________________
જૈન ધર્મ
૧૩૩
“સ્યાદ્વાદ” શીખવાડે છે કે પ્રત્યેક વસ્તુને જુદી જુદી દૃષ્ટિએ દેખવાથી જ તેને વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે, એક જ મનુષ્ય પિતા, પુત્ર, કાકે, મામે, ભત્રીજો, ભાણેજ વગેરે થઈ શકે છે. પિતાની અપેક્ષાએ પુત્ર અને પુત્રની અપેક્ષાએ પિતા, કાકાની અપેક્ષાએ ભત્રીજો અને ભત્રીજાની અપેક્ષાએ કાકો. તે નિત્ય પણ છે, અનિત્ય પણ છે. આત્માની અપેક્ષાએ નિત્ય અને શરીરની અપેક્ષાએ અનિત્ય છે. માટીનો ઘડો નિત્ય છે અને અનિત્ય પણ. ઘડાને જે આકાર છે, તે વિનાશી છે, અનિત્ય છે; પરંતુ ઘડાની માટી અવિનાશી જ કહેવાશે કેમકે ઘડાને આકાર સ્વરૂપ નાશ થવા છતાં માટીના સ્વરૂપે ઘડે તે છે જ, માટીનો આકાર કિંવા પર્યાય બદલાતા રહેશે, પરંતુ માટીનાં પરમાણુઓને સર્વથા નાશ નથી થતો. સેનાના કોઈ પણ આભૂષણને તેડાવી-ગળાવી બીજું કઈ બનાવવામાં આવે તો મૂળ આકારને નાશ થયે, નવા આકારની ઉત્પત્તિ થઈ, પણ સુવર્ણ દ્રવ્ય તે સ્થિર જ છે. આ પ્રમાણે સંસારના બધા પદાર્થો પૂલરૂપથી અથવા સૂક્ષ્મરૂપે આ સંસારમાં રહે છે જ અને એના નવા નવા રૂપને પ્રાદુર્ભાવ થયા કરે છે. દીવો બુઝાઈ જાય તે આપણે સમજીએ છીએ કે દીવાને સર્વથા નાશ થયો, પરંતુ વસ્તુતઃ એમ હોતું નથી. દીવાના પરમાણુઓ તે અવશ્ય રહે છેબીજા રૂપમાં પણ અવશ્ય રહે છે જ.
જેની ઉત્પત્તિ અને વિનાશ થાય છે, તેને જેનશાસ્ત્રોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org