SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધમ ૧૧૦ *ઉત્પન્ન થનાર ચીજને નાશ અવસ્ય માનવા પડશે. એટલે જેમ કે પહેલાં ઈંડું કે મરવી ? ઈંડા વિના મરઘી કયાંથી અને મરઘી વિના ઈંડું કયાંથી? તેમ આત્મા અને કર્મોના સંબધમાં સમજવું જોઈએ. એટલા જ માટે આત્મા અને ક એ બને અદિકાળથી જોડાયેલાં છે, તે દૂધ અને પાણીની માફક આતપ્રાત છે. આ સંસારમાં કર્મનાં પુદ્ગલા ઠાંસી ઠાંસીને ભરેલાં છે. જીવની જેવી જેવી ક્રિયાઓ હાય, તેવાં તેવાં કર્મના પરમાણુ તે પર લાગે છે. આ કર્માના સ્વભાવ-સ્વરૂપસ્થિતિ ભિન્ન ભિન્ન પ્રકારે છે. એ જ કારણ છે કે સંસારમાં આ બધી વિચિત્રતા દેખાય છે. જેમ એક સૂઠને લાડવે છે, તે વાયુને દૂર કરે છે, તેમ જે કર્મ જે પ્રકારના સ્વભાવવાળું હશે તે કર્મો તેવા જ પ્રકારના લાભાલાભ કરશે. આને જૈનશાસ્ત્રોમાં ‘પ્રકૃતિબન્ધ ” કહ્યો છે. હવે, જેમ કાઈ લાડુ ૧૫ દિવસ સુધી રહે છે, પછી બગડી જાય છે, કાઈ ૬૦ દિવસમાં બગડે છે, કાઈ બે મહિના સુધી પણ રહી શકે છે, એ જ પ્રકારે કર્મીની સ્થિતિ પણ બન્ધનના સમયે નિશ્ચિત થઈ જાય છે. કાઈ ક પાંચ વર્ષોમાં ફળે છે અને કાઈ પાંચ ભવા પછી ફળે. કાઈ કર્મ થાડા સમયમાં અને કાઈ અધિક સમયમાં પાકે છે, એને સ્થિતિમન્ય' કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy