SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ જિન ધર્મ [૩૩] નય જૈન ધર્મમાં જેમ “સ્વાહાદ” એક મહત્ત્વની ચીજ છે, તેવી જ રીતે “નય” પણ સ્યાદ્વાદની સાથે સંબંધ રાખનારી મહત્ત્વની ચીજ છે. “નય’ને સામાન્ય અર્થ છે વિચાર. “નયવાદને અપેક્ષાવાદ” પણ કહી શકાય છે. કઈ પણ વસ્તુનું સાપેક્ષરીતિએ નિરૂપણ કરનારો વિચાર–એ છે નય. મનુષ્ય પ્રત્યેક વસ્તુ ઉપર ભિન્ન ભિન્ન દષ્ટિએથી વિચાર કરે છે. અપેક્ષાપૂર્વક કરેલો વિચાર એ નય કહેવાય છે. જો કે ઘણાએ વિચારોમાં વિરુદ્ધતા જોવામાં આવે છે, પરંતુ એવા વિરોધી દેખાયેલા વિચારમાંથી અવિરધનું મૂળ શોધનાર તથા એવા વિચારોને સમન્વય કરનારું શાસ્ત્ર—એ છે ‘નયશાસ્ત્ર એ નો કેટલા છે? એની સંખ્યા ગણું શકાય એમ નથી. જૈનશાસ્ત્રોમાં કહ્યું છે–“નાવવા વચપલા, તાવ વવ દૂતિ થવાયા'—જેટલાં વચન પદેવચનપ્રયોગો છે, એટલા જ ન છે, કેમ કે અપેક્ષાપૂર્વક મનુષ્ય જે કંઈ વિચાર કાઢે છે, તે બધા નય છે, તે પણ મનુષ્યસમાજને સમજવા માટે એના જુદા જુદા ભેદ દેખાડવામાં આવ્યા છે. નય બે પ્રકારના છે: ૧, દ્રવ્યાકિનય અને ૨. પર્યાયાચિકનય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy