક્ષુથી દેખીને પદાર્થોના પ્રકાશ કર્યો છે, તેમને ધ્રુવ ” અથવા પરમેશ્વર” કહેવામાં આવે છે. - જૈનધર્મ કહે છે કેઃ — જેઆમાંથી ૧૮ દોષ દૂર થઈ ગયા હૈાય, તે લેાકેાત્તર ધ્રુવ છે. અઢાર દૂષણ આ પ્રમાણે છે ઃ— પાંચ પ્રકારના અંતરાય કર્મ જેનાં દૂર થયાં હાય. અંતરાય તે છે કે, જે કંઈ પણ કાર્ય કરવામાં વિઘ્નભૂત થાય. Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧. દાન દેવામાં વિદનભૂત કર્મ દાનાન્તશય કમ કહેવાય છે. ૨. લાભ પ્રાપ્ત કરવામાં વિદનભૂત કમ લાભાન્તરાય કર્મ કહેવાય છે. ૩. વીય–પુરુષાર્થ કરવામાં વિનભૂત કર્મ વીર્યાઃરાય કર્મ કહેવાય છે. ૪. ભેગ––જે પદાર્થ એક વાર ભેગવવામાં આવે છે તે ભેગ કહેવાય છે. જેમકે–ભજન વગેરે. આવી વસ્તુને ભોગવવામાં વિનભૂત કર્મ ભેગાન્તરાય કર્મ કહેવાય છે. પ. ઉપભેગ–જે પદાર્થ અનેક વાર ભોગવાય તે ઉપલેગ કહેવાય છે, જેમકે ઘર, આભૂષણ વગેરે. આવી ઉપગ્ય વસ્તુઓને ભેગવવામાં વિદભૂત કર્મ ઉપભોગાન્તરાય કમ કહેવાય છે. આ પાંચ પ્રકારનાં અંતરાય કર્મ જેમનાં દૂર થયાં હોય, જે કે દેવ થયા પછી દેવન–ઈશ્વરને દાન દેવાની, લાભ ઉઠાવવાની, પુરુષાર્થ કરવાની અને ભગ્ય કે ઉપગ્ય વસ્તુઓને કામમાં લાવવાની જરૂર નથી રહેતી, કેમકે સમસ્ત વસ્તુઓથી તેઓ પર-દૂર થઈ જાય છે. તે પણ આ પાંચ કાર્યોમાં વિન કરનારાં કર્મ નષ્ટ થઈ જવાથી તેઓમાં ઈશ્વરત્વ-પ્રભુપણાની શક્તિ ઉત્પન્ન થાય છે. જે તેમનાં અંતરાય કર્મો દૂર ન થયાં હોય, તે તેઓમાં તે શકિત ઉત્પન્ન થઈ શકતી નથી; અને શક્તિ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન ધર્મ નથી તે પ્રભુત્વ પણ નથી–ઈશ્વરપણું પણ નથી. તે શક્તિનો ઉપયોગ કરવાની દેવન–ઈશ્વરને જરૂર જ નથી હોતી. ૬. હાસ્ય–હસવું. ૭. રતિ-કઈ પણ પદાર્થ ઉપર પ્રીતિ. ૮. અરતિ–કેઈપણ પદાર્થ ઉપર અપ્રેમ–ઠેષ થવો. ૯. ભય-ડરવું. ૧૦. જુગુપ્સા–ઘણુ-કેઈપણ ખરાબ વસ્તુને જોઈને, તેના પ્રતિ અભાવ–તિરસ્કાર પેદા થ. ૧૧. શેક–ચિન્તા–દુઃખી થવું. ૧૨. કામ–વિકાર. ૧૩. મિથ્યાત્વ—જૂઠી વાતોમાં શ્રદ્ધા રાખવી. ૧૪. અજ્ઞાન–મૂઢપણું. ૧૫. નિકા–ઊંધવું. ૧૬. અવિરતિ–ત્યાગની ભાવના ન રાખવી. ૧૭. શગ–સુખના સાધનોમાં આસક્તિ-દિલચસ્પી– પ્રેમ રાખ. ૧૮ શ્રેષ–દુઃખનાં સાધને પ્રતિ અભાવ. આ અઢાર દૂષણને સર્વથા અભાવ જેમાં હોય તે જ દેવ છે, તે જ તીર્થકર છે, તે જ આરિહન્ત છે, તે જ પરમેશ્વરે છે. આમાંથી એક પણ દૂષણ રહે, ત્યાં સુધી તે લોકોત્તર દેવ અર્થાત પરમાત્મા કહી શકાય નાહ, એવું જૈન ધર્મ કહે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૨૩ જૈનધર્મ કહે છે કે ઈશ્વર એક છે અને અનેક પણ છે. સંસારથી જે જીવો પિતાનાં કર્મોનો ક્ષય કરીને મેક્ષમાં જાય છે, તેઓ વ્યક્તિ રૂપે જાય છે. એટલા માટે ઈશ્વર–પરમાત્મા અનેક છે. પરંતુ સંસારથી મુક્ત થયા પછી સ્વરૂપથી તે બધા આત્મા એકરૂપ થઈ જાય છે, તે અપેક્ષાએ પરમાત્મા એક છે. ઈશ્વર ફરી અવતાર–જન્મ ધારણ કરતા નથી, કેમકે જન્મ-જન્માક્તરમાં જવાનું-અવતારને ધારણ કરવાનું જે કારણ છે, તે કર્મ છે, અને ઈશ્વર–પરમાત્મા થયા પછી કઈ કર્મ તે રહેતું નથી, અર્થાત્ સમસ્ત કર્મોના આવરને ક્ષય થઈ જવાથી આ આત્મા પરમામા, બને છે. પછી તેમને જન્મ ધારણ કરવાની જરૂરત નથી. દેવને–ઈશ્વરને રાગ-દ્વેષનો અભાવ હોવાનું જણાવ્યું છે. શરીરને પણ અભાવ હેઈ ક્રિયાને પણ અભાવ હોય છે. જ્યારે રાગ-દ્વેષ નથી, તે ઇચ્છા નથી. ઈચ્છા નથી તો કઈ પણ કાર્યમાં પ્રવૃત્તિ નથી, એટલા જ માટે જૈન ધર્મ કહે છે કેઃ “ઈશ્વર કઈ ચીજને બનાવતો નથી, કોઈને સુખ-દુઃખ દત નથી, કોઈપણ કાર્યમાં દખલગીરી કરતું નથી. આ સંસારની જે ઘટમાળ ચાલી રહી છે તે સ્વાભાવિક જ છે, અથવા સંસારના જીવો જે સુખદુઃખ ભેગવી રહ્યા છે, તે પિતપતાના કર્માનુસાર છે.” Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ જો કે ઈશ્વર કઈ લેતા દેતા નથી, કાઈ કા માં પ્રવૃત્તિ કરતા નથી, તાપણું ઈશ્વરની ઉપાસના—ભક્તિ કરવી જરૂરી છે. કેમકે આપણે ઈશ્વર થવું છે, આપણે સંસારથી મુક્ત થવું છે. ઉપાસના તેની કરવી જોઈએ, જે સંસારથી મુક્ત થયા હાય. ફળની પ્રાપ્તિને આધાર ફાઈના લેવા-દેવા ઉપર નથી. દાન કરનાર જેને દાન કરે છે, તેનાથી ફળ નથી મેળવતા, પરંતુ દાન દેવા સમયે તેની જે સદ્ભાવના હાય છે, તે જ ફળ આપે છે— પુણ્ય થાય છે. આ પ્રમાણે ઈશ્વરની ઉપાસના કરવાથી આપણું હૃદય જે શુદ્ધ થાય છે, સદ્ભાવના થાય છે તે જ ફળ છે. સ ંતાની પાસે જઈએ છીએ, તે સતા શું દે છે પરંતુ સ ંતાની પાસે જવાથી આપણુ અંતઃકરણ શુદ્ધ થાય છે, તે જ ફળપ્રાપ્તિ છે. વેશ્યાની પાસે જવાથી શું વૈશ્યા તે માણસને નરકમાં નાખી દે છે? નહિ; વેશ્યાની પાસે જવાથી તે મનુષ્યનું અંતઃકરણ અપવિત્ર–અશુદ્ધ બને છે, તેથી તે ખરાબ કર્મી ઉપાર્જન કરે છે, તે જ નરકનું કારણ છે. ૨૪ આ જ પ્રકારે ઈશ્વરનું ધ્યાન, ઈશ્વરની ભક્તિ, ઉપાસના, પ્રાર્થના કરવાથી આપણું હૃદય શુદ્ધ થાય છે. આ જ ફળ છે.x ×આ ઈશ્વરવાદને વિષય બહુ ગહન છે. આ વિષય ઉપર મારું ‘ ઈશ્વરવાદ ’ એ નામનુ પુસ્તક વાંચવાની ભલામણ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ (૧૦) ગુરુ જૈન ધર્મમાં ગુરુ તત્વ ઉપર પણ બહુ ભાર દેવામાં આવ્યા છે. પ્રત્યેક મનુષ્ય ગુરુ નથી થઈ શકતો. જેમાં ત્યાગ હોય, વૈરાગ્ય હાય, તે જ ગુરુ થવાને એગ્ય છે. સંસારના માણસને કલ્યાણને માર્ગ તે જ બતાવી શકે છે કે જેણે કલ્યાણને માર્ગ સ્વયં પકડ્યો હોય. સંસારના મનુષ્યોને ત્યાગને ઉપદેશ તે જ આપી શકે છે કે જે સ્વયં ત્યાગી હેય. જે મનુષ્ય સ્વયં હિંસા કરે, જૂઠું બોલે, પૈસા-ટકા રાખે; તે મનુષ્ય ધર્મને ઉપદેશ કરવાને અધિકારી નથી. જૈન ધર્મમાં ગુરુ આને માનવામાં આવેલ છે – જે પાંચ મહાવ્રતનું પાલન કરે, જે ધીર હોય, ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરતા હોય, સમસ્ત નાના-મેટા જીવો પર સમભાવ રાખતું હોય અને જે ધર્મને ઉપદેશ દેતે હેય; તે જ “ગુરુ” કહી શકાય–ગુરુ થવાને એગ્ય તે છે.” ૧. પાંચ મહાવ્રત આ છે કાઈ જીવને તકલીફ ન દેવી, હિંસા કરવી નહિ, જૂઠું બેલવું નહિ, ચોરી કરવી નહિ (નાની પણ વસ્તુ આજ્ઞા વિના લેવી નહિ), સંસારની સમસ્ત સ્ત્રીઓને માતા, બહેન અને પુત્રી સમજીને સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલન કરવું અને ધન-ધાન્ય, પૈસા-ટકા, ખેતીવાડી, ઘર-બાર, કઈ પણ ચીજને પરિગ્રહ રાખ નહિ, કઈ ચીજ પર મૂચ્છ રાખવી નહિ. Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૨. ધીરને આશય એ છે કે ગમે તેટલું કષ્ટ પડે, છતાં તેને સહન કરવું. ગભરાવું ન જોઈએ અને ગમે તેવા કષ્ટાના સમયે પેાતાના વ્રતાથી ચલાયમાન થવું નહિ. ૨૬ ૩, ભિક્ષાવૃત્તિની મતલબ એ છે કે સાધુ દિ રસાઈ પકાવે નહિ, ગૃહસ્થાના ઘરમાં જે પકાવેલી રસાઈ, ગૃહસ્થા આપે, તે લઈ આવી પેાતાના નિર્વાહ કરે. ભિક્ષા પણ પ્રત્યેક ઘરથી એટલી જ લે, જેથી ગૃહસ્થને તકલીફ ને થાય અને ફરી બનાવવાની જરૂર ન પડે. એક ઘરથી સાધુ ભોજન ન કરે. સાધુ પેાતાના નિમિત્તે બનાવેલી ચીજ ન લે. ૪. સમભાવ અર્થાત્ શત્રુ હાય કે મિત્ર, રાા હેાય ૐ રંક, દુઃખી હોય કે સુખી, નાના હોય કે મેાટા, બધા ઉપર સમાનવૃત્તિ રાખે; બધાનું કલ્યાણ ચાહે. ૫. ધર્મોપદેશ—સાધુ હમેશાં ગૃહસ્થાને ધર્મના જ ઉપદેશ આપે, અર્થાત્ સાધુ કાઈ પ્રકારે પ્રપંચમાં ન પડતાં લેાકાને કલ્યાણને જ માર્ગ ભુતાવે. ઉપર્યુક્ત પાંચે નિયમે સારાંશ એ છે કેઃ— સાધુ એશ-આરામી ન બને, સાધુ દુન્યવી ચીજોમાં આસક્ત ન નૈ. પૈસા-ટકા ન રાખે, સ્ત્રીઓના પરિચય અને સ્ત્રીઓને સ્પર્શી પણ ન કરે. રેલ, એક્કા-ગાડી, મેટર, હવાઈ જહાજ-એરપ્લેન, ધાડા, ઊંટ, યાવત્ કાઈ પણ પ્રકારની સવારી ન કરે. હમેશાં પગે જ ભ્રમણ કરે, વરસાદના દિવસે'માં ચાર મહિના સુધી એક જ સ્થાનમાં રહે. આઠ મહિના ભ્રમણ કરે. નાના-મોટા બધા Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૨૭ ગામોમાં જાય. કઈ પણ ગૃહસ્થને તકલીફ ન થાય એવા પ્રકારને પોતાનો વ્યવહાર રાખે. નિર્દોષ આહારપાણને ભિક્ષાવૃત્તિથી સ્વીકાર કરે. કોઈ પ્રપંચમાં પડે નહિ. ધર્મને ઉપદેશ આપે અને પરિગ્રહ રાખે નહિ. આ જ ગુરુનાં લક્ષણ છે. સંન્યાસીઓનાં આ જ લક્ષણે. બતાવેલાં છે. આજે આવા કળિયુગમાં પણ જૈન સાધુ આવા પ્રકારને આચાર-વિચારોનું પાલન કરે છે. જે સમયે લગભગ સમસ્ત સંસારના સાધુઓ પ્રલોભનમાં ફસાઈ ગયા છે, તે સમયે એક ફકત જૈન સાધુ જ છે, કે જે ગરમ કર્યા વિના. પાણીનો સ્પર્શ પણ કરતા નથી, અગ્નિને કામમાં લાવતા નથી, વનસ્પતિને અડકતા નથી, ગમે તેટલી ગરમી હોય. તો પણ પંખાનો ઉપયોગ કરતા નથી, પગે જ ચાલે છે, પૈસા-ટકાને સંબંધ રાખતા નથી, ખુલ્લા પગે અને ખુલ્લા મસ્તકે રહે છે, ભેજનને માટે લાકડાનાં પાત્ર, અને બે-ચાર, ઓઢવા-પાથરવાનાં વસ્ત્રો પોતાની ખાંધ પર ઉઠાવીને ચાલે છે, વરસાદના ચાર મહિના એક જ સ્થાન પર રહે છે. તેમને કેઈ મઠ નથી, એમનું કોઈ સ્થાન નથી. ઉપદેશ દેવો અને સાહિત્યની સેવા કરવી; એ જ એમનું કામ હોય છે. ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરે છે. ન કોઈને તકલીફ આપે છે કે ન કઈ પ્રકારની ઉપાધિ રાખે છે. કોઈ પણ સ્ત્રી, પછી ભલે તે એક મહિનાની બાળા જ હોય કે પિતાની સગી મા. હોય, છતાં અડકતા નથી, દૂરથી જ આશિષ દે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ (૧૧) ધ જૈન ધર્મ કહે છે કે ઃ——ધની ઉત્પત્તિ કદી થતી નથી. .< < ધર્મ - એ તેા અનાદિકાળથી ચાલ્યા આવ્યા છે. જેમ ગુણ, ગુણીમાં રહે છે; તેમ ધર્મ - ધી માં રહે છે. ધર્મ એવી ચીજ નથી કે જે એકલી રહી શકે. ધર્મનું લક્ષણ બતાવ્યુ” છે. ‘વઘુત્તઢાવો ધો।' વસ્તુના સ્વભાવનું નામ છે ધર્મ, અગ્નિના સ્વભાવ છે ઉષ્ણતા, એ જ અગ્નિના ધર્મ છે. પાણીને સ્વભાવ શીતળતા, એ જ પાણીના ધર્મ છે. એવી જ રીતે આત્માના ધર્મ છે. સચ્ચિદાન'ઃમયતા અથવા જ્ઞાન-દર્શન—ચારિત્ર એ જ એને ધર્મ છે. જૈન ધ આ ધર્મની રક્ષા કરવાનાં અનેક સાધન છેઃ દાન, શીલ, તપ, ભાવ, પરોપકાર, સેવા, સંધ્યા, ઈશ્વરતિ, પ્રાર્થના ઈત્યાદિ ધર્મનાં સાધના છે. એનાથી ઉત્પન્ન થનારી વસ્તુ તે જ ધર્મ છે. અર્થાત્ અન્તઃકરણનુ શુદ્ધ થવું તેને કહે છે ધ. અથવા ક્રોધ, માન, માયા, લાભ, મેહ, રાગ, દ્વેષ ઈત્યાદિ જે અભ્યંતર શત્રુ છે, તેને દબાવવા, દૂર કરવા તેનું નામ છે ધર્મ. આ વસ્તુઓ એવી છે જે દુતિમાં પડતા જીવોને બચાવી લે છે; તેથી તેનુ નામ ધમ છે. જેનાથી ધર્મ થતા હેાય, તે ધર્મનાં કારણ કહેવાય છે. તે કારણાના કાર્ય માં---ધર્મમાં ઉપચાર કરવાથી તે ‘કારણેા ’ પણ ‘ધ” કહી શકાય છે; અને તેથી જ એક પ્રકારના Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈન ધ ૨૯ ધર્મ, બે પ્રકારના ધર્મ, ત્રણ પ્રકારના ધર્મ, ચાર પ્રકારના ધર્મ—એવી જ રીતે પાંચ, છ, સાત, આઠ, નવ, દેશપ્રકારના ધર્મ —એવા ધના ભેદ માનવામાં આવ્યા છે. સસારની એવી કાઈ પણ વસ્તુ, જેનાથી અંતઃકરણ શુદ્ધ થાય, હૃશ્ય પવિત્ર અને, કર્માંના ક્ષય થાય, આત્માને વિકાસ થાય—તે બધાં ધર્મનાં કારણો છે; અને તેથી જ તે ધર્મ છે. દાન કરવા ધર્મ છે, બ્રહ્મચર્યંનુ પાલન કરવું. ધર્મ છે, ખીજાની સેવા કરવી ધર્મ છે, અહિંસા, સયમ અને તપ એ ધર્મ છે, ક્ષમા ક્રોધાદિ શત્રુઓનું દમન કરવુ ધ છે, ધર્મ છે, શાઓનું અધ્યયન કરવું ધર્મ છે, સંસારથી ત્યાગી થઈ સાધુ થઈ જવું ધર્મ છે, ઈશ્વરકિત કરવી ધર્મ છે, કેમકે આ કાર્યથી પુણ્ય થાય છે, આત્મવિકાસ થાય છે. જૈન ધર્મના તીર્થંકરાએ આ ધર્મો બતાવ્યા છે. કરવી ધર્મ છે, નિર્લોભતા રાખવી. Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ (૧૨) સમ્યકત્વ અથવા સમ્યગ્દર્શન જૈન ધર્મમાં “સમ્યફવ” પર બહુ જ જોર દેવામાં આવ્યું છે. સમ્યક્ત્વ, એ આત્માને ગુણ છે. સમ્યક્ત્વ એ બીજ છે. જેમ બીજ સિવાય અંકુરે નથી થતા–વૃક્ષ નથી થતું, તેમ સમફત્વ વિના ગમે તેટલી ક્રિયાઓ કરવામાં આવે, પ્રાયઃ નિરર્થક-નિષ્ફળ જ છે. “સમ્યક્ત્વને” સીધા સાદે અર્થ કરવામાં આવે તે તેને “વિવેક દ્રષ્ટિ કહી શકાય. અથવા બીજા શબ્દોમાં કહીએ તે “સમ્યક્ત્વને” અર્થ થાય છે “શ્રદ્ધા. દેવ, ગુરુ, ધર્મ ઉપર પૂર્ણ વિશ્વાસનું નામ છે “સમ્યકત્વ. શ્રી હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્રમાં સમ્યક્ત્વની સીધી સાદી વ્યાખ્યા કરતાં કહ્યું છે કે – દેવમાં દેવબુદ્ધિ, ગુરૂમાં ગુરબુદ્ધિ અને ધર્મમાં ધર્મ બુદ્ધિ તેનું નામ છે “સમ્યકત્વ'. અર્થાત્ તીર્થકરોએ જે દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે, તેને દેવ, ગુરુ અને ધર્મ માનવા–એનું નામ છે સમ્યકત્વ. મનુષ્ય ભલે ગૃહસ્થ -ધર્મમાં રહે, પરંતુ તેને સમ્યક્ત્વ-શ્રદ્ધા હોવી જોઈએ. આ સમ્યકત્વને સમ્યગ્દશન પણ કહે છે. આની વ્યાખ્યા પણ ઉમાસ્વાતિ મહાત્માએ “તત્વાર્થસૂત્રમાં એ જ કરી છે કે -તરવાથË નાના જીવ, અજીવ, પુણ્ય, પાપ, દેવ, ગુરુ, ધર્મ ઈત્યાદિ સમસ્ત તસવ Page #46 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૩૧ પદાર્થ અને તેના અર્થમાં, સંપૂર્ણ શ્રદ્ધા એનું નામ છે સમ્યગદર્શન. આ સમ્યગદર્શન આત્માને સ્વાભાવિક જ પૂર્વ જન્મના સંકારાથી ઉત્પન્ન થાય છે. અથવા કોઈ નિમિત્તથી પણ થાય છે. નિમિત્ત એટલે ગુરુના ઉપદેશથી, ધર્મગ્રંથના. વાચનથી અથવા બીજા પણ કોઈ નિમિત્તથી થાય છે. શ્રદ્ધા સિવાય કોઈ પણ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. જ્યાં સુધી શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, સમ્યક્ત્વ નથી, ત્યાં સુધી ધર્મનું આચરણ ફકત દેખાવને માટે જ થાય છે. તેમાંથી આત્મલાભ મળી શકે ખરો? નહિ જ. - સફવથી વિપરીત મિથ્યાત્વ છે. અર્થાત જેમાં દેવના ગુણ ન હોય તેને દેવ; ગુરુના ગુણ ન હોય તેને ગુરુ અને હિંસા આદિ દુર્ગતિને દેનારી વસ્તુઓને ધર્મ માને તો તે “મિથ્યાત્વ છે. જેને સમ્યક્ત્વ થાય છે, તે મનુષ્ય ધર્મ કાર્યોમાં સારી પ્રવૃત્તિ કરે છે. તેનું અંતઃકરણ દયાળુ અને પરોપકારમાં તત્પર રહે છે. દેવ, ગુરુ, ધર્મની સેવામાં તત્પર રહે છે. મુક્તિને અધિકારી પણ બને છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩ર ( ૧૩) માન હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આત્માને સત્ત્વચિત-આનંદમય બતાવ્યા છે. જૈનધર્મમાં દર્શન-જ્ઞાન-ચારિત્રમય કહ્યો છે, વસ્તુ એક જ છે. કેવળ શબ્દાન્તર છે. અર્થથી તે એક જ વાત છે. તેમાં જેને ચિત્ ' કહ્યું છે, તેને જ જૈન ધર્મમાં સમ્યગ્ ‘જ્ઞાન ’ કહ્યું છે. જૈન ધર્મ જેનાથી વસ્તુનું સ્વરૂપ જાણી શકાય, તેનું નામ છે જ્ઞાન. જૈનશાસ્ત્રોમાં જ્ઞાનના પાંચ ભેદ બતાવ્યા છે :—— ૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન ૩. અવિધજ્ઞાન ૪. મન:પર્યવજ્ઞાન ૫. કેવળજ્ઞાન ૧. મતિજ્ઞાન-મન અને ઇન્દ્રિયા દ્વારા જ્ઞાન થવું એ મતિજ્ઞાન છે. ' ૨. શ્રુતજ્ઞાન–જેમાં શબ્દ અને ાની વિચારણા રહે, અને જે જ્ઞાન મતિપૂર્વક થાય તે “ વ્રતજ્ઞાન” છે. આ બંને જ્ઞાનં, ઇન્દ્રિય અને મનની અપેક્ષા જરૂર રાખે છે. ૩. અવધિજ્ઞાન – ઇન્દ્રિય અને મનની અપેક્ષા રાખ્યા વિના જ અમુક હદ સુધી રૂપી દ્રબ્યાનુ જેનાથી જ્ઞાન થાય છે, તે અવધિજ્ઞાન છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમ જૈન ધર્મ કહે છે કે દેવતા અને નારકીના જીવાને અવિધજ્ઞાન જન્મથી જ હાય છે. ૪. મન:પર્યવજ્ઞાન-ઇન્દ્રિય અને મનની અપેક્ષા વિના જ, અમુક હદ સુધી જીવાના મનેાગત ભાવે જેનાથી જાણી શકાય, તે મન:પર્યવજ્ઞાન છે. ૫. કેવળજ્ઞાન—સંસારના સમસ્ત પદાર્થો, પછી તે રૂપી હાય કે અરૂપી, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાઈ પણ કાળના હાય, જેનાથી જાણી શકાય તેનું નામ છે કેવળજ્ઞાન. 33 અર્થાત્ સંસારને કાઈ પણ પદાર્થ કેવળજ્ઞાનીથી છૂપા નથી. કેવળજ્ઞાન થયા પછી મેાક્ષ પ્રાપ્ત કરવામાં કાઈ પણ વસ્તુની ન્યૂનતા નથી રહેતી. ફક્ત જેટલું આયુષ્ય બાકી રહે છે તેટલું પૂર્ણ કરવું પડે છે. આયુષ્ય પૂર્ણ થયા પછી કેવળજ્ઞાની જીવમુક્તાવસ્થાને પામે છે, પછી તેનું પુનરાગમન થતુ નથી. उवसमसारं खु सामन्नं । ( कल्पसूत्र ) ઉપશમ (રાગ-દ્વેષની મંદતા) એ જ જૈનધર્મીનુ પરમ ધ્યેય છે. 30 Page #49 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ (૧૪) ચારિત્ર-સંયમ ' ચારિત્ર કહેવાય છે સંયમને, ત્યાગને, ઈન્દ્રિયના નિગ્રહને, પવિત્ર આચરણને સાધુઓનાં પાંચ મહાવ્રત, દશ પ્રકારને યતિધર્મ, સત્તર પ્રકારને સંયમ, ગૃહસ્થનાં બાર વ્રતો--આ બધું ચારિત્રમાં આવી જાય છે. ચારિત્રના મુખ્ય બે ભેદ માનવામાં આવ્યા છે – સવથી અને દેશથી. અર્થાત સર્વથા ત્યાગવૃત્તિ એ સવથી ચારિત્ર અને અંશથી ત્યાગવૃત્તિ એ દેશથી ચારિત્ર કહેવાય છે. સર્વથા સંયમ (ચારિત્ર) સાધુઓને માટે છે, અને દેશથી–અમુક હદ સુધી ગૃહસ્થને માટે છે. સંક્ષેપથી કહીએ તે–હિંસા, જૂઠ આદિ જેટલી અશુભ પ્રવૃત્તિઓ છે, તે પ્રવૃત્તિઓથી દૂર રહેવું, તેનું નામ છે ચાસ્ત્રિ અથવા સંયમ. આ સંયમના સત્તર ભેદે જૈન શાસ્ત્રોમાં બતાવ્યા છે. જેના દ્વારા કર્મ ઉપાર્જન કરાય તે આશ્રવ છે. એવા પાંચ આશ્રવ છે: ૧. હિંસા, ૨. જૂઠ, ૩. ચેરી, ૪. અબ્રહ્મ, પ. પરિગ્રહ : આ પાંચ આશ્રવ છે. તેને ત્યાગ કરવો જોઈએ. ૬. સ્પર્શન (ચામડી), ૭. રસન (જિલ્લા), ૮. ધ્રાણુ (નાસિકા), ૯. ચક્ષુ (આંખ) અને ૧૦. શ્રોત્ર (કાન) : આ Page #50 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૩૫ પાંચ ઇન્દ્રિયોના વિષયમાં આસકત ન થવું, તે વિષયેથી આત્માને સ્વતંત્ર રાખો, તેનું નામ છે ઈન્દ્રિયનિગ્રહ, ૧૧. ક્રોધ, ૧૨. માન, ૧૩. માયા, ૧૪. લભઃ આ ચાર ‘કષાય” કહેવાય છે, આ કષાયને બહાર આવતા રોકવા, દબાવવા, ઉત્પન્ન ન થવા દેવા, તેનું નામ છે કષાયજય, ૧૫. મન, ૧૬. વચન, ૧૭. કાયા : આ ત્રણેને શાસ્ત્રકારોએ “દંડ બતાવ્યા છે, કેમકે આની દ્વારા જ આત્મા પિતાના પવિત્ર ઐશ્વર્યને ખોઈ બેસે છે. આ ત્રણે દંડની મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિઓને ત્યાગ કરો. આ પ્રકારે સંયમ–ચારિત્રના ૧૭ ભેદ છે. પાછળના ત્રણ પાઠેમાં (૧૧–૧૨–૧૩) બતાવેલ દશન, જ્ઞાન અને ચારિત્ર, આ ત્રિપુટીને પ્રાપ્ત કરવી એ જ મેક્ષને માર્ગ છે; એવું જૈન શાસ્ત્રોમાં કહ્યું છે. અર્થાત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્ર એ મેક્ષમાગે છે. આ ત્રણેની આરાધનાથી જીવ પોતાના સમસ્ત કર્મોનો ક્ષય કરે છે, અને સમસ્ત કર્મોને ક્ષય કરે તેનું નામ જ મેક્ષ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈન ધર્મ (૧૫) " ગૃહસ્થધામ જૈન ધર્મમાં જેમ સાધુધર્મ' બતાવ્યો છે, તેમ ગૃહસ્થધર્મ પણ બતાવ્યું છે. સાધુ હોય કે ગૃહસ્થ, પણ ધર્મનું આચરણ કર્યા વિના કોઈનું કલ્યાણ થવાનું નથી, એ નિર્વિવાદ છે. બેશક, જે સાધુને ધર્મ છે, તે જ ગૃહસ્થોને ન હોઈ શકે, કેમકે બંનેની મર્યાદાઓ ભિન્ન છે. સાધુ તે સંપૂર્ણ દુનિયાદારીને છાંડી દે છે, એટલા માટે તેમને ન દ્રવ્યથી મતલબ છે કે ન ઘરબારથી : ન સ્ત્રીથી મતલબ છે કે ન પુત્રપરિવારથી. એટલા માટે હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ આદિ તેમને માટે સર્વથા ત્યાજ્ય છે, પરંતુ ગૃહસ્થને બધું ય નભાવવું પડે છે– ચલાવવાનું હોય છે. એટલે તેમના માટે કંઈ મર્યાદા તે હેવી જ જોઈએ. જૈન શાસ્ત્રમાં ગૃહસ્થને ધર્મ સાધુઓથી ભિન્ન બતાવ્યો છે. - જે લેકે “જૈનધર્મ પાળે છે, તેને જૈન શાસ્ત્રોમાં શ્રાવક અને શ્રાવિકા કહ્યાં છે. એની મતલબ એ નથી કે કેવળ વાણિયા જ જૈનધર્મ પાળે. કઈ પણ જાતિને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શક હેય-કઈ પણ મનુષ્ય જૈન ધર્મને પાળવાને અધિકારી છે. અને તે પણ શ્રાવક-શ્રાવિકા કહી શકાય છે. ભગવાન મહાવીર દેવના મુખ્ય દસ શ્રાવકાનું વર્ણન શાસ્ત્રોમાં આવે છે. એ દશમાં કેટલાક કુંભાર હતા Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને કેટલાક કણુખી હતા. શ્રાવકના અતા એ જ છે કે શ્રવણ કરે, હિતકર વચનેને સાંભળે, અર્થાત્ કલ્યાણમાને ગ્રહણ કરવામાં તત્પરતા રાખે એનુ નામ છે શ્રાવક. પછી તે કાઈ પણ હાય. સાધુઓને માટે જેમ પાંચ મહાવ્રત જૈનશાસ્ત્રોમાં બતાવ્યાં છે, તેવાં જ શ્રાવકાને માટે—ગૃહસ્થાને માટે ખાર વ્રત બતાવ્યાં છે. :૩૭ એ ભૂલવું ન જોઈએ કે આ સંસાર આધિ (માનસિક પીડા), વ્યાધિ (શારીરિક પીડા) અને ઉપાધિ (પુત્ર પરિવાર, ધન, માલ, મિલ્કત ઈત્યાદિ સબધી ચિંતા)આથી ભરેલા છે. તેમાં ફસાઈને મનુષ્ય દુ:ખા ઉઠાવે છે. દુઃખ એ ભૂલાનુ પરિણામ છે. મનુષ્ય પોતાના ધર્મનું પાલન ન કરવાની ભૂલ કરે છે, એટલા માટે જ દુ:ખી થાય છે. શાસ્ત્રકારોએ યમ-નિયમ બતાવ્યા છે, તે એટલા માટે જ કે કાઈ પણ પ્રકારે મનુષ્ય પેાતાના કર્તવ્ય-પથ પર રહે અને ધ્યેયને પ્રાપ્ત કરે. લેાભી વૃત્તિ ઓછી કરીને, ઉપાધિઆને કમ કરી કંઈક સુખી જિંદગી વ્યતીત કરાય, એ જ તેને ખાસ હેતુ છે. સ'સારમાં રહેવા છતાં, કંઈ ને કંઈ કરવું જરૂરી છે, એટલા જ માટે જૈન ધર્મમાં ગૃહસ્થાને માટે બાર વ્રત બતાવવામાં આવ્યાં છે. ખારવ્રતનાં નામ આ છે: ૧. સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રત, ૨. સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત, ૩. સ્થૂલ Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમ અદત્તાદાનવિરમણુ વ્રત, ૪. સ્થૂલ મૈથુનવિરમણ વ્રત, ૫. સ્થૂલ પરિગ્રહવિરમણ વ્રત, ૬. દિગ્બત, ૭. ભાગાપભાગપરિમાણ વ્રત, ૮. અનંદ'વિરમણ વ્રત, ૮. સામાયિક વ્રત, ૧૦, દેશાવકાસિક વ્રત, ૧૧. પૌષધ વ્રત અને ૧૨. અતિથિસ*વિભાગ વ્રત, ૩૮ આ બારે ત્રતામાં પ્રારંભનાં પાંચ ‘ અણુવ્રત ' કહેવાય છે. અણુ ’ • એટલે નાના, કેમકે સાધુઓના મહાવ્રતાની અપેક્ષાએ ગૃહસ્થાનાં વ્રત ઘણાં અલ્પ છે. પછીનાં ૬ થી ૮ આ ત્રણ ‘ગુણવ્રત' કહેવાય છે. કેમકે પાંચ અણુવ્રતાને આ ઉપકારી હાય છે, સહાયક થાય છે. અને અન્તિમ ચાર શિક્ષાવ્રત કહેવાય છે. શિક્ષાવ્રત એટલા માટે કે આ પ્રતિદિન અભ્યાસ કરવા યેાગ્ય છે. . જે ગૃહસ્થ શ્રાવક આ બાર વ્રતા ગ્રહણ કરે છે, તેના નિયમ કરે છે, અને તેનું પાલન કરે છે, તે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં ઘણાં પાપાથી બચી જાય છે. તેના ઉપર કદી રાજકીય આફત આવતી નથી. તેનું ચિત્ત પણ સ્થિર રહે છે, અને સ તાષથી—સુખથી જિ.ગી વ્યતીત કરે છે. જે ગૃહસ્થ પૂરાં બારે ત્રાને અગીકાર ન કરી શકે તે, તેમાંથી જેટલાં પોતાથી પાળી શકાય ર ૧–૨-૪-૬-૮ તેટલાં ગ્રહણ કરી શકે છે. આ ખારે વ્રતાને અંગીકાર કરનાર મનુષ્યાએ પહેલાં સમ્યકૃત્વ પ્રાપ્ત કરવુ જોઈએ. અર્થાત્ દેવ, ગુરુ અને ધર્મ પર સંપૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ ધરાવવા જોઇએ. Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમ (૧૬) મારે ત હવે બાર ત્રતાનું સક્ષેપથી વિવેચન કરીશુ. ૧. સ્થૂલ પ્રાણાતિપાવિરમણ વ્રત—આમાં આટલા શબ્દો છે. સ્થૂલ+પ્રાણ+અતિપાત+વિરમણુવ્રત. એનેા અર્થ છે, સ્કૂલ ઝવેાની હિ ંસાથી દૂર રહેવાનુ વ્રત. ૩૯ જીવાના બે ભેદ પહેલાં જ દેખાડવામાં આવ્યા છે. એક સ્થાવર અને બન્ને ત્રસ. ૧. પૃથ્વીકાય, ૨. અપકાય, ૩. તેઉકાય, ૪. વાયુકાય અને ૫. વનસ્પતિકાય—એ પાંચ એકેન્દ્રિય જીવેાની હિ'સાથી ગૃહસ્થાએ બચવું સર્વથા કઠણુ જ નહિ, તદ્દન અસવિત છે, એટલા માટે સ્થૂલ ત્રસ વેની હિંસાને ગૃહસ્થ ત્યાગ કરે. ગૃહસ્થાને ખેતી કરવી પડે છે, મકાન બનાવવાં પડે છે, ઈત્યાદિ અનેક પ્રકારનાં આરંભ-સમાર ભના કાર્ય ગૃહસ્થાને કરવાં પડે છે, તેમાં એઇન્દ્રિયાદિ જીવાની હિંસા પણ સ ંભવિત છે. જો કે ગૃહસ્થના વિચાર તે જીવાની હિંસા કરવાના નથી, તા પણ વિના વિચારે પણ હિંસા તેા થાય છે જ. એટલા માટે આ પ્રથમ વ્રત આ પ્રકારનું બતાવેલું છે:-નીરાષ્ટ્રનઝન્તનાં દિમાં કૂપરચનૈત.'' નિરપરાધી ત્રસ જીવાને, ઇરાદાપૂર્વક–સંકલ્પપૂર્વક મારવાના ઇરાદાથી ન મારે. આમાં એ વાતા ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ એકતા એ કે આમાં જે કે સ્થાવર જીવાની હિંસાના ત્યાગ કર્યો નથી, પરંતુ પાણી, વનસ્પતિ આદિ જીવાની નિરક હિં’સા ન થાય, તેનેા તા ખ્યાલ રાખવા જ જોઈએ. ખીજી વાત એ છે કે આમાં નિરપરાધી જીવાની હિંસાના ત્યાગ બતાવેલા છે, એટલા માટે એમ ન સમજવું જોઈએ કે વીંછી, સાપ, વાઘ, માંકડ, જૂ આદિ જ્વ અમારા અપરાધી છે અને અપરાધી સમજીને તેને મારવામાં આવે. સાપ, વીછી, વાધ આદિ જાનવર તા સ્વયં મનુપૃથી એટલાં બધાં ડરે છે, કે તેઓ મનુષ્યથી સંતાઈને રહેવાને ઇચ્છે છે. જ્યાં જ્યાં મનુષ્યાની આબાદી હેાય છે, ત્યાં ત્યાંથી તે દૂર જ ચાલ્યાં જાય છે; અને જ્યાં સુધી તેઓ કાઈ પણ જાતના દુખાવમાં, ભયમાં, આફતમાં નથી આવતાં અથવા ગભરાતાં નથી, ત્યાં સુધી મનુષ્ય પર કદી હુમલે કરતાં નથી. તે બિચારાં નિર્દોષ જીવેાને અપરાધી સમજીને તેમના પ્રાણ લેવે—એ મનુષ્યના ભયંકર અત્યાચાર છે ગુને છે. આ ગુનાની સજ્જ મનુષ્યા અનેક પ્રકારના રાગ, ભૂકમ્પ, જલપ્રલય, આગ વગેરે દ્વારા પામે છે. જે મનુષ્ય શુદ્ધ અહિંસાનું શુદ્ધ દયાનું પાલન કરે છે તેને કાઈ જીવ તકલીફ દેતા નથી. એટલે ‘ નિરપરાધી ’ વિશેષણુના દુરુપયોગ ન કરવા જોઈએ. ‘ નિરપરાધી ’વિશેષણુ એટલા માટે દીધું છે કે માના, કાઈ ન્યાયાધીશની સામે એક ખૂનને ગુનેગાર આવ્યા. કાયદાની દૃષ્ટિએ તે ફ્રાંસીની સજાને ચેાગ્ય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૪૧ તે વખતે તે અપરાધીને દંડ કરવા, સજા કરવી, તે ન્યાયાધીશને માટે જરૂરી છે. એ જ રીતે કોઈ દુષ્ટ આદમી કેાઈ બહેન–બેટી ઉપર અત્યાચાર કરે છે, ચોરી કરે છે; તે તે સમયે અપરાધી ગણાય છે અને તે અપરાધની સજા કરવી ગૃહસ્થને માટે અનુચિત સમજાતી નથી. ૨. સ્થલ મૃષાવાદવિરમણ વ્રત–થવું તે એમ જોઈએ કે સૂક્ષ્મથી સૂક્ષ્મ અસત્ય પણ ન બોલવું જોઈએ, પરંતુ જે લેકે એટલું પાલન કરી શકતા નથી, તેને માટે સ્થૂલ મૃષાવાદ–જૂઠાને ત્યાગ દેખાડે છે. શાસ્ત્રકાર કહે છે, અને અનુભવથી જણાય છે કે અન્ય વ્રતનું પાલન કરવાનું જેટલું કઠિન નથી તેનાથી કેટલાયે ગણું અધિક કઠિન આ વ્રતનું પાલન કરવાનું કામ છે. ક્રોધ, લોભ, ભય અને હાસ્ય–આ ચાર કારણથી મનુષ્ય જૂઠું બોલે છે; અને આ ચાર વાત એવી છે કે જેને છોડવી બહુ કઠિન છે. એટલા માટે મનુષ્ય બહુ સાવધાન રહે અને પિતાના જીવનની કંઈક કિંમત સમજે, ત્યારે જ તે જૂઠથી બચી શકે છે. જે ગૃહસ્થ સર્વથા જૂઠને ત્યાગ નથી કરી શક્તા, તેને પણ આ પાંચ વાતમાં તે કદી જૂઠું ન બેસવું જોઈએ. (૧) વરકન્યા સંબંધી –કોઈ યુવક-યુવતીને વિવાહ સંબંધ થતું હોય, ત્યારે પુરુષમાં અથવા સ્ત્રીમાં જે જે પ્રકારના ગુણદોષ હાય, શરીર સંબંધી રંગ-ઢંગ, અંગ Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ઉપાંગ વગેરે જે પ્રકારના હોય તેવાં જ કહેવાં જોઈએ. એવું નહિ કે હેય કંઈક અને બતાવે તેથી ઉલટું. એવું જૂઠું કદી ન બેલવું જોઈએ. (૨) પશુ સંબંધી –હાથી, ઘોડા, ગાય, બળદ, ભેંસ આદિ જાનવરોને ફય-વિક્રય થતું હોય, તે તે સમયે તે વિષયમાં પણ જૂ ન બેસવું. દૂધ ન આપતું હેય ને દૂધ દે છે એમ કહે. જાનવર વૃદ્ધ હેય ને જુવાન છે એમ કહે. આ ભયંકર જૂઠું છે. એવું જ હું કદી ન બેસવું. ૩) ભૂમિ સંબંધી ઘર, હવેલી, બાગ, બગીચા, ખેતર આદિ સંબંધી જૂઠું ન બેસવું. અર્થાત પિતાનું હેય ને પારકાનું કહે, પારકાનું હેય ને પિતાનું કહે. એવું કદી ન બોલવું જોઈએ. (૪) થાપણસે –વિશ્વાસથી કંઈ મનુષ્ય કંઈ ચીજ પિતાને ત્યાં રાખી હોય અને પાછી લેવા આવે ત્યારે સાફ ના પાડી દેવી; અથવા ઓછી છે એમ સ્વીકારવું, આ જૂઠું જ નથી, પરંતુ વિશ્વાસધાત પણ છે. એવું જૂઠું ન બેલવું જોઈએ. (૫) જૂઠી સાક્ષી –ાઈના ઝગડામાં જૂઠી સાક્ષી દેવી. બન્યું હોય કંઈ અને કહેવું કંઈ. એવી જૂઠી સાક્ષી પૂરવાથી એક પક્ષને બહુ જ નુકસાન થાય છે, તેના આત્માને દુઃખ થાય છે, એટલા માટે જૂઠી સાક્ષી પણું ન દેવી જોઈએ. Page #58 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૪૩ આ પાંચ પ્રકારનાં અસત્યને તે ખાસ કરીને ત્યાગ કરવો જોઈએ. ૩. સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રત:-ન દીધેલી. ચીજને ગ્રહણ કરવી–લેવી એનું નામ છે ચોરી. આ ચેરીના ત્યાગનું વ્રત. સર્વથા સૂકમ ચારીને ત્યાગ ન કરનાર ગૃહસ્થ ઓછામાં ઓછે સ્કૂલ ચેરીને ત્યાગ તે કરવો જ જોઈએ. ચોરી કરવાની બુદ્ધિથી કોઈની ચીજ ઉઠાવી લેવી, એનું નામ છે ચોરી. રસ્તામાં પડેલી કોઈ ચીજ ઉઠાવી લેવી, જમીનમાં દાટેલું કેઈનું ધન કાઢી લેવું, કેઈની મૂકેલી થાપણ હડપ કરી લેવી, કેાઈની ચીજ ઇરાદાપૂર્વક ચેરી લઈ જવી–આ બધી ચેરીઓ જ છે. કેઈન. મકાનમાં ખાતર પાડવું, કોઈનું તાળુ તોડીને માલ લઈ જવો, કેઈની ગાંઠ કાપવી, દાણચોરી (કસ્ટમ ચોરી) કરવી, ઓછું દેવું, વધારે લેવું, વળી જેનાથી રાજદંડ. થાય અને લોકદષ્ટિમાં અપમાન થાય—એ બધી ચેરી જ છે. એવી ચોરી ન કરવી એ આ વ્રતને આશય છે. ૪. સ્થલ મૈથુનવિરમણ વ્રત –ગૃહસ્થ સ્વદારા-- સંતેષી રહીને પરસ્ત્રીને ત્યાગ કર —એ આ વ્રતને અર્થ છે. વેશ્યા, વિધવા અને કુમારી—કેઈ પણ સ્ત્રી અર્થાત પિતાની વિવાહિતા સ્ત્રીને છોડીને બીજી સાથે સંબંધ ન કરે, પણ માતા, બહેન અને પુત્રી સમજે. એ પ્રકારે સ્ત્રીઓને માટે પણ પિતાના વિવાહિત પતિને છોડી બધા પુરુષો પિતા, Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈન ધ પુત્ર અને ભાઈ છે—એમ નિયમ રાખે. ‘ સ્વારા-સ`તાષ ’ની મતલબ જ એ છે કે પેાતાની સ્ત્રીની સાથે પણ મર્યાદિત સંગ રાખે. સ્વસ્રીની સાથે પણ મર્યાદાના ભંગ કરનાર વ્યભિચારી ગણાય છે, એટલા જ માટે ગૃહસ્થ સ્વદારાસતાષી અને પરસ્ત્રીના ત્યાગી બને, ૪૪ ૫. સ્થૂલ પરિગ્રહપરિમાણ વ્રત :—સંસારના પદાર્થો ઉપર જેટલી મૂર્છા વધારે હેાય છે, તેટલે જ અસ તાજ, અવિશ્વાસ, હિંસા આદિ વિશેષ થાય છે, અને એ જ દુઃખનું કારણ છે, એટલા માટે પરિગ્રહમાં નિયંત્રણ કરવું જોઈએ. ઇચ્છાનુ કંઈ ઠેકાણુ` છે? આ ઇચ્છાને નિયમમાં રાખવી, મર્યાદિત બનાવવી, એ જ આ વ્રતના હેતુ છે ધન-ધાન્ય, સાનું-ચાંદી, ધર-ખેતર,જમીન-પશુ આદિ જેટલા કાઈ પણ પદાર્થ છે, તેની એક મર્યાદા કરી લેવી જોઈએ, અને તે મર્યાદાથી અધિક મિલ્કત થઈ જાય, પૈસા વધી જાય તે તે ધર્મકાર્યમાં, પાપકારમાં વ્યય કરવા જોઈએ. અપરિગ્રહ અથવા અપરિગ્રહ વ્રત, આત્માને શાંતિમાં રાખે છે, સંકટામાંથી બચાવે છે અને સમાજવાદને પણ પુષ્ટ કરે છે. આનાથી પાપકારને પરાપકાર થાય છે. : ૬. દ્વિગ્નત : ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દિશાઆમાં જવા-આવવાની મર્યાદા બાંધવી. અર્થાત આટલા કાથી વધારે ન જવું. આ વ્રત લાભવૃત્તિ પર અંકુશ રાખે છે અને અનેક પ્રકારની હિ’સાથી પણ બચાવે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમ ૭. . ભેગાપભેગપરિમાણ વ્રત ઃ—સંસારમાં પદાર્થોના કંઈ જ અ`ત નથી, બધા પદાર્થાને મનુષ્ય કામમાં પણ નથી લાવતા. તથાપિ જ્યાં સુધી ઇચ્છાને રાધ નથી. કર્યો ત્યાં સુધી ચીજોને ત્યાગ નથી થતા. એટલા માટે જરૂરતથી વધારે વસ્તુએ કામમાં નહિ લાવવાના નિયમ કરવા, એ આ વ્રતના આશય છે. ભાગાપભાગમાં બે શબ્દો છે, ભાગ+ઉપભાગ. જે ચીજ ફક્ત એક જ વખત કામમાં આવે છે, તે ભાગ્ય વસ્તુ છે, અને જે ચીજ અનેકવાર કામમાં આવે તે ઉપભાગ છે. અનાજ, પાણી, વિલેપન ઈત્યાદિ ચીજો ભાગ છે, અર્થાત્ તે ચીજો ખીજી વાર કામમાં નથી આવતી. મકાન, વસ્ત્ર, આભૂષણ ઈત્યાદિ ચીજો ઉપભાગ છે, એકની એક જ ચીજ અનેકવાર કામમાં લઈ શકાય છે. ૪૫ આ ચીજોનું પરિમાણુ નિશ્ચિત કરી લેવું જોઈએ. આ પ્રકારે નિશ્ચિત નિયમ કરવાથી તૃષ્ણા પર જખરદસ્ત અંકુશ આવી જાય છે. ઇચ્છાઓને-તૃષ્ણાને—ચિત્તની ચંચળતાને રાકવાના ઉપાય એ જ છે કે પ્રત્યેક ચીજને નિયમ કરવા. આછામાં ઓછી અને જરૂર સિવાયની અધિક ચીજો શા માટે કામમાં લાવવી જોઈએ ? જ્યારે પરિમિત ચીજોને ઉપયેગ કરવાની વૃત્તિ થઈ જશે, પછી માંસ, મદિરા આદિ અભક્ષ્ય અને આત્માનું પતન કરનારી ચીજોને Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈન ધર્મ ત્યાગ તે! અનાયાસે સિદ્ધ છે. અર્થાત્ જે ચીજો અભક્ષ્ય છે, તે કદી કાનમાં લેવી ન જેઈએ, તેને તેા ત્યાગ જ કરવા જોઈએ. આજે સંસારમાં આટલી બેકારી, આટલું દુ:ખ શા કારણથી થાય છે? મનુષ્યની ઇચ્છાઓ પર કાઈ અંકુશ જ નથી. જેની પાસે દ્રવ્ય છે, તે એવી એવી ચીજોનું પ્રદર્શન પોતાના ઘરમાં બનાવે છે કે જેના કઈ ઉપયેગ જ નથી. નકામા ખરચ કેટલે! વધી રહ્યો છે? ધર્મશાસ્ત્રને ભૂલવાનું આ પરિણામ દેશમાં આવેલું છે. આર્થિક, આત્મિક અને શારીરિક બધી દ્રષ્ટિએ મનુષ્ય પડતે જ જાય છે. આ ભાગાપભાગવિરમણુ વ્રત, એક જ એવુ છે કે જે મનુષ્યને, બલ્કે આખા દેશને સુખી બનાવી શકે છે, અનેક પાપાથી પણ બચાવી શકે છે. આ નિયમની દૃઢતાને માટે પ્રતિદિન મનુષ્યને ચૌદ નિયમ ધારવાનુ` કહેવામાં આવ્યું છે. આ ચૌદ નિયમ પછીના પ્રકરણમાં બતાવવામાં આવશે. ૮. અન ડિવરમણ વ્રત :—વિના પ્રયોજન પાપ અધ થાય, એવી ક્રિયાથી દૂર રહેવુ. એનું નામ છે, અનદંડવિરમણ વ્રત. વ્ય-ખરાબ વિચાર કરવા દુર્ધ્યાન કરવુ, પાપાપદેશ દેવા, અનીતિ, અન્યાય, ાડમાં પ્રવૃત્તિ કરવી, શસ્ત્રાદિ ઉપકરણ કાઈ હિં ́સક મનુષ્યને આપવું, ખેલતમાસા જોવા, ઠઠ્ઠા-મશ્કરી કરવી ઃ આ બધા અનંદ ડ— નિરક પાપાચરણનાં કાર્યો છે, એવાં કાર્યોથી દૂર રહેવુ. Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૪ ૯. સામાયિક વ્રત સામાયિકમાં સમઆય+ઈક આ ત્રણ શબ્દ છે. આનો અર્થ એ છે કે જેનાથી મોક્ષમાર્ગને લાભદાયક ભાવ ઉત્પન્ન થાય. સમસ્ત જીવો ઉપર સમાનભાવ-રાગ-દ્વેષ રહિત ભાવ ધારણ કરી, એકાન્ત સ્થાનમાં બે ઘડી (૪૮ મિનિટ) ધ્યાનમાં બેસવું, એનું નામ છે સામાયિક. આ સામાયિકમાં બેસીને મનુષ્ય આત્મચિંતવન કરે, મોહ-મમત્વને દૂર કરે, સમભાવ વૃત્તિને ધારણ કરે, પછી ગમે તે ઉપદ્રવ આવે, પરંતુ ચલાયમાન ન થવું જોઈએ. સંક્ષેપમાં કહીએ તે મન, વચન, કાયાની અશુભવૃત્તિઓ રેકીને શુભ ધ્યાનમાં ચિત્ત લગાવી બેસી જવું જોઈએ. સામાયિક, એ બે ઘડીની સાધુવૃત્તિ છે. સામાયિક તે શું, પણ ઈશ્વરનું ધ્યાન કરવાને સમય, ભક્તિ કરવા વખતે, ગુરુ-સેવાના અવસરે, એવી હરએક શુભ પ્રવૃત્તિ વખતે એવા ષોથી બચીને જે ક્રિયા કરવામાં આવે છે તે ક્રિયાનું બહુ ફળ મળે છે. વિધિ અને શુદ્ધિ, વિવેક અને વિનય પ્રત્યેક ધાર્મિક ક્રિયામાં રાખવા જોઈએ. ૧૦. દેશાવકાસિક વ્રત –છઠ્ઠા વ્રતમાં દિશાઓનું જે પરિમાણ કરેલું છે, એ યાજજીવન પર્યતનું છે. તેમાં ક્ષેત્રની બહુ વિશાળતા રાખેલી હોય છે; પરંતુ હંમેશને માટે તેની મર્યાદા સંક્ષેપમાં કરવામાં આવે–એ આ વ્રતને આશય છે. અર્થાત બે હજાર માઈલ સુધી જવાને નિયમ છઠ્ઠી વ્રતમાં રાખવામાં આવ્યો હોય, પરંતુ કેઈ કેાઈ Page #63 -------------------------------------------------------------------------- ________________ ४८ જૈન ધર્મ દિવસે દેશાવકસિ વ્રતનું પાલન કરવા માટે બે કેસ, પાંચ કેસ અથવા ઘરથી બહાર ન જવું; અથવા પ-૭ કલાક સુધી એક જ સ્થાને બેસીને જ્ઞાન–ધ્યાન કરવું, ઊઠવું નહિએવી પ્રતિજ્ઞા કરવામાં આવે તેને “દેશાવકાસિક વત' કહે છે. પ્રથમનાં શૂલપ્રાણાતિપાત વિરમણ વ્રતાદિ પાંચ અણુવ્રતમાં જે નિયમ કરવામાં આવ્યું છે, તેને પણ ચાર માસ, એક માસ, વીસ દિવસ, અહેરાત્રિ, એકરાત્રિ–એમ સંક્ષેપ પણ આ વ્રતને અનુસાર કરી શકાય છે. ૧૧. પૌષધ વતઃ–ધર્મને જે પુષ્ટ કરે એનું નામ પૌષધ. ૧૨-૨૪-૪૮ અથવા જેટલી ઈચ્છા હોય તેટલા કલાકને માટે સાંસારિક પ્રવૃત્તિઓને છેડી કેવળ સાધુવૃત્તિથી ધર્મસ્થાનમાં બેસી ધર્મક્રિયામાં આરૂઢ રહેવું એ પૌષધવત છે. જેટલા સમયને પૌષધ હેય તેટલા સમય સુધી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલન કરવું. સ્નાન, તેલમર્દન વગેરે કોઈ પ્રકારને શંગાર ન કર. વનસ્પતિ, કાચું પાણી આદિ સચિત્ત (જીવવાળા) પદાર્થને ન અડકવું. જેમાં હિંસા થાય એવી ક્રિયા ન કરવી. અને ઉપવાસ, આયંબિલ, કે એકાસણું જેવી ૧. ઉપવાસ–સર્વથા આહારનો ત્યાગ. ૨. આયંબિલ–દિવસે એક જ વખત એક જ સ્થાન પર બેસીને ભોજન લેવું; જેમાં ઘી, દૂધ અને દહીં, ગોળ, તેલ અને તળેલી વસ્તુઓ તથા મુખવાસ સોપારી વગેરે, તથા અન્ય કાઈ સ્વાદિષ્ટ ચીજ ન ખાવી. કેવળ લુખી રોટલી અને ફીકી દાળ વગેરે લેવું. ગરમ પાણી Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ તપસ્યા કરવી–એ પૌષધની ખાસ ક્રિયા છે. ૧૨. અતિથિવિભાગ વ્રત-જેણે લૌકિક પર્વ ઉત્સવાદિને ત્યાગ કર્યો છે, તે અતિથિ છે. એવા અતિથિ તેઓ જ કહેવાય છે કે જેઓએ આત્માની ઉન્નતિ માટે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી સ્વ-પર કલ્યાણકારી સંન્યાસ , માર્ગને ગ્રહણ કર્યો છે. એવા મુમુક્ષુ મહાત્માઓને અન્નપાણું, વસ્ત્ર આદિ આવશ્યક ચીજોથી સત્કાર કરવો, એ અતિથિસંવિભાગ વતનો હેતુ છે. પિતાના ઉપયોગની ચીજોમાં અતિથિઓના માટે વિભાગ કરવાનું જે વ્રત તે જ અતિથિસંવિભાગ વ્રત” છે. સાધુઓને બીજું શું જોઈએ ? અન્ન, પાણી અને વસ્ત્ર. ગૃહસ્થો વર્ષમાં કે મહિનામાં એવા બે-ચાર દિવસે અવશ્ય રાખે, કે જે દિવસે સાધુ-સંતોને ભિક્ષા આપ્યા પછી જ ભજન કરે. જે દિવસે અતિથિસંવિભાગ દ્રત હેય, તે દિવસે તેણે એવી પ્રતિજ્ઞા કરવી જોઈએ કે આજે મારે ત્યાં કોઈ સાધુ-સંત આવે અને તેઓ પીવું–આને જૈન ધર્મમાં આયંબિલ કહે છે. ૩. એકાસણું–અભક્ષ્ય અને અપેયને છેડીને કંઈ પણ અચિત્ત પદાર્થ એક જ સ્થાને બેસી દિવસે એક જ વાર ખાઈ શકાય છે. ગરમ પાણી પીવું જોઈએ—અને એકાસણું Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમ ભિક્ષા લઈ જાય, પછી જ હું ભેજન કુરીશ. જો સાધુસંત ન આવે તે હું ભોજન નહિ કરું!' એવી પ્રતિજ્ઞા પ્રભાતે ઊઠીને જ કરે. ગામમાં જે કાઈ સાધુ–સંત હાય તેમને પ્રાર્થના કરે કે મહારાજ ! મારે ત્યાં ભિક્ષા માટે પધારા !’ પરંતુ એ જાહેર કરવું ન જોઈએ કે ‘ મારે અતિથિસ વિભાગ વ્રત છે. આપ ભિક્ષા માટે નહિ આવેશ, તા મારે ઉપવાસ કરવા પડશે.' < જો પેાતાના ગામમાં સાધુ–સતા ન હેાય, તેા કાઈ સ્વધમી અથવા સુપાત્ર ચેોગ્ય પુરુષને આમંત્રણ આપી પેાતાને ત્યાં લઈ જાય અને ભોજન કરાવ્યા પછી જ જમે. આવા પ્રકારે ગૃહસ્થનાં બાર વ્રત છે. सेयंबरो य आसंबरो य, बुद्धो वा तह य अन्नो वा समभावभाविअप्पा, लहई मुक्खं न संदेहो ! ( શ્વેતાંબર હાય, દિગંબર હાય, બૌદ્ધ હાય કે અન્ય કાઈ હાય, પણ જેને આત્મા સમભાવથી વાસિત છે, તે મેાક્ષ મેળવે છે; એમાં શંકા નથી.) Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ( ૧૭ ) ચૌદ નિયમ આવે છે, તે મનુષ્યના કામમાં જેટલી વસ્તુએ અધાના ચૌદ વિભાગ કરવામાં આવ્યા છે. પ્રાત:કાળ ઊઠતાં જ મનુષ્ય ધારી લે, કે મારે આજે કેટલી ચીજો કામમાં લાવવી જોઈએ. તેની મર્યાદા બાંધી ખાકી બધાના ત્યાગ. ચૌદ નિયમે! આ છેઃ (૧) સચિત્ત—માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ—આ ચીજોમાં જીવ છે, જેમાં જીવાય તે સચિત્ત કહેવાય છે, એટલે નિયમ કરવા કે આજે મારે માટી, નિમક વગેરે કેટલુ કામમાં લાવવું ? ૫૧ ~~પીવા અને સ્નાન કરવા વગેરે માટે પાણી કેટલુ કામમાં લાવવું ? -ચૂલા આદિ જેમાં અગ્નિ બાળવામાં આવે તે કેટલા કામમાં લાવવા ? કરવી. —પ્’ખા, હિડાળા ઈત્યાદિ માટે સખ્યા નિશ્ચિત કરવી. —લીલી વનસ્પતિના નિયમ કરવા કે આટલાથી વધારે કામમાં નહિં લેવાય (ર) દ્રવ્ય—ખાવાપીવાના પાર્થીની સંખ્યા નિશ્ચિત Page #67 -------------------------------------------------------------------------- ________________ પર જૈન ધર્મ - આ આ વિકાર તેલ. (૩) વિગય–માંસ, મદિરા, મધ, માખણ આ ચાર મહાવિકૃતિ છે, જેનાથી ઇન્દ્રિમાં વિકાર થાય છે. તેનો સર્વથા ત્યાગ કરો. ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ અને તળેલી વસ્તુઓ–આ છમાંથી રોજ ૧-૨-૩ જેટલી બની શકે તેટલી ત્યાગવી. (૪) વાણહ–જેડા, ચંપલ, મોજાં વગેરેની સંખ્યા નિશ્ચિત કરવી. (૫) તબેલ–પાન, સોપારી, ઈલાયચી આદિ મુખવાસની ચીજોની સંખ્યા મુકરર કરવી, (૬) વસ્ત્ર–કપડાંની સંખ્યા નક્કી કરવી. (૭) કુસુમ–કૂલ, તેલ, અત્તર વગેરેનું પરિમાણ કરવું. (૮) વાહન–ગાડી, મેટર, ઘોડા, ઊંટ, ટાંગા, નાવ, હવાઈ જહાજ (એરપ્લેન) આદિ સવારીની સંખ્યા નિશ્ચિત કરવી. (૯) શયન–પલંગ, આસન, ગાદી, તકિયા વગેરેની સંખ્યા નક્કી કરવી. (૧૦) વિલેપન–ચંદન, તેલ, અત્તર, સાબુ વગેરે નક્કી કરવું. (૧૧) બ્રહ્મચર્ય-પરસ્ત્રીનો ત્યાગ, સ્ત્રીઓ માટે પર પુરુષનો ત્યાગ. સ્ત્રી (સ્વપતિ)ને માટે પણ તે દિવસે મર્યાદા નક્કી કરવી. Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧ (૧૨) દિશિ–પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર, નીચે, કેટલા કેસ સુધી જવું-એ નક્કી કરવું. (૩) સ્નાન–દિવસમાં કેટલી વખત સ્નાન કરવું. (૧૪) ભત્ત–ભોજન, પાણી, દૂધ, શરબત આદિનું વજન નક્કી કરવું. આ ચૌદ નિયમોથી અતિરિક્ત – (૧) અસિ–શસ્ત્ર, ઓજારની સંખ્યા નક્કી કરવી. (૨) મસી–ખડિયે, કલમ, હોલ્ડર, પેન્સિલ વગેરેની સંખ્યા મુકરર કરવી. (૩) કૃષિ–જમીન, બગીચ વગેરેની વીધાની અમુક સંખ્યા મુકરર કરવી. णो लोगस्सेसपां चरं । લકવાદને અનુસરશે નહીં–ક્સિની દેખાદેખી કરશે નહિ. (આચારાંગ) Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ [૧૮]. ગૃહસ્થાનું દિનકૃત્ય જૈન ધર્મ કહે છે કે ગૃહસ્થાશ્રમ એક એ આશ્રમ છે, કે જેના પર બધા આશ્રમોનો આધાર છે. પવિત્ર ગૃહસ્થાશ્રમી ઉત્તમ અને સરકારી સંતતિ ઉત્પન્ન કરી શકે છે, અને તે સંતતિ બ્રહ્મચર્યાશ્રમનું સારી રીતે પાલન કરી શકે છે. ભુક્તભોગી, વિદ્વાન અને સચ્ચરિત્રશીલ ગૃહસ્થ સનપ્રસ્થ આશ્રમમાં જઈ સમાજની સેવા ઠીક રીતે કરી શકે છે, અને તે સંન્યસ્ત આશ્રમમાં જઈને ઉત્તમ ચારિત્રધારી થઈ સ્વ પર કલ્યાણ સાધી શકે છે. એટલા જ માટે ગૃહસ્થાશ્રમ શુદ્ધ અને પવિત્ર હે જઈએ—અર્થાત ગૃહસ્થોએ પણ પિતાનું દિનકૃત્ય એવું રાખવું જોઈએ કે જેથી આલેક અને પરલોક બંને સુધરે. બ્રાહ્મમુહૂર્તમાં જાગવું, ઈશ્વરનું ધ્યાન-પ્રાર્થના કરવી, સવારની સંસ્થા (જેને જૈનધર્મમાં પ્રતિક્રમણ કહે છે) કરવી, દેવદર્શન, ગુરુવંદન, ગુરુને ઉપદેશ સાંભળો, ૧. બ્રાહ્મમુહૂર્ત તે સમય છે જ્યારે રાત્રિની ૪ ઘડી (૧ કલાક) બાકી રહે છે. ૨. પ્રતિક્રમણને અર્થ છે–પાપથી પાછા હઠવું કરેલાં પાપો પશ્ચાત્તાપ અનેક્ષિવિષ્યમાં પાપ ન કરવાં માટે સાવધાન રહેવું. Page #70 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ દેવપૂજ, ભોજન, વ્યાપાર, સૂર્ય આથમ્યા પહેલાં વાળુ (સાંજનું ભોજન), સાંજની સંધ્યા-પ્રતિક્રમણું અને શયન: –આ બધે ગૃહસ્થને કાર્યક્રમ હેવો જોઈએ. રાત્રિભોજન કદી ન કરવું જોઈએ. અહિંસાની દૃષ્ટિથી અને તંદુરસ્તીના હેતુથી પણ ગૃહસ્થ રાત્રિભોજનને ત્યાર રાખવો જ જોઈએ. મતલબ કે ગૃહસ્થ પિતાનું દિન-કૃત્ય એવું બનાવવું. જોઈએ કે જેથી વ્યવહાર-દુનિયાદારી અને આત્મા બંનેને લાભ થાય. એટલા જ માટે ગૃહસ્થાને માટે હમેશાં કરવાનાં છે. કતવ્યો મુખ્યત્વે બતાવ્યાં છે. તે છ કૃત્યે આ પ્રમાણે છે :- ૧.દેવપૂજા, ૨. ગુરુ-સાધુ-સંતની સેવા, ૩. સ્વાધ્યાય, ૪. સંયમ, પ. તપ, ૬. દાન, ૧. દેવપૂજા-પ્રતિદિન પિતાના ઈષ્ટ દેવની સ્મરણ (દયાન), દર્શન અને સ્પર્શન–આ ત્રણ પ્રકારે પૂજાકરવી જોઈએ. ઇષ્ટદેવની મૂર્તિનાં દર્શન અને પૂજન કરવો જોઈએ. ૨. ગુરુસેવા–ગુરુને પિતાને ત્યાં બોલાવી નિર્દોષ આહાર-પાણું દેવાં. તેના જ્ઞાન, દર્શન ને ચારિત્રની વૃદ્ધિને માટે સંભાળ રાખવી. આવશ્યક વસ્તુઓની પૂર્તિ કરવી, રાગાદિ વખતે દવા વગેરેને પ્રબંધ કરવો. ૩. સ્વાધ્યાય પ્રતિદિન પિણે કે એક કલાક Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જૈન ધર્મ જેટલે મેળવી શકાય તેટલો સમય ધર્મગ્રંથોનું અધ્યયન કરવું. સાધુ-સંતોની સાથે જ્ઞાન–ચર્ચા કરવી. ૪. સંયમ–પ્રતિદિન ઈનિ ઉપર કાબૂ મેળવવાની કેશિશ કરવી. ખાવા-પીવાની, જવાની, સાંભળવાની, સંધવાની ચીજે ઉપર આસક્તિ ન રાખતાં મનને કાબૂમાં રાખવું જોઈએ. અને જે ચીજોથી ઇન્દ્રિયને નિગ્રહ ને થઈ શકે, તેવી ચીજોનો ઇરાદાપૂર્વક ત્યાગ કરવો. ૫. તપ-યથાશક્તિ તપસ્યા કરવી. વધારે તપસ્યા ન થઈ શકે તો ઊદરી તપ અવશ્ય કરવો; અર્થાત્ ભૂખ હેય તેનાથી ઓછું ખાવું. ૬. દાન–યથાશક્તિ પ્રતિદિન કંઈ ને કંઈ દાન અવશ્ય કરવું. કેઈ ગરીબ, દીન-દુઃખી કે લાચાર, પિતાના ઘેર આવી જાય, તે જરૂર અન્ન, પાણી, કપડાં જે કંઈ બની શકે, અને તેને જે કંઈ જરૂરી હોય તે દેવું જોઈએ. આ છ કામ ગૃહસ્થાશ્રમીએ હમેશાં કરવાં જોઈએ. કોઈ પણ કાર્ય કરવામાં વિવેક ન ભૂલવો જોઈએ. સમય અને આવશ્યકતા જોઈને કામ કરવું જોઈએ. सव्वेसिं जीवियं पियं, (सम्हा) णातिवापज्जे किंच। (વજન) સહુને જીવિત પ્રિય છે, માટે કોઈને કાટ દેવું નહિ. Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ પછ [૧૯] દયા જૈન ધર્મમાં દયાને પ્રધાનપદ દેવામાં આવ્યું છે. સંપૂર્ણ ધર્મો આને જ અવલંબીને રહ્યાં છે. દાન, શીલ, તપ, ભાવ, પરોપકારાદિ જેટલી શુભ ક્રિયાઓ છે, તે બધાનું મૂળ “દયા છે. એટલા જ માટે તુલસીદાસે કહ્યું છે કે– ધર્મ મૂઢ હૈ” જૈનધર્મમાં તે કહ્યું છે કે-“ધમરસ ના થા” ધર્મની માતા દયા છે. દયાધર્મ ઉપર જ બધા ધર્મોને આધાર છે. પરંતુ જયા” નું સ્વરૂપ સમજવું જોઈએ. મનુષ્ય દયા, દયા કહે છે, પરંતુ દયા શી ચીજ છે, એ એછી સમજે છે. અહિંસા અને દયામાં બહુ જ અંતર છે. કેઈ જીવને તકલીફ ન દેવી, માર નહિ. સતાવવો નહિ, તેના હૃદયમાં દુઃખ ન પહોંચાડવું એ “આંહસા' છે. પરંતુ આ અહિંસાનું પાલન કોણ કરી શકશે ? જેના હૃદયમાં દયા હશે તે જ. એટલા માટે “દયા એ અન્તકરણના ભાવનું નામ છે. દુઃખીને દેખીને આપણું હૃદયમાં દર્દ થાય તે દયા છે અથવા “મારી આ ક્રિયાથી બીજાને દુઃખ થશે” એ વિચાર થી તેનું નામ દયા છે. ‘દયા’ એક જ પ્રકારની નથી. જેનશાસ્ત્રમાં આઠ પ્રકારની યા બતાવે છે. ૧. દ્રવ્યદયા, ૨. ભાવયા, ૩. સ્વલ્યા, ૪. પરદયા, ૫. સવરપદયા, ૬. અનુષ્પદયા, Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ મહ ૭. વ્યવહારયા અને ૮. નિશ્ચયયા. આ આઠે પ્રકારની દયાનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ— ૧. દ્રવ્યયા—જે ક્રિયા કરવી, તે યત્નપૂર્વ ક–ઉપયાગપૂર્વક કરવી, ક્રિયા કરતી વખતે એ ખ્યાલ રાખવા જોઈએ કે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ક્રિયાથી જીવહિંસા આછી થાય પાણી ગળાને વાપરવું, અનાજ સાફ કરીને પકાવવુ, રસાઈ કરતાં લાકડાં વગેરે બરાબર દેખવાં. થાડું ધ્યાન દેવાથી જો જીવાની રક્ષા થતી હાય તા તે લાભ કેમ ન ઉઠાવવેા ? થાડા પ્રમાદના કારણે જીવેાની હત્યા શા માટે થવા દેવી ? એવો ભાવ-વિચાર રાખવો એ દ્રવ્યયા છે. S !" ૨. ભાવયા—ક્રોધાદિ કષાયાને અથવા જીવહિંસાદિ પાપકર્માંન કરનાર મનુષ્યને અનુક ંપાથી હિતાપદેશ દેવો એનું નામ છે ‘ભાવદ્રા’. ૩. સ્વયા—પોતાની યા-પોતાના જ આત્માની ક્યા. આ આત્મા અનાદિ કાળથી અંધકારમાં ક્રુસેલા છે. મિથ્યાત્વ, અસત્યાચરણ, કષાયાદિ દુર્ગુણથી ઘેરાયેલે રહે છે. સત્ય તત્ત્વને પામતા નથી. પ્રભુની આજ્ઞાનું પાલન કરતા નથી. અશુદ્ધ પ્રવૃત્તિઓ કરીને પાતે પેાતાની હિસા કરે છે. એવો વિચાર કરી દુર્ગુણાથી દૂર રહેવાની, ક્રોધાદિ કળાયેને મન્દ કરવાની અને અશુભ કર્માંના નિદાનને દૂર કરવાની ચિંતા કરવી—એનું નામ છે સ્વદયા ’. ૪. પરા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય,, - Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈન ધ ૧૯ વનસ્પતિકાય—આ પાંચ એકેન્દ્રિય જીવ : અને ત્રસકાય ( મેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય ) આ છ કાય —છ પ્રકારના જીવોની રક્ષા કરવી. તે વોની હિંસાથી. અને ત્યાં સુધી દૂર રહેવું એનું નામ છે ૫રયા ’. ૫. સ્વરૂપયા—આ લેક અને પરલેાકના વૈષિયક સુખાની અભિલાષાથી અથવા દેખાદેખીથી જે ધ્યા કરવામાં આવે તે સ્વરૂપધ્યા છે. અર્થાત્ ધ્યા જરૂર છે, પરંતુ તેનું ફળ નિશ્ચિત દૃાયરામાં બાંધી લે છે. સાંસારિક અભિલાષાઓ માટે યા કરે છે, તેથી તેને ભલે તેના ફળસ્વરૂપ સાંસારિક સુખ મળે; પરતુ સાંસારિક સુખ મળવું એ પણ સસારવૃદ્ધિનું કારણ છે. 2 ૬. અનુઅ યા—જોવામાં તે હિંસા હેાય પણ પરિણામમાં દયા હેાય, તે ‘ અનુખ ધૃદયા ’ છે. ગુરુ પેાતાના શિષ્ય—શિષ્યાને હિતબુદ્ધિથી શિક્ષા આપે છે, કાઈને અનુચિત કામાથી રોકે છે, કઈ વખત ક્રોધ પણ કરી લે છે. પિતા, પેાતાના પુત્રને સન્માર્ગે ચઢાવવા, તાડન—તન કરે છે, પુત્રને તેથી દુ:ખ થાય છે, પરંતુ તેમાં હિંસા નથી, ધ્યા છે. અભિપ્રાય હિંસા કરવાનેા નથી, પણ ધ્યાના છે. ડૉકટર આપરેશન ક૨ે છે, રાગી રડે છે–દુ:ખી થાય છે; આ હિંસા નથી, પણ યા છે. '; ૭. વ્યવહારક્રયાવિધિ અને ઉપયાગ—ધ્યાન—ખ્યાલપૂર્વ કે બધી ક્રિયા કરવામાં આવે તે વ્યવહારદયા ’ છે. < Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૮. નિશ્ચયદયા–આત્માનું જે શુદ્ધ સાધ્ય છે, આત્માને વિકાસ કરવો, ઉચ્ચ શ્રેણિ પર ચડાવ વગેરે, -સાધ્યના વિચારમાં-ઉપગમાં એવભાવને ધારણ કરવે, તલ્લીન થવું અર્થાત અભેદ ઉપયોગનું નામ છે “ભાવદયા. આ આઠ પ્રકારની દયામાં અભયદાન, અનુકંપા આદિ બધાને સમાવેશ થાય છે. line વડું દર્શન જિન-અંગ ભણજે, ન્યાય ષડંગ જે સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક, પડું દર્શન આરાધે રે. –આનંદધનજી, Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ [૨૦] ધ્યાન જૈનશાસ્ત્રોમાં ધ્યાનના વિષય પણ મહત્ત્વના માન-વામાં આવ્યા છે. ધ્યાનના સામાન્ય અર્થ છે વિચાર અથવા મનની પ્રવૃત્તિ. મનુષ્યમાત્રને પ્રતિક્ષણ ધ્યાન તે રહે જ છે, પરંતુ તેના વિષય અને તેનુ સ્થાન ભિન્ન ભિન્ન છે. કાઈ વખતે કાઈક વિષયનુ" ધ્યાન રહે છે અને કાઈ સમયે કાઈક વિષયનુ, આવે જે વિચારજે જ્યાન મનુષ્યને થાય છે તેના ચાર ભેદ જૈનશાસ્ત્રામાં બતાવવામાં આવ્યા છેઃ ૧. આત્ત ધ્યાન, ૨. રૌદ્રધ્યાન,3. ધમ ધ્યાન, ૪. શુક્લ ધ્યાન. ૬૩. ૧. આત્તધ્યાન (૧) અપ્રિય વસ્તુ મળ્યાથી તેના વિયોગ માટે ચિંતા કરવી—એ અનિષ્ટ-સ ચાગ-આત્ત ધ્યાન છે. (૨) દુ:ખ આવી પડતાં તેને દૂર કરવાના નિર‘તર. વિચાર કરવા એ રાચતા ' આર્ત્ત ધ્યાન છે. . 6 (૩) પ્રિય વસ્તુના વિયેાગ થયે તેને મેળવવાની નિર"તર ચિંતા કરવી તે જીવિયાગ' આધ્યાન છે. (૪) જે વસ્તુની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી તેને મેળવવા નિરંતર વિચાર કરવે આ “ નિદાન આ 4 ધ્યાન છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તા ઉપર્યું Page #77 -------------------------------------------------------------------------- ________________ કર જૈન ધમ ચાર કારણામાંથી કોઈ ને કોઈ . કારણ પ્રત્યેક વ્યક્તિને અને એ કારણથી વિચાર–ચિંતા અવસ્ય હાય છે, અવશ્ય થાય છે. ૨. રૌદ્રધ્યાન હિંસા, અસત્ય, ચેરી અને વિષયરને માટે નિરતર જે ચિતા તે રૌદ્રધ્યાન છે. આ ઉપરથી આના ૧. હિંસાનુખ ધી, ૨. અતૃતાનુબંધી, ૩. સ્તેયાનુઅધી અને ૪. વિષય સ રક્ષણાનુખ ધી—આ ચાર ભેદ કરવામાં આવ્યા છે. જે મનુષ્યનું ચિત્ત ક્રૂર અને કહેવાય છે અને તેના આત્માનું જે કઠેર બને છે, તે રુદ્ર ધ્યાન તે રૌદ્રધ્યાન છે. ૩. ધર્મધ્યાન— જેનાથી આત્મિક લાભ થાય, અન્તઃકરણની શુદ્ધિ થાય, એવા વિચારા કરવા તે ધર્મધ્યાન કહેવાય છે. એના પણ ચાર ભેદ છે. (૧) પ્રભુની આજ્ઞા શી છે? કેવી હે!વી જોઈએ? એની પરીક્ષા કરીને તેની આજ્ઞાની ખાજ કાઢવા જે મનાચેાગ દેવામાં આવે તે આજ્ઞાવિચય ' ધર્મધ્યાન છે. < (૨) પેાતાનામાં જે દાષ હાય, તેના સ્વરૂપનુ” અને તેમાંથી છૂટવાના જે વિચાર કરાય તે અપાયવિચય - ધર્મ ધ્યાન છે. < Page #78 -------------------------------------------------------------------------- ________________ જિન ધર્મ - (૩) અનુભવમાં આવનાર કર્મના ફળામાંથી કયું ફળ ક્યા કર્મના કારણથી થશે, તેને તથા અમુક કર્મનું અમુક ફળ થઈ શકે છે, અને વિચાર કરે તે “વિપાકવિચય” ધર્મધ્યાન છે. (૪) લોકના સ્વરૂપને વિચાર કરવા માટે જે મનેયોગ દેવામાં આવે તે સંસ્થાનવિચય” ધર્મધ્યાન છે. ૪, શુકલધ્યાન– શુક્લધ્યાન તો જ્યારે આત્માની મુક્તિ થવાની હોય છે તે સમયે લગભગમાં થાય છે. જે સમયે આત્માને મેહ ક્ષીણ થઈ જાય છે, અથવા ઉપશાન્ત થઈ જાય છે, ત્યારે આત્માને શુફલધ્યાન થાય છે, એના પણ ચાર ભેદ છે. ૧. પૃથર્વવિતર્કવિચાર, ૨. એકવિતકનિર્વિચાર, ૩. સૂક્ષ્મક્રિયાપ્રતિપતિ, ક, ભુપતક્રિયાનિવૃત્તિ-સમુરિછન્નક્રિયાનવૃત્તિ. (૧) પૃથવિતર્કવિચાર–આ મનગ, વચનયોગ અને કાગવાળાને થાય છે. (૨) એકત્વવિતર્કનિર્વિચાર–આ ત્રણમાંથી કઈ એક ગવાળાને પણ થાય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ (૩) સૂમક્રિયાપ્રતિપ્રાતિ–આ કઈ પણ કાયયોગવાળાને થાય છે. (૪) વ્યુપરતક્રિયાનિવૃત્તિ–આ મન, વચન અને કાયાના વેગથી નિવૃત્ત થનારા અગીને જ થાય છે. આ યાનનાં નામોમાં “વિતર્ક” શબ્દ છે, એને અર્થ છે મૃત. અને વિચારને અર્થ છે અર્થ, વ્યંજન અને ગની સંક્રાન્તિ. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત સંગી રે. –આનંદઘન. Page #80 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ [૨૧] લેશ્યા ધ્યાનના જેવો જ લગભગ લેશ્યાને વિષય છે. સમય સમય પર જીવોના સ્વભાવમાં પરિવર્તન થઈ જાય છે. સ્વભાવના પરિવર્તનથી જેમ બાહ્ય આકૃતિમાં સ્પષ્ટ ફરક દેખવામાં આવે છે, તેવી રીતે તેની આન્તર સ્થિતિ પણ થઈ જાય છે. એક મનુષ્ય જ્યારે ક્રોધ કરે છે, તે સમયે આપણે દેખીએ છીએ, કે તેના ચહેરામાં પરિવર્તન થઈ જાય છે પરંતુ સાથે સાથે જ ક્રોધ વખતે તેનું મોટું પણ ખરાબ થઈ જશે; અને તેના હૃદયમાં એવા જ કલુષિત વિચારે ઊઠશે. જેમ સ્ફટિક રનની આગળ જે રંગની ચીજ રાખવામાં આવે તે જ પ્રકારના રંગનું સ્ફટિક રત્ન જોઈ શકાય છે, તે જ પ્રમાણે ભિન્ન ભિન્ન સંગથી આત્માના. પરિણામ બદલાતા જાય છે. તેને જ જૈન શાસ્ત્રકારોએ લેસ્યા કહી છે. લેણ્યા એ મનેયોગનું ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. માનસિક આજેલન–આત્મિક પરિણામો જેવાં જેવાં બદલાય છે, તેવા જ પ્રકારનું રૂપ-રંગ બદલાતું જાય છે. જૈન શાસ્ત્રકારોએ આ વેશ્યાઓના પણ રંગ બતાવ્યા છે. તે રંગ ઉપરથી જ લેશ્યાઓનાં છ નામ રાખવામાં આવ્યા છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧. કૃષ્ણ લેશ્યા—જે વખતે આત્માના પરિણામ અંજન, ભમરા કે કાયલના રંગ જેવા કાળા ખની જય છે, તે સમયના ભાવને ‘કૃષ્ણે લેસ્યા' કહેવામાં આવે છે. ૨. નીલ લેશ્યા જે સમયે આત્માના પરિણામ પેાપટનાં પીંછાં, મેારના કંઠ અને નીલકમળના રંગ જેવા હેાય છે તે સમયના ભાવને ‘નીલ લેશ્યા કહે છે. ૩. કાપાત લેફ્સા-શણનું ફૂલ કે વેંગણના ફૂલ જેવા આત્માના પરિણામ થાય તે સમયના ભાવને કાપાત લેસ્યા' કહે છે. < - ૪. તેજો લેશ્યા—ઊગતા સૂર્ય અને સધ્યા જેવા ભાવને તેને - લેસ્યા રંગવાળા કહેવામાં આવે છે. આત્મપરિણામના જેવા ૫. પદ્મ લેશ્યા—કણેર કે ચમ્પાના પુષ્પ રંગવાળા આત્મપરિણામના ભાવને પદ્મ લેશ્યા ' કહે છે. ૬. શુકૂલ લેશ્યા—ગાયનું દૂધ કે સમુદ્રના ફીણુ જેવા આત્મપરિણામના ભાવને શુક્લ લેશ્યા ' કહેવાય છે. < > પ્રથમની ત્રણ લેસ્યાએ અપ્રશસ્ત (ખરાબ) હાય છે, પાછલી ત્રણ પ્રશસ્ત (સારી) હાય છે. આધુનિક વિજ્ઞાન પણ એ વાતને સ્વીકાર કરે છે ક આત્માનાં જે વિચારનાં આંધ્રાલના ઉત્પન્ન થાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૬૭ તેનેા પણ રંગ હેાય છે. ક્રૂર વિચાર કરનારના હૃદયમાં કાળા રંગનાં માન ઊઠે છે. મનુષ્ય જેમ જેમ ક્રોધ, માન, માયા અને લાલઆ કષાયામાં વધારે તલ્લીન બને છે તેમ તેમ તેની લેસ્યાઆ વધારે લિન બને છે. જૈન શાસ્ત્રોમાં, આ લેસ્યાને માનસિક પરિણામેની કામળતા, તીવ્રતા, તીવ્રતરતા, તીવ્રતમતા સમજવાને માટે એક વૃક્ષ ઉપર લાગેલાં ફળ લેવાની ઇચ્છાવાળા છ મનુષ્યાનું ઉદાહરણ દેવામાં આવે છે. દૃષ્ટાંત એવું છે, કે એક વાર છ મિત્રો જાંબુ ખાવા માટે ગયા. ભારે માનાં નબુ પાકમાં હતાં. જોઈને માંમાં પાણી આણીને એક મિત્રે કહ્યું : . અરે યાર, મૂળ સાથે જ વૃક્ષને તાડી પાડા. કાચાં-પાકાં તમામ જાંબુ ખાઈ જઈએ.' ( કૃષ્ણ લેશ્યા ) < ખીજો મિત્ર એ વારે ખેલ્યા : ના ભાઈ, ઝાડને શું કામ કાપવું ? મેાટી કાપી નાખાને !' મેાટી ડાળેા જ ( નીલ લેસ્યા ) ત્યારે ત્રીજો મિત્ર કહે : મેાટી ડાળા કાપવાથી શુ. સ" ! અરે, જાંબુ તા નાની ડાળેા પર છે, માટે તે જ કાપેાને !' (કાપાત લેસ્યા) Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ આ સાંભળી ચોથા મિત્રે કહ્યું: “તમારી આ રીત બેટી છે. માત્ર ફળના ગુચ્છાઓને તેડી લે, એટલે આપણું કામ સરી જશે.” (તેજે લેસ્યા) ચારે મિત્રોને તેમનાં કામથી વારતાં પાંચમાએ કહ્યું : ‘તમે ખોટી વાત કરે છે. આપણે જાંબુ ખાવાં છે, તે જાંબુ જ ઝાડ પરથી તેડી લે.” (પદ્મ લેશ્યા) ત્યારે છો મિત્ર કહેઃ “ભાઈઓ, એ બધી લપ મૂકને ! આ જમીન પર પાકાંગલ જાંબુ પડ્યાં છે એ જ ઉડાવોને!' (શુકલ લેસ્થા) કાર્ય તે એક જ છે, જાંબુ ખાવાનું, પણ તેની રીતિ-નીતિ અંગેની ભાવનાઓના પ્રકારભેદ છે. આનું નામ લેણ્યા, Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ [ ઉત્તરાર્ધ ] Page #85 -------------------------------------------------------------------------- ________________ Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૭૧ ( ૨૨ ) સંસારના સંપૂર્ણ પદાર્થો બે વિભાગમાં વિભક્ત થઈ શકે છે. એક ચેતન અને બીજે જડ. પરતુ વિસ્તારથી સમજવા માટે તેના નવ ભેદ પણ કર્યા છે –૧, જીવ, ૨. અજીવ,૩, પુષ્ય, ૪, પાપ, ૫. આશ્રવ, ૬. સંવર, ૭. નિજા , ૮. બંધ અને ૯, મેક્ષ, આને નવતત્વ કહેવામાં આવે છે. આમાં સૌથી પ્રથમ જીવ છે, એને આત્મા પણ કહે છે. જૈન સિદ્ધાન્તમાં જીવનું લક્ષણ બતાવ્યું છે: “તનાહૃક્ષ જીવટ” જેમાં ચેતના હોય તેનું નામ છે જીવ. આનું વિશેષ લક્ષણ એ છે કે – ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મોને કરનાર અને સમસ્ત કર્મોનાં ફળને ભેગવનારે, કર્મોનાં કારણથી ભિન્ન ભિન્ન ગતિઓમાં જનાર, અને સમસ્ત કમેને દૂર કરીને નિર્વાણપદમક્ષપદ-પરમાત્મા પદને પ્રાપ્ત કરનાર આત્મા, જીવ છે. પ્રાણેને ધારણ કરવાથી તે પ્રાણી પણ કહેવાય છે. ૧. પ્રાણ દશ માનવામાં આવ્યા છે. પાંચ ઇન્દ્રિય (૧. સ્પર્શન, ૨. રસન, ૩. ધ્રાણ, ૪. ચક્ષુ અને પ. શ્રોત), ત્રણ બલ (૧. મન, ૨, વચન અને ૩. કાય), ૯, શ્વાસોચ્છવાસ અને ૧૦. આયુષ્ય. Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન ધ જીવાના મુખ્ય બે ભેદ છે:- ૧. સંસારી અને ર. મુકત. જે જીવ કર્માનાં આવરણથી યુક્ત છે, તે બધા સ'સારી જીવા છે. G દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક-આ ચારે ગતિમાં પરિભ્રમણ કરનારા જીવે સ`સારી કહેવાય છે. અને સમસ્ત કર્મને ક્ષય કરી જેમણે મુક્તાવસ્થા પ્રાપ્ત કરી છે, તે મુક્ત અથવા સિદ્ધ જીવ છે. બંને પ્રકારના જીવે અનાદિ અનત છે. ન તેઓ કદી ઉત્પન્ન થયા અને ન તેમના કદી નાશ થવાને છે. જે મુક્તાવસ્થાને પ્રાપ્ત થયા છે તે બધા એક સ્વભાવના એક સ્વરૂપના છે; કેમકે એકેન્દ્રિય જીવે ને—સ્પર્શ ને દ્રિય, કાયબળ, શ્વાસે શ્ર્વાસ અને આયુષ્ય આ ચાર પ્રાણ છે. એઇન્દ્રિય જીવાને—ઉપર્યુક્ત ચાર ઉપરાંત રસને દ્રિય અને વચનબળ અધિક ાવાથી છ પ્રાણ છે. તેઇન્દ્રિય જીવાને—ઉપર્યુક્ત છે ઉપરાંત ઘ્રાણેન્દ્રિય હાવાથી સાત પ્રાણુ છે. ચરિન્દ્રિય જીવોને—ઉપર્યુક્ત સાત ઉપરાંત ચક્ષુઇન્દ્રિય હાવાથી આઠ પ્રાણ છે. અસની પચેન્દ્રિય જીવાને-ઉપયુક્ત આઠ ઉપરાંત શ્રોત્રેન્દ્રિય વધુ હોવાથી નવ પ્રાણ હેાય છે અને સન્ની પંચેન્દ્રિય જીવેશને ઉપર્યુક્ત નવ ઉપરાંત મનેાબળ અધિક હાવાથી ૧૦ પ્રાણુ હે!ય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ પોતાના સ્વરૂપમાં આવવાથી કઈ ભેદ નથી રહેતા. સંસારી જીવો ભિન્ન ભિન્ન અવસ્થાના અને સ્વરૂપના છે, તેનું કારણુ કર્યું છે—તેના ઉપર લાગેલાં આવરણ છે. હવે જે સ’સારી જીવે છે, તેના ખે ભેદ છે : ૧. સ્થાવર અને ૨. ત્રસ. 193 સ્થાવર તે જીવે છે, કે જેને કેવળ શરીર જ હાય છે. જો કે તેમાં હલન-ચલનની ક્રિયા પ્રત્યક્ષરૂપે દેખવામાં નથી આવતી, છતાં તેમાં આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ (ગ્રહણ કરવાની શક્તિ) સંજ્ઞા જોવામાં આવે છે. આ સ્થાવરના પાંચ ભેદ છે: ૧. પૃથ્વીકાય, ૨. અપકાય, ૩. તેજસ્કાય, ૪. વાયુકાય અને ૫. વનસ્પતિકાય. આ વૈજ્ઞાનિક જમાનામાં તે સૂક્ષ્મદર્શી કાદિ યંત્રો દ્વારા પૃથ્વી (માટી આદિ), પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં જીવ-આત્મા હેાવાનુ પ્રત્યક્ષ કરી બતાવાયુ છે. ત્રસજીવ તે છે, જેને બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયા હાય છે, જે સ્વય' હરીફરી શકે છે. કૃમિ, ગંડાસા, જળા, શ‘ખ, કાડા વગેરે બે ઇન્દ્રિયવાળાં છે. કીડી, જૂ, મકાડા, માંકડ, ઈયળ, ધિમેલ, વગેરે ત્રણ ઇન્દ્રિયવાળાં છે. માખી, ભખા, વીંછી, ખગાઈ વગેરે ચાર ઇન્દ્રિયવાળાં છે. મનુષ્ય, પશુ, પક્ષી, માલાં, દેવતા અને નારકી—આ બધા જીવા પાંચ ઇન્દ્રિયવાળાં છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમ સમજવું જોઈએ કે જેને એક જ ઈન્દ્રિય હોય છે તેને ફક્ત શરીર જ હોય છે, મુખ વગેરે નથી હતું; તા પણ તેમનામાં ગ્રહણશકિત હેાવાથી તે આહાર વગેરે કરી શકે છે. જેમ વનસ્પતિ પેાતાના આહાર જમીનમાંથી રસ ચૂસી લે છે; તેમ અગ્નિના આહાર વાયુ છે. જેટલા વાયુ જોઈએ તેટલે તે ગ્રહણ કરે છે. જો તેને પેાતાના ખારાક ન મળે તે તે મરી જાય. દીવા ઉપર કાચના પ્યાલા ઢાંકી દો, હવા મળવી બંધ થઈ જશે. અગ્નિ ઉપર ધૂળ અથવા પાણીના મારા ચલાવે, તે બધ થઈ જશે, કેમકે તેને પેાતાના ખારાક હવા મળવી અંધ થઈ જાય છે. ७४ એ ઇન્દ્રિયવાળા વોને શરીર અને મુખ હોય છે. ત્રણ ઇન્દ્રિયવાળાને શરીર, સુખ અને નાક હાય છે. ચાર ઇન્દ્રિયવાળાને શરીર, સુખ, નાફ અને આંખ હાય છે. અને જેને આ ચાર ઉપરાંત ફાન હેાય છે તે પાંચ ઇન્દ્રિયવાળા જીવા છે. સ્થાવર જીવના બે ભેદ છે ઃ ૧. સૂક્ષ્મ સ્થાવર અને ૨. માદર સ્થાવર આ સ્થાવર અને ત્રસ બંને પ્રકારના જવા સમુચ્ચય રૂપથી છ પર્યાપ્તવાળા હેાય છે. છ પર્યાપ્તિએ આ છે:1. આહાર્ ર્યા।પ્ત, ર. શરીર પર્યાપ્તિ, ૩, ઇન્દ્રિય પર્યાપ્ત, ૪. શ્વાસાવાસ પર્યાપ્તિ, ૫. ભાષા પર્યાપ્તિ, ૬. મન:પર્યાપ્તિ, Page #90 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૭૫ પર્યાપ્તિ એક શક્તિવિશેષનું નામ છે. જે શક્તિથી આહાર ગ્રહણ કરાય તે આહાર પર્યાપ્તિ, જે શક્તિથી. શરીરની રચના થાય, તે શરીર પર્યાપ્તિ. આ પ્રકારે બધી શક્તિઓ સમજવી. જે જીવોને આ યે શક્તિઓ અપૂર્ણ હોય, તે અપર્યાપ્તા અને પૂર્ણ હોય તે પર્યાપ્તા કહેવાય છે. સ્થાવર જીવોમાં પ્રારંભની ચાર– ૧. આહાર, ૨. શરીર, ૩. ઈન્દ્રિય, ૪. શ્વાસેવાસ–પર્યાપ્તિ હોય છે. બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય અને ચાર ઈન્દ્રિયવાળા. જીવોને મનને છોડીને, પાંચ પર્યાપ્તિ હોય છે. પંચેન્દ્રિય જીના બે ભેદ છેઃ ૧. સંજ્ઞી પંચેન્દ્રિય અને ૨. અસંજ્ઞી પંચેન્દ્રિય. સંજ્ઞા કહે છે મનને, જેને મન” નથી હોતું, તેને અસંશી કહે છે. અસંજ્ઞી પંચેનિયને પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિયને છ પર્યાપ્તિઓ હોય છે. જૈન શાસ્ત્રોમાં આ જીવોના ભેદાનભેદેનું બહુ જ સૂકમતાથી વર્ણન કરેલું છે. સ્થાવર અને બસ બંનેના. ૧૪ ભેદ પણ બતાવેલા છે. પ૬૩ ભેદ પણ દેખાડેલા છે, અને અનન્તભેદ પણ કહેલા છે. મધ્યમ સ્થિતિને. જે ૫૬૩ ભેદ બતાવેલા છે તે આ પ્રકારે છે – ૪૮ ભેદ તિયચના, ૧૪ નારકીના, ૩૦૩ મનુષ્યના અને ૧૯૮ ભેદે દેવતાના બતાવેલા છે–બધા મળી પ૬૩ ભેદ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ 9; (૨૩) અજીવ વાતુ જે લક્ષણ બતાવેલુ છે તે લક્ષણ જેમાં ન હાય તેનું નામ છે ‘અજીવ’. જેમાં જ્ઞાન ન હેાય, કર્મ ન હાય, કર્તાપણું ન હેાય, જડસ્વરૂપ હેાય—તેનું નામ અજીવ છે. જૈન ધર્મ સંસારમાં એવા જેટલા અવ−જડ પદાર્થા છે, તે બધાને જૈન શાસ્ત્રકારાએ પાંચ વિભાગમાં વિભકત કરેલા છે; જેનાં નામ આ છેઃ— ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકા શાસ્તિકાય, ૪. પુદ્ગલાસ્તિકાલય અને ૫. કાળ. આ પાંચેમાં જીવાસ્તિકાયને મેળવવાથી આખા સ`સારમાં છ દ્રવ્ય માનવામાં આવ્યાં છે. ‘ અસ્તિકાય ’ શી વસ્તુ છે ? અસ્તિ+કાય. અસ્તિના અર્થ છે પ્રદેશ અને કાયના અર્થ છે સમૂહ. અર્થાત્ પ્રદેશાના સમૂહ—એનું નામ છે અસ્તિકાય. હવે પ્રદેશ શી વસ્તુ છે, એ પણ સમજવું જોઈએ. ‘પ્રદેશ ’ અને ‘પરમાણુ ’માં વિશેષ અન્તર નથી. ‘ પરમાણુ ’ જ્યાં સુધી અવયવી વસ્તુ-પદાર્થની સાથે લાગેલા હાય, ત્યાં સુધી તે પ્રદેશ કહેવાય છે; અને અવયવીથી છૂટા પડે તા તે જ ‘ પરમાણુ ' કહેવાય છે. પ્રદેશના અર્થ છે પદાર્થ ના સૂમમાં સૂક્ષ્મ અંશ. પરંતુ એક વાત છે—અન્ય પદાર્થાના . Page #92 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમ પ્રદેશે. અર્થાત્ સૂક્ષ્મ અંશે, તે પદાર્થોથી જુદા થઈ શકે છે, પરંતુ ધર્મ, અધમ, આકાશ અને આત્માના પ્રદેશા એકખીનથી એવા મળેલા છે, સંગઠિત થયેલા છે કે તે જુદા થતા નથી. એટલા માટે જ ધર્માસ્તિકાયાદિ પદાર્થ અખંડ વ્યાત્મક પદાર્થ માનવામાં આવ્યા છે.. આ પદાર્થાંમાંથી કાઈના અસપ્ચ પ્રદેશ છે; કાઈના અનન્ત છે. અને કાઈના સંખ્યાત પણ છે. " ' હુવે જે જે શબ્દાની સાથે સ્તિકાય શબ્દ લગાવેલા છે, તેનેા અર્થ એ કરવા જોઈએ કે ધમક નામક પદાર્થાના પ્રદેશાના સમૂહ. · અધમ ' નામક પદાર્થોના પ્રદેશાના સમૂહ. ‘ આકાશ ’ નામક પદાર્થના પ્રદેશના સમૂહ. કાળની સાથે અસ્તિકાય ’શબ્દ જોડવામાં નથી આવ્યા; તેનું કારણ એ છે કે ભૂતકાળ છે, તેા તે નષ્ટ થયા છે. તેનું અસ્તિત્વ નથી; અને જે ભવિષ્યકાળ છે, તે તા આ સમયે અસત્ છે; પદાર્થ જ નથી; અને વર્તમાનકાળ, એ તા. ક્ષણમાત્ર જ છે, તેના પ્રદેશોના સમૂહ થઈ શકત નથી. હા, આગળના પ્રકરણમાં જીવ ’ પદાર્થ ખતાવી. ચૂકયા છીએ, તે જીવ પદાર્થની સાથે · અસ્તિકાય ’ ( પ્રદે શાને સમૂહ) શબ્દ અવસ્ય લગાવી શકાય છે, કેમકે જીવ ને અસંખ્ય પ્રદેશના સમૂહ રહેલા છે. એ જ કારણ છે કેઃ જીવ શરીરથી વ્યાપ્ત રહે છે. . ' હવે એ વાતને વિચાર કરીએ કે આ પાંચ પ્રકારના * ७७ 6 Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭. .< અજીવ’ ' પદાર્થો બતાવ્યા છે, તે શું છે? તેનું સ્વરૂપ શું છે? ૧. ધર્માસ્તિકાય—ધર્મ એટલે અહી', જેનાથી પુણ્ય થાય છે, આત્મકલ્યાણ થાય છે, એ અર્થ નથી સમજવાના. આ સંસારમાં-સ પૂર્ણ લેકાકાશમાં એક એવા પદાર્થ વ્યાપ્ત થઈને રહેલા છે કે જે ગતિ કરનાર જીવે અને ગતિ કરનાર જડ પદાર્થોને સહાયક બને છે. જેમ વૈજ્ઞાનિક લેાકેા ‘ઈથર” નામના એક પદાને માને છે, તે જ પ્રકારે અથવા કંઈક ભિન્નતા રાખનાર એક પદાર્થ આખા લેાકમાં ભરેલા છે; જેની સહાયતાથી જવા અને જડ પદાર્થોની ગતિ થાય છે. માછ્હીમાં જીવ છે, ચાલવા ક્રૂરવાની શિત છે; પરંતુ તેની ગતિમાં પાણી સહાયક છે. પાણીની સહાયતા વિના માલી ચાલી શકતી નથી, એ જ પ્રકારે પ્રત્યેક જીવ અને જડ પદાર્થની ગતિમાં સહાયક આ • ધર્માસ્તિકાય ’ નામના પદાર્થો છે. જૈન ધમ C ૨. અધર્માસ્તિકાય—જેમ ગતિ કરવામાં સહાયક ‘ધર્માસ્તિકાય ’ છે, તેવી જ રીતે જીવ અને જડ પદાર્થની સ્થિતિ થવામાં સહાયક આ અધર્માસ્તિકાય ’ નામને પદાર્થ છે. ચાલવામાં, ફરવામાં અને સ્થિર થવામાં જીવ અને જડ પદાર્થ સ્વતંત્ર હોવા છતાં પણ ‘ સહાયક ' તરીકે અન્ય પદાર્થની અપેક્ષા રાખે છે. આ વાત તા વૈજ્ઞાનિકા પણ કહે છે. જૈન શાસ્ત્રકારોએ આને ધર્માંસ્તકાય અને અધર્માસ્તિકાય કહેલ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૭૯ - ૩. આકાશસ્તિકાય-આકાશ” અર્થાત્ જે અવકાશ દે–જગ્યા આપે એનું નામ છે આકાશ. આ આકાશના બે વિભાગ છેઃ ૧. લેકાકાશ અને ૨. અલકાકાશ. આકાશ” જેવા વ્યાપ્ત પદાર્થના બે વિભાગ બતાવવાને હેતુ ઉપર બતાવેલા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે પદાર્થો છે–અર્થાત જ્યાં સુધી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે પદાર્થો છે, ત્યાં સુધીનું આકાશ લેકાકાશ કહેવાય છે. અને જ્યાં તે બે પદાર્થોનું અસ્તિત્વ જ નથી, તે અલકાકાશ કહેવાય છે. જેનશાસ્ત્રોમાં કહ્યું છે કે, સમસ્ત કર્મોને ક્ષય કરીને જે જીવ આ સંસારથી મુક્ત થાય છે, તે ઉર્ધ્વ ગતિ કરીને લેકાગ્રમાં જઈને સ્થિર થાય છે, એ જ કારણ છે કે લોકાગ્ર સુધી જ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના પદાર્થો છે, તેનાથી આગળ નથી અને તેથી તેની ગતિ પણ નથી. પરિણામે એ નક્કી થયું કે, એકાકાશમાં ન કોઈ જીવ છે. અને નકાઈ પરમાણુ-પુગલ છે–અર્થાત “આકાશ” સિવાય બીજી કોઈ પણ વસ્તુ નથી. - યદિ “ધર્માસ્તિકાય” અને “અધર્માસ્તિકાયના કારણથી આકાશના આ બે વિભાગ “કાકાશ” અને “અલકાકાશ” ન માનવામાં આવતે તે સમસ્ત કર્મોને ક્ષય કરી સંસારથી મુક્ત થનારા આત્માની ગતિ ક્યાં જઈને અટકતી, તેને નિર્ણય થઈ શકત નહિ. Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈન ધ ૪. પુદ્દગલાસ્તિકાય—પરમાણુથી લઈને જેટલા નાનામોટા રૂપી પદાર્થા છે, તે બધા ‘ પુદ્દગલ' કહી શકાય છે. તેવી જ રીતે પરમાણુઓનું જે દૃશ્યમાન પદાર્થરૂપ કાર્ય છે, તે બધા પુદ્ગલ છે. કેટલાક પદાર્થોં દેખી શકાતા નથી, તે પણ તે પરમાણુઓના સમૂહપ કા તા છે જ —અર્થાત્ તે પણ પુદ્ગલ છે. જેમ શબ્દ-અવાજ બે વસ્તુના સંધર્ષ ણુથી અથડાવાથી જે અવાજ-શબ્દ નીકળે છે, તે પણ પુદ્ગલ છે. ઢોલ, નગારું અથવા કોઈ પણ વાઘથી નીકળનાર શબ્દ, એ બધાં પુદ્ગલ છે. પૂરણ થવુ, મળવુ, જુદા થવું—એ બધા પુદ્ગલના સ્વભાવ છે. ગાંધ પદાર્થોની જેમ વાયુની અનુકૂળતાને આધારે તે ફેલાઈ જાય છે. એ જ કારણ છે, કે શબ્દ, ભલે તે મનુષ્યના મુખથી નીકળ્યા હાય અથવા વાદ્ય આદિથી નીકળ્યા હાય, તા પણ તે બધાં પુદ્ગલ છે. ગ્રામેફિાનની રેકાર્ડ, ટેલીફેાન, વાયરલેસ, રેડિયા ઈત્યાદિ આધુનિક યન્ત્રોએ આપણને શબ્દાનુ. પુદ્ગલપણું સિદ્ધ કરી બતાવ્યુ` છે. જો શબ્દ— અવાજ પુદ્ગલ ન હેાત તેા આ યંત્રો દ્વારા એક સ્થાનથી ખીજા સ્થાન પર કદી પહેાંચી શકત નહિ. રૈકામાં આ શબ્દો કદી ભરી ન શકાત. અઢી હાર વર્ષ પૂર્વે, જ્યારે કે આવા કાઈ આવિષ્કારા નહેાતા, તે સમયે ભગવાન મહાવીર દેવે પેાતાના જ્ઞાનથી જે વસ્તુ પ્રત્યક્ષ કરી બતાવી હતી; તે વસ્તુ આ વૈજ્ઞાનિક જમાનામાં પ્રયાઞ દ્વારા પ્રત્યક્ષ થઈ રહી છે. શબ્દની પેઠે છાયા, તડકા, અંધકાર વગેરેને ૮૦ Page #96 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ પણ જૈનશાસ્ત્રોમાં પૌદ્ગલિક માન્યા છે. ‘ પમાણુ ’ પ્રત્યક્ષ નથી થતા, પરંતુ પરમાણુનું કા સમૂહરૂપે જે પુદ્ગલ અને છે, તે તેનું-પરમાણુનું ચિન્હ છે, તે પ્રત્યક્ષ હાય છે. આ બધું જગત જે જડવત્ દેખાય છે, તે બધુ... પરમાણુનું કાર્ય, અર્થાત્ પુદ્ગલ છે. આ પરમાણુ, દ્રવ્યરૂપથી તેા અનંત છે, અર્થાત્ તેની આદિ નથી અને નાશ પણ નથી. પરંતુ પર્યાયરૂપે તે જ સાદ છે, અને સાન્ત પણ છે, અર્થાત્ પરમાણુઓનું સમૂહુરૂપ કા, તે સાદિ છે અને તેના નાશ પણ થાય છે, અર્થાત્ જે પુદ્ગલં અને છે, તેના નાશ અવશ્ય થાય છે. જેમ આ શરીર છે તે પુદ્ગલ છે, આના નાશ થશે, પરંતુ તેનુ પરમાણુરૂપ દ્રવ્ય ખીજા આકારમાં કાયમ રહેશે. ૮૧ (૫) કાળ—આ એક પ્રસિદ્ધ વસ્તુ છે. પ્રત્યેક વસ્તુમાં રૂપાન્તર થવું, પરિવર્તન થવું, આ બધું કાળનું પરિણામ છે. નવી વસ્તુ જૂની થાય છે, જૂની વસ્તુને નાશ થાય છે. મનુષ્ય નાનાથી મોટા થાય છે, મેાટાથી વૃદ્ધ અને વૃદ્ધુથી મૃત્યુ પામે છે, આ બધા કાળના પ્રભાવ છે. ભૂત, વમાન અને ભવિષ્યના ભેદ, આ બધા કાળના જ ભેદો છે. ક્ષણ, સેકન્ડ (Second), મિનિટ (Minute), કલાક, દિન, પક્ષ, માસ, સ ંવત્સર, યુગ—આ બધા કાળના જ ભેદો છે. જૈન શાસ્ત્રોમાં જગતની પ્રવૃત્તિ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જૈન ધર્મ નિવૃત્તિમાં જે પાંચ કારણ માનવામાં આવ્યાં છે તેમાં કાળ પણ એક કારણ છે. ૧. કાળ, ૨. સ્વભાવ, ૩. નિયતિ, ૪. પુરુષાર્થ, ૫ કમ–આ પાંચ કારણથી પ્રત્યેક કાર્યની ઉત્પત્તિ થાય છે. આનું વર્ણન આગળ આવશે. કાળની સાથે “અસ્તિકાય” કેમ લગાડ્યો નથી ? તે તો પ્રારંભમાં જ બતાવવામાં આવ્યું છે. ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશસ્તિકાય, ૪. પુદ્ગલાસ્તિકાય અને ૫. કાળ–આ પાંચ દ્રવ્યપદાર્થ અજીવતત્ત્વરૂપે માનવામાં આવ્યાં છે. આ પાંચમાં સંપૂર્ણ સંસારના અજીવ પદાર્થોને સમાવેશ થઈ જાય છે. कोहं च माणं च तहेव मायं लोभं चउत्थं अज्झत्थदोसा । ક્રોધ, માન, માયા તથા લેભ એ ચાર પ્રકારના આમદોષ છે. (સૂયગડાંગ) Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમ [૨૪] પુણ્ય આ સંસારમાં મનુષ્ય જન્મ ધારણ કરીને બે પ્રકારની ક્રિયાઓ કરે છે ઃ એક શુભ અને ખીજી અશુભસારી અને ખરાબ. સંસારની જે વિચિત્રતા દેખાય છે અર્થાત્ કાઈ સુખી, કાઈ દુઃખી, કાઈ રાજા, કાઈ રહેંક, કાઈ સ્વામી, કાઈ સેવક, કાઈ સેંકડાનુ પાલન કરે છે, કાઈ પેાતાનુ પણ પેટ ભરી શકતા નથી, કાઈ શરીરથી હુંમેશાં નીરાગી રહે છે, કાઈ મહેનત વિના જ પેાતાના કાર્ટીમાં સફળતા મેળવે છે, તા કાઈ હાર પ્રયત્ન કરવાં છતાં નિષ્ફળ ને નિષ્ફળ જ થાય છે—સ'સારની આ બધી વસ્તુએ જેના પરિણામથી થાય છે તેને પુણ્ય અને પાપ કહે છે. 63 મનુષ્ય મન, વચન અને કાયાથી જે કઈ પણ ક્રિયા કરે છે, તેના પરિણામસ્વરૂપ શુભ અને અશુભ ક ઉત્પન્ન થાય છે, તેનું નામ છે પુણ્ય અને પાપ. સુંદર શરીર, ધન, પુત્ર, પરિવાર, આબરૂ આદિ જે જે ચીજો મળે છે તે બધી શુભ કર્મોથી મળે છે; અને તેનુ* નામ છે પુણ્ય ’. આત્માને પવિત્ર કરે તે · પુણ્ય ’. જીવ નવ પ્રકારનાં કાર્યોથી પુણ્ય મેળવે છે: ૧. અન્ન આપવાથી, ૨. પાણી આપવાથી, ૩. સ્થાન આપવાથી, ૪. શય્યા-પથારી આપવાથી, ૫. વજ્ર આપવાથી, ૬. મનના શુભ સંકલ્પથી— વ્યાપારથી, ૭. વાણીના શુભ સંકલ્પથી, ૮. કાયાના શુભ સકલ્પથી અને ૯. દેવ-ગુરુને નમસ્કાર કરવાથી. સાધુ, સન્ત અથવા દીન-દુ:ખિયાને અન્ન દેવાથી Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ પુણ્ય પાર્જન થાય છે; જલપાન કરાવવાથી પુણ્ય થાય છે; વસ્ત્રનું દાન દેવાથી, આસન દેવાથી, ગુણીજનને દેખીને મનમાં હર્ષિત થવાથી, વાણુ દ્વારા ગુણીજનેની પ્રશંસા કરવાથી પુણ્ય પાર્જન થાય છે. જે જીવે આ કાર્યો દ્વારા પુણ્યોપાર્જન કર્યું છે, તે આ સંસારમાં અનેક પ્રકારનાં ફળાને ભેગવે છે, જેવાં કેઃ શારીરિક સુખ મળવું, ઉચ્ચ ગોત્રને પ્રાપ્ત કરવું, મનુષ્યગતિ મેળવવી, દેવગતિ પામવી, પાંચે ઈન્દ્રિયો સુંદર રીતે મળવી, શરીરના બધાય અંગોપાંગ સુંદર મળવા, શરીર પણ જેવું જોઈએ તેવું જ–ને વધારે ભારે અને ન વધારે હલકું-પામવું, રૂપ-લાવણ્ય સુંદર મળવાં, શરીરમાં તેજસ્વીપણાને પામવું, સારી ગતિ મળવી, મસ્તકાદિ અવયવો પણ સુંદર મળવા, સારું સૌભાગ્ય પ્રાપ્ત થવું, સુંદરમધુર સ્વર મળ, લેકમાં આદરણીય થવું, દુનિયામાં ખૂબ નામ મેળવવું, બહુ મોટા મહાત્મા થવું ઈત્યાદિ અનેક પ્રકારથી સારામાં સારી સામગ્રીઓ મળવી એ પુણ્યનું પરિણામ છે. આ વાત તે પહેલાં જ કહી દેવામાં આવી છે કે, પુણ્ય શુભ કર્મોનું જ નામાન્તર છે. સારી સારી જે જે વસ્તુઓ મળે છે, તે પુણ્યથી જ મળે છે. પરંતુ એ ભૂલવું ન જોઈએ કે, પુણ્યને પણ નાશ કરવાથી મોક્ષ મળે છે, અર્થાત્ પુણ્ય એ પણ એક બેડી છે. માની લઈએ કે એ બેડી સેનાની છે. સોનાની હેાય કે લોઢાની, બન્ધન તે અવશ્ય છે. આત્માનું કામ તે બન્ધન તેડવાનું છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ [૨૫] પાપ જેમ મન, વચન અને કાયાની શુભ પ્રવૃત્તિથી પુણ્ય” ઉપાર્જન થાય છે, તેમ મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓથી “પાપ”નું ઉપાર્જન થાય છે. પુણ્યથી વિપરીત તે પાપ. પુણ્યનું પરિણામ સારું–ઈષ્ટ હોય છે. પાપનું પરિણામ નરસું–અનિષ્ટ હોય છે. પાપ અઢાર પ્રકારે ઉપજે છે. ૧. પ્રાણાતિપાત-જીવોની હિંસા કરવાથી. ૨. મૃષાવાદ–જૂઠું બેલવાથી. ૩. અદત્તાદાન–ચોરી કરવાથી. ૪. મિથુન-બ્રહ્મચર્યને ભંગ કરવાથી. પ. પરિગ્રહ–વસ્તુઓ ઉપર મૂછ રાખવાથી. ૬. કોઇ–ગુસ્સો કરવાથી. ૭. માન-અભિમાન-ગર્વ કરવાથી. ૮. માયા–કપટ કરવાથી. ૯. લેભ–વસ્તુઓની અધિકાધિક આશા વધારવાથી. ૧૦. રાગ-–સંસારની વસ્તુઓ ઉપર પ્રેમ કરવાથી, આસક્તિ રાખવાથી. ૧૬. દ્રષ-અનિચ્છિત વસ્તુઓ પર તિરસ્કાર બુદ્ધિ રાખવાથ. ૧૨. કલહ-જ્યાં ત્યાં ફલેશ કરવાથી Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૩. અભ્યાખ્યાન–વચનભંગ કરવાથી. ૧૪. પૈશુન્ય –ચાડી ખાવાથી. ૧૫. રતિ-અરતિ–સારી લાગતી વસ્તુઓથી ખુશ થવાથી અને વિપરીત વસ્તુઓ પર નાખુશ થવાથી. ૧૬. પપરિવાદ–બીજાઓની નિંદા કરવાથી. ૧૭. માયા મૃષાવાદ–કપટપૂર્વક જૂઠું બોલવાથી. ૧૮. મિથ્યાત્વશલ્ય--હૃદયમાં જૂઠાં તનું શલ્ય દુઃખ રાખવાથી. આ અઢાર કાર્યોથી મનુષ્ય પાપ ઉપાર્જન કરે છે. આ પાપનાં પરિણામમાં અનેક પ્રકારનાં દુઃખ અને અનુચિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. ચઉભગી–પુણ્ય અને પાપના સંબંધમાં જૈન શાસ્ત્રોમાં ચઉભંગી (ચાર વિભાગ) બતાવવામાં આવેલ છે, તે આ છેઃ ૧. પુણ્યાનુબંધી પુણ્ય, ૨, પુણ્યાનુબંધી પા૫, ૩, પાપાનુબંધી પુષ્ય અને ૪. પાપાનુબંધી પાપ. ૧. પૂર્વજન્મનાં જે પુણ્યફળને ભેગવતાં નવું પુણ્ય ઉપાર્જન થાય તેનું નામ છે– “પુણ્યાનુબંધી પુણ્ય'. ૨. પૂર્વજન્મનાં જે પાપના ફળને ભેગવતાં શાંતિ, સમભાવ અને પશ્ચાત્તાપ આદિ દ્વારા પુણ્ય ઉપાર્જન થાય તેનું નામ છે “પુણ્યાનુબંધી પાપ.” Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમ ૩. પૂજન્મનાં જે પુણ્ય-ને ભાગવતાં મદમસ્ત થઈને નવાં નવાં પાપ ઉપાર્જન કરવામાં આવે તેનું નામ છે પાપાનુબંધી પુણ્ય ’. < ૪. પૂજન્મનાં જે પાપનાં મૂળને ભાગવતાં આધ્યાન–રૌદ્રધ્યાન દ્વારા નવું પાપ ઉપાન કરવામાં આવે તેનું નામ છે— પાપાનુબન્ધી પાપ.’ ८७ Page #103 -------------------------------------------------------------------------- ________________ ८८ જૈન ધર્મ [૨૬] આશ્રય જે દ્વારા કર્મ આવે તેનું નામ છે “આશ્રવ.” જીવરૂપ તળાવમાં કર્મરૂપ પાણી જે દ્વારા આવે તેનું નામ છે “આશ્રવ”. આશ્રવના અનેક ભેદે છે. અર્થાત કર્મ બંધન કરાવનાર કામે સંસારમાં અનેક છે, પરંતુ આ બધાં કામોને આધાર મન, વચન અને કાયાના વ્યાપાર ઉપર રહેલો છે, કેમ કે મન, વચન, કાયાની જે શુભ પ્રવૃત્તિ હોય તે શુભ કર્મ ઉપાર્જન થાય અને અશુભ પ્રવૃત્તિ હેય. તે અશુભ કર્મ ઉપાર્જન થાય. તેથી મન, વચન, કાયાની પ્રવૃત્તિ એ જ આશ્રવ છે, એમ કહેવું અનુચિત કે અતિશક્તિ ભરેલું નથી. જૈનશાસ્ત્રોમાં આશ્રવના ૪૨ ભેદ બતાવ્યા છે. ૧. હિંસા, ૨. જૂઠ, ૩. ચેરી, ૪. મૈથુન, ૫. પરિગ્રહ –આ પાંચે ત્યાગ ન કરે, એનું નામ “અવતાવ”. ૬. કૅધ, ૭. માન, ૮. માયા, ૯. લેભ–આ ચાર કષાયાશ્રવ” છે. ૧૦. સ્પર્શેન્દ્રિય, ૧૧. રસેન્દ્રિય, ૧૨. ધ્રાણેન્દ્રિય, ૧૩. ચક્ષુરિન્દ્રિય અને ૧૪. શ્રોત્રેન્દ્રિય–આ પાંચે ઈન્દ્રિયોને નિયમમાં ન રાખવી, એને “ઇન્દ્રિયાશ્રવ” કહે છે. ૧૫. મન, ૧૬. વચન, ૧૭. કાયાના યોગોને ભેગાદિ વિષયોમાં જતાં ન રોકવા, એ ત્રણ “ગાશ્રવ” છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ જૈન થ ઉપર્યુક્ત ૧૭ અને ૨૫ ક્રિયા મળીને આશ્રવના ૪૨ ભેદ થાય છે. પચીશ ક્રિયાઓનાં નામ આ પ્રમાણે છે. ૧. કાયિકી ક્રિયા—શરીરને, પ્રમાથી ઉપયાગરહિત ક્રિયામાં પ્રવર્તાવવું. ૨. અધિકરણી ક્રિયા—જેનાથી જીવાની હિંસા થાય એવાં શસ્ત્રો તૈયાર કરવાં. ૩. પ્રાāષિકી ક્રિયા–જીવ યા અજીવ પર દ્વેષભાવથી ખરાબ વિચાર કરવે. ૪. પારિતાપકી ક્રિયા જેનાથી પેાતાને અને ખીજાને દુઃખ થાય એવી ક્રિયા કરવી. ૫. પ્રાણાતિપાતકી ક્રિયા~એકેન્દ્રિયાદિ જીવાને મારવાં અને મરાવવાં. ૬. આર‘ભિકી ક્રિયા—ઘણા આરંભ–સમાર‘ભ, જેમાં ઘણી હિંસા થાય તેવી ક્રિયા કરવી. ૭. પરિગ્રહકી ક્રિયા—ધન-ધાન્યાદિ વસ્તુઓ પર મમત્વ રાખવુ. ૮. માયા પ્રત્યયકી ક્રિયા ——છલ-કપટ કરી માને ઠગવુ. ૮૯ ૯. મિથ્યાદેશન પ્રત્યયકી ક્રિયા—અસત્ય માનું પોષણ કરતાં જે ક્રિયા લાગે. ૧૦. અપ્રત્યાખ્યાનકી ક્રિયા—અભક્ષ્ય અને અપેય વસ્તુઓના ત્યાગ ન કરવા. Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૧. દષ્ટિકી ક્રિયા–સુંદર વસ્તુ દેખવાથી તે પર રાગ થવે. ૧૨. પુષ્કીકી કિયા–સ્ત્રી, ઘોડા, હાથી, ગાય અથવા કોઈ સુંદર ચીજ ઉપર રાગાધીન થઈ સ્પર્શ કરો. ૧૩. પ્રાતિયકી ક્રિયા–બીજની ઋદ્ધિ-સમૃદ્ધિ દેખી ઈર્ષા કરવી. ૧૪. સામતોપનિપાતકી ક્રિયા–પિતાની ઋદ્ધિસમૃદ્ધિની કોઈ પ્રશંસા કરે તો ખુશ થવું અથવા તેલ, ઘી, દૂધ, દહીં આદિનાં ભાજન ખુલ્લાં રાખવાથી જીવોની હિંસા થાય તે. ૧૫. નિશસ્ત્રકી ક્રિયા–રાજદિના હુકમથી બીજાની પાસે યન્ત્ર-શસ્ત્રાદિ તૈયાર કરાવવાં. ૧૬ વહસ્તિકી ક્રિયા–પિતાના હાથથી અથવા શિકારી કૂતરાઓ દ્વારા જીવોને મારવાં અથવા પિતાના હાથે ક્રિયા કરવાની જરૂરત ન હોવા છતાં અભિમાનથી પિતાના હાથે ક્રિયા કરવી. ૧૭. આનયનકી ક્રિયા–જીવ અથવા અજીવના પ્રગથી કોઈ વસ્તુ પોતાની પાસે આવે એ પ્રયોગ કરવો. ૧૮. વિદારણકી ક્રિયા–જીવ અથવા અજીવ વસ્તુનું છેદન–ભેદન કરવું Page #106 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમ ૯૧ ૧૯. અનાભાગકી ક્રિયા——વિચાર કર્યા વિના જ શૂન્યચિત્ત વસ્તુઓ લેવી, રાખવી, બેસવું, ઊઠવું, ચાલવું, કરવું, ખાવું-પીવું વગેરે. ૨૦. અનવકાંક્ષા પ્રત્યયકી ક્રિયા—આ લેક અને પરલેાક સંબંધી વિરુદ્ધ કાર્ય કરવું. ૨૧. પ્રયાગકી ક્રિયા—મન, વચન, કાયા સબધી ખરાબ વિચારમાં પ્રવૃત્તિ કરવી પણ નિવૃત્તિ ન કરવી. ૨૨. સમુદાનકી ક્રિયા—કાઈ એવુ* કર્મ કરવામાં આવે જેથી જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મના એકી સાથે અન્ય થાય. ૨૩. પ્રેમકી ક્રિયા—મેહગર્ભિત વચનાથી અત્યંત રાગાત્પત્તિ તથા પ્રેમના પ્રશ્ન થવા. ૨૪, દ્રેષિકી ક્રિયા—કાઈના ઉપર દ્વેષ કરવા અથવા અન્યને દ્વેષ થાય તેવું કાર્ય કરવું. ૨૫. ઈર્યાથિકી ક્રિયા—પ્રમાદરહિત સાધુઓને કેવળજ્ઞાનધારી ભગવાનને ગમનાગમન—ચાલવાફરવાથી જે ક્રિયા લાગે તે. અને આ ૪૨ ભેદના પણ તીવ્ર ભાવ, મન્દુ ભાવ, માત. ભાવ, અજ્ઞાત ભાવ—આદિ કારણેાથી અનેક ભેદાનભેદ કરી. શકાય છે. ૧. આ કર્માનું વન આગળ આવશે. Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ [૨૭] સંવર મન, વચન અને કાયાની પ્રવૃત્તિ રૂપ આશ્રવથી અથવા આશ્રવના પ્રકરણમાં બતાવેલા ૪૨ કારણરૂપ આશ્રવોથી ઉત્પન્ન થનારાં કર્મોને રોકનાર, આત્માના શુદ્ધ ભાવોનું નામ છે “સંવર'. જૈન શાસ્ત્રકારોએ આ સંવરના પ૭ ભેદ બતાવ્યા છે, અર્થાત સત્તાવન પ્રકારે આવતાં કર્મો અટકાવી શકાય છે. ૫૭ પ્રકાર આ પ્રમાણે છે:૫ સમિતિ ૧૨ ભાવના ૩ ગુપ્તિ ૨૨ પરિષહ ૧૦ યતિધર્મ પ ચારિત્ર પાંચ સમિતિ – ૧. ઈર્ષા સમિતિ–ચાલવા-ફરવાની ક્રિયાના સમયે બરાબર ખ્યાલ કરવો જોઈએ; જેથી કોઈ જીવની હિંસા ન થાય. ૨. ભાષા સમિતિ–લવા સમયે ધ્યાન રાખવું જોઈએ, જેથી કોઈ પણ જીવની હિંસા ન થાય. ૩. એષણાસમિતિ-નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવી. ૪. આદાન-નિક્ષેપ સમિતિ–પોતાના કામમાં આવનાર ચીજોને લેવા-મૂકવી હોય તે એવી રીતે લેવીમૂકવી જોઈએ જેથી કઈ પણ જીવની હિંસા ન થાય. Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વ ૯૩ ૫. રિઝ્હાનિકા સમિતિ—થૂક, શરીરના મેલ, અન્ન-પાણી વગેરે ચીજો એવા સ્થાને મૂકવી જોઈએ. જ્યાં કાઈપણ જીવની હિંસા ન થાય. ત્રણ ગુપ્તિ : ૧. અનેાપ્તિ—મનને ગેાપવવું–મનની ચંચળતા રાકવી; અર્થાત્ ખરાબ વિચાર મનમાં ન આવવા દેવા, ૨. વચનપ્તિ—વાણીના નિરોધ કરવા, નિરર્થ ક પ્રલાપ ન કરવા, મૌન રહેવું. મુખ, હાથ આદિ શારીરિક ચેષ્ટાઓથી પણ કામ ન કરવું અને જે ખેાલવું તે પણ સત્ય-પ્રિય ખેલવુ. ૩. કાયપ્તિ શરીરનું ગેાપન કરવું, વિના પ્રયોજન શારીરિક ક્રિયા ન કરવી; અર્થાત્ શરીરની સ્વચ્છંદ ક્રિયાના ત્યાગ અને મર્યાદિત ક્રિયાના સ્વીકાર કરવા. દશ તિધમ :— જેમ હિંદુઓની મનુસ્મૃતિમાં धृतिः क्षमा दमोsस्तेयं शौचमिन्द्रियनिग्रहः । धीविद्या सत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ॥ આશ પ્રકારના ધર્મ કહેલા છે, તેવી જ રીતે - જૈનધર્મ 'માં પણ શ પ્રકારે યતિધર્મ કહેલા છે. યતિ એટલે સાધુ, સાધુ-ગુરુ-ત્યાગીનાં કયાં લક્ષણા છે, Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ એ પહેલાં જ બતાવવામાં આવ્યું છે. એવા સાધુઓના દૃશ ધર્મો છે. ૯૪ ૧. ક્ષાન્તિ—ક્ષમા કરવી. શક્તિ હાવા છતાં પણ બીજાના અપરાધને માફ કરવે, ગમ ખાવી, ક્રોધ રાકવે. ૨. મા`િવતા—કામળતા રાખવી. સત્તા, શકિત, જ્ઞાન આદિ વધવા છતાં નિરંકારીપણું રાખવું. જીતા—સરળતા રાખવી. કપટ-દભ-માયાથી ૩. દૂર રહેવું. ૪. મુક્તિ—લેાભવૃત્તિથી દૂર રહેવુ, ઇચ્છાઓ રાકવી, ૫. તપ—યથાશકિત તપસ્યા કરવી. ઉપવાસાદિ તપસ્યાથી ઈશ્વરભજન, ધ્યાન વગેરે સારુ થાય છે, કાિ ક્ષય થાય છે; પરંતુ ઉપવાસ તે છે કે જેમાં વિષયા (પાંચ ઇન્દ્રિયોના વિષયેા)ને, કષાય (ક્રોધ, માન, માયા, લાભ)નેા અને આહાર-ભજનના ત્યાગ હાય. ઉપવાસના દિવસે ત્રણ ચીજના અવસ્ય ત્યાગ કરવા જોઈએ. જૈનશાસ્ત્રોમાં ૧૨ પ્રકારની તપસ્યા બતાવેલી છે, જે આગળ બતાવવામાં આવશે. ઇચ્છાને રાકવાનું નામ છે તપ. ૬. સંયમ—ઇન્દ્રિયાનું દમન, ઇચ્છાને રાકવી અને પાપ લાગે તેવાં કાર્યોથી દૂર રહેવું. · સંયમ ’ના સત્તર ભેદ બારમા પ્રકરણમાં બતાવેલા છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૯૫ ૭. સત્ય–જુઠાને ત્યાગ કરવો. ૮. શૌચ–મન, વચન, કાયાની શુદ્ધિ કરવી. અંતઃકરણ સાફ રાખવું. પાપવૃત્તિમાં મનને ન લાવવું. ૯. અકિંચન~વ્યાદિ પરિગ્રહનો ત્યાગ કરવો. ૧૦. બ્રહ્મચર્ય–બ્રહ્મચર્ય પાલન કરવું. બ્રહ્મચર્ય એટલે વીર્યની રક્ષા કરવી. બાર ભાવના : ૧, અનિત્ય ભાવના–આ શરીર, જીવન, યૌવન, ધન-ધાન્યાદિ જે દેખવામાં આવે છે તે બધાં અનિત્ય છે–નાશવાન છે, એવું મનમાં દઢ રીતે સમજવું. ૨. અશરણ ભાવના–જીવ એકલે આવ્યા છે અને એકલે જશે, એની સાથે માતા, પિતા, પુત્ર, સ્ત્રી કોઈ શરણ દઈ શકે તેમ નથી, એવું વિચારવું. ૩, સંસાર ભાવના–આ સંપૂર્ણ સંસાર કર્મનું પરિણામ છે. સુખી, દુઃખી, રેગી, શેકી, રાજા, રંક ઈત્યાદિ જેટલી પણ વિચિત્રતાઓ દેખવામાં આવે છે તે બધું કર્મનું ફળ છે. આ કર્મોના કારણે જીવ દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે, એ વિચાર કરે–ભાવના કરવી. ૪. એકત્વ ભાવના–જીવ એકલે જ જન્મ લે છે અને એકલે જ જાય છે. કર્મ પણ એકલા જ કરે છે અને Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જૈન ધર્મ ભાગવે છે પણ એકલે. અનેક પ્રકારનાં પાપકર્મ કરીને મનુષ્ય ધન-ધાન્ય કમાય છે. ખાનારા કેટલાય ખાઈ જાય છે; પરંતુ તે પાપકર્મનું ફળ તો પાપ કરનાર મનુષ્યને જ ભાગવવું પડે છે. એટલા માટે, હું એકલે છુ, મારુ કાઈ નથી, એવી ભાવના કરવી. ૫. અન્યત્વ ભાવના—હું અને મારું શરીર જુદાં છે, ઘર-બાર, પુત્ર-પરિવાર વગેરે ખધું મારા આત્માથી જુદાં છે, એવું દૃઢપણે સમજવું, જુદાઈ મજવાથી સયેાગ-વિયે,ગજન્ય સુખ-દુ:ખ હિ થાય એટલા જ માટે અન્યત્વ ભાવના ભાવવી. ભાવના—આ ૬. અશુિચ શરીર અશ્િચ ભાવનાથી બન્યું છે, અને અશુચિ પદાર્થથી ભરેલુ' છે. ગમે તેટલું. ઉપરથી સાફ રાખા, તેલ, અત્તર લગાવે તાપણુ એની અંદરની અપવિત્રતા દૂર થનારી નથી, આ અશુચિતાના વિચાર કરીને આ શરીર પર મેાહ ન કરવા. ૭. આશ્રવ ભાવના જેની દ્વારા કર્મો આવે છે તેનુ નામ છે આશ્રવ ’, મુખ્યતયા મન, વચન, કાયાની પ્રવૃત્તિથી કર્મ આવે છે, એવું સમજીને જેનાથી નિરર્થક કુ બંધ થાય એવાં કાર્યોથી દૂર રહેવુ જોઈએ. ૮. સ*વર ભાવના આશ્રવાના નિરોધ કરવારાકવું, એનું નામ છે ‘ સ’વર ’. અર્થાત્ પ્રવૃત્તિઓને રેકીને મન, વચન, કાયાને એકાગ્ર કરવાં, એનું નામ સરવ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ (૭ સંવર ભાવનાથી આશ્રવઠાર રોકાઈ જાય છે અને આશ્રવઠાર રોકાઈ જવાથી નવાં કર્મો આવતાં અટકી જાય છે, એમ વિચારવું. ૯ નિજ ભાવના-આત્માના ઉપર લાગેલાં કર્મોને જેર કરવાં–પાડવાં–નાશ કરવા–એનું નામ છે નિજ, આશ્રવનું કામ કર્મને લાવવાનું છે. તેને રોકવાનું કામ સંવરનું છે અને નિર્જરાનું કામ, આત્માને લાગેલાં કર્મોને દૂર કરવાનું છે. આ નિર્જરા બે પ્રકારે થાય છે? ૧. સકામ નિજઈશ અને ૨. અકામ નિજ૨ા. “મારા કર્મોને ક્ષય કરું' એવો વિચાર કરીને તપસ્યાદિ દ્વારા જે કર્મોનો ક્ષય કરાય તેને “સકામ નિજા ” કહે છે; અને જાનવર આદિ કેટલાય જીવો એવા હોય છે કે ઇરાદાપૂર્વક નહિ, પણ અનિચ્છાથી તેમનાં કર્મોને ક્ષય થાય છે; કેમ કે કમેનું ફળ તે કષ્ટ દ્વારા ભેગવી લે છે, એટલે તેમની નિર્જરા “અકામ નિજો ” કહેવાય છે, ઈત્યાદિ ચિંતવવું. ૧૦. લેકસ્વભાવ ભાવના–આ લેક, જેમાં પૃથ્વી, ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા, સ્વર્ગ, નરક, આકાશ આદિને સમાવેશ થાય છે, એને સ્વભાવને વિચાર કરવો. આ લેક ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય—આ સ્વરૂપથી યુક્ત છે. અનાદિ અનંત છે, કોઈને બનાવેલ નથી. આ લોકના ત્રણ વિભાગ છે: ૧. ઊધવ લેક, ૨. અધો લેક અને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮ જૈન ધર્મ ૩. તિર્યક. સમસ્ત જીવ અને પુદ્ગલ આની અંદર જ રહે છે, ઈત્યાદિ લેકનું સ્વરૂપ વિચારવું. ૧૧. બેધિ દુર્લભ ભાવના–બધિ એટલે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ-સમકિત-દર્શન–શ્રદ્ધા આ બધા પર્યાયવાચી શબ્દો છે, જેને વિષય આગળના પ્રકરણમાં છે. આ બોધિ” સભ્યત્વ–શ્રદ્ધા પ્રાપ્ત થવી જ દુર્ધટ-મુશ્કેલ છે. મહાપુણ્ય એકત્રિત થાય ત્યારે આ જીવ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિમાંથી નીકળીને બે ઈન્દ્રિયવાળો થાય છે. ત્યાંથી અનુક્રમે ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયવાળા થાય છે. તેથી પણ જેવી જેવી પુણ્યપ્રકૃતિ વધે છે, તેવા તેવાં આર્યક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઊંચું કુળ, સુંદર શરીર વગેરે મળતાં ધર્મશ્રવણ, સન્ત-સમાગમ અને ધિ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. બેધિ એ મેક્ષફળને ઉત્પન્ન કરનાર વૃક્ષનું બીજ છે. બીજ સારું હોય તે વૃક્ષ ઊગે અને એ વૃક્ષથી ફળ, ફૂલ ઉત્પન્ન થાય. તે “મને એવી જ રીતે ધિ બીજની પ્રાપ્તિ થાઓ એવી ભાવના કરવી જોઈએ. ૧૨. ધર્મભાવના–ધર્મ” જ સંસારમાં ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એ જ ધર્મ છે, આની અંદર સમસ્ત ધર્મોનો સમાવેશ થાય છે. કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી તીર્થકરે “ધર્મ'નું જે સ્વરૂપ પ્રકટ કર્યું છે તે જ આત્મકલ્યાણને કરાવનાર છે, કેમ કે તે શાંતિને ધર્મ છે, રાગ-દ્વેષને દૂર કરનાર છે. ક્રોધ, Page #114 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ માન, માયા, લેભ–આ ચાર કષાયોને શાંત કરવા એનું નામ ધર્મ છે. એ પ્રકારે ધર્મની ભાવના ભાવવી. બાવીસ પરિષહ– જેથી દુઃખ ઉત્પન્ન થાય તે પરિષહ કહેવાય છે. એવા પરિષહ જૈનશાસ્ત્રોમાં બાવીસ બતાવેલા છે. ૧. સુધા-પરિષહ-ભૂખથી જે વેદના થાય છે તે સહન કરવી. ૨. તૃષા-પરિષહ-તરસ લાગવાથી જે દુઃખ થાય તે સહન કરવું. ૩. શીત–પરિષહ–બહુ ઠંડી લાગવાથી જે દર્દ થાય છે તે સહન કરવું ૪. ઉષ્ણ-પરિષહ– બહુ ગરમી લાગવાથી પગ બળે, શરીર બળે તે સહન કરવાં. ૫. દેશ–મશક–પરિષહ-ડાંસ, મચ્છરના કરડવા વખતે જે દુઃખ થાય તે સહન કરવું. ૬. અચેલ-પરિષહ-ફાટેલા-તૂટેલાં અથવા જીર્ણશીર્ણ કપડાંથી દુઃખી ન થવું. ૭. અરતિ–પરિષહ–ચારિત્ર પાળવામાં અરતિ અર્થાત ગ્લાનિ ન થવા દેવી. ૮. સ્ત્રી–પરિષહ–સ્ત્રીઓના હાવ-ભાવાદિ પ્રસંગમાં ચિત્તને સ્થિર રાખવું-ચલાયમાન ન થવા દેવું. ૯. ચર્યા–પરિષહ-કેઈપણ ગામ વગેરે ઉપર મોહ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈન ધર્મ ન રાખતાં ગ્રામાનુગ્રામ ભ્રમણ કરવું અને આ ભ્રમણમાં ઉત્પન્ન થતાં કષ્ટ સહન કરવાં. ૧૦. નિષદ્યા–પરિષહ-નિષદ્યા એટલે રહેવાનું સ્થાન. જે સ્થાનમાં સ્ત્રી, પશુ કે નપુંસક ન રહેતાં હોય એવા સ્થાનમાં રહેવું અને એમાં કઈ ઉપસર્ગ–પરિષહ આવે, તે સહન કરવો. ૧૧. શયા-પરિષહ-સૂવાની જગા ઊંચી, નીચી, ધૂળ-કાંકરાવાળી ગમે તેવી હોય, પરંતુ મનમાં ગ્લાનિ ન લાવતાં તે કષ્ટ સહન કરવું. ૧૨. આક્રોશ-પરિષહ-કઈ મનુષ્ય ગમે તે ક્રોધ કરે, તિરસ્કાર કરેઅપમાન કરે, તે પણ તે સહન કર. ૧૩. વધ-પરિષહ કાઈ મનુષ્ય શારીરિક યાતનાઓ આપે, મારે, દુઃખ આપે, તે વખતે એ વિચાર કરો કે આ શરીર મારું નથી અને અંતે તો તે નાશ પામનાર છે. જે દુઃખ મને પીડી રહ્યું છે, તે મારાં કર્મોનું ફળ છે, એવી ભાવના કરીને સહન કરે. ૧૪. યાંચા–પરિષહ કેઈથી કઈ વસ્તુ માંગવી; એ શરમની વાત છે, પરંતુ ચારિત્ર રક્ષણ માટે વસ્ત્ર, પાત્ર અને અન્નની યાચના ગૃહસ્થોથી કરવી જોઈએ. આ એક પરિષહ છે તે સહન કરવો. ૧૫. લાભ-પરિષહ–-કઈ વસ્તુની જરૂરત હેય અને તે ગૃહસ્થાથી માગવા છતાં પણ ન મળે, તે તેથી Page #116 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૦૧ દુઃખી થવું ન જોઈએ. તે લાભ–પરિષહ સહન કરવો જોઈએ. ૧૬. પગ-પરિષહ–જે સમયે કઈ પણ પ્રકારની વ્યાધિ ઉત્પન્ન થાય, તે સમયે હાય-પીટ ન કરતાં તેને સમભાવપૂર્વક સહન કરીને નિર્દોષ ઉપચાર (દવા) કરતાં તે સહન કરવી અને એવું વિચારવું જોઈએ કે આ મારા કર્મનું ફળ છે. ૧૭. તૃણ-સ્પશ–પરિષહ-ક્યાંય બેસતાં-ઊઠતાં, ચાલતાં-ફરતાં તથા સૂતાં ઘાસને અગ્રભાગ શરીરે કાય ત્યારે તે કષ્ટ સહન કરવું જોઈએ. ૧૮. મલ–પરિષહ–હાથ, પગ અથવા શરીરના ઉપર મેલ ચઢી ગયું હોય તે પણ તે પર ઘણું ન કરતાં સહન કર. ૧૯, સત્કાર-પરિષહ–વધારે આદર-સન્માન થતું હોય, લેકે સ્તુતિ કરતા હોય, તે તેથી ખુશ ન થવું અને એ વિચાર કરવો કે આ મારું સન્માન નથી પરંતુ ત્યાગનું સન્માન છે; વળી લેકે આદર ન કરે તો તેથી ખેદ પણ ન કરવો. ૨૦૦ પ્રજ્ઞા-પરિષહ–બુદ્ધિ સારી હોય, બહુશ્રુત હેય અને લેકેની શંકા-નિવારણ કરવાથી કે પ્રશંસા કરે છે તેથી પિતાની બુદ્ધિનું અભિમાન ન કરતાં નમ્રતા ધારણ કરવી જોઈએ અને પોતાનાથી ઉત્કૃષ્ટ બહુશ્રુતો પ્રત્યે દૃષ્ટિ રાખી વિચાર કરે જોઈએ કે હું શું છું ? Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૨૧. અજ્ઞાન-પરિષહુ-બુદ્ધિની અલ્પજ્ઞતાના કારણે યદિ શાસ્ત્રાદિનુ જ્ઞાન વધારે ન હેાય તેા તેથી દુઃખી ન થવું જોઈએ. ૧૦૨ ૨૨. સમ્યકૂ-પરિષહુ—કેટલાયે કષ્ટ-ઉપસર્ગો આવવા છતાં સાચા ધર્મની શ્રદ્ધાથી ચલાયમાન ન થવું જોઈએ. શાસ્ત્રોના અર્થ ખરાબર ન સમજાય તે। તેથી વ્યામાહ ન કરવે જોઈએ. બીન ધર્મોમાં ચમત્કાર દેખી તેના પર આકર્ષિત ન થવું જોઈએ. એનુ નામ તે ‘સમ્યકૃત્વ-પરિષહ 'ને જિતવું છે. અર્થાત્ શ્રદ્ધા–વિશ્વાસથી ચલાયમાન થવાનાં નિમિત્તો મળી જાય તા પણ ચલાયમાન ન થવું. પાંચ ચારિત્ર જૈનશાસ્ત્રોમાં પાંચ પ્રકારનાં ચારિત્ર કહેલ છે. ૧. સામાયિક ચારિત્ર—સમસ્ત પાપવૃત્તિઓના ત્યાગરૂપ ચારિત્ર લેવું. સાધુ આ ચારિત્ર યાવજ્જીવન લે છે; ગૃહસ્થા ૪૮ મિનિટ સુધી બધા પાપ-વ્યાપારીને છેડીને એકાન્ત સ્થાનમાં બેસી ધ્યાન કરે છે. આ સામાયિક ચારિત્ર' છે. ૨. ાપસ્થાપનીય ચારિત્ર—ક્રાઈમનુષ્યે ચારિત્ર લીધુ છે, અર્થાત્ દીક્ષા લીધી છે, પરંતુ કર્માધીન થઈ તેણે કાઈ માટુ' પાપ કર્યું; તે! તે પાપના પ્રાયશ્ચિત્તરૂપે તેની દીક્ષાના પર્યાય—દિવસેા ઘટાડવા, અર્થાત ખીન ( Page #118 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૦૩ સાધુઓથી નાને બનાવવામાં આવે, તેને “સાતિચારછેદ્યાપસ્થાપનીય' કહે છે. વળી એક તીર્થ કરના સાધુ બીજ તીર્થકરના શાસનમાં–આજ્ઞામાં પ્રવેશ કરે, તે સમયે તે મુનિએ ફરીથી ચારિત્ર ઉચરાવવું પડે છે. જેમ ચાર, મહાવ્રત ધારણ કરનાર પાર્શ્વનાથના સાધુઓ, પાંચ મહાવ્રત ધારણ કરનાર મહાવીર સ્વામીના શાસનમાં પ્રવેશ કરે તે તેને પણ છેદેપસ્થાપનીય ચારિત્ર કહે છે. ૩. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ૪. સૂક્ષ્મ સં૫રાય ચારિત્ર ૫. યથાખ્યાત ચારિત્ર આ ત્રણ ચારિત્રો બહુ જ ઉરચ કોટિની તપસ્યા તથા બહુ ઉચ્ચ કોટીને આત્માની સ્થિતિમાં પ્રાપ્ત થાય છે. વર્તમાનકાળમાં પ્રથમના બે ચારિત્ર ધારણ કરનાર સાધુઓ હોય છે. પાછળના ત્રણ ચારિત્રવાળા નથી દેતા. કેમ કે એવા પ્રકારનું શારીરિક તેમ જ માનસિક બળ નથી. આ પ્રકારે ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવનાઓ, ૨૨ પરિષહ અને ૫ ચારિત્ર—એમ પ૭ ભેદે સંવરના થાય છે, અર્થાત્ સત્તાવન પ્રકારે કર્મોને આવતા રોકી શકાય છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ [ ૨૭ ] નિર્જરા . જે કર્મ આત્માની સાથે જ લાગેલાં છે–ચોંટેલાં છે તેને ખપાવવાં, દૂર કરવાં, નાશ કરવાં—એનું નામ નિજ રા છે. લાગેલાં કર્માને ક્ષય કરવાના ઉપાય તપસ્યા ” બતાવેલે છે. જૈનશાસ્ત્રામાં તપ ૧૨ પ્રકારનું છે. તેમાં છ માહ્ય અને છે આભ્યંતર તપ—એમ બે પ્રકારે છે. C જૈન ધ છે માથું તપ : ૧. અનશન—ભાજનને ત્યાગ કરવા અર્થાત્ ઉપવાસ કરવા. ૨. ઊણાદરી—જેટલી ભૂખ હાય તેથી કાંઈક કમ ખાવું, પેટ કંઈક ખાલી રાખવું. રેકવા માટે ૩. વૃત્તિસ ક્ષેપ—ઇચ્છાવૃત્તિઓને ભિન્ન ભિન્ન પ્રકારના નિયમ–અભિગ્રહ ધારણ કરવા. ઉદાહરણાથે ‘ આજ હું અમુક વસ્તુના ત્યાગ કરું છું! ' આજે અમુક મહાલ્લામાંથી અથવા અમુક ઘરથી ભિક્ષા મળશે તા જ ભાજન કરીશ.' · આજ હુ' અમુક સમયે જ ભાજન કરીશ.’ ઈત્યાદિ ભિન્ન ભિન્ન પ્રકારના નિયમા < C થાય છે. ૪. રસત્યાગ—દૂધ, દહીં, તેલ, ઘી, ગાળ અને તળેલી ચીજો—આ છ વિગયા અને મદિરા, માંસ, માખણ અને મધ આ ચાર મહા વિગયે ખતલાવેલી છે. આ ચાર Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈન ધ મહાવિગયા તા ત્યાજ્ય જ છે. છ વિગયામાંથી પણ ૧, ૨, ૩, ૪ ના ત્યાગ કરવો—એ પણ એક પ્રકારની તપસ્યા છે. ૫. કાયલેશ—વીરાસન, શીર્ષાસન, મયૂરાસન ઈત્યાદિ અનેક પ્રકારનાં આસનથી ખેસવું, ઊભા થઈને એકાગ્રતાથી ધ્યાન કરવું, કેશલુંચન કરવું—આ પણ તપસ્યા છે. ૬. સંલીનતા—સ કાચ કરવા, સંવરણ કરવું અર્થાત્ અશુભ માર્ગમાં જતી ઇંદ્રિયોને રોકવી, એ ઇંદ્રિયસ લીનતા છે. ચાર કષાયાને રોકવા એ ક્ક્ષાયસલીનતા છે. અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત થવું એ યોગસ‘લીનતા છે. સ્ત્રી, પશુ અને નપુંસકના સ ંસર્ગથી રહિત સ્થાનમાં રહેવુ, એ વિવિક્ત-ચર્ચા-સલીનતા છે. આ છ પ્રકારે બાહ્ય તપ કહેવાય છે. છે આભ્યન્તર તપઃ— ૧. પ્રાયશ્ચિત્ત—જે કાંઈ ભૂલ અથવા પાપ થઈ જાય, તેનુ... ગુરુથી પ્રાયશ્ચિત્ત લેવુંન્દ્ડ લેવે, ગુરુ આગળ સાચી વાત નિવેદન કરવી, ભવિષ્યમાં એવું પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરવી વગેરે, ૧૦૫ ૨. વિનય—પેાતાનાથી જ્ઞાનવૃદ્ધ, વયેાવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ અથવા હરકેાઈ પ્રકારે મોટા હાય તેનું બહુમાન કરવું, તેનું અપમાન ન થાય તેને ખ્યાલ રાખવા એનુ નામ વિનય' છે. ' Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન ધર્મ ૩. વૈયાવૃત્ય–વૈયાવૃત્ય એટલે ભક્તિ. મેટા આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, જ્ઞાની, મુનિ–એવા ગુણવાનની આહાર, વસ્ત્ર આદિ ઉપયોગી વસ્તુઓથી ભક્તિ કરવી. ૪. સ્વાધ્યાય (1) ભણવું–ભણાવવું, (૨) જે શંકા હોય તે ગુરુને પૂછવી, (૩) જે કંઈ યાદ હેાય તે ફરી ફરી સ્મરણમાં લાવવું, (૪) વાંચેલી વાતને એકાગ્ર ચિત્તે વિચારવી, (૫) ધર્મોપદેશ દેવ-ધર્મકથા કરવી–આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. ૫. ધ્યાન-ધ્યાનનો અર્થ છે વિચારચિત્તના યોગથી–એકાગ્રતાથી વિચાર કરવો અથવા ચિત્તને રોકવું આ બે પ્રકારનું ધ્યાન કહેવાય છે. જૈનશામાં ચાર પ્રકારનું ધ્યાન કહેવાય છેઃ (૧) આ ધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન, (૪) શુકૂલધ્યાન.સંસાર સંબંધી –શરીર, ધન, માલ, મિલ્કત, વ્યાપાર-રોજગાર, પુત્ર-પરિવાર–આ વાતનું જે ધ્યાન થાય છે, તે આત અને રૌદ્ર દયાન છે. આ બે પ્રકારનાં ધ્યાન તપરૂપે નથી. કહેવાતાં, કેમ કે તેનાથી કર્મ છૂટતાં નથી, બલ્ક વધે છે, ધમ ધ્યાન અને શુકૂલધ્યાન એ આત્મશુદ્ધિનાં કારણ છે. એટલા જ માટે આ બે ધ્યાન “તપ” કહેવાય છે. દાન, શીલ, તપ, ભાવ, પરોપકાર, દયા વગેરે સંબંધી વિચાર કરવો, એ ધર્મધ્યાન છે. શુકુલધ્યાન તે બહુ જ ઉચ્ચ Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૦૭ કેટિનું છે. જે આત્મા અત્યંત શુદ્ધ હોય છે તેને જ આ. શુફલધ્યાન થાય છે. ૬. ઉસગ–ઉત્સર્ગને અર્થ છે ત્યાગ. ઉપવાસ વગેરે તપ વખતે કઈ કઈવાર એકાન્તમાં બેસીને થોડીવાર માટે “કાસ કરવો અર્થાત્ કલાક બે કલાક માટે ધ્યાનમાં બેસીને એ નિશ્ચય કરો કે શરીરની સાથે મારે. કોઈ સંબંધ નથી, ભલે કોઈ મારે, કે કોઈ જાનવર આવીને. ખાઈ જાય. કેઈ વખત વસ્ત્રોની ઉપાધિ કમ કરી દેવી.. ડામાં થોડી વસ્તુઓથી નિર્વાહ ચલાવો. આ બધે. ઉત્સર્ગ છે. સ્મરણમાં રાખવું જોઈએ કે વસ્તુ મળતાં જે ત્યાગ કરવે, એ જ સાચે ત્યાગ છે. આ પ્રકારે છ બાહ્ય અને છ આત્યંતર એમ બાર. પ્રકારને તપ છે. તપસ્યાને અર્થ છે ઇચ્છાને રાધ. કરવો. ઈચ્છાઓને રોકવી તેનું નામ છે ત૫. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ (૨૮) મધ ' - અન્ય શબ્દ સ્વયં પેાતાના અર્થને પ્રકટ કરે છે, બંધન હાવું. બંધન એક ચીજનું નથી હેાતું. બે વસ્તુ એના સબન્ધને બંધન કહે છે. સંસારમાં બે પ્રકારના પદાર્થો છેઃ એક ચેતન અને બીજો જડ, આત્મા ચેતન છે, આત્માનુ` મૂળ સ્વરૂપ સચ્ચિદાન દમય છે. આત્મા અરૂપી છે, અચ્છેદી છે, ઈશ્વર જેવા છે, પરંતુ ઈશ્વર અને આ આત્મામાં અંતર એટલું જ છે કે ઈશ્વર નિલેષ છે, નિરાવરણ છે, શુદ્ધ સ્વરૂપી છે અને આ આત્મા ઢંકાયેલા છે; અને એ જ કારણ છે કે સંસારમાં તે પરિભ્રમણ કરે છે, સુખ-દુ:ખને અનુભવ કરે છે. આ આવરણાને જૈનશાસ્ત્રકારા ` કહે છે. ચૈતન્ય શક્તિવાળા આત્માની ઉપર એવાં જડ કર્મા લાગેલાં છે, એ જ કારણથી આત્મા નીચે રહે છે. જેમ તુંબડાના સ્વભાવ છે પાણીમાં તરવા, પરંતુ તેના ઉપર માટી અને કપડાના લેપ કરવામાં આવે અને ખૂબ વજનદાર બનાવવામાં આવે તા તેજ તરવાના સ્વભાવવાળું તુંબડુ ડૂબી જશેનીચે બેસી જશે. અરાબર તેવી જ દશા આ આત્માની છે. જૈન ધર્મ ત્યારે એ નિશ્ચિત થયું કે આત્માની સાથે કર્મોનું બન્ધન છે, તેથી જ તે ભ્રમણ કરે છે અથવા નીચે પડેલા છે. જૈન ધર્મ કહે છે, આત્મા અને કના સંબન્ધ અનાિ Page #124 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૦૯ કાળથી છે અને તે આત્મા ઉપર રહેલી રાગદ્વેષની ચીકાશના કારણે છે. અનાદિકાળથી આત્માને રાગ-દ્વેષ લાગેલા છે. કોઈ સમયે આત્મા શુદ્ધ હતું, એમ ન કહી શકીએ, કેમ કે એમ કહેવાથી મુક્તાત્માને પણ રાગ-દ્વેષની ચીકાશ લાગવાની સંભાવના થશે. એટલા માટે આત્મા. અને તે પરની રાગ-દ્વેષની ચીકાશ અનાદિકાળથી છે અને તેથી કર્મનાં આવરણ તે પર લાગેલાં છે. આત્મા ઉપર રાગ-દ્વેષનાં આવરણ ક્યારથી લાગ્યાં ? એ પણ કહી શકાય એમ નથી. કોઈ પણ એ નહિ કહી શકે કે, ખાણમાં માટી અને સેનું ક્યારે મળ્યાં ? એ. તે હમેશાંથી જ મળેલાં છે, પરંતુ પ્રયોગો દ્વારા સોનું અને માટી અલગ કરી શકાય છે. આ પ્રકારે આત્મા ઉપર લાગેલાં આવરણ કર્મ-રાગ-દ્વેષ અલગ કરી શકીએ છીએ. સોનું અને માટીને અલગ કરતાં તેનું સેનું રહે છે અને માટી માટી રહે છે. એવી જ રીતે કર્મ અને આ ત્મા જુદા હેવાથી આત્મા પિતાના મૌલિક શુદ્ધ સ્વરૂપમાં આવી જાય છે અને કર્મ અલગ થઈ. જાય છે. આ ઉપરથી એ પણ નિશ્ચિત થાય છે કે “આત્મા” પહેલાં અને “ક” ” પછી, એમ પણ કહેવું ઠીક નથી, કેમ કે એમ કહેવાથી મુક્તાત્માને પાછું સંસારમાં આવવું પડે અને “ક” પહેલાં અને “આત્મા” પછી એમ કહેવાથી તે આત્માની ઉત્પત્તિ માનવી પડશે અને Page #125 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમ ૧૧૦ *ઉત્પન્ન થનાર ચીજને નાશ અવસ્ય માનવા પડશે. એટલે જેમ કે પહેલાં ઈંડું કે મરવી ? ઈંડા વિના મરઘી કયાંથી અને મરઘી વિના ઈંડું કયાંથી? તેમ આત્મા અને કર્મોના સંબધમાં સમજવું જોઈએ. એટલા જ માટે આત્મા અને ક એ બને અદિકાળથી જોડાયેલાં છે, તે દૂધ અને પાણીની માફક આતપ્રાત છે. આ સંસારમાં કર્મનાં પુદ્ગલા ઠાંસી ઠાંસીને ભરેલાં છે. જીવની જેવી જેવી ક્રિયાઓ હાય, તેવાં તેવાં કર્મના પરમાણુ તે પર લાગે છે. આ કર્માના સ્વભાવ-સ્વરૂપસ્થિતિ ભિન્ન ભિન્ન પ્રકારે છે. એ જ કારણ છે કે સંસારમાં આ બધી વિચિત્રતા દેખાય છે. જેમ એક સૂઠને લાડવે છે, તે વાયુને દૂર કરે છે, તેમ જે કર્મ જે પ્રકારના સ્વભાવવાળું હશે તે કર્મો તેવા જ પ્રકારના લાભાલાભ કરશે. આને જૈનશાસ્ત્રોમાં ‘પ્રકૃતિબન્ધ ” કહ્યો છે. હવે, જેમ કાઈ લાડુ ૧૫ દિવસ સુધી રહે છે, પછી બગડી જાય છે, કાઈ ૬૦ દિવસમાં બગડે છે, કાઈ બે મહિના સુધી પણ રહી શકે છે, એ જ પ્રકારે કર્મીની સ્થિતિ પણ બન્ધનના સમયે નિશ્ચિત થઈ જાય છે. કાઈ ક પાંચ વર્ષોમાં ફળે છે અને કાઈ પાંચ ભવા પછી ફળે. કાઈ કર્મ થાડા સમયમાં અને કાઈ અધિક સમયમાં પાકે છે, એને સ્થિતિમન્ય' કહે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ જે સમયે ક ના બન્ધ થાય છે તે સમયે એ પણ નિશ્ચિત થાય છે કે, કર્મ કયા પ્રકારના ફળને દેશે? શુભ છે કે અશુભ? તીવ્ર છે કે તીવ્રતર ? મન્ત્ર છે કે મન્વંતર ? વગેરે. જેમ કાઈ લાડુમાં એક પ્રકારના અને અન્યમાં જુદી જાતના સ્વાદ રહે છે, તેમ કર્માનું પણ ફળ છે, એને જૈન ધર્મમાં અનુભાવઅન્ધુ ' અથવા ‘ રસમન્વ . > ' કહે છે. જેમ કાઈ લાડુ નાના હોય તો કાઈમેટા, એમ કર્મનાં પુદ્ગલાના પણુ આકાર હોય છે. અર્થાત્ જેટલા કર્માના અન્ય હાય છે, તે બધાં પ્રદેશાની સખ્યા એકસરખી નથી હાતી, કાઈના થાડા તા કાઈને અધિક— ઈત્યાદિ. આને પ્રદેશમન્ધ" કહે છે. ૧૧૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ [ ૨૯ ] આ ક પાછળના પ્રકરણમાં બતાવ્યા પ્રમાણે આત્મા ઉપર અનેક પ્રકારનાં કર્મ લાગે છે, કેમ કે જ્યાં ક્રિયા છે ત્યાં કર્મ છે. અને સંસારની બધી વિચિત્રતા એ બતાવી રહી છે, કે જીવ જે જે ક ઉપાર્જન કરે છે તે અનેક પ્રકારનાં હાવાં જોઈએ, પરંતુ જૈન શાસ્ત્રકારોએ તે બધાં કર્માને આઠ વિભાગમાં વિભક્ત કર્યા' છે. તે આઠ પ્રકાર આ પ્રમાણે છેઃ— જૈન ધ ૧. જ્ઞાનાવરણીય ક—જે કથી આત્માની જ્ઞાનશક્તિ ઉપર પડદો પડે, તેને આંખ ઉપર બાંધેલી પટ્ટીની ઉપમા દીધી છે. જેમ આંખ ઉપર પટ્ટી બાંધવાથી દેખાતુ નથી, તેમ આત્મા ઉપર આ કર્મીનું આવરણ આવવાથી જ્ઞાનશકિત આચ્છાદ્દિત થઈ જાય છે. ઘણી ઘણી મહેનત કરવા છતાં ઘણાય મનુષ્યા સારી રીતે ભણી શકતા નથી, એ આ કર્મનું પરિણામ છે. ૨. દનાવરણીય ક—ઘણાયે મનુષ્યા સંસારના પદાર્થોં અને વિષયાને દેખી શકતા નથી, એ આ કર્મનુ પરિણામ છે. આ કર્મને દ્વારપાલની ઉપમા આપી છે. દ્વારપાલથી રૈ!કાયેલા મનુષ્ય રાજાની મુલાકાત અનેદન નથી કરી શકતા, તેમ આ કર્મના કારણે આત્માને સમ્યગદર્શીન ’ નથી થઈ શકતુ. . Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૧૩ ૩. વેદનીય કમ–આ કર્મને સ્વભાવ જીવને સુખ-દુઃખ દેવાને છે. આને તરવારની ધાર પર લાગેલા મધની ઉપમા દીધી છે. મધને ચાટતાં સ્વાદ તો આવે, પરંતુ જીભ કપાય ત્યારે દુઃખ થાય છે. તેમ સંસારનાં સુખ, એ પણ આત્માને તે વેદના જ છે અને તેથી (૧) શાતા (સુખ) વેદનીય અને (૨) અશાતા (દુઃખ) વેદનીય એમ બે પ્રકારનાં વેદનીય કર્મો કહ્યાં છે. ૪. મોહનીય કર્મ–આને સ્વભાવ છે આત્મસ્વરૂપને ભુલાવી દેવાને ને મેહ પમાડવાને. સમ્યક્ત્વગુણ–ચારિત્ર-ગુણને રેકો, એ આને સ્વભાવ છે. આને મદિરાની ઉપમા આપી છે. મદિરા પીનારા જેમ બેહેશ બની જાય છે તેમ મેહનીય કર્મના ઉદયથી જીવ વસ્તુસ્થિતિને નથી જાણી શકતો અને આદર પણ કરી શકતા નથી. ૫. આયુષ્ય કર્મ–એને સ્વભાવ છે જીવને અમુક ગતિમાં, અમુક કાળ સુધી રોકી રાખવાને. એટલા જ માટે આને બેડીની ઉપમા આપી છે. જેમ પગમાં બેડી નાખેલો મનુષ્ય સ્વતંત્રતાપૂર્વક ક્યાંય જઈ–આવી નથી શકતે, તેમ આ આયુષ્ય કર્મના કારણે જે ગતિમાં તે જાય છે, તે ગતિથી નીકળી નથી શકતા. આયુષ્ય કર્મ પૂરું થતાં જ તે તરત બીજી ગતિમાં જાય છે. ને બીજી ગતિનું આયુષ્ય કર્મ આ જ ગતિમાં બાંધી લે છે. ૬. નામ કમ–સંસારમાં કોઈને યશ થાય છે, કેઈને અપયશ થાય છે, કેઈને લેકે ચાહે છે તે કેઈને Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન ધર્મ નથી ચાહતાં; ઈત્યાદિ અનેક પ્રકારની વિચિત્રતાઓ દેખવામાં આવે છે. એ નામ કમ” નું પરિણામ છે, આને સ્વભાવ ચિત્રકાર જેવું છે. સારે ચિત્રકાર ચિત્રવિચિત્ર મનુષ્ય, દેવ આદિ બનાવે છે તેમ આ નામ કર્મ પણ અનેક વર્ણવાળા અંગ, ઉપાંગ, દેવ, મનુષ્ય આદિ રૂપ આ જીવનાં બનાવે છે. ૭. ગાત્ર કમ–અમુક જીવ અમુક કુળ–ત્રમાં ઉત્પન્ન થયે; એ જ કારણ છે કે, તેણે “ગેાત્ર કમ” એવા પ્રકારનું બાંધ્યું હતું. આને કુંભારની ઉપમા દીધી છે. અર્થાત કુંભાર માટીનાં વાસણ બનાવે છે. એક વાસણને ઉપયોગ કોઈ પ્રકારે તે બીજાને બીજી રીતે. એ જ પ્રકારે ગોત્ર કર્મના કારણે કોઈ ક્યાંય ઉત્પન્ન થાય તે કઈ બીજે ઉત્પન્ન થાય છે. એને બે ભેદ છેઃ ૧. ઉચ્ચ ગોત્ર અને ૨. નીચ ગોત્ર. ભલે, ક્રિયાથી ઉચ્ચ-નીચ સમજે કે કેઈ બીજા પ્રકારે સમજે, પણ ઉચ્ચ–નીચને ભેદ તે રહેશે જ. અને તેમાં જન્મ થવાનું કારણ આ “ગેાત્ર કમર છે. ૮. અન્તરાય કેટલાક મનુષ્ય પાસે દ્રવ્ય હોવા છતાં દાન નથી દઈ શકતા. પિતે સામે જ જોઈ શકે છે કે આ વ્યાપારમાં મને ફાયદો થશે, પરંતુ લાભ પ્રાપ્ત કરી શકતો નથી. ભેગવવાની, ખાવા-પીવાની વસ્તુઓ તૈયાર હોવા છતાં પણ તેને ભેગા કરી શકતા નથી. કપડાં–લતાં-આભૂષણ વગેરે અનેક ચીજો હેવા Page #130 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ છતાં તે કામમાં લાવી શકતા નથી, અને તપસ્યા, બીઆની સેવા વગેરે કરવાની શક્તિ-પુરુષાર્થ હેાવા છતાં પણ કઈ જ નથી કરી શકતા. તા સમજવું જોઈએ કે તે આત્મા, આ અન્તરાય કુ થી લદાયેલા છે. આને ખજાનચીની ઉપમા દીધી છે. રાજાને સ્વભાવ છે દાન કરવાને. દાન કરવાની ઈચ્છા પણ થાય; પરં તુ કે...જીસની મૂર્તિ સમાન મળેલે ખજાનચી, રાજ્યને આડુ અવળું સમજાવે છે, તીજોરી ખાલી બતાવે છે, આવકથી ખર્ચ વધારે બતાવે છે, એટલા જ માટે દાન નથી કરી શકતા. આ પ્રમાણે (૧) દાનાન્તરાય, (૨) લાભાન્તરાય, (૩) ભેગાન્તરાય, (૪) ઉપભાગાન્તરાય અને (૫) વીર્યાન્તરાય આ પાંચ પ્રકારનાં અન્તરાય કમેર્ર છે. ૧૧૫ બસ, આ કર્મના અન્ય આત્મા ઉપર લાગે છે, અને આ બન્ધનાના કારણથી આ આત્માની પ્રવૃત્તિ અને સુખદુ:ખ થાય છે. ક જડ હાવા છતાં પણુ તેમાં અનન્ત શક્તિ છે. કર્મોના સ્વભાવ જ અવે છે. તે પાતપેાતાના સ્વભાવાનુસાર આત્માની ગતિ કરાવે છે. જેમ લાહચુમ્બક કયાંય પણ રાખા, કાઈ પણ જાતની રાકટાક વિના લેઢાને પેાતાના તરફ ખેચશે જ. ચુમ્બકના એ સ્વભાવ જ છે, એ પ્રકારે કર્મોના પણ એ સ્વભાવ છે કે તે જે પ્રકારનાં હાય છે, તે પ્રકારના પરિણામને ઉત્પન્ન કરે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન ધર્મ ઉપર્યુક્ત આઠ કર્મોમાં ચાર ઘાતકર્મ અને ચાર “અદ્યાતિકમ” છે. (૧) જ્ઞાનાવરણ, (૨) દશનાવરણુ, (૩) મેહનીય અને (૪) અન્તરાય–એ ચાર “ઘાતિક છે. ઘાતિ એટલે ઘાત કરે, નાશ કરે, આત્માના પિતાના ગુણને હણે. અથવા આત્મસ્વરૂપને પ્રકટ થવામાં બાધક હોય તે ઘાતી કહેવાય છે. આ ચાર કર્મોનો ક્ષય થતાં જ આત્માને કેવળજ્ઞાન–કૈવલ્ય-અતીન્દ્રિયજ્ઞાન અથવા સંપૂર્ણ જ્ઞાન થાય છે. બીજાં ચાર આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય–આ કર્મ અઘાતી કર્મ છે. સર્વજ્ઞ–કેવળી આયુષ્ય પૂર્ણ થવા સમયે આ ચાર કર્મોને ક્ષય કરી દે છે, અને તે જ ક્ષણે ઊર્ધ્વ ગતિ કરતાં કાગ્રસ્થાનને–સિદ્ધસ્થાનને પ્રાપ્ત કરી લે છે. તેને “મોક્ષ કહે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૧૭ (૨૯). મેક્ષ નવતમાં “મેક્ષ પણ એક તત્વ માન્યું છે. સમસ્ત કર્મોને ક્ષય થયા પછી આત્મા સ્વરૂપાવસ્થાને પ્રાપ્ત કરે તેનું જ નામ “મોક્ષ છે, અર્થાત આત્માની ઉપર જે આવરણ-કર્મ લાગ્યાં છે, તે સમસ્ત આવરણને ક્ષય થ અથવા આત્માના નિલે પપણુનું નામ “મેક્ષ' છે. - કમને બે સર્વથા દૂર થઈ જવાથી આત્મા હલકે–પિતાના સ્વરૂપમાં આવે છે અને જે ચીજ હલકી હોય છે તે ઊર્ધ્વ ગતિ કરે છે. આત્મા ઊર્ધ્વ ગતિ કરી ક્ષણમાં લોકાગ્ર ભાગ સુધી પહોંચી જાય છે. તેની ગતિ ત્યાંથી આગળ થતી નથી, કેમ કે એ પહેલાં જ બતાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામક પદાર્થો વિદ્યમાન છે, ત્યાં સુધી જ ગતિ અને સ્થિતિ થાય છે. ભવ્યની મુક્તિ:– આ સંસારમાં બે પ્રકારના જીવ છેઃ ૧. ભવ્ય અને ૨. અભવ્ય, “ભવ્ય” અને “અભવ્ય”ની કલ્પના જીના સ્વભાવથી જ કરવામાં આવે છે. જેમ મગમાં કાઈ દાણો કેર' પણ હેય છે, આ કેરડું મગને સ્વભાવ છે કે તે ગમે તેટલા પ્રયત્ન પણ પાકત નથી; એ જ પ્રકારે અભવ્ય જીવ હોય છે, તેની મુક્તિ થતી નથી. ભવ્ય જીવોમાં પણ કઈ કઈ જીવ એવા પણ હોય છે, કે જેને મુક્ત Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન ધર્મ થવાની સામગ્રી મળતી નથી-કદી નથી મળતી. તેથી જ તેની મુક્તિ નથી થતી. આવા જ જાતિભવ્ય કહેવાય છે. પરંતુ જે મોક્ષમાં જાય છે, તે ભવ્ય જ હોય છે, એમ “જૈનધર્મ' કહે છે. આત્મા એ જ પરમાત્મા :– આત્માના મૂળ સ્વરૂપમાં અને પરમાત્મામાં કંઈ જ ફરક નથી. પરંતુ કર્મોનાં આવરણેથી યુક્ત હેવાથી આત્મા કહેવાય છે અને આવરણ દૂર થવાથી તે જ “પરમાત્મા ? કહેવાય છે. એટલા માટે “આત્મા એ જ પરમાત્મા” કહેવાની રૂઢિ પડી ગઈ છે. એક ઈશ્વર: જેમ સંસાર અનાદિકાળથી છે, તેમ ઈશ્વર પણ અનાદિકાળથી છે. આ વાત દેવ પ્રકરણમાં કહેવામાં આવી છે. સિદ્ધાવસ્થા–મેક્ષાવસ્થામાં જે કોઈ પણ આત્મા જાય છે, તેમાં કઈ પણ પ્રકારને ભેદ નથી. તેમનું સ્વરૂપ એક જ છે, જ્યોતિમાં જતિ મળેલી છે, એટલા જ માટે ઈશ્વર એક કહેવાય છે. પરંતુ સંસારમાંથી જેટલા આત્મા મેક્ષમાં જાય છે, તેઓ વ્યક્તિગત જુદા જુદા છે, એ અપેક્ષાએ તેમને “અનેક” પણ કહી શકાય. વસ્તુતઃ મુક્તાવસ્થા એ એક એવી અવસ્થા છે કે જ્યાં કઈ પણ પ્રકારની જુદાઈ-ભેદભાવ નથી. મોક્ષનું સુખ: સુખ બે પ્રકારનું છેઃ ૧ક્ષણિક સુખ અને ૨, આત્યં Page #134 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૧૯ તિક સુખ અથવા કૃત્રિમ સુખ અને સ્વાભાવિક સુખઆ સંસારમાં જીવ જે જે સુખોને અનુભવ કરે છે, તે ક્ષણિક સુખ છે, અથવા કૃત્રિમ સુખ છે. ક્ષણિક સુખ એટલા માટે કહેવાય છે કે, સુખને અનુભવ ક્ષણભર થયે જ નહિ અને તે પછી દુઃખને અનુભવ થાય છે. એ પ્રકારે સંસારનું સુખ કૃત્રિમ સુખ થાય છે. એટલા માટે કે આ સુખ સ્વાભાવિક સુખ નથી. દુઃખની ક્ષણિક નિવૃત્તિને જ સુખ માની લીધું છે. ભૂખની વેદના થતાં ભજન કરી લીધું, તેથી જ કહીએ છીએ કે સુખ થયું. શું સુખ થયું ? કેવળ વેદનાની નિવૃત્તિ થઈ. ગરમી લાગી ને કપડાં કાઢી નાંખ્યાં, તેથી માની લીધું કે સુખ થયું. હાથમાં લે , રાતભર નિદ્રા ન આવી, સવારે ઓપરેશન” (operation) કરાવ્યું, પરુ કાઢી નાખ્યું. માન્યું કે હા...શ, સુખ થયું, આનંદ થયે. મનુષ્યને કામવર થયે, વિષયસેષને કર્યું, મનુષ્ય માન્યું કે આનંદ થ. શે આનંદ થયો ? પૂર્વ કાળમાં જે દુઃખ થયું હતું, તેની નિવૃત્તિ થઈ અથવા એક પ્રકારનું કૃત્રિમ સુખ થયું. પરંતુ મેક્ષમાં એવું ક્ષણિક કે કૃત્રિમ સુખ નથી. મેક્ષાવસ્થા એ આત્માની સ્વાભાવિક અવસ્થા છે. સ્વાભાવિક અવસ્થાને આનંદ-સુખ તે કૃત્રિમ સુખ નથી, કેમ કે આત્માનું સ્વરૂપ જ સચ્ચિદાનંદમય છે. પિતાના સ્વરૂપને સ્વાભાવિક આનંદને જે અનુભવ છે; તે અપૂર્વ આનંદ છે, અપૂર્વ સુખ છે, કેમ કે મોક્ષ પ્રાપ્ત થયા પછી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈન ધર્મ આત્માને કર્મોની ઉપાધિ લાગવાની નથી. કર્મોના આત્યંતિક સર્વથા અભાવનું નામ મોક્ષ છે; અને જીવ જે દુખાનુભવ કરે છે, તે કર્મોને કારણે કરે છે. પરંતુ જ્યાં કર્મોને અભાવ છે, ત્યાં દુઃખ શું હોય? એટલા માટે મેક્ષાવસ્થાનું સુખ એ જ આત્યંતિક–સર્વથા સુખ છે. મોક્ષનું સુખ અનિર્વચનીય છે. તે ન કલમથી લખી શકાય છે અને ન વાણીથી કહી શકાય તેમ છે. આ સુખની કઈ ઉપમા નથી. તે અનુપમેય છે. આ સંસારમાં પણુ ઘણુયે એવી વસ્તુઓ છે જેની ઉપમા દઈ શકાય તેમ નથી. જેમ ઘી. સર્વ મનુષ્યો ઘી ખાય છે, પરંતુ ઘીને સ્વાદ કેના જેવું છે, એમ પૂછવામાં આવે તો કેઈ ઉપમા ન દઈ શકે, જ્યારે પ્રતિદિન અનુભવમાં આવનારી ચીજ માટે કોઈ ઉપમા દઈ શકતું નથી, તે ક્ષને માટે કહેવું જ શું ? અપુનરાગમન :– મેક્ષ પ્રાપ્ત કરનાર જીવનું ફરીથી આ સંસારમાં આગમન નથી, કેમ કે કર્મોનું સમસ્ત આવરણ જ્યારે દૂર થઈ જાય છે, ત્યારે જ મોક્ષાવસ્થા પ્રાપ્ત થાય છે. અને ભવભ્રમણનું કારણ તે કર્મ છે. જે કર્મ નથી તો ભવભ્રમણ નથી, જન્મ નથી, જરા નથી, મૃત્યુ નથી, શરીર નથી, ઇન્દ્રિય નથી, મન નથી. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે મેક્ષ કોઈ એવી ચીજ નથી કે જે Page #136 -------------------------------------------------------------------------- ________________ જેન ધમ. ૧૨૧ = ઉત્પન્ન થઈ હેય. જે ઉત્પન્ન થાય છે તેને નાશ અવશ્ય હોય છે. આત્મા કર્મોનાં બંધનથી મુક્ત થાય છે ત્યારે જ તેને મેક્ષ કહેવાય છે. એથી આત્મામાં કંઈ નવીન ચીજની ઉત્પત્તિ નથી થતી. સૂર્ય પર વાદળનાં આવરણ આવી જાય છે, તે આવરણે દૂર થવાથી સૂર્ય પ્રકાશમાન–પિતાના સ્વરૂપમાં આવી જાય છે. એ જ પ્રકારે આત્માની દશા હોય છે. આત્મા પિતાના મૂળ સ્વભાવમાં આવી જાય છે, એનું નામ તે “મેક્ષ'. એટલા જ માટે આત્માને નાશ નથી અને નાશ ન હેવાથી સંસારમાં ફરીથી તેને આવવાનું પણ નથી હેતું. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈન ધર્મ [૩૦] ૧૪ ગુણશ્રેણિ-ગુણસ્થાનક અનાદિ કાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને જ્યાં સુધી તે મુક્ત ન થાય-કર્મોના આવરણથી મુક્ત ન થાય ત્યાં સુધી રાશી લાખ જીવનિમાં એને પરિબ્રમણ કરવાનું જ રહ્યું. આ સંસારથી મુકત થવા માટે કર્મોનાં આવરણને ક્રમશઃ ઓછાં કરવાં એ જરૂરી છે. જેમ જેમ કર્મોનાં આવરણે ઓછાં થતાં જાય, પાતળાં થતાં જાય, તેમ તેમ જીવ પિતાના સ્વરૂપમાં ઉજળા બનતા જાય છે. આવી રીતે આત્મા ક્રમશઃ પ્રકાશમાં આવતા જાય છે, અને શુદ્ધસ્વરૂપ-મુક્તાવસ્થાની નજીક પહોંચતા જાય છે, તેની જૈનશાસ્ત્રકારોએ ચૌદ શ્રેણિ બતાવી છે, જેને “ગુણસ્થાન કહેવામાં આવે છે–આત્માના ગુણેનું સ્થાન. ચૌદમા સ્થાને પહોંચનારે જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ ચૌદ ગુણસ્થાનકનાં નામ આ છે – (૧) મિથ્યાત્વ, (૨) સાસાદન, (૩) મિત્ર, (૪) અવિરતિ સમ્યફદષ્ટિ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્તવિરતિ (૭) અપ્રમતવિરતિ, (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિ, (૧૦) સૂક્ષ્મ સંપરાય, (૧૧) ઉપશાન્તમેહ, (૧૨) ક્ષીણમેહ, (૧૩) સંગી કેવલી, (૧૪) અગી કેવલી. આ ચૌદ સ્થાનકેનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે – ૧. મિથ્યાષ્ટિમિથ્યાત્વ ગુણસ્થાન. જીવ અનાદિ Page #138 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૨૩ કાળથી અધાતિમાં પડેલા છે. એ અપેાતિ કે જ્યાં જીવનને જરા પણ વિકાસ નથી, એવા સ્થાનને જૈનશાસ્ત્રકારીએ ‘નિગેાદ 'ના નામથી એળખાવ્યું છે. કઈ પણ પૂર્વજન્મના સંસ્કારના કારણે, જે જીવમાં કંઈપણ વિકાસ થાય છે, એવા જૈવ મિથ્યાષ્ટિ ગુણસ્થાનકમાં આવે છે. મિથ્યાદષ્ટિ અથવા અંધકારમય જીવન. વસ્તુના યથા જ્ઞાનના અભાવ એનું નામ મિથ્યાદષ્ટિ છે, નિગાના અંધકારમય જીવનની અપેક્ષાએ કંઈક ચેતનાશક્તિના વિકાસ દ્વાવાના કારણે મિથ્યાદષ્ટિને પણુ ‘ ગુણસ્થાનક ’ કહેવામાં આવ્યું છે. અહીંથી આત્માના જીવનના વિકાસ શરૂ થાય છે. આ પ્રથમ ગુણસ્થાનકમાં રહેલા જીવ અધર્મ-ને ધર્મ અને ધર્મને અધર્મ સમજે છે, ઉન્માર્ગ ને સન્મા અને સન્માને ઉન્માર્ગ સમજે છે. જીવને અજવ અને અવને જીવ સમજે છે. અસાધુને સાધુ અને સાધુને અસાધુ સમજે છે. અમૂર્ત પદાર્થમાં સૂ સંજ્ઞા અને મૂત પદાર્થમાં અમૂક સંજ્ઞા માને છે. અર્થાત્ વિપરીત જ્ઞાન એ આ સ્થાનમાં રહેલા વનુ લક્ષણ છે. ૨. સાસાદન ગુણસ્થાનક—સ+સાદન, આસાદન શબ્દના અર્થ છે આસ્વાદન; અર્થાત્ જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી નીચે પડતી અવસ્થાનું નામ છે સાસ્વાદન ગુણુસ્થાનક, જીવ ઊંચે ચઢીને અતિ તીવ્ર ક્રોધાદિ કષાયાના કારણે નીચે પડેલા હૈાવા છતાં, તેણે ઉચ્ચ અવસ્થાના આસ્વાદ લીધેલા છે; તેથી આ ગુણસ્થાનકનું નામ સાસાદન—સાસ્વાદન રાખવામાં આવ્યું છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈન ધર્મ ૩. મિશ્ર ગુણસ્થાન–આ સ્થાનકમાં રહેલા જીવની સ્થિતિ વિચિત્ર હોય છે. વિચિત્ર એટલા માટે કે સત્ય પદાર્થ કે અસત્ય પદાર્થ બન્નેમાં તેનો સમાન ભાવ હોય છે. એટલે સત્ય તરફ તેને ન તે ચિ હોય છે અને અસત્ય તરફ ન અરુચિ હોય છે. જે માણસે એક વસ્તુને અનુભવ કર્યો, પરતુ બીજી વસ્તુ ઉપર તેને નથી શ્રદ્ધા કે નથી અશ્રદ્ધા. તેવી જ રીતે મિશ્ર ગુણસ્થાનકવાળા જીવ. સત્ય કે અસત્ય બને વસ્તુ ઉપર એને શ્રદ્ધા નથી દેતી. મતલબ કે તેને સત્યમાર્ગ તરફ ન રુચિ કે ન અરુચિ. સારાસારને વિચાર કરનારી વિવેકવૃત્તિને તેમાં અભાવ હોય છે. આમ હોવા છતાં, એક વખત આ જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી ચૂકેલે હેાય છે એટલે તેના ભવભ્રમણને કાળ નિશ્ચિત થઈ જાય છે. ૪. અવિરતિ સમ્યક્દષ્ટિ–વિરતિ એટલે વ્રત–ત્યાગ -નિયમ. ગૃહસ્થ અને સાધુઓને માટે દેશવિરતિ અને સર્વવિરતિ એવા બે ભેદ પહેલાં બતાવ્યા છે. આ વિરતિને સ્વીકાર કર્યા પહેલાં, જેને સમ્યત્વની પ્રાપ્તિ થાય છે, તે જીવ આ ગુણસ્થાનકમાં ગણાય છે. સમ્યક્ત્વ-સમ્યફદૃષ્ટિ યા સમતિ એની વ્યાખ્યા પહેલા કરવામાં આવી છે. આ સ્થિતિમાં રહેલા જીવને તત્ત્વ સંબંધી શંકાને સ્થાન રહેલું નથી. સમદ્રષ્ટિ એ મેક્ષપ્રાપ્તિ માટે પહેલું પગથિયું છે. સમકિત વિનાનાં સર્વ ધર્માનુષ્ઠાને પ્રાયઃ નિષ્ફળ બને છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૨૫ પ. દેશવિરતિ–ગૃહસ્થ ધર્મનાં વતે, કે જે પહેલાં બતાવવામાં આવ્યાં છે, તેને સ્વીકાર અને શુદ્ધ રીતે પાલન કરનાર જીવ દેશવિરતિ ગુણસ્થાનકવાળા ગણાય છે, પણ તે સમ્યક્ત્વપૂર્વક હોય છે. અમુક અંશેમાં વ્રતનું ગ્રહણ એનું નામ છે દેશવિરતિ. ૬. પ્રમત્ત ગુણસ્થાનક–આ ગુણસ્થાનકમાં તે સાધુ ગણાય છે કે, જેઓએ પાંચ મહાવ્રત સ્વીકાર કરેલાં હોવા છતાં, પ્રમાદથી સર્વથા મુકત નથી હોતા. પ્રમાદમાં રહેલે જીવ, આધ્યાન અને ધર્મધ્યાન પૈકી આર્તધ્યાનની તેનામાં મુખ્યતા હોય છે, અને તે જ એને પ્રમાદ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરસ્વામીએ પિતાના પ્રધાન શિષ્ય ગૌતમસ્વામીને સંબંધી સમસ્ત સાધુઓને પ્રમાદથી દૂર રહેવાનો ઉપદેશ કર્યો છે, તે આટલા જ માટે. ૭. અપ્રમત્ત ગુણસ્થાનક–પ્રમાદમાંથી અપ્રમાદ અવસ્થામાં પાંચ મહાવ્રતધારી સાધુ જેટલે સમય આવી જાય, તે સમય માટે તે અપ્રમત્ત ગુણસ્થાનકી કહેવાય. ૮. અપૂવકરણ-કરણ” શબ્દને અર્થ છે, આત્માના અધ્યવસાય-પરિણામ. આઠ કર્મના પ્રકરણમાં એક મેહનીય કર્મ બતાવવામાં આવ્યું છે. આ મોહનીય કમેને ક્ષય યા ઉપશમ કરવાને આત્માને અપૂર્વ અધ્યવસાય જ્યારે થાય, ત્યારે આ ગુણસ્થાનક પ્રાપ્ત થયું કહેવાય છે. “ક્ષયને અર્થ નાશ છે. ઉપશમ તેને Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈન ધર્મ કહેવામાં આવે છે કે કર્મની સત્તા વિદ્યમાન હોવા છતાં તે દ્બાયેલ-ઢકાયેલ રહે. ૯. નિવૃત્તિ ગુણસ્થાનક—અપૂર્વ કરણમાં બતાવેલા અધ્યવસાય કરતાં કંઈક વધારે સ્પષ્ટ ઉજવલ આત્માનાં પરિણામ થાય છે કે, જેથી મેહના ક્ષય અથવા ઉપશમ થવા લાગે છે. ૧૦. સૂક્ષ્મ સપરાય—સંપરાય શબ્દના અર્થ જૈન દૃષ્ટિએ ક્રોધ-માન-માયા-લાભ એ ચાર કષાય છે. મહુનીય કર્મના ક્ષય અથવા ઉપશમ થતાં બહુ જ અલ્પાંશે લેભ કષાય રહી જાય, તે વખતની સ્થિતિમાં આ ગુણસ્થાનક પ્રાપ્ત થયું કહેવાય. ૧૧. ઉપશાન્ત મેાહુ—પૂર્વ ગુણસ્થાનામાં માહના ઉપશમ શરૂ થાય છે, પછી તે જ્યારે પૂર્ણતયા મેાહનીય કર્મ ઉપશાન્ત' અને અર્થાત્ મેાહનીય કર્મીને સથા ઢાંકી દે, ત્યારે આ ગુણસ્થાન પ્રાપ્ત થયું કહેવાય. ૧૨. ક્ષીણ માહુ—મેહને માવવાની ક્રિયા ચાલુ હતી, પરંતુ મેાહને ક્ષય કરવાના પ્રયત્ન ચાલુ થતાં જ્યારે સંપૂર્ણ માહુના ક્ષય કરી નાખવામાં આવે ત્યારે આ ગુણસ્થાન પ્રાપ્ત થયું કહેવાય. " : 6 ઉપશાન્ત ” અને “ ક્ષય ’માં અન્તર એ છે કે કમ નાં પુદ્ગલા કાઈ કારણવશ ખાયેલાં–ઢંકાયેલાં રહે, પરન્તુ તે ક વિદ્યમાન હાવાથી ગમે ત્યારે પણ ઉયમાં આવી Page #142 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૨૭ જાય છે, ઉપર ઊઠી આવે છે. જ્યારે કર્મનાં પુગલો ક્ષય થવા માંડે તે તેના પછી ઉદય થવાની સંભાવના નથી રહેતી. પાણીમાં મિશ્રિત ધૂળના રજકણે નીચે બેસી જાય તે વખતે પાણી સ્વચ્છ લાગે, પરંતુ પાણીને જરા પણ આઘાત પહોંચતાં તે રજકણે ઉપર તરી આવે છે અને પાણને ડોળી નાખે છે. પણ પાણીમાંથી જે રજકણે સર્વથા દૂર કર્યા હોય તે પછી પાણું ડોળું થવાને અવકાશ નથી. આવી જ સ્થિતિ “મોહનીય કર્મ'ના ક્ષયની અને ઉપશમની છે. મેહનીય કર્મને ઉપશાન્ત કરી આગળ વધતો જીવ ૧૧ મા ગુણસ્થાનકથી લપસે છે અને બીજા ગુણસ્થાનકમાં જાય છે. ૧૩. સંયોગી કેવલી-યોગ"ને અર્થ છે શરીરાદિની ક્રિયા. કર્મના પ્રકરણમાં ચાર પ્રકારનાં ઘાતી કર્મ અને ચાર પ્રકારનાં અઘાતી કમ બતાવ્યાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય અને અંતરાય એ ચાર ધાતી કર્મને ક્ષય થવાથી જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, પરંતુ હજુ શરીર છે, એટલે શરીર સંબંધિત વસ્તુઓ વિદ્યમાન હેવાથી ગમનાગમન, આહાર આદિ ક્રિયાઓ ચાલુ હોય છે. એટલા માટે આ ગુણસ્થાનકને સગી ગુણસ્થાનક કહેવામાં આવ્યું છે. ૧૪. અગી કેવલી–બાકી રહેલાં નામ, ગાત્ર, આયુષ્ય અને વેદનીય કર્મ ઃ આ ચાર કર્મના ક્ષયના અંતિમ સમયે સમસ્ત ક્રિયાઓ બંધ થઈ જાય છે અને આત્મા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈન ધર્મ ઉત્કૃષ્ટ ગુફલ ધ્યાનની સ્થિતિને પહોંચે છે. આ અવસ્થાને અગી કેવલી ગુણસ્થાન કહેવામાં આવે છે. આ પ્રકરણના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે તેમ આ જીવ અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ અનાદિ કાળથી આત્મા ઉપર લાગેલાં કર્મો છે. આ કર્મો રાગ-દ્વેષની ચિકાશને લીધે મન-વચન-કાયાની ક્રિયાથી લાગે છે. રાગ-દ્વેષનું પરિણામ ક્રોધ–માન-માયા–લાભ–મોહ-મત્સર એ કષાય અથવા જેને પરિપુ” કહેવામાં આવે તે છે. જેમ જેમ જીવ આ રિપુઓને દૂર કરતા જાય છે, તેમ તેમ તેની ગુણશ્રેણિ વધતી જાય છે. અને અંતમાં સર્વથા કર્મને ક્ષય-કષાયને ક્ષય થાય એટલે મુકત બને છે, અથાત્ કર્મોનાં બન્ધનથી જીવ સર્વથા મુકત થાય છે, તેનું નામ મેક્ષ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૨૯ (૩૧) પાંચ કારણ જૈન ધર્મ કહે છે કે સંસારમાં જેટલાં કાર્ય બને છે, તે પાંચ કારણેના મળવાથી જ થાય છે. પાંચમાંથી એક પણ કારણની ઉણપ હોય તે કાર્ય ઉત્પન્ન થતું નથી. પાંચ કારણ આ છેઃ ૧. કાલ, ૨. સ્વભાવ, ૩, નિયતિ, ૪. પુરુષાર્થ અને ૫. કમ. સંસારનું કોઈ પણ કાર્ય, ગમે તેવું નાનું હોય કે મોટું હોય, પણ આ પાંચ કારણેના સમન્વયથી જ બને છે. જે કાર્ય જે સમયે થવાનું હોય છે તે કાર્ય તે જ સમયે થાય છે. બાલ, કુમાર, યુવા અને વૃદ્ધાદિ અવસ્થાએ કાળ વિના બને નહિ. સ્ત્રીને સંતાનની પ્રાપ્તિ ઋતુકાળ પહેલાં ન થઈ શકે. સૂર્ય, ચન્દ્ર વગેરેનાં ઉદયઅસ્ત પોતપોતાના સમયમાં જ થાય છે.. આ પ્રકારે જે કાર્ય થાય છે, તે પિતાના સ્વભાવ અનુસાર થાય છે. સ્વભાવથી વિરુદ્ધ કંઈ પણ કાર્ય થઈ શકતું નથી. અગ્નિને સ્વભાવ છે ઉષ્ણતા, તે ઉષ્ણતા જ આપશે. પાણીને સ્વભાવ છે શીતળતા, તે ગમે તેને પણ શીતળતા-ઠંડી જ આપશે. વધ્યા સ્ત્રી સંતાનને જન્મ ન આપી શકે અને આપે તો તે વધ્યા જ ન કહેવાય. કેરડું મગને પાકવાને સ્વભાવ નથી, તેથી તે કદી નહિ પાકે. Page #145 -------------------------------------------------------------------------- ________________ “જેમ ધર્મ આવી જ રીતે જે કાર્ય જે કાળમાં જે પ્રકારે થવાનું છે, તે કાર્ય તે કાળમાં તેવા જ પ્રકારનું થશે. એમાં ફેરફાર કરવાની કેઈની તાકાત નથી. કોઈ સ્ત્રી પુત્રીને જન્મ આપવાની છે, તે તેને પુત્રી જ થશે; નહિ કે પુત્ર. જે કંઈ નક્કી છે તે જ થશે. કાઈ પણ કાર્યની ઉત્પત્તિ પુરુષાર્થ વિના નથી થઈ શકતી. ભોજન કરવાનો સમય થયો છે. મનુષ્યને સ્વભાવ ભજન કરવાનું છે, નિયતિ ભવિતવ્યતા પણ છે, પરંતુ મનુષ્ય ભોજન પર બેસીને જ્યાં સુધી ભોજનની ક્યિા નહિ કરે, ત્યાં સુધી તેને મોઢામાં કે પેટમાં નહિ જાય. રસોઈ રાંધ્યા વિના રંધાતી નથી. સ્નાન કર્યા વિના શરીરશુદ્ધિ થઈ શકતી નથી. ક્યું એવું કાર્ય છે કે જે પુરુષાથ વિના બને છે ? ઉપર્યુક્ત ચાર કારણેની સાથે કર્મને ઘનિષ્ટ સંબંધ છે; બલ્ક એમ કહેવામાં આવે કે આ ચાર કારણે કમને આધીન છે, તો તેમાં કંઈ અતિશયોક્તિ નથી. આ જીવે જે જે પ્રકારનું કર્મ ઉપાર્જન કર્યું છે, તે પ્રકારે જ કાર્ય બનશે. સુખ-દુઃખને, બલ્ક પ્રત્યેક ક્રિયાને બધો આધાર - કર્મ ઉપર જ છે. આ કર્મ જ એક એવું છે કે જે બાકીનાં ચાર કારણેને લાવીને હાજર કરે છે. અર્થાત્ કર્મ-ભાગ્યનસીબ જે જે પ્રકારનું હશે, તે જ પ્રકારે કાળ, સ્વભાવ, નિયતિ અને પુરુષાર્થ બની જાય છે; પરંતુ એક વાત ખાસ છે કે, કાર્યની ઉત્પત્તિમાં પાંચ કારણેની જરૂર Page #146 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જૈન ધર્મ અવશ્ય પડે છે. જેમ એક રાજ્ય છે, પણ તે રાજ્ય ત્યારે જ કહેવાશે કે જ્યારે રાજા, મંત્રી, અમાત્ય, પુરોહિત અને નગરશેઠ–આ પાંચેની વિદ્યમાનતા હેય. જો કે આમાં રાજની પ્રધાનતા છે, પરંતુ પાંચ અંગ મળે ત્યારે જ રાજ્ય કહેવાય છે. એ જ રીતે કેઈ અપેક્ષાઓ, કર્મ અથવા પુરુષાર્થનું મુખ્યપણું હેવા છતાં કાર્યની ઉત્પત્તિમાં તો પાંચે કારણે મળવાં જોઈએ. - સ્ત્રીને હતુકાળ આવ્યો છે, બાળક ઉત્પન્ન કરવાને તેમાં સ્વભાવ પણ છે, અર્થાત સ્ત્રી વંધ્યા નથી; નિયતિ પણ છે, પુરુષાર્થ પણ થઈ ચૂક્યો છે, પરંતુ જે સ્ત્રીના ભાગ્યમાં સંતાન નથી તે ગર્ભ ધારણ કરશે જ નહિ; ગર્ભ ધારણ કરશે તે ગર્ભમાં જ જીવ મરી જશે. કદાચ જન્મ થશે તો જન્મ થતાં જ મરી જશે. આ બધી કર્મની લીલા છે, ભાગ્યમાં સંતાન નથી, તેથી જ થતું નથી. આ પ્રકારે જેન ધર્મમાં કઈ પણ કાર્યની ઉત્પત્તિમાં પાંચ કારણે બતાવ્યાં છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જેન ધર્મ - -- --- -- - - - - - - [૩૨] સ્યાદાદ કોઈ પણ પદાર્થની સિદ્ધિ એકાન્તવાદથી-એકાન્ત દૃષ્ટિથી ન થઈ શકે. જૈનશાસ્ત્રકારોએ પદાર્થ માત્રનું– સત 'નું લક્ષણ બતાવ્યું છેઃ “ઉત્પાચ-વ્યયુ કરત' ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા-આ સ્વભાવવાળા પદાર્થ હોય છે. નાના અણુથી લઈને મેટામાં મોટો પદાર્થ જોઈ , બધા પદાર્થોમાં આ લક્ષણ રહેલું છે; અને તેથી જ વસ્તુમાત્રમાં અનેક ધર્મ રહેલા છે. - “સ્યાદ્વાદ'–આમાં બે શબ્દો છે. “સ્થાક્યાદ” સ્યાને અર્થ છે કેાઈ અપેક્ષાથી” અને વાદને અર્થ છે “કહેવું ', “સ્યા એ અનેકાન્તસૂચક શબ્દ છે. એટલા જ માટે સ્યાદ્વાદનું બીજું નામ અનેકાન્તવાદ પણ છે. અને કાન્તમાં અનેક અન્ત, આ બે શબ્દો છે. અન્તને અર્થ દષ્ટિ–દિશા કરવો જોઈએ. મતલબ કે અનેક દૃષ્ટિએ જેવું–કહેવું તે અનેકાન્તવાદ કહેવાય. સત્ એટલે પદાર્થનું –વસ્તુનું જે લક્ષણ કર્યું છે, એ પણ એ જ બતાવે છે કે, પ્રત્યેક પદાર્થમાં અનેક ધર્મ રહેલા છે. સ્યાદ્વાદની સ્પષ્ટ શબ્દોમાં વ્યાખ્યા કરવામાં આવે તે પરિજન રસ્તુતિ सापेक्षरीत्या विरुद्धनानाधर्मस्वीकारो हि स्याद्वादः। એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી જુદા જુદા પ્રકારના ધર્મોને સ્વીકાર કરવો તેનું નામ છે સ્યાદ્વાદ. Page #148 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૩૩ “સ્યાદ્વાદ” શીખવાડે છે કે પ્રત્યેક વસ્તુને જુદી જુદી દૃષ્ટિએ દેખવાથી જ તેને વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે, એક જ મનુષ્ય પિતા, પુત્ર, કાકે, મામે, ભત્રીજો, ભાણેજ વગેરે થઈ શકે છે. પિતાની અપેક્ષાએ પુત્ર અને પુત્રની અપેક્ષાએ પિતા, કાકાની અપેક્ષાએ ભત્રીજો અને ભત્રીજાની અપેક્ષાએ કાકો. તે નિત્ય પણ છે, અનિત્ય પણ છે. આત્માની અપેક્ષાએ નિત્ય અને શરીરની અપેક્ષાએ અનિત્ય છે. માટીનો ઘડો નિત્ય છે અને અનિત્ય પણ. ઘડાને જે આકાર છે, તે વિનાશી છે, અનિત્ય છે; પરંતુ ઘડાની માટી અવિનાશી જ કહેવાશે કેમકે ઘડાને આકાર સ્વરૂપ નાશ થવા છતાં માટીના સ્વરૂપે ઘડે તે છે જ, માટીનો આકાર કિંવા પર્યાય બદલાતા રહેશે, પરંતુ માટીનાં પરમાણુઓને સર્વથા નાશ નથી થતો. સેનાના કોઈ પણ આભૂષણને તેડાવી-ગળાવી બીજું કઈ બનાવવામાં આવે તો મૂળ આકારને નાશ થયે, નવા આકારની ઉત્પત્તિ થઈ, પણ સુવર્ણ દ્રવ્ય તે સ્થિર જ છે. આ પ્રમાણે સંસારના બધા પદાર્થો પૂલરૂપથી અથવા સૂક્ષ્મરૂપે આ સંસારમાં રહે છે જ અને એના નવા નવા રૂપને પ્રાદુર્ભાવ થયા કરે છે. દીવો બુઝાઈ જાય તે આપણે સમજીએ છીએ કે દીવાને સર્વથા નાશ થયો, પરંતુ વસ્તુતઃ એમ હોતું નથી. દીવાના પરમાણુઓ તે અવશ્ય રહે છેબીજા રૂપમાં પણ અવશ્ય રહે છે જ. જેની ઉત્પત્તિ અને વિનાશ થાય છે, તેને જેનશાસ્ત્રોમાં Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન ધ • પર્યાય' કહે છે. અને જે વસ્તુ સ્થાયી રહે છે તેને દ્રવ્ય’ કહે છે. દ્રવ્યરૂપથી બધા પદાર્થ નિત્ય છે અને પર્યાયરૂપથી અનિત્ય છે. . , જે લેાકો સ્યાદ્વાદને સમજે છે તેને કોઈ મત માટે વિરોધ ન હોઈ શકે. સ્યાદ્વાદ દૃષ્ટિથી પ્રત્યેક વસ્તુને જોનાર મનુષ્ય માટા-ઉદાર દિલવાળા બને છે. તેની બધી સંકુચિતતા દૂર થઈ જાય છે. આ સ્યાદ્વાદ કિવા અનેકાન્તવાદને કાÖમાં ન લેવાય તા ‘ નિશ્ચયાત્મક ' રૂપથી કહેલી વાત એકાન્ત ભુની જશે અને એકાન્ત વાત સત્ય નથી થઈ શકતી. અમુક મનુષ્ય ‘બાપ' છે એના અર્થ એ થશે કે · બાપ ” સિવાય તેમાં કોઈ ખીજા ધર્માં જ નથી. એમ માનવુ એ તા બિલકુલ અસત્ય જ છે. શું પિતાની અપેક્ષાએ તે પુત્ર નથી ? શું કાકાની અપેક્ષાએ ભત્રીજો અને ભત્રીજાની અપેક્ષાએ કાકો નથી ? તે શું ‘ મનુષ્ય ’ નથી ? ત્યારે ‘ અમુક મનુષ્ય બાપ જ છે,' એમ કહેવાની અપેક્ષાએ જો એમ કહેવામાં આવે કે, ‘ અમુક મનુષ્ય બાપ પણ છે,’ તા કેટલે વિશાળ અર્થ આમાં સમાઈ ય છે? બાપ પણ છે ’ એમ કહેવામાં ખીજા અનેક ધર્મો એમાં હોવાનુ` માની શકાય છે. બસ, ‘ જ અને ‘ પણ ’માં જે અન્તર છે તે જ અન્તર ‘એકાન્તવાદ અને અનેકાન્તવાદ્ન ’- સ્યાદ્વાદ ’માં છે. . ' ' કોઈ આંધળા મનુષ્ય હાથીના કોઈ એક અંગને પકડીને એમ માની લે અથવા કહે કે, હાથી આવા હોય તે તે અસત્ય છે. કોઈ પણ વસ્તુના એક અંગને છે I Page #150 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમ ૧૩૫ સ્પર્શ કરવાથી તે વસ્તુનુ સંપૂર્ણ જ્ઞાન નથી થઈ શકતું, અથવા સંપૂર્ણ અંશમાં સત્ય નથી માની શકાતું. આજે સૌંસારના બધા ધર્મવાળા પોતપોતાની વાતને જ સત્ય માનીને ખીજાને અસત્ય, જૂડે, પાખંડી ધર્મ બતાવવાની કોશિશ કરે છે અને ધર્મના નામથી ઝઘડો કરે છે, પરંતુ આ સ્યાદ્વાદશૈલીને! અભ્યાસ કરીને તે દ્રષ્ટિથી બધાને જોઇએ તા કદી ઝગડા કે વૈમનસ્ય થવાનુ કારણ નહિ રહે. . ધ્યાનમાં રાખવું જોઈએ કે, ‘ સ્યાદ્વાદ ’ એ ‘સ‘શયવાદ’ નથી. • સ્યાદ્વાદશી ચીજ છે? એ તા સાફ સાફ બતાવવામાં આવ્યુ છે. ‘સંશય ' ! તેને કહે છે જે કોઈ પણ વાતના નિ ય ન કરી શકે. અંધારામાં કોઈ ચીજ પડી છે, તેને દેખીને એ કલ્પના કરવી કે, આ દાર હશે કે સાપ?' આનું નામ સશય ' છે, આમાં દારડા અથવા સાપ કોઈના નિય થઈ શકતા નથી. કોઈ ચીજ, કોઈ પણ સ્વરૂપમાં સમજવામાં ન આવે તેનું નામ સશય ’ છે. સ્યાદ્વાદ એવેા નથી. · સ્યાદ્વાદ’તા એક જ વસ્તુને ભિન્ન ભિન્ન દૃષ્ટિએ દેખવાનું કહે છે. અને આવી રીતે દેખવામાં એક દૃષ્ટિએ જેવું દેખાય છે, તે નિશ્ચિત છે. જેમ કોઈ મનુષ્ય પિતા છે, એ તો નક્કી છે, પરંતુ પિતા સિવાયના ખીજ ધર્મો પણ તેમાં છે. આમ જોવાનું સ્યાદ્વાદ કહે છે. ‘સંશયવાદ' તા, ન ઢારડાને નિર્ણય કરાવે છે અને ન સા. એટલા જ માટે • સ્યાદ્વાદ'ને “સૌંશયવાદ' કહેવા સર્વથા ભૂલ છે. : Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જિન ધર્મ [૩૩] નય જૈન ધર્મમાં જેમ “સ્વાહાદ” એક મહત્ત્વની ચીજ છે, તેવી જ રીતે “નય” પણ સ્યાદ્વાદની સાથે સંબંધ રાખનારી મહત્ત્વની ચીજ છે. “નય’ને સામાન્ય અર્થ છે વિચાર. “નયવાદને અપેક્ષાવાદ” પણ કહી શકાય છે. કઈ પણ વસ્તુનું સાપેક્ષરીતિએ નિરૂપણ કરનારો વિચાર–એ છે નય. મનુષ્ય પ્રત્યેક વસ્તુ ઉપર ભિન્ન ભિન્ન દષ્ટિએથી વિચાર કરે છે. અપેક્ષાપૂર્વક કરેલો વિચાર એ નય કહેવાય છે. જો કે ઘણાએ વિચારોમાં વિરુદ્ધતા જોવામાં આવે છે, પરંતુ એવા વિરોધી દેખાયેલા વિચારમાંથી અવિરધનું મૂળ શોધનાર તથા એવા વિચારોને સમન્વય કરનારું શાસ્ત્ર—એ છે ‘નયશાસ્ત્ર એ નો કેટલા છે? એની સંખ્યા ગણું શકાય એમ નથી. જૈનશાસ્ત્રોમાં કહ્યું છે–“નાવવા વચપલા, તાવ વવ દૂતિ થવાયા'—જેટલાં વચન પદેવચનપ્રયોગો છે, એટલા જ ન છે, કેમ કે અપેક્ષાપૂર્વક મનુષ્ય જે કંઈ વિચાર કાઢે છે, તે બધા નય છે, તે પણ મનુષ્યસમાજને સમજવા માટે એના જુદા જુદા ભેદ દેખાડવામાં આવ્યા છે. નય બે પ્રકારના છે: ૧, દ્રવ્યાકિનય અને ૨. પર્યાયાચિકનય. Page #152 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૩૭ સંસારની પ્રત્યેક વસ્તુમાં એ વાતા રહેલી છેઃ મૂળ દ્રવ્ય અને તેના પર્યાય-વિભિન્ન સ્વરૂપ; અથવા સામાન્ય અને વિશેષ. જેવી રીતે મનુષ્યત્વ વડે બધા મનુષ્યા સમાન છે, પરન્તુ દેશ, જાતિ, રંગ, રૂપ ઈત્યાદિની અપેક્ષાએ બધામાં કંઈ ને કંઈ વિશેષતા છે. બધાં પાણી એક છે, પર'તુ તેમાં મીઠાપણું, ખારાપણું અને ભિન્ન ભિન્ન રંગ વગેરેની અપેક્ષાએ વિશેષતા છે—વિભિન્નતા છે. સ્વરૂપથી બધાના આત્મા સમાન છે, પરન્તુ ભિન્ન ભિન્ન શરીરથી ધારણ કરાયેલા છે, એ અપેક્ષાએ વિશેષતા છે. આ સામાન્ય અને વિશેષ અથવા દ્રવ્ય અને પર્યાને લઈને એ ભેદ બતાવેલા છે : ૧. દ્રવ્યાથિક અને ૨. પર્યાયા િનય. દ્રવ્ય સબંધી વિચાર અને પર્યાય સંબંધી વિચાર. આત્મા નિત્ય છે, અનિત્ય પણ છે. માટીના ઘડા નિત્ય પણ છે, અનિત્ય પણ છે. આ બંને એક દૃષ્ટિએ નિત્ય, ખીજી દૃષ્ટિએ અનિત્ય. આ બંને નય ” છે. . એ જ પ્રકારે નિશ્ચયનય અને વ્યવહારનય-એમ પણ એ ભેદ છે. વસ્તુના મૂળ સ્વરૂપને સમજાવનાર વિચાર તે નિશ્ચયનય અને આકાશાદિ પરિણામના સ્વરૂપને સમજાવનાર વિચાર, એ વ્યવહારનય છે. નિશ્ચયનય કહે છે કે, આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, સચ્ચિદાનંદમય છે. વ્યવહારનય કહે છે કે, આત્મા Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈન સ અહીથી મરીને દેવલાકમાં ગયા, નરકમાં ગયા, આત્મા સુખી છે, દુ:ખી છે, આત્મા મેાહી છે વગેરે. બ ંનેમાં દૃષ્ટિભેદ છે. આત્માના મૂળસ્વરૂપની અપેક્ષાએ આત્મ નિત્ય, ઠીક છે. કર્મીના આવરણથી મુક્ત થવાની અપેક્ષાએ મરે છે, સુખી છે, દુ:ખી છે, એ પણ ઠીક છે. આ બંને દૃષ્ટિની વિચારસરણી એ ખે નય : નિશ્ચયનય અને વ્યવહારનય કહે છે. આ પ્રકારે બધી વાતામાં સમજી લેવુ જોઈએ. આ પ્રકારે જૈનશાસ્ત્રોમાં સાત પ્રકારના નયેા છે. ૧. નગમનય, ૨. સગ્રહનય, ૩. વ્યવહારનય. ૪. ૠસૂત્રનય, ૫. શબ્દય, ૬. સમભટ્ટનય અને ૭. એવ‘ભૂતનય. હવે આમાંથી પ્રત્યેક તૈય સંબંધી ઉદાહરણપૂર્વક વિચાર કરીએ. ૧. નાગમનય—લૌકિક વ્યવહાર અને લૌકિક સંસ્કારને અનુસરવામાં જે વિચાર ઉદ્ભવે છે, તે નગમનય છે. આના ત્રણ ભેદ કરી શકાય ઃ ૧. ભૂત નાગમ, ૨. વર્તમાન નગમ અને ૩. ભવિષ્યદ નગમ, જે વાત બની ચૂકી છે, તેને વ્યવહાર કરવામાં આવે, તે ષ્ટમીના દિવસે લેાકેા કહે છે કે, ‘ભૂત વર્તમાનકાળમાં નગમ ’ છે. જેમ કૃષ્ણા આજે કૃષ્ણ ભગવાનને 6 Page #154 -------------------------------------------------------------------------- ________________ ન ધર્મ ૧૩૯ જન્મદિવસ છે.” આ ભૂત નંગનયની અપેક્ષાએ બેલવામાં આવે છે. વર્તમાન સમયમાં કેઈ કાર્ય માટે ક્રિયાને પ્રારંભ થાય, તે પણ કહેવામાં આવે છે કે, “હું અમુક કાર્ય કરું છું.' રસોઈ માટે માણસ લાકડાં એકઠાં કરે છે. પરંતુ પૂછતાં કહેશે કે, “રસેઈ કરું છું.” જો કે રાઈનું કામ શરૂ નથી થયું, તે પણ આમાં વર્તમાન નિગમનની અપેક્ષાએ આમ કહી શકાય છે. જે વસ્તુ બનવાની છે, તેને પણ “બની” એમ કહેવું, તે ભવિષ્યદ્ગિગમ છે. જેમ રસોઈ પૂરી નથી થઈ છતાં કહી દેવું કે, “રસોઈ થઈ,” આ ભવિષ્ય નૈગમનયની દૃષ્ટિ છે. ' ઉપર્યુક્ત ઉદાહરણેથી માલૂમ પડે છે કે, નિગમનય કરૂઢિ પર આધાર રાખે છે. લેકરૂઢિમાં જેવી ભાષા પ્રચલિત હોય છે, તે પણ આ ‘નગમન'ની અપેક્ષાથી સત્ય છે. ૨. સંગ્રહનય-ભિન્ન ભિન્ન પ્રકારની વસ્તુઓ અથવા અનેક વ્યક્તિઓને કોઈ એક વસ્તુને આશ્રય લઈને સમુરચયરૂપથી વ્યવહાર કર, આ સંગ્રહનય 'ની દૃષ્ટિથી થાય છે. જેમ, કોઈ કહે કે, “આત્મા એક” છે, યદ્યપિ. પ્રત્યેક વ્યક્તિમાં આત્મા ભિન્ન ભિન્ન છે, પરંતુ. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન ધર્મ આત્મજાતિને આશ્રય લઈને કોઈ એમ કહે કે “આત્મા એક છે? તે તે સંગ્રહનયની અપેક્ષાએ સત્ય છે. ભિન્ન ભિન્ન • જાતિનાં કપડાં હોવા છતાં, કપડાંની જાતિને લક્ષ્યમાં લઈને કહેવામાં આવે છે, અહીં કપડાં જ છે, તો તે -સંગ્રહનયની અપેક્ષાથી કહેવાય છે. ૩. વ્યવહારનય–સામાન્યરૂપે જે વાત કહેવામાં આવે, તેનું પૃથક્કરણ ન કરવામાં આવે ત્યાં સુધી વિશેષજ્ઞાન નથી થતું, એટલા માટે સામાન્યરૂપે કહેલી વાતને જે પૃથફ પૃથક્ વિચાર તે “વ્યવહારનય' છે. અનેક 1 જાતિનાં કપડાંને સમુચ્ચયરૂપે કપડાંના શબ્દથી વ્યવહાર કરવામાં આવે, પરંતુ આ રેશમી કપડું, આ મીલનું કપડું, આ ખાદીનું કપડું–આવા પ્રકારનું ઉચ્ચારણ, એ વ્યવહારનયની અપેક્ષાએ કરવામાં આવે છે. સંસારના સમસ્ત પદાર્થોને એક શબ્દ વડે સમુચ્ચયરૂપથી “વસ્તુ” કે “ચીજ ” આ શબ્દ વડે કહેવામાં આવે છે, પરંતુ પૃથક્કરણ કરીને કહેવું હોય તે આ જડ છે, આ ચેતન છે, આ પૃથ્વી છે, આ પાણી છે વગેરે વ્યવહારનય થી કહેવામાં આવે છે. ૪. જુસૂત્રનય–પ્રત્યેક વસ્તુની વર્તમાન અવસ્થા પર જ વિચાર કરવામાં આવે એ “ઋજુસૂત્ર યદ્યપિ મનુષ્ય કોઈ વસ્તુને દેખીને તેની ભૂત અને ભવિષ્યકાળની અવસ્થાને ભૂલી શકતો નથી, તે પણ Page #156 -------------------------------------------------------------------------- ________________ જૈન ધમ ૧૪૧ મનુષ્યની બુદ્ધિ તાત્કાલિક અવસ્થા ઉપર વિશેષ સ્થિર થાય છે અને જેવી અવસ્થા વત માનમાં માલૂમ પડે છે તે. અનુસાર જ વિચાર કિડવા શબ્દ વ્યવહાર થાય છે, અને તે જ અવસ્થાના સ્વરૂપને સત્ય સમજે છે. લાકડાના મેજને દેખી તે મેજના જ વિચાર કરે છે. આ ઋજૂસૂત્રનયની અપેક્ષાએ છે. યપ મેજની ભૂતકાલીન લાકડાની અવસ્થા અને ભવિષ્યકાલીન લાકડાની કંઈ ને કંઈ અવસ્થા છે, પરતુ વર્તમાન અવસ્થા એ જ કાર્યસાધક હોવાથી તેને જ આ નય સ્પર્શ કરે છે. ૫. શદ્રુનય કાળ લિંગ વગેરેના જે ભેદથી અર્થ - ભેદ બતાવે તે શ་નય છે, અર્થાત્ જે વિચાર શબ્દપ્રધાન ખનીને અર્થભેદની કલ્પના કરે, તે શબ્દય ” છે. . કાઈ લેખકે લખ્યુ હાય : પાટલીપુત્ર નામક નગર હતું. ’હવે આમાં વિચારવાનું એ છે કે યુદ્યપિ લેખકના સમયમાં પણ ‘પાટલીપુત્ર' નગર અવશ્ય છે અને તેથી • હતું ” ક્રિયાપદના સ્થાનમાં ‘છે’ એમ લખવું જોઈતું હતું; પરંતુ ‘હતું ’એવે ભૂતકાલીન પ્રયાગ કરવાના હેતુ એ છે કે આ વખતે જે પાટલીપુત્ર છે, તેનાથી તે વખતનુ પાટલીપુત્ર કઈ જુદું જ હતું. આ પ્રકારે શબ્દના પ્રયાગ કરવામાં કાળભેદ રાખ્યા, તેથી તેનેા અભેદ માલૂમ પડચો. આ વિચારણા શબ્દનયના પરિણામે છે, અર્થાત્ . શબ્દેનયની અપેક્ષાએ આવુ કથન સત્ય છે. એક બહુ મેાટા ખાડામાં પાણી હાય, તેને કૂવા કહે છે, પર ંતુ Page #157 -------------------------------------------------------------------------- ________________ ન ધર્મ કોઈ લેખકે “કુઈ” લખી. “કુવો” અને “કુઈ” એ લિંગભેદના શબ્દ છે. . સમભિરૂઢનય–પર્યાયવાચી શબ્દના ભેદથી અર્થભેદની માન્યતા રખાવનારો વિચાર, એ “સમભિરૂઢ નય છે. જેવી રીતે શબ્દભેદ તેવી રીતે વ્યુત્પત્તિભેદ પણ અર્થભેદની તરફ લઈ જાય છે. સ્પષ્ટાર્થ એ છે કે જ્યાં ભિન્ન ભિન્ન શબ્દોને એક અર્થ માનવામાં આવે છે, ત્યાં પણ તત્વદષ્ટિથી દેખવામાં આવે તે બધા શબ્દોને વ્યુત્પત્તિથી એક અર્થ નથી થતો. ઉદાહરણ તરીકે-રાજ, નૃપ, ભૂપતિ–આ ત્રણે શબ્દ “રાજા”વાચક છે, પરંતુ “સમભિરૂઢનય’ કહે છે કે એમ નથી. રાજચિન્હોથી જે શોભે તે રાજા, મનુષ્યનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું પાલન કરે તે ભૂપતિ. વ્યવહારમાં આ ત્રણે શબ્દનો અર્થ રાજા કરવા છતાં સમભિરૂઢનયની અપેક્ષાએ વ્યુત્પત્તિથી આ ત્રણે શબ્દો ભિન્ન ભિન્ન અર્થને સૂચવે છે. . એવભૂતનય–જે અર્થ શબ્દથી ફલિત થાય છે, અર્થાત વ્યુત્પત્તિ અનુસાર જ તે પદાર્થને વ્યવહાર થાય છે, ત્યારે જ તે વસ્તુને તે અર્થમાં સ્વીકારવી, એ એવભૂતનય”નું કામ છે. અર્થાત આ નયની અપેક્ષાએ તે જે સમયે રાજા રાજચિન્હાથી અલંકૃત થાય તે જ સમયે “રાજા” કહે જોઈએ. અર્થાત તે જ સમયે તે “રાજા” છે, બીજ સમયમાં નહીં. જે વખતે મનુષ્યનું રક્ષણ કરવામાં Page #158 -------------------------------------------------------------------------- ________________ સબ ગમ ૧૪૩ તે તે આવતું હોય, તે સમયે તે નૃપ' કહેવાશે, ખીન્ન સમયમાં નહિ. એ જ પ્રકારે જે સમયે કાઈ મનુષ્યસેવાનુ... કા કરી રહ્યો હાય, તે સમયે, તેટલા જ વખત માટે તે • સેવક ' કહી શકાશે, ખીન સમયમાં નહિ. આ એવ ભૂતનયની વિચારસરણી છે. સસારના મનુષ્યેામાં પરસ્પર ઝગડા કયારે થાય છે? મતભિનતાએના કારણે વિરાધ કયારે જાગ્રત થાય છે? જ્યારે મનુષ્ય એકબીજાના કથનને અપેક્ષાથી નથી દેખતા. ખીજો મનુષ્ય જે મેલે, તે પણ કોઈ ‘ નય ની અપેક્ષાએ ઠીક છે, આવી બુદ્ધિ મનુષ્યસમાજમાં આવી જાય, તેા કદી કોઈમાં વૈમનસ્ય થવાની જરૂર જ ન રહે. જૈનધર્મમાં બતાવેલી આ નયેાની માન્યતા મનુઅને બહુ મોટા વિશાળ ક્ષેત્રમાં લાવી મૂકે છે, એક ઊંચા શિખર ઉપર ચઢાવીને જગતનું અવલેાકન કરવાનું શીખવે છે. આને નયદૃષ્ટિ કહેા, વિચારસરણી કહેા, ચાહે તા સાપેક્ષ અભિપ્રાય કહેા. ઉપરનાં ઉદાહરણાની સાથે બતાવેલા સાતે નયામાં ઉત્તરાત્તર એક પછી એકમાં અધિકાધિક સૂમતા આવી જાય છે. જૈનધર્મના મૂળ સિદ્ધાંત રાગ-દ્વેષને મટાડવાના છે, આ પ્રકારની નાયષ્ટિના અભ્યાસ અને તે જ દૃષ્ટિએ સંસારની પ્રત્યેક વસ્તુનું અવલેશ્વન આપણા રાગદ્વેષને “આછા કરવામાં સહાયભૂત થાય છે. . Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જેન, ધર્મ (૩૪) સપ્તભંગી ભેદથી જૈનધર્મમાં પદાર્થોનું જ્ઞાન કરવા માટે જે સ્યાદ્વાદ” અને “નય” ને સિદ્ધાન્ત છે તેવો જ સપ્તભરીને પણ સિદ્ધાન્ત છે. સપ્તભંગીને સામાન્ય અર્થ છે વચનના સાત પ્રકારેને સમૂહ. કોઈપણ પદાર્થને માટે અપેક્ષાને લક્ષ્યમાં રાખીને સાત પ્રકારથી વચનનું ઉચ્ચારણ કરવામાં આવી શકે છે. ૧. “છે” ૨. “નથી” ૩. “છે અને નથી” ૪. “ કહી ન શકાય” ૫. “છે, પરંતુ કહી ન શકાય” ૬. “નથી પરંતુ કહી ન શકાય” ૭. “છે અને નથી, તે પણ કહી ન શકાય.” કાઈમાં વિરોધ ન આવે, એવા પ્રકારની કલ્પના કરવી એનું નામ છે “સપ્તભંગી’. કોઈ પણ વસ્તુને કઈ પણ ધર્મ બતાવવો હોય, તે તે એવા પ્રકારે બતાવો જોઈએ, કે જેથી તેના વિરોધી ધર્મનું સ્થાન, એ વસ્તુમાંથી ચાલ્યું ન જાય. કોઈ ચીજને નિત્ય' બતાવવી છે, પરંતુ કેઈ એ શબ્દ રાખીને નિત્ય” બતાવવી જોઈએ, જેથી તેમાં રહેલા “અનિ Page #160 -------------------------------------------------------------------------- ________________ એમ જૈન ધર ૧૪૫ આવતું યતા ' વગેરે ધર્મોને અભાવ માલૂમ ન પડે. એવે સમય” શબ્દ છે. ‘સ્યાત્’. કા સ્યાત્ શબ્દનો અર્થ થાય છે અમુક અપેક્ષાએ 1 અર્થાત્ કથ’ચિત્ ', ‘કાઈ અપેક્ષાથી ’. જેમ ચાટ્ નિત્ય C વ ઘટઃ। એને અર્થ એ થયા કે, ‘ ઘટ કાઈ અપેક્ષાએ * નિત્ય છે.” અહી કાઈ અપેક્ષાએ ’ એથી સ્પષ્ટ માલૂમ પડે છે કે ખીજી કોઈ અપેક્ષાએ ‘ અનિત્ય’ પણ હોવા જોઈએ. હવે આ જ ઘડાના ઉદાહરણ ઉપર સાત વચન પ્રયાગ ઘટાડવામાં આવે છે. ૧૦ . ૬. ચાલુ નિત્ય તથ ઝ: २. स्याद् अनित्य एव घटः । ३. स्याद् नित्यानित्य एव घटः । ४. स्याद् अवक्तव्य एव घटः । ५. स्याद् नित्यः अवक्तव्यश्च घटः । ૬. ચાર અનિત્યઃ અવત્તબ્ધશ્રઘટઃ। ७. स्याद् नित्यानित्यश्च अवक्तव्यश्च घटः । આ સાત ભાંગાથી (વચનપ્રયાગાથા ) આમા ભાંગા થઈ જ નથી શકતા. ઉપર્યુક્ત સાત વચનપ્રયાગાની મતલબ જુએ. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ( જૈન ધર્મ ૧. ‘ ઘટ ' ' નિત્ય' છે, પરન્તુ કોઈ અપેક્ષાએ અનિત્ય ’પણ છે. ૨. ઘટ ‘ અનિત્ય ’ છે, પરન્તુ કાઈ અપેક્ષાએ ‘નિત્ય’ પણ છે. ' , ૩. ઘટ ' કોઈ અપેક્ષાએ નિત્ય ” પણ છે અને કાઈ અપેક્ષાએ ‘નિત્ય' પણ છે. 1 ૪. નિત્ય ' અને ‘ અનિત્ય ’ એવા જુદા જુદા શબ્દો દ્વારા તા કહી શકાય છે, પરન્તુ એક જ શબ્દથી બને ધર્મના સમાવેશ કર! હાય તા એના માટે જૈનશાસ્ત્રોમાં • અવક્તવ્ય શબ્દના પ્રયાગ કરવામાં આવ્યા છે, અર્થાત્ ઘટ ' કોઈ અપેક્ષાએ અવક્તવ્ય ' પણ છે. ઉપર્યુક્ત ચાર વચનપ્રયાગે! પરથી પાછ્યા ત્રણ વચનપ્રયાગા બનાવી શકાય છે. * < : . ’ ૫. કાઈ અપેક્ષાએ ‘ ઘટ ' ‘નિત્ય ' હાવા સાથે અવક્તવ્ય છે. ' ૬. કાઈ અપેક્ષાએ ઘટ' અનિત્ય' હેાવા સાથે ‘અવક્તવ્ય’ છે. < ૭. કાઈ અપેક્ષાએ ‘ઘટ ’· નિત્ય ’ અને નિત્ય ાવા સાથે ‘અવક્તવ્ય છે. . પાછળના ત્રણ પ્રયાગ વક્તવ્યરૂપ નિત્ય, અનિત્ય અને નિત્યાનિત્ય—આ ત્રણ ભાંગાની સાથે અવક્તવ્ય મળવાથી થાય છે. , Page #162 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ ૧૪૭ ધ્યાનમાં રાખવું જોઈએ કે, વ્યવહાર એક છે અને તાત્ત્વિકતા ખીજી ચીજ છે. સપ્તભ`ગીના નિયમાનુસાર સાત પ્રકારના વચનપ્રયાગ એ વ્યાવહારિક વાત નથી, આ તા એક તાત્ત્વિક વિષય છે. એક જ વાતને માટે કેટલા વચનપ્રયાગ કરી શકાય, એ તત્ત્વદષ્ટિએ વિદ્વાનને માટે વિચારવાયોગ્ય વિષય છે. સામાન્યતઃ વ્યવહારમાં આ વસ્તુઓ કામમાં નથી આવતી. Page #163 -------------------------------------------------------------------------- ________________ Page #164 -------------------------------------------------------------------------- ________________