________________
૧૩૨
જેન ધર્મ
-
--
---
--
-
-
-
-
-
-
[૩૨]
સ્યાદાદ કોઈ પણ પદાર્થની સિદ્ધિ એકાન્તવાદથી-એકાન્ત દૃષ્ટિથી ન થઈ શકે. જૈનશાસ્ત્રકારોએ પદાર્થ માત્રનું–
સત 'નું લક્ષણ બતાવ્યું છેઃ “ઉત્પાચ-વ્યયુ કરત' ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા-આ સ્વભાવવાળા પદાર્થ હોય છે. નાના અણુથી લઈને મેટામાં મોટો પદાર્થ જોઈ , બધા પદાર્થોમાં આ લક્ષણ રહેલું છે; અને તેથી જ વસ્તુમાત્રમાં અનેક ધર્મ રહેલા છે. - “સ્યાદ્વાદ'–આમાં બે શબ્દો છે. “સ્થાક્યાદ” સ્યાને અર્થ છે કેાઈ અપેક્ષાથી” અને વાદને અર્થ છે “કહેવું ', “સ્યા એ અનેકાન્તસૂચક શબ્દ છે. એટલા જ માટે સ્યાદ્વાદનું બીજું નામ અનેકાન્તવાદ પણ છે. અને કાન્તમાં અનેક અન્ત, આ બે શબ્દો છે. અન્તને અર્થ દષ્ટિ–દિશા કરવો જોઈએ. મતલબ કે અનેક દૃષ્ટિએ જેવું–કહેવું તે અનેકાન્તવાદ કહેવાય. સત્ એટલે પદાર્થનું –વસ્તુનું જે લક્ષણ કર્યું છે, એ પણ એ જ બતાવે છે કે, પ્રત્યેક પદાર્થમાં અનેક ધર્મ રહેલા છે. સ્યાદ્વાદની સ્પષ્ટ શબ્દોમાં વ્યાખ્યા કરવામાં આવે તે પરિજન રસ્તુતિ सापेक्षरीत्या विरुद्धनानाधर्मस्वीकारो हि स्याद्वादः। એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી જુદા જુદા પ્રકારના ધર્મોને સ્વીકાર કરવો તેનું નામ છે સ્યાદ્વાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org