SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ [૨૭] સંવર મન, વચન અને કાયાની પ્રવૃત્તિ રૂપ આશ્રવથી અથવા આશ્રવના પ્રકરણમાં બતાવેલા ૪૨ કારણરૂપ આશ્રવોથી ઉત્પન્ન થનારાં કર્મોને રોકનાર, આત્માના શુદ્ધ ભાવોનું નામ છે “સંવર'. જૈન શાસ્ત્રકારોએ આ સંવરના પ૭ ભેદ બતાવ્યા છે, અર્થાત સત્તાવન પ્રકારે આવતાં કર્મો અટકાવી શકાય છે. ૫૭ પ્રકાર આ પ્રમાણે છે:૫ સમિતિ ૧૨ ભાવના ૩ ગુપ્તિ ૨૨ પરિષહ ૧૦ યતિધર્મ પ ચારિત્ર પાંચ સમિતિ – ૧. ઈર્ષા સમિતિ–ચાલવા-ફરવાની ક્રિયાના સમયે બરાબર ખ્યાલ કરવો જોઈએ; જેથી કોઈ જીવની હિંસા ન થાય. ૨. ભાષા સમિતિ–લવા સમયે ધ્યાન રાખવું જોઈએ, જેથી કોઈ પણ જીવની હિંસા ન થાય. ૩. એષણાસમિતિ-નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવી. ૪. આદાન-નિક્ષેપ સમિતિ–પોતાના કામમાં આવનાર ચીજોને લેવા-મૂકવી હોય તે એવી રીતે લેવીમૂકવી જોઈએ જેથી કઈ પણ જીવની હિંસા ન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy